ગુજરાતી ભાષા
СтатистикаGujarati Vyakran:- @Guj_Vyakran English:- @English_Learner98 Constitution:- @Bandharn98 Science:- @Science_Bin Culture:- @Culture098 C.A:- @CurrentAffairs_98 G.K:- @Samany_Gyan Gandhiji:- @Gandhiji_150 Old papers:- @Apaper_OldPaper History:- @History_PSC
- Последний пост
- 16 мая
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
📌 ગુજરાતી વ્યાકરણના રોકડા માર્ક્સ અપાવતા મુદ્દા ✨ 🔹 ૧. જોડણીના નિયમો (ખાસ પૂછાતા શબ્દો): 📝 નિયમ: સામાન્ય રીતે 'ઈ' અને 'ઉ' અક્ષરની ગોઠવણીમાં ભૂલો થતી હોય છે. ✅ સાચી જોડણી: • આશીર્વાદ (આશિવર્વાદ ખોટું છે) • ઉજ્જવળ (બે અડધા 'જ' આવશે) • જિજ્ઞાસા, કિશોરાવસ્થા, મુહૂર્ત 🔹 ૨. સમાસ પરિચય: 🔸 દ્વિગુ સમાસ: પૂર્વપદ સંખ્યા દર્શાવે (દા.ત., નવરાત્રિ, ત્રિલોક, ષડયંત્ર) 🔸 દ્વંદ્વ સમાસ: 'અને' કે 'અથવા' થી છૂટું પડે (દા.ત., માતા-પિતા, સુખ-દુઃખ, રોજ-બરોજ) 🔸 મધ્યમપદલોપી સમાસ: વચ્ચેનું પદ લોપ પામ્યું હોય (દા.ત., આગગાડી -> આગ વડે ચાલતી ગાડી) 🔹 ૩. અલંકાર: 🌟 ઉપમા અલંકાર: 'જેવો', 'જેવી', 'સમાન' શબ્દો આવે. (દા.ત., "દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.") 🎭 રૂપક અલંકાર: ઉપમેય અને ઉપમાન એકરૂપ બતાવાય. (દા.ત., "બપોર એક મોટું શિકારી કૂતરું છે.")
📚 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (Old Paper Questions) 📝 ૧. 'ઘી' કયા પ્રકારની સંજ્ઞા છે? 🧈 (પરીક્ષા: બિન સચિવાલય ક્લાર્ક - 2014) જવાબ: દ્રવ્યવાચક સંજ્ઞા. ૨. 'લશ્કર' શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો. ⚔️ (પરીક્ષા: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ - 2012) જવાબ: સમૂહવાચક સંજ્ઞા. ૩. 'હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે' - આ વાક્યમાં 'પર્વત' કયા પ્રકારની સંજ્ઞા છે? 🏔️ (પરીક્ષા: રેવન્યુ તલાટી - 2016) જવાબ: જાતિવાચક સંજ્ઞા. (જો 'હિમાલય' પૂછ્યું હોત તો 'વ્યક્તિવાચક' આવત). ૪. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા કઈ છે? 🤔 (પરીક્ષા: ટેટ-૨ (TET-II) - 2015) (A) નદી (B) પાણી (C) માનવતા (D) ટોળું જવાબ: (C) માનવતા. 🚀 શોર્ટ ટ્રિક (યાદ રાખવા માટે): જો કોઈ એકનું નામ હોય તો → વ્યક્તિવાચક 👤 જો આખા વર્ગનું નામ હોય તો → જાતિવાચક 🏷️ જો પ્રવાહી કે અનાજ હોય તો → દ્રવ્યવાચક 💧
પ્રકાર 📋 સમજૂતી 📖 ઉદાહરણ 🔍 વ્યક્તિવાચક 🧑🤝🧑 કોઈ ચોક્કસ વ્યક્તિ, નદી કે પર્વતનું નામ. 🏔️ નર્મદા, હિમાલય, અજીત, સુરત. 🌍 જાતિવાચક 🏷️ આખી જાતિ કે સમૂહનો નિર્દેશ કરે. 🦁 નદી, પર્વત, સ્ત્રી, પશુ, પુસ્તક. 📚 સમૂહવાચક 👥 આખા ટોળા કે સમૂહ માટે વપરાતો શબ્દ. 🚌 લશ્કર, ટોળું, સભા, કાફલો, જુડો. 🤝 દ્રવ્યવાચક 🥛 ગણી ન શકાય તેવા પદાર્થો (જથ્થો). 💧 ઘી, દૂધ, સોનું, તેલ, પાણી, ચોખા. 🍚 ભાવવાચક 💭 જે માત્ર અનુભવી શકાય, જોઈ ન શકાય. ❤️ પ્રેમ 🥰
આજનું શબ્દભંડોળ (Vocab) 📚✨ ૧. સમાનાર્થી: 'અર્થ' = હેતુ, મતલબ, ધન. 💡 ૨. વિરુદ્ધાર્થી: 'ઉદ્યમી' × 'આળસુ'. ⚖️ ૩. શબ્દસમૂહ: જેનો કોઈ શત્રુ નથી તે - અજાતશત્રુ. 🛡️ ૪. રૂઢિપ્રયોગ: 'આકાશ-પાતાળ એક કરવા' - ખૂબ જ સખત મહેનત કરવી. 💪 ૫. કહેવત: 'પારકી આશ સદા નિરાશ' - બીજા પર રાખેલી આશા હંમેશા દુઃખદાયી હોય છે. 😔
૧. સંજ્ઞા અને તેના પ્રકાર (તાર્કિક ફેક્ટ) 📚 પરીક્ષામાં હવે 'ભાવવાચક' સંજ્ઞા વધુ પૂછાય છે. 📝 નિયમ: જે સંજ્ઞાને સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ❄️ ઉદાહરણ: 'ઠંડી', 'ગણગણાટ', 'સેવા', 'પ્રમાણિકતા'. ટ્વિસ્ટ: "આજે બહુ ઠંડી છે" - અહીં ઠંડી ભાવવાચક છે. પણ જો એમ પૂછે કે "હિમાલયમાં અતિશય ઠંડી પડે છે" - તો પણ તે ભાવ જ દર્શાવે છે. 🏔️ ૨. નિપાત (પરીક્ષાનો ફેવરિટ ટોપિક) 🎯 વાક્યમાં ભાર મૂકવા માટે વપરાતા પદોને નિપાત કહેવાય છે. ભારવાચક નિપાત: જ, તો, પણ, ય, સુધ્ધાં. ⚖️ સીમાવાચક નિપાત: ફક્ત, કેવળ, માત્ર, છેક. વિનયવાચક નિપાત: 'જી' (દા.ત. ગુરુજી, પપ્પાજી). 🙏 પ્રશ્ન: "તમે પણ મારી સાથે આવશો?" - અહીં 'પણ' કયા પ્રકારનો નિપાત છે? (જવાબ: ભારવાચક). ❓ ૩. કૃદંત (ઓળખવાની શોર્ટ ટ્રીક) 🔑 કૃદંત ઓળખવા માટે તેના પ્રત્યય યાદ રાખવા: વર્તમાન કૃદંત: પ્રત્યય 'ત' (રમતો, ખાતી, લખતું). ⏳ ભૂત કૃદંત: પ્રત્યય 'એલો/એલી/એલું' અથવા 'ય' (લખેલું, ગયેલું, જોયું). 🕰️ ભવિષ્ય કૃદંત: પ્રત્યય 'નાર' (લખનાર, આવનાર). 🔮 હેતવર્થ કૃદંત: પ્રત્યય 'વા/વાને' (ભણવા, રમવાને). 🎯 ૪. જોડણીના નિયમો (શોર્ટ કટ) ✂️ નિયમ: 'ઈક' પ્રત્યય લાગતા શબ્દની જોડણી હંમેશા હ્રસ્વ 'ઇ' થાય. ઉદાહરણ: સમાજ + ઈક = સામાજિક, દિન + ઈક = દૈનિક, વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક. યાદ રાખો: પરીક્ષામાં 'સામાજીક' (દીર્ઘ જી) લખીને ભૂલ કરાવશે, જે ખોટું છે. ⚠️ ૫. સંધિ (વારંવાર પૂછાતી) 🔗 ગાયક = ગૈ + અક પાવક = પૌ + અક નાવિક = નૌ + ઇક સૂર્યોદય = સૂર્ય + ઉદય (અ + ઉ = ઓ) 🌅
સાહિત્યકાર: 📚 પન્નાલાલ પટેલ (કૃતિ: 'માનવીની ભવાઈ' - ૧૯૮૫માં જ્ઞાનપીઠ મળ્યો). સ્થાપત્ય: 🏛️ અડાલજની વાવ – રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી (૫ માળની વાવ). છંદ: 📜 પૃથ્વી છંદ – ૧૭ અક્ષર (જ સ જ સ ય લ ગા).
ગુજરાતી: 'નિશીથ' કાવ્યસંગ્રહ માટે પ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર ઉમાશંકર જોશી છે. 📚✨ શબ્દસમૂહ: જેનો કોઈ શત્રુ નથી તે - અજાતશત્રુ 🛡️🦁
પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ: 🎖️ ગુજરાતી ભાષામાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને ૧૯૬૭માં 'નિશીથ' માટે મળ્યો હતો. રાષ્ટ્રીય શાયર: 🇮🇳 ઝવેરચંદ મેઘાણીને આ બિરુદ ગાંધીજીએ આપ્યું હતું. નર્મદ: ✍️ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા 'મારી હકીકત' નર્મદે લખી હતી.
કહેવત: 'દુઝણી ગાયની લાત પણ ભલી' 💡 અર્થ: જે વ્યક્તિથી આપણને ફાયદો થતો હોય, તેનું થોડું નુકસાન કે અપમાન પણ સહન કરી લેવું જોઈએ.
ટોપિક: ગુજરાતી સાહિત્યના 'પ્રથમ' 🏆 મિત્રો, પરીક્ષામાં અવારનવાર પૂછાતા આ ફેક્ટ્સ નોંધી લેજો: પ્રથમ આત્મકથા: 'મારી હકીકત' (નર્મદ) પ્રથમ નવલકથા: 'કરણઘેલો' (નંદશંકર મહેતા) પ્રથમ કાવ્યસંગ્રહ: 'બાપાની પીપર' (દલપતરામ) પ્રથમ નાટક: 'લક્ષ્મી' (દલપતરામ) પ્રથમ નવલિકા (ટૂંકી વાર્તા): 'ગોવાલણી' (મલયાનિલ)
ગુજરાતીમાં કોઈ મને પૂછે કે 'કેમ છે ?' તો લાગે છે હજુય જીવન હેમખેમ છે અંગ્રેજી સાથે સહેજ કરી લઉં છું ફલર્ટ, પણ ગુજરાતી મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. -મુકુલ ચોકસી
🎲 Quiz 'ગુજરાતી વ્યાકરણ,📖 સંધિ,સ્વર સંધિ' 🖊 17 questions · ⏱ 15 sec
без подписи
26th CCE Full Mock Test Review Based છે. 👍 જે મિત્રોને એક્ઝામ બાકી હોય એ ભૂલ્યા વિના આપી દેજો..💐 https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ટેસ્ટ સિરીઝ લિંક ☝️🥳
CCE પ્રિલીમ પછી મેન્સ માટે શું? આ રહ્યો માર્ગદર્શક વીડિયો.. ☺️ સરળ ભાષામાં ટૂંકમાં સમજૂતી જોઈ લેજો અને પ્રિલીમ પૂરી થઈ હોય એ મિત્રો અત્યારથી જ મેરિટની ચિંતા વગર મંડી પડજો 👍 વીડિયો લિંક https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 ☝️ લાગતા વળગતા મિત્રોને શેર કરજો. 👍 કઈંક પૂણ્ય થશે તો તમારે પ્રિલીમમાં થતા માર્ક્સ કરતાં ઓછા એ કટ ઓફ રહેશે.! 😂
"Experience Real-Exam Precision! Our Mock Tests Reflect Authentic Questions. Prepare Confidently with DWARKESH EDUCATION App!" App Link - https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz ☝️ Download Now and practice through mock test series. 🎯
😎 Tips for CCE Preliminary ☺️ 🌟 Ready to dominate Gujarat's exams? 💪 ✍ Our guide is packed with essential tips, hacks, and strategies! Watch now to boost your preparation: https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP #CCE 📚🎯
без подписи
без подписи
без подписи