Crack GPSC Channel
Статистикаગુજરાતની સ્પર્ધાત્મક ક્ષેત્રે No. 1 એપ્લિકેશન અનુભવી અને સફળ ફેકલ્ટીઝ સાથે - ઓછા સમયમાં સચોટ તૈયારી એટલે Crack GPSC. ધમાકેદાર ઓફર... ડાઉનલોડ કરો #CrackGPSC_App : https://bit.ly/crkgpsc
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 25
- Всего постов
- 25
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 128
- 1/48двое суток
- 146
- 1/72трое суток
- 158
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ભારતની પ્રથમ ખાનગી બ્રાન્ડ નામ ધરાવતી ટ્રેન લખનઉ–નવી દિલ્હી–લખનઉ તેજસ એક્સપ્રેસ ભારતની પ્રથમ એવી રેગ્યુલર પેસેન્જર ટ્રેન બનશે, જેના નામ સાથે કોઈ વ્યાવસાયિક બ્રાન્ડનું નામ જોડવામાં આવશે. IRCTC દ્વારા Spriteને ટ્રેનના જાહેરાત અને બ્રાન્ડિંગ અધિકારો આપવામાં આવ્યા છે. આ અંતર્ગત ટ્રેન નંબર 82501 અને 82502ને 19 ઑગસ્ટથી 11 નવેમ્બર 2026 દરમિયાન સ્ટેશનો પર ‘Sprite Tejas Express’ તરીકે જાહેર કરવામાં આવશે. આ વ્યવસ્થા માત્ર જાહેરાત અને બ્રાન્ડિંગ પૂરતી છે. Sprite ટ્રેનનું સંચાલન IRCTC દ્વારા જ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ ટિકિટના ભાવ વધાર્યા વિના રેલવેની Non-Fare Revenue વધારવાનો છે. ટ્રેનનું સંપૂર્ણ ખાનગીકરણ માનવું યોગ્ય નથી. Crack GPSC
IIT ગાંધીનગરની PRAG પહેલ શરૂ IIT ગાંધીનગર (IITGN)એ PRAG Initiative શરૂ કરી. PRAGનો સંપૂર્ણ અર્થ Policy Research and Analytics for Governance છે. તેનો હેતુ ટેક્નોલોજી, જાહેર નીતિ અને શાસનને જોડીને અસરકારક શાસન તથા ટકાઉ વિકાસ માટેના પડકારો પર કામ કરવાનો છે. આ પહેલ સરકાર, સંશોધકો, વિદ્યાર્થીઓ અને અન્ય હિતધારકો વચ્ચે સહયોગ વધારશે. આ પહેલ હેઠળ Research, Education અને Experiential Learning પર ધ્યાન અપાશે. તેના લોન્ચ પ્રસંગે Gujarat Policy Innovation Lab અને Gujarat Data and Governance Observatory સ્થાપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી. Crack GPSC
IIHT SUTRA 2026નું પ્રથમ રાષ્ટ્રીય સંમેલન કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘IIHT SUTRA 2026’નું ઉદ્ઘાટન કર્યું. આ Indian Institutes of Handloom Technology (IIHTs)નું પ્રથમ રાષ્ટ્રીય સંમેલન હતું. તેનું આયોજન કેન્દ્રીય કાપડ મંત્રાલયની Office of the Development Commissioner (Handlooms) દ્વારા કરવામાં આવ્યું. સંમેલનની થીમ “IIHTs: Weaving the Future of the Indian Handloom Sector – Educate • Innovate • Transform” હતી. તેનો મુખ્ય હેતુ હેન્ડલૂમ શિક્ષણમાં ટેક્નોલોજી, સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવાનો છે. Crack GPSC
ડીસામાં એશિયાની પ્રથમ ડેઝર્ટ નાઈટ સફારી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત Drive-through Night Safari અને Zoological Park વિકસાવવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને Central Zoo Authorityની મંજૂરી મળી છે. આ નાઇટ સફારીમાં રણપ્રદેશની વિશિષ્ટ ઇકોસિસ્ટમને કેન્દ્રમાં રાખવામાં આવશે અને મુલાકાતીઓને રાત્રિના સમયે વન્યજીવો નિહાળવાનો વિશિષ્ટ અનુભવ મળશે. પ્રસ્તાવિત પાર્ક (આશરે 103 હેક્ટર સરકારી જમીન)માં આશરે 83 પ્રજાતિઓનાં 2,700 જેટલાં પ્રાણીઓ રાખવાની યોજના છે. આ પ્રોજેક્ટનો હેતુ વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ શિક્ષણ અને ગુજરાતમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. Crack GPSC
ગુજરાતમાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ એપ લોન્ચ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘Gramin Gyan Setu’ મોબાઇલ એપ લોન્ચ કરી. આ એપનો હેતુ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની ગ્રામ્ય અને કેન્દ્રીય લાઇબ્રેરીઓને ડિજિટલ રીતે જોડવાનો છે. તે અંતર્ગત 752 લાઇબ્રેરીઓને ડિજિટલી જોડવામાં આવી છે. પુસ્તકો વાચકો સુધી પહોંચાડવા માટે 4 વિશેષ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાન દર 15 દિવસે ગામોની મુલાકાત લઈને પસંદ કરાયેલાં પુસ્તકો પહોંચાડશે. આ પહેલ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસના અવસર સાથે જોડાયેલી છે. 12 ઓગસ્ટે લાઇબ્રેરી વિજ્ઞાનના પ્રણેતા એસ. આર. રંગનાથનની જન્મજયંતિ નિમિત્તે National Library Day મનાવવામાં આવે છે. Crack GPSC
ભારત વિશ્વમાં શિપ રિસાયક્લિંગમાં પ્રથમ ક્રમે ભારત 2025માં વિશ્વનું અગ્રણી Ship Recycling Nation બન્યું છે. UNCTADના આંકડા મુજબ, વૈશ્વિક શિપ રિસાયક્લિંગમાં ભારતનો હિસ્સો 2024ના 30.1%થી વધીને 2025માં 35.4% થયો છે. ભારતની આ સિદ્ધિમાં ગુજરાતના ભાવનગરમાં આવેલું અલંગ–સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ મુખ્ય ભૂમિકા ભજવે છે. તે દેશની લગભગ 98% શિપ રિસાયક્લિંગ પ્રવૃત્તિ સંભાળે છે. આ સિદ્ધિ સાથે ભારતે Maritime India Vision 2030 અંતર્ગત વિશ્વનું અગ્રણી શિપ રિસાયક્લિંગ કેન્દ્ર બનવાનો લક્ષ્યાંક નિર્ધારિત સમય પહેલાં હાંસલ કર્યો છે. UNCTADનું મુખ્યાલય જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલું છે. Crack GPSC
ન્યૂયોર્ક-ન્યૂ જર્સીમાં India Independence Day અમેરિકાનાં ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી રાજ્યોએ 15 ઑગસ્ટ, 2026ને સત્તાવાર ઘોષણાપત્રો દ્વારા ‘India Independence Day’ તરીકે માન્યતા આપી છે. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં કરવામાં આવેલી આ ઘોષણામાં અમેરિકામાં વસતા Indian-American communityના યોગદાન તેમજ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક, આર્થિક અને રાજદ્વારી સંબંધોને માન્યતા આપવામાં આવી છે. ન્યૂયોર્ક સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે બંને ઘોષણાપત્રોની જાણકારી જાહેર કરતાં ન્યૂયોર્કનાં ગવર્નર કેથી હોકુલ અને ન્યૂ જર્સીનાં ગવર્નર મિકી શેરિલનો આભાર વ્યક્ત કર્યો હતો. Crack GPSC
ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધીને 891 વિશ્વ સિંહ દિવસ (10 ઓગસ્ટ) નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ભારતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણમાં થયેલી પ્રગતિ અંગે માહિતી આપી. એશિયાઈ સિંહોની સંખ્યા વર્ષ 2015માં 523 હતી, જે વધીને 2025માં 891 થઈ છે. આ ઉપરાંત, તેમનો ભૌગોલિક વિસ્તાર પણ આશરે 30,000થી વધીને લગભગ 35,000 ચો. કિમી થયો છે. ભારતમાં એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ગુજરાતનો ગીર વિસ્તાર છે. તેમના સંરક્ષણ માટે 2020માં Project Lion શરુ કરવામાં આવ્યો. સિંહોના વિસ્તારના વિસ્તરણથી માનવ–વન્યજીવ સંઘર્ષ, રસ્તા-રેલવે ક્રોસિંગ અને વન્યજીવ કોરિડોરનું સંરક્ષણ જેવા નવા પડકારો પણ ઊભા થયા છે. Crack GPSC
લિંગ્વિસ્ટિક્સ ઓલિમ્પિયાડમાં ભારતને 4 મેડલ ભારતે રોમાનિયામાં આયોજિત International Linguistics Olympiad (IOL) 2026માં કુલ 1 ગોલ્ડ, 3 બ્રોન્ઝ મેડલ અને 1 Honourable Mention મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું. તે અંતર્ગત શ્રીલક્ષ્મી વેંકટરામને ગોલ્ડ અને આરવ અનિલ રાવ, નિશાંત શંકર લક્ષ્મણન તથા અદ્વય મિશ્રાએ બ્રોન્ઝ જીત્યા છે. સોહમ પેડનેકરે Honourable Mention મેળવ્યું. IOLમાં વિદ્યાર્થીઓને અજાણી ભાષાઓ અને ભાષાકીય પેટર્ન આધારિત સમસ્યાઓ આપવામાં આવે છે, જેમાં તર્ક, પેટર્ન ઓળખ અને વિશ્લેષણાત્મક વિચારસરણીની કસોટી થાય છે. સ્પર્ધામાં 40થી વધુ દેશોના વિદ્યાર્થીઓ ભાગ લે છે. ભારત 2009થી IOLમાં ભાગ લઈ રહ્યું છે. Crack GPSC
PM મોદીએ લોન્ચ કરી રામનાથ કોવિંદની આત્મકથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા “Triumph of the Indian Republic: My Life, My Struggles”નું વિમોચન કર્યું. આ પુસ્તકમાં રામનાથ કોવિંદના પ્રારંભિક જીવનથી લઈને તેમના સંઘર્ષ, જાહેરજીવન અને ભારતના રાષ્ટ્રપતિ તરીકેની સફરનું વ્યક્તિગત વર્ણન કરવામાં આવ્યું છે. રામનાથ કોવિંદ ભારતના 14મા (2017–2022) રાષ્ટ્રપતિ છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ બનનારા ઉત્તર પ્રદેશના પ્રથમ વ્યક્તિ છે. તેમના નેતૃત્વ હેઠળની સમિતિએ એક દેશ, એક ચૂંટણી (One Nation, One Election) અંગેનો અહેવાલ માર્ચ 2024માં રજૂ કર્યો હતો. Crack GPSC
દીપ્તિ ગૌર મુખર્જી: નવાં ઉચ્ચ શિક્ષણ સચિવ વરિષ્ઠ IAS અધિકારી દીપ્તિ ગૌર મુખર્જીની શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગનાં નવાં સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પહેલાં તેઓ કેન્દ્રીય કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતાં. તેઓ સર્વ શિક્ષા અભિયાન તથા બાળકોમાં વાંચનની ટેવ અને શૈક્ષણિક ભાગીદારી વધારતી ‘મિલ બાંચે’ અને ‘કહાની ઉત્સવ’ જેવી પહેલ સાથે પણ સંકળાયેલાં હતાં. Crack GPSC
видео или голосовое, без подписи
NABLની પ્રથમ મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ માન્યતા યોજના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા ભારતની પ્રથમ Mobile Food Testing Labs Accreditation Scheme શરૂ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પ્રમાણભૂત અને વિશ્વસનીય ખાદ્ય પરીક્ષણ સેવાઓને લોકોની નજીક પહોંચાડવાનો છે. તે અંતર્ગત લેબોરેટરી દ્વારા બજારો અને સ્થાનિક વિસ્તારોમાંથી ખાદ્ય નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ કરી શકાશે. મોબાઇલ લેબોરેટરી વાહનમાં સ્થાપિત હોવાથી ગામડાં, દૂરના વિસ્તારો, બજારો, મેળાઓ અને ખાદ્ય ઉત્પાદન કેન્દ્રો સુધી પહોંચી શકે છે. આ યોજના NABLના Integrated Assessment Programme અંતર્ગત અમલમાં આવશે. Crack GPSC
બંગાળની ખાડી ઉપર ઓઝોનનું અસામાન્ય સ્તર ભારતીય વૈજ્ઞાનિકોએ ઉત્તર બંગાળની ખાડીના ઉપરના વાતાવરણમાં ઓઝોનની અસામાન્ય રીતે ઊંચી સાંદ્રતા ધરાવતું ગાઢ સ્તર શોધ્યું છે. આ સ્તર પૃથ્વીની સપાટીથી લગભગ 21થી 23 કિલોમીટરની ઊંચાઈએ જોવા મળ્યું. સામાન્ય રીતે ઓઝોનની સર્વાધિક સાંદ્રતા 25થી 30 કિલોમીટરની ઊંચાઈએ જોવા મળે છે. પરંતુ, પૂર્વ ભારત ઉપર પ્રમાણમાં ઓછી ઊંચાઈએ ઓઝોનનું આટલું ગાઢ સ્તર મળવું વૈજ્ઞાનિકો માટે વિશેષ અને અસામાન્ય ઘટના છે. આ શોધ Phase-I NetRAD-ASMA અભિયાન દરમિયાન કરવામાં આવી હતી. ઓઝોન સ્તર સૂર્યનાં હાનિકારક પારજાંબલી-UV કિરણોને શોષીને પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે. Crack GPSC
ભારતનું પ્રથમ ‘સ્કોપ-2 ઉત્સર્જનમુક્ત’ મુખ્ય બંદર તમિલનાડુના થૂથુકુડી ખાતે આવેલું વી. ઓ. ચિદમ્બરનાર પોર્ટ ભારતનું પ્રથમ ‘સ્કોપ-2 ઉત્સર્જનમુક્ત મુખ્ય બંદર’ બન્યું છે. બંદરે પોતાની વીજળીની જરૂરિયાત માટે સૌર અને પવન જેવી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવી છે. ‘સ્કોપ-2 ઉત્સર્જન’ એટલે કોઈ સંસ્થા દ્વારા બહારથી ખરીદવામાં આવતી વીજળી, વરાળ, ગરમી અથવા શીતલીકરણના ઉત્પાદન દરમિયાન થતું પરોક્ષ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન. સ્કોપ-1 ઉત્સર્જન કોઈ સંસ્થાના પોતાના નિયંત્રણ હેઠળના સ્રોતોમાંથી થતું પ્રત્યક્ષ ઉત્સર્જન છે, જ્યારે સ્કોપ-3 ઉત્સર્જન સંસ્થાની સમગ્ર મૂલ્યશૃંખલામાંથી થતું અન્ય પરોક્ષ ઉત્સર્જન છે. Crack GPSC
રશિયાથી ભારત સુધી રેલવે લિંકનો પ્રસ્તાવ રશિયાએ મોસ્કોથી હિંદ મહાસાગર અને આગળ ભારત સુધી રેલવે લિંક વિકસાવવાની શક્યતા તપાસવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રશિયાના નાયબ વડાપ્રધાન મારાત ખુસ્નુલિને વૈકલ્પિક રેલ માર્ગની જરૂરિયાત અંગે વાત કરી છે. પ્રસ્તાવનો મુખ્ય હેતુ બોસ્ફોરસ જળમાર્ગ અને હોર્મુઝની સામુદ્રધુની જેવા વ્યૂહાત્મક જળમાર્ગો પરની નિર્ભરતા ઘટાડવાનો છે. વર્તમાન ભૌગોલિક-રાજકીય અસ્થિરતાને કારણે વૈકલ્પિક-સુરક્ષિત વેપાર માર્ગોની જરૂરિયાત વધી છે. આ પ્રસ્તાવને International North-South Transport Corridor (INSTC) સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે. તે ભારત, ઈરાન અને રશિયાને જોડતો બહુમાધ્યમ (રેલ-રોડ-દરિયાઈ) પરિવહન કોરિડોર છે. Crack GPSC
видео или голосовое, без подписи
ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર દીપક ધારને 2026નું ડિરાક મેડલ એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન તેમને સાંખ્યિકીય યાંત્રિકશાસ્ત્ર (Statistical Mechanics) અને જટિલ પ્રણાલીઓના વર્તન અંગેના સંશોધન માટે આપવામાં આવ્યું છે. Dirac Medal એ International Centre for Theoretical Physics (ICTP) દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન છે. તેની સ્થાપના 1985માં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી પૉલ ડિરાકની યાદમાં કરવામાં આવી હતી. દીપક ધારનું સૌથી જાણીતું યોગદાન Dhar's Burning Algorithm છે. તેમણે Sandpile Model પર સંશોધન દરમિયાન આ અલ્ગોરિધમ વિકસાવ્યો હતો
ઇન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમોમાં ભીષણ આગ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવામાં આવેલા બ્રોમો ટેન્ગર સુમેરુ નેશનલ પાર્કમાં જંગલમાં આગ ફાટી. આ આગ માઉન્ટ બ્રોમોના કેલ્ડેરા નજીકના વિસ્તારો સુધી ફેલાઈ. માઉન્ટ બ્રોમો ઇન્ડોનેશિયાના પૂર્વ જાવામાં આવેલો એક સક્રિય જ્વાળામુખી છે અને તે ટેન્ગર જ્વાળામુખી સંકુલનો ભાગ છે. કેલ્ડેરા એ જ્વાળામુખીના મોટા વિસ્ફોટ અથવા શિખરના ધસી પડવાથી બનેલું વિશાળ જ્વાળામુખીય ખાડા જેવું ભૂ-સ્વરૂપ છે. સૂકું હવામાન, ભારે પવન અને El Niñoની મજબૂત થતી પરિસ્થિતિને કારણે ઇન્ડોનેશિયામાં જંગલમાં આગનું જોખમ વધ્યું છે. આ પાર્કમાં જાવા ટાપુનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ સુમેરુ પણ આવેલ છે. Crack GPSC
видео или голосовое, без подписи