tgindex
Culture

Culture:- @Culture098 English:- @English_Learner98 Gujarati Vyakran:- @Guj_Vyakran Constitution:- @Bandharn98 Science:- @Science_Bin C.A:- @CurrentAffairs_98 G.K:- @Samany_Gyan Gandhiji:- @Gandhiji_150 Old papers:- @Apaper_OldPaper History:- @History_PSC

Последний пост
9 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
22
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 500
−3 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
743
22 постов
Вовлечённость
49,5%
к подписчикам
Постов в день
0,0
всего 22
Упоминаний
3
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
247
1/48двое суток
283
1/72трое суток
305

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • 👉અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે વૌઠાનો ભવ્ય મેળો ભરાય છે. 👉આ સ્થળે સાબરમતી અને વાત્રક સહિત હાથમતી, ખારી, મેશ્વો, માઝમ અને શેઢી એમ કુલ સાત નદીઓનો પવિત્ર સંગમ થાય છે. ભાલ અને નળકાંઠા સહિત વિવિધ કોમના લોકો અહીં બે-ત્રણ દિવસ છાવણી નાખીને પવિત્ર સ્નાનનો લહાવો લે છે. 👉 મહાભારત કાળમાં આ વિસ્તાર પાંડવોના અજ્ઞાતવાસનું સ્થળ 'વિરાટનગર' હતું. 👉એવી લોકવાયકા છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ભગવાન શિવના પુત્ર કાર્તિક સ્વામી પૂનમે અહીં સ્નાન કરવા આવે છે, તેથી મેળામાં તેમની ચરણપાદુકાનું પૂજન કરવામાં આવે છે. 👉આ મેળાની સૌથી મોટી વિશેષતા વણજારા સમુદાય દ્વારા લવાતું 'રંગીન ગધેડાંનું બજાર' છે. અહીં ૪,૦૦૦થી વધુ ઉચ્ચ નસલના ગધેડાં વેચાય છે, જેને લાલ, પીળા, ગુલાબી અને કેસરી રંગથી શણગારવામાં આવે છે. 👉આ ઉપરાંત અહીં ઊંટનો વેપાર પણ થાય છે. આ મેળો પ્રવાસનનું મોટું કેન્દ્ર બન્યો છે. મેળાની શાન વધારતા શણગારેલા ઊંટ, નદીના વહેણમાં વહેતી મોજ માણતા લોકો અને ચારેબાજુ બંધાયેલા તંબુઓ (છાવણીઓ) આખા માહોલને અત્યંત જીવંત અને રંગબેરંગી બનાવી દે છે.

  • 1️⃣ પરીક્ષા: GPSC Class 1-2 Mains 📅 તારીખ: 26-02-2026 પ્રશ્ન: ગુજરાતના કયા સ્થાપત્યને UNESCO World Heritage Siteનો દરજ્જો મળ્યો છે? A) મોડેરા સૂર્ય મંદિર B) રાણી કી વાવ C) પાવાગઢ D) રૂદ્રમહાલય ✅ જવાબ: B — રાણી કી વાવ (Rani ki Vav) સમજૂતી: પાટણની આ ઐતિહાસિક વાવને UNESCO દરજ્જો મળ્યો છે. બીજા વિકલ્પો: • મોડેરા → સૂર્ય ઉપાસના સ્થાપત્ય • પાવાગઢ → શક્તિપીઠ • રૂદ્રમહાલય → સિદ્ધપુરનું ઐતિહાસિક અવશેષ 2️⃣ પરીક્ષા: GPSSB Talati 📅 તારીખ: 18-02-2026 પ્રશ્ન: નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? A) તરણેતર — સુરેન્દ્રનગર B) અંબાજી — બનાસકાંઠા C) કીર્તિ તોરણ — પાટણ D) ભવાઈ — લોકનાટ્ય ✅ જવાબ: C સમજૂતી: કીર્તિ તોરણ વડનગરમાં આવેલ છે, પાટણમાં નહીં. 3️⃣ પરીક્ષા: GSSSB Departmental 📅 તારીખ: 21-01-2026 પ્રશ્ન: ગુજરાતની “રોગન આર્ટ” કયા વિસ્તાર સાથે જોડાયેલી છે? A) જામનગર B) કચ્છ C) પાટણ D) દાહોદ ✅ જવાબ: B — કચ્છ સમજૂતી: રોગન કળા કચ્છની વિશ્વપ્રસિદ્ધ textile art છે. બીજા વિકલ્પો: • જામનગર → બંધણી • પાટણ → પટોળા • દાહોદ → આદિવાસી કલા 4️⃣ પરીક્ષા: GPSC Mains 📅 તારીખ: 27-02-2026 પ્રશ્ન: “પટોળા” કયા શહેરની વિશિષ્ટ કલા છે? A) ભાવનગર B) પાટણ C) વડોદરા D) રાજકોટ ✅ જવાબ: B — પાટણ સમજૂતી: ડબલ ઇકત વણાટ માટે વિશ્વપ્રસિદ્ધ. બીજા વિકલ્પો: • ભાવનગર → તખ્તેશ્વર • વડોદરા → ગાયકવાડ વારસો • રાજકોટ → કબા ગાંધી નો ડેલો 5️⃣ પરીક્ષા: GPSSB Extension Officer 📅 તારીખ: 11-01-2026 પ્રશ્ન: નીચેનામાંથી કયું pair સાચું નથી? A) મોડેરા — સૂર્ય મંદિર B) પાટણ — પટોળા C) કચ્છ — ગરબા ઉત્સવ D) સિદ્ધપુર — રૂદ્રમહાલય ✅ જવાબ: C સમજૂતી: કચ્છ “રણોત્સવ” માટે જાણીતું છે, ગરબા માટે નહીં.

  • ૧. સ્થાપત્ય (GPSC - ૧૦ મે, ૨૦૨૬): 🏛️ ગુજરાતના કયા પ્રાચીન નગરમાંથી તાજેતરમાં 'સપ્તર્ષિના મઠ' અને બૌદ્ધ સંસ્કૃતિના નવા અવશેષો મળી આવ્યા છે? જવાબ: વડનગર (મહેસાણા). 📍 ૨. લોકનૃત્ય (CCE - ૦૪ મે, ૨૦૨૬): 💃 બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય હોળીના અવસરે જોવા મળે છે અને તાજેતરમાં સાંસ્કૃતિક મહોત્સવમાં રજૂ થયું હતું? 🎉 જવાબ: મેરાયો નૃત્ય. ૩. મેળાઓ (તાજેતરનું અપડેટ): 🎪 ચિત્ર-વિચિત્રનો મેળો, જે સાબરકાંઠાના ગુણભાખરી ગામે ભરાય છે, તે કઈ નદીઓના સંગમ સ્થાને ભરાય છે? 🌊 જવાબ: આકુળ, વ્યાકુળ અને સાબરમતી. ૪. શિલ્પ અને સ્થાપત્ય: 🏰 પાટણની 'રાણકી વાવ' કઈ શૈલીમાં બાંધવામાં આવી છે? (આ પ્રશ્ન ૨૦૨૬ની પરીક્ષામાં પુનરાવર્તિત થયો છે). જવાબ: મારુ-ગુર્જર શૈલી (સોલંકી શૈલી). ✨ ૫. સંગીત અને કલા: 🎶 સંગીત બેલડી 'તાના-રીરી' ની સમાધિ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે જ્યાં દર વર્ષે મહોત્સવ ઉજવાય છે? જવાબ: વડનગર. 🙏

  • ૧. સિદ્ધરનો મેળો 🎉 કયા જિલ્લામાં ભરાય છે? - ભાવનગર (મા ખોડિયારના સાનિધ્યમાં). ૨. પાલીતાણાના જૈન મંદિરો 🕉️ કયા પર્વત પર છે? - શેત્રુંજય પર્વત. ૩. ચિત્ર-વિચિત્રનો મેળો 🎨 ક્યાં ભરાય છે? - ગુણભાંખરી (સાબરકાંઠા). ૪. રુદ્રમહાલય 🔱 ક્યાં આવેલો છે? - સિદ્ધપુર (પાટણ).

  • શિલ્પ અને લોકકળા 🎨 કચ્છનું ભરતકામ: ખાસ કરીને 'બન્ની' વિસ્તારનું 'જત' ભરતકામ અને 'મુતવા' કળા ખૂબ જાણીતી છે. 🧵 રોગન આર્ટ: નિરુણા (કચ્છ) માં ખત્રી પરિવાર દ્વારા સાચવી રાખવામાં આવેલી આ કળામાં એરંડાના તેલનો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકામ કરવામાં આવે છે. 🖌️

  • મોઢેરાનું સૂર્યમંદિર - સ્થાપત્ય કલા 🏛️ બાંધકામ: 🏗️ ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન (ઈ.સ. ૧૦૨૬-૨૭). ખાસિયત: ✨ આ મંદિર કર્કવૃત્ત પર આવેલું છે. તેની રચના એવી છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી મૂર્તિના મણિ પર પડે છે. ☀️ કુંડ: 🌊 મંદિરની સામે 'રામકુંડ' (સૂર્યકુંડ) આવેલો છે, જેની ચારેબાજુ ૧૦૮ નાના મંદિરો આવેલા છે. 🕉️

  • видео или голосовое, без подписи

  • રાણીની વાવ (Rani ki Vav) - પરીક્ષાલક્ષી ઊંડાણપૂર્વકની માહિતી 🏛️ ૧. નિર્માણ અને શૈલી: નિર્માણ: સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં ૧૧મી સદીમાં (આશરે ૧૦૬૩-૬૮ માં) કરાવ્યું હતું. 🏗️ સ્થાપત્ય શૈલી: આ વાવ 'મારુ-ગુર્જર' સ્થાપત્ય શૈલી (સોલંકી શૈલી) નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રકાર: જલા પ્રકારની વાવ (જેમાં ત્રણ પ્રવેશદ્વાર હોય છે). ૨. મહત્વના ફેક્ટ્સ (GPSC સ્પેશિયલ): સાત માળ: આ વાવ કુલ ૭ માળ ઊંડી છે અને તે ઉલ્ટા મંદિર (Inverted Temple) ના સ્વરૂપે કંડારવામાં આવી છે. 🌊 મુખ્ય વિષય: વાવમાં ભગવાન વિષ્ણુના દશાવતારનું સુંદર કોતરણીકામ છે. અહીં શેષશાયી વિષ્ણુની પ્રતિમા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. 🕉️ સરસ્વતી નદી: આ વાવ પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલી છે. વર્ષો સુધી આ વાવ નદીના પુરમાં ઢકાયેલી રહી હતી, જેને બાદમાં ASI દ્વારા સાફ કરવામાં આવી. ૩. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન: UNESCO: જૂન ૨૦૧૪માં તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો. 🌍 ચલણી નોટ: ભારત સરકાર દ્વારા ₹૧૦૦ ની નવી (જાંબલી) નોટ પર પાછળની બાજુએ રાણીની વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. 💰 Cleanest Iconic Place: ૨૦૧૬માં તેને ભારતની 'ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ' તરીકેનો એવોર્ડ મળ્યો હતો. 🏆 ૪. જીણવટભરી માહિતી (જે પરીક્ષામાં પૂછાય છે): વાવમાં આશરે ૫૦૦ થી વધુ મુખ્ય શિલ્પો અને ૧૦૦૦ થી વધુ નાના શિલ્પો છે. શિલ્પોમાં દેવ-દેવીઓ ઉપરાંત અપ્સરાઓ અને ભૌમિતિક ભાત (જે પાટણના પટોળાની ડિઝાઇન જેવી લાગે છે) જોવા મળે છે. ✨

  • ફેક્ટ: કયા મેળાને 'મિની કુંભ' તરીકે ઓળખવામાં આવે છે? 🎡 જવાબ: ભવનાથનો મેળો (જૂનાગઢ).

  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: મહત્વના મેળા 🎡 ​ ​તરણેતરનો મેળો: સુરેન્દ્રનગર (થાનગઢ) - 'ત્રિનેત્રેશ્વર મહાદેવ' ના સાનિધ્યમાં, છત્રીઓ માટે જાણીતો. ​વૌઠાનો મેળો: અમદાવાદ (ધોળકા) - સપ્તનદીના સંગમ સ્થાને, ગધેડાની લે-વેચ માટે જાણીતો. ​ભવનાથનો મેળો: જૂનાગઢ (ગિરનાર) - 'મહાશિવરાત્રી' ના દિવસે, નાગા સાધુઓના શાહી સ્નાન માટે પ્રખ્યાત. ​માધવપુરનો મેળો: પોરબંદર - ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહ પ્રસંગે યોજાય છે. ​ચિત્ર-વિચિત્રનો મેળો: સાબરકાંઠા (ગુણભાખરી) - આદિવાસી સંસ્કૃતિનો મહત્વનો મેળો.

  • ભારતના શાસ્ત્રીય નૃત્યો (Classical Dances of India) 💃🕺 ​પરીક્ષામાં ઘણીવાર રાજ્ય અને તેના શાસ્ત્રીય નૃત્યની જોડણી પૂછાય છે: ​ભરતનાટ્યમ: તમિલનાડુ (સૌથી પ્રાચીન નૃત્ય) ​કથકલી: કેરળ (ચહેરાના હાવભાવ અને મુખવટા માટે જાણીતું) ​કથક: ઉત્તર પ્રદેશ (બિજુ મહારાજ આ નૃત્ય સાથે જોડાયેલા હતા) ​કુચીપુડી: આંધ્રપ્રદેશ ​મોહિનીઅટ્ટમ: કેરળ ​ઓડિસી: ઓડિશા ​મણિપુરી: મણિપુર ​સત્રિયા: આસામ (શ્રીમંત શંકરદેવ દ્વારા પ્રચલિત)

  • 12 нояб.1 69911

    видео или голосовое, без подписи

  • ♟ રાજ્યોના પ્રસિદ્ધ લોકનૃત્યો💃🕺 ✍ Join: [ @Culture098 ]

  • *⭕સામાન્ય જ્ઞાન⭕* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓ *✔અનાવાડા* ▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓ *✔સરસ્વતી નદી કિનારે* ▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓ *✔રાણી નાઈકીદેવી* ▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓ *✔સલ્તનતકાળ* ▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓ *✔દસમું* ▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓ *✔ગંગા* ▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓ *✔સુંદરી* ▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓ *✔ખેર* ▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓ *✔જંગલી ગધેડા* ▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓ *✔વાંદરાની* ▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓ *✔તાલુકા અદાલત* ▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓ *✔ટ્રાયલ કોર્ટ* ▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓ *✔1960* ▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓ *✔નજીરી અદાલત અથવા Court of Records* ▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓ *✔ફોજદારી અદાલત* ▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓ *✔1526માં* ▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓ *✔કાનવાના મેદાનમાં* ▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓ *✔શેરશાહ* ▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓ *✔બહેરામખાને* ▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓ *✔સલીમ* ▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓ *✔શુક્રવારે* ▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓ *✔રાજસ્થાન* ▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓ *✔પંજાબ* ▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓ *✔અસમ* ▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓ *✔9425 કિમી.* ▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓ *✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં* ▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓ *✔મધ્યપ્રદેશના નેપાનગરમાં* ▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓ *✔હોશંગાબાદ અને દેવાસમાં* ▪જહાંગીરનો અર્થ શું થાય❓ *✔દુનિયાને જીતનાર* ▪રસખાનના ગુરુ કોણ હતા❓ *✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી* ▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓ *✔તેરમી* ▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓ *✔60* ▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓ *✔આઠ* ▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓ *✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક* ▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓ *✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે* ▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓ *✔રાજરાજ* *✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે* ▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓ *✔53 મીટર* ▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓ *✔શિકારા* ▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓ *✔ઉત્તરપ્રદેશ* ▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓ *✔અસમ* ▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓ *✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં* ▪ગુરુ નાનકનો જન્મ❓ *✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં* ▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓ *✔નરસિંહ મહેતા* ▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓ *✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ* ▪અમેરિકા ખંડના શોધક❓ *✔ક્રિસ્ટોફર કોલંબસ* ▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓ *✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે* ▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓ *✔રેડ-ઇન્ડિયન* ▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓ *✔કેનેડા* ▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓ *✔4827 કિમી.* ▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓ *✔આલ્ફાલ્ફા* ▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓ *✔બ્રાઝિલ* ▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓ *✔પ્રીતિ સેનગુપ્તા* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥રણધીર💥

  • અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1. અસમિયા ભાષાના મહાકવિ કોણ છે? લક્ષ્મીનાથ બેઝબરૂઆ 2.વિન્દા કરન્દીકર કઈ ભાષાના સાહિત્યકાર છે? મરાઠી 3.સંગીત સમ્રાટ તાનસેનના ગુરુનું નામ શું હતું? હરિદાસ 4. સૌથી પ્રાચીન વાધયંત્ર કયું છે? વીણા 5.જૈન ધર્મનો કયો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો છે? કલ્પસૂત્ર 6. ચાર વેદમાં ગુરુમંત્ર કોને કહેવામાં આવે છે? ગાયત્રીમંત્રી 7.વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો છે? કારતક 8.શ્રીમદ્ ભગવદગીતામાં કેટલા અધ્યાયો છે? 18 9. કઈ નદી રુદ્રકન્યા તરીકે પણ ઓળખાય છે? નર્મદા 10. ગુરુમુખી લિપિનો પ્રારંભ ક્યા શીખગુરુએ કરાવ્યો હતો? ગુરુ અંગદ પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

  • અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1.રાષ્ટ્રીય પંચાંગ શક સંવતમાં વર્ષ કેટલા દિવસનું હોય છે? 365 2. કયા તહેવારમાં મહારાષ્ટ્રમાં ઘેર ઘેર ધ્વજાઓ રોપવામાં આવે છે? ગુડી પડવો 3. સોનપુરનો પશુ મેળો કઈ બે નદીઓના સંગમ સ્થળે યોજાય છે? ગંગા અને ગંડક 4. દાનવોના શિલ્પીનું નામ શું હતું? મયાસુર 5. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જશુબહેન શિલ્પી 6. પદ્માવતના રચયિતા કોણ છે? મલિક મુહમ્મદ જાયસી 7.ભારતમાં વન મહોત્સવનો પ્રારંભ કરાવવાનું શ્રેય કોને જાય છે? ક. મા. મુનશી 8.કામાખ્યાદેવીનું પ્રખ્યાત મંદિર કયાં આવેલ છે? ગુવાહાટી 9. ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર 10. થેરુકૂતુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુ પ્રો.ડૉ.બી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

  • અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1.એલિફન્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --આસામના કાઝીરંગા નેશનલ પાર્ક માં, ફેબ્રુઆરી મહિનામાં 2.સંકટ મોચન મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --ઉત્તરપ્રદેશના વારાણસીમાં એપ્રિલ મહિનામાં 3.નાટ્યાંજલિ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --તામિલનાડુના ચિદંબરમ ખાતે ફેબ્રુઆરી મહિનામાં 4.આંતરરાષ્ટ્રીય રેત શિલ્પકલા મહોત્સવ ક્યાં યોજાય છે ? --ઓડિશાના કોણાર્ક પાસે ચંદ્રભાગ બીચ ખાતે ડિસેમ્બર મહિનામાં 5.બોબ ડિલન ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --મેઘાલયની રાજધાની શિલોંગ ખાતે ડિસેમ્બર મહિનામાં 6.શબરીમાલા મકરવિલાસુ મહોત્સવ ક્યાં યોજાય છે ? --કેરલના શબરીમાલા મંદિર ખાતે જાન્યુઆરી મહિનામાં 7.આઇલૅન્ડ ટૂરિઝમ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --પોર્ટબ્લેર ખાતે જાન્યુઆરી મહિનામાં 8.રાજરાણી મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ? --ઓડિશાના ભુવનેશ્વર ખાતે જાન્યુઆરી મહિનામાં 9.કાલચક્ર મહોત્સવ ક્યાં યોજાય છે ? --બિહારના બોધિગયા ખાતે જાન્યુઆરી મહિનામાં 10.રોઝ ફેસ્ટિવલ - ગુલાબ મહોત્સવ ક્યાં યોજાય છે ? --ચંદીગઢ ખાતે ડૉ.ઝાકિર હુસેન રોજ ગાર્ડનમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

  • અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1.નૃત્યના અધિષ્ઠાતા દેવ કોણ છે? - નટરાજ 2.સંસ્કૃત દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? - 8 ઓગસ્ટ 3.કયું મંદિર 'કાળા પેગોડા' તરીકે ઓળખાય છે - કોર્ણાકનું સૂર્યમંદિર 4.કયુ પુસ્તક ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે ? - રાજ તરંગિણી 5.અમીર ખુશરોના ગુરુ કોણ હતા? - નિઝામુદ્દીન ઓલિયા 6.યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - કુચિપુડી 7.રુકિમણી દેવી કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - ભરતનાટ્યમ 8.રોનૂ મજમૂદારનું નામ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી 9.પૂરન ભગત કયા રાજયનું લોકનૃત્ય છે? - બિહાર 10.સુપ્રસિદ્ધ ચિત્ર હીરઝંઝાના ચિત્રકાર કોણ છે? - શોભા સિંહ પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

  • અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1.' તેરા તાલી' કયા રાજયનું લોકનૃત્ય છે? - રાજસ્થાન 2.હિન્દુસ્તાની સંગીતનું સૌથી પ્રાચીન ઘરાના કયું છે? - ગ્વાલિયર ઘરાના 3.કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખાય છે? - પુરન્દર દાસ 4.પન્નાલાલ ધોષ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી 5.'દુષ્યંતને પ્રેમપત્ર લખતી શકુંતલા' નું મશહૂર ચિત્રના સર્જક કોણ છે? - રાજા રવિ વર્મા 6.ભારતનું પ્રાચીનતમ દર્શન કયું છે? - સાંખ્ય 7.'લોસાંગ' ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? - સિકિકમ 8.સ્થાપત્ય કલાનો કયો ઉત્કૃષ્ટ નમૂનો' સંગમરમરના કંડારેલા કાવ્યો' તરીકે ઓળખાય છે? - દેલવાડાનાં દેરાં 9. ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો કયો જિલ્લો ગણાય છે? - તાંજોર 10.સંગીત રત્નાકારના લેખક કોણ છે? - સારંગદેવ પોલીસ કોન્સ્ટેબલની નવી બેચ સવારે 10.30 થી 12.30 વર્ગ -3 ની જનરલ બેચ તથા પીએસઆઇ માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની એડવાન્સ બેચ સવારે 8.30 થી 10.30 જીપીએસસી -1/2 માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મક વિષયની એડવાન્સ બેચ સાંજે 5.30 થી 7.30 પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

Culture — tgindex