Gpsc Simplified
СтатистикаWe provide quality and accurate guidance for GPSC exam ( GPSC class 1,2, Dyso,STI ) prelims and mains. Anyone can also send their answer for evaluation n value addition
- Последний пост
- 22 дек.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
મારા ગુજરાતના યુવા ઉમેદવારો, અંદાજે 10 લાખ યુવા ઉમેદવારો ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. જેમાંથી 2 લાખ જેટલા GPSC ની પરીક્ષા આપતા હોય છે. આયોગની જા. ક્ર 28 STATE TAX INSPECTOR CLASS 3, અંગે ઉમેદવાર તરફી નિર્ણય લેવામાં આવેલ છે કે જે લોકો Opt Out કરવા માંગતા હોય તે 22, 23 અને 24 ડિસેમ્બર એમ 3 દિવસમાં આયોગ ખાતે જઈને કરાવી શકે છે. 🙏મિત્રો આપણામાંથી ઘણા એવા ઉમેદવારો છે જે પહેલેથી CCE અને કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં સફળ થયેલ છે. પરંતુ ઘણા એવા ઉમેદવારો છે જે વર્ષોથી મહેનત કરે છે પણ 1-2-3 માર્કસથી રહી જાય છે. 🙏આપ જે પરીક્ષામાં સફળ થયા છો એ માટે આપને ખૂબ શુભેચ્છાઓ. STI ના 5000 ઉમેદવાર તરફથી આપને 2 હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે તમે એક યા બીજી પરીક્ષામાં પાસ થયેલ હોય તો આ opt out દ્વારા પોતાની ઉમેદવારી હટાવી લે જેથી અન્યના ઘરે પણ દીવો ઝગમગતો થાય. 🙏આપને એમ લાગતું હોય કે હું પાસ નહીં થાવ એટલે ઉમેદવારી હટાવવા નથી જવું પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આપણા ભોગે કોઈ અન્ય ઉમેદવારના સ્વપ્નને ના મરવા દેશો. તમે લોકો સક્રિયતા દેખાડશો તો તમે કેટલા લોકોના આશીર્વાદ મેળવશો એનો અંદાજ પણ નહીં હોય. 🙏આવું અભિયાન આપણે CCE અને કોન્સ્ટેબલમાં પણ ઉપાડ્યું હતું. ફરીવાર સમય છે કે દરેક ઉમેદવાર સ્વાર્થ ભાવના રાખ્યા વગર એક બીજાનું વિચારે. જાજો સમય નથી એટલે ત્વરિત નિર્ણય લઈને આયોગ ખાતે જરૂર ઉમેદવારી દૂર કરવા જશો એવી અપેક્ષા અને નમ્ર વિનંતી છે. 🙏આપ પણ એક સમયે ઉમેદવાર રહી ચૂક્યા હશો અને ત્યારે તમને પણ એવું થતું હશે કે એક પરીક્ષામાં પાસ થાવ તો જંગ જીત્યા. મિત્રો યાદ રહે કે સાચી જંગ પરીક્ષામાં પાસ થવા કરતા પણ જે નૈતિક જવાબદારી સમજે છે એમાં રહેલી છે. આપની નૈતિક જવાબદારી સમજીને સામૂહિક હિતને ધ્યાનમાં નિર્ણય લેશો એવી અપેક્ષા છે. આ સંદેશ અન્ય ગ્રુપમાં પ્રસારિત કરીને અભિયાનમાં જોડશો એવી પ્રાર્થના છે. આભાર 🙏 જય ભારત🇮🇳
видео или голосовое, без подписи
📢 GPSC જાહેરાત 240 અંગે મહત્વપૂર્ણ માહિતી આજ રોજ ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જાહેર હિત અંગેની અરજી (PIL) ની વિનંતી ની અરજી કરેલ Aspirants ને બોલાવેલ હતા, જેમાં સચિવશ્રીએ જણાવ્યું હતું કે તે NALSA અધિનિયમની શ્રેણીમાં PIL ન આવતી હોવાથી આ અંતર્ગત તેને માન્યતા અપાશે નહી. પરંતુ, GHCLSC (ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટી) દ્વારા ઑફલાઇન ફોર્મથી અરજી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ અરજીઓ માનનીય હાઇકોર્ટ સુધી મોકલવામાં આવશે. જો 40થી વધુ અરજીઓ આવશે તો જ અરજીઓ નું સંકલન કરીને મોકલવામાં આવશે. તેઓ ના જણાવ્યા મુજબ વધુ અરજીઓ હશે તો તેની સકારાત્મક અસર થશે અને દલીલ કરવામાં આવશે કે વિવિધ વિસ્તારો, વર્ગો અને સમુદાયમાંથી હજી પણ ઉમેદવારો આવી રહ્યા છે, જે દૂર રહેવા કે આર્થિક પરિસ્થિતિને કારણે પિટિશન માં હાજર રહી શક્યા નથી. 📌 મહત્વપૂર્ણ નોંધ: NALSA હેઠળની અરજીઓ ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા ઉદારતાથી લેવામાં આવે છે, તેથી આવી અરજી સ્વીકારવાની સારી શક્યતા છે તેવું સાહેબશ્રી એ ભારપૂર્વક કહ્યું છે. (મુખ્ય પરીક્ષા માટે હાજરીની કોઈ ખાતરી આપવામાં આવી નથી પરંતુ તેઓ પૂરો પ્રયાસ કરશે Result Revise નો અથવા અરજી કરેલ લોકો ને પણ બેસવા દેવાનો.) આપ સૌના ન્યાય માટે આપ સૌનો બહોળો પ્રતિસાદ ઇચ્છનીય છે. 🧾 કોણ આવી શકે છે? જે GPSC પરીક્ષામાં હાજર રહ્યા છે અને NALSA અધિનિયમની કલમ 12 હેઠળ પાત્રતા ધરાવે છે. 📘 NALSA અધિનિયમ, 1987 ની કલમ 12 હેઠળ પાત્રતા ધરાવનાર વ્યક્તિઓ: 1 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો 2 સ્ત્રીઓ 3 શારીરિક અક્ષમતા ધરાવનાર વ્યક્તિઓ 4 જેઓની વાર્ષિક આવક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોય (વાર્ષિક 3 લાખ કરતા ઓછી) 📍 ક્યાં આવવું ? હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિ પહેલો માળ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ બિલ્ડીંગ,ગુજરાત હાઈકોર્ટ કેમ્પસ, સોલા, અમદાવાદ - 380060 ફોન નંબર. 079-27664611 થી 15, એક્સ્ટેંશન નંબર. 418 (D) 079-27660667 🕥 ક્યારે આવવું? 1 સપ્ટેમ્બર, સવારે 10:30 થી 11:00 ( તેજ દિવસે સુનાવણી હોવાથી 11 પછી અરજી મૂકવામાં તકલીફ પડશે તેવું કહ્યું છે એટલે બને એટલું વહેલા પહોંચવું. ઓફિસ 10:30 એ ખુલી જાય છે.) 💰ફી: કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી. સંપૂર્ણ નિઃશુલ્ક છે. 📑 શુ લાવવું? 1 Original આધાર કાર્ડ 2 આધાર કાર્ડ ની ફોટો કોપી 3 GPSC (240) માં કરેલ અરજી (Application) ની ઝેરોક્ષ 4 GPSC ની હોલ ટિકિટ 5 GPSC માં આવેલ માર્ક ની ફોટોકોપી (Score card) 6 GPSC ની પ્રિલીમની OMR Sheet 7 SC/ST ઉમેદવારો નું કાસ્ટ સર્ટિફિકેટ 8 SC/ST ના હોય તો તેઓનું Latest Income Certificate અથવા હમણાં નું ITR (3 લાખ થી નીચેનું) 9 બે પાસપોર્ટ સાઇઝ ના ફોટા (Female Candidates ને મુદ્દા નંબર 7 અને 8 લાગુ પડતું નથી જેથી તેઓની અરજી Reject થવાના ખૂબ જ ઓછા Chance છે. જેથી તેઓ વધારે ભાગ લે તેમ કહ્યું છે .) નોંધ: આધાર કાર્ડ original જોઈશે. વધુ માહિતી માટે નીચેના ટેલીગ્રામ ગ્રુપની લીંક માં જોડાઈને પ્રશ્ન ના જવાબ મેળવી શકો છો. https://t.me/+kFm7BVL914RiZDFl ⚠️ માત્ર NALSA પાત્ર ઉમેદવારો માટે છે.
Day-5 Ethics mains value addition 🔆 નૈતિક પ્રતિબિંબો - GS4 માટે 📘 By John Henry Newman – A timeless call for moral and intellectual education ✅ શિક્ષણ એ નૈતિક રચના 🗨️ "શિક્ષણ એ ફરજભર્યા જીવન માટેની તૈયારી છે." 📌 ઉપયોગ: શિક્ષણમાં નીતિશાસ્ત્ર, ચારિત્ર્ય નિર્માણ, સિવિલ સેવાઓની તાલીમ ✅ ગુણ સાથેનું જ્ઞાન 🗨️ "જ્ઞાન એક વસ્તુ છે, ગુણ બીજી વસ્તુ છે… પરંતુ જ્ઞાન ગુણ તરફનો માર્ગ છે." 📌 ઉપયોગ: મૂલ્ય-આધારિત શિક્ષણ, બૌદ્ધિક નીતિશાસ્ત્ર, જ્ઞાન vs માહિતી ✅ અંતઃકરણની સંસ્કૃતિ 🗨️ "સંસ્કારિત બુદ્ધિ એ દૂષ્યા અને લાભદાયી શક્તિ સાથે આવે છે." 📌 ઉપયોગ: નૈતિક સંવેદનશીલતા, નૈતિક નેતૃત્વ, જાહેર તર્ક ✅ બૌદ્ધિક સચ્ચાઈ 🗨️ "સાચો ભલો માણસ તેમના મનમાં કોઈ ખટકો અથવા ધક્કો ઉત્પન્ન કરે તેવી કોઈ પણ વસ્તુથી સાવધાન રહે છે." 📌 ઉપયોગ: સહાનુભૂતિ, સચ્ચાઈ, શાસનમાં ભાવનાત્મક બુદ્ધિ ✅ શિક્ષણ દ્વારા જાહેર સેવા 🗨️ "યુનિવર્સિટી એ સાર્વત્રિક જ્ઞાનનું સ્થાન હોવું જોઈએ – માત્ર ઉપયોગિતા નહીં, પરંતુ સમજણ." 📌 ઉપયોગ: સર્વાંગી શિક્ષણ, નૈતિક સક્ષમતા, જાહેર સેવામાં આજીવન શિક્ષણ
Day-4 Ethics mains value addition 🔆 જીએસ4 (GS4) માટે "સત્યના પ્રયોગો અથવા આત્મકથા"નાં નૈતિક પ્રતિબિંબો 📘 મહાત્મા ગાંધી દ્વારા – સત્ય, સેવા અને આંતરિક દૃઢતાથી જીવેલું જીવન ✅ જીવનશૈલી તરીકે સત્ય 🗨️ "સત્યની શોધમાં વિરોધી પર હિંસા કરવાની છૂટ નથી." 📌 ઉપયોગ: નૈતિક નિરપેક્ષતા, નૈતિક પ્રેરણા, સાધન અને ધ્યેયનું સંરેખણ ✅ સ્વ-અનુશાસન અને નૈતિક વિકાસ 🗨️ "મનુષ્ય જેટલો પરોપકારી બને છે, તેટલો જ મહાન બને છે." 📌 ઉપયોગ: ઈમાનદારી, સ્વ-નિયમન, કરુણાપૂર્ણ શાસન ✅ સુવિધા કરતાં નીતિ 🗨️ "એક ભૂલ, ઘણા લોકો દ્વારા માન્ય બન્યા છતાં, સત્ય નથી બની જતી." 📌 ઉપયોગ: જાહેર તર્ક, નૈતિક શૌર્ય, સત્ય માટે ઊભા રહેવું ✅ અહિંસા એ જ શક્તિ 🗨️ "અહિંસા નબળાઓનું હથિયાર નથી. તે સૌથી મજબૂત અને હિંમતવાનનું હથિયાર છે." 📌 ઉપયોગ: સંઘર્ષ સમાધાન, સરકારી સુધારણા, નૈતિક સક્રિયતા ✅ જાહેર જીવનમાં પારદર્શિતા 🗨️ "હું વિશ્વને કંઈ નવું શીખવવા માટે નથી. સત્ય અને અહિંસા તો પહાડો જેટલાં જૂનાં છે." 📌 ઉપયોગ: મૂલ્ય-આધારિત શાસન, નૈતિક સાતત્ય, આદર્શ વર્તન
Day-3 Ethics mains value addition 🔆 GS4 માટે "Long Walk to Freedom"માંથી નૈતિક પ્રતિબિંબ 📘 નેલ્સન મંડેલા દ્વારા – મર્યાદા, ત્યાગ અને નેતૃત્વની નૈતિક યાત્રા ✅ નૈતિક સાહસ અને ઈમાનદારી 🗨️ *"મેં સ્વતંત્રતાનો લાંબો માર્ગ ચાલ્યો છે. મેં ડગમગાવાનો પ્રયત્ન નથી કર્યો."* 📌 ઉપયોગ: જાહેર જીવનમાં ઈમાનદારી, સ્થિરતા, નૈતિક નેતૃત્વ ✅ પ્રતિશોધ કરતાં ક્ષમા 🗨️ *"નારાજગી એ ઝેર પીવા જેવી છે અને પછી આશા રાખવી કે તે તમારા દુશ્મનોને મારી નાખશે."* 📌 ઉપયોગ: ભાવનાત્મક બુદ્ધિમત્તા, સંઘર્ષ સમાધાન, શાસનમાં સમાધાન ✅ નૈતિક નેતૃત્વ 🗨️ *"નેતા એ... એ છે જે ટોળાની પાછળ રહે છે અને સૌથી ચપળને આગળ જવા દે છે."* 📌 ઉપયોગ: સેવક નેતૃત્વ, નમ્રતા, અન્યોને સશક્ત બનાવવા ✅ કરુણા સાથે ન્યાય 🗨️ *"મુક્ત થવું એ ફક્ત બેડી તોડવા જેટલું નથી, પરંતુ એવી રીતે જીવવું કે જે અન્યની સ્વતંત્રતાનો આદર અને વિકાસ કરે."* 📌 ઉપયોગ: ન્યાય વિતરણ, સમાનતા, માનવીય ગૌરવ માટેનો આદર ✅ સહનશક્તિ અને નૈતિક ધ્યેય 🗨️ *"મોટા ટેકરા પર ચડ્યા પછી, એ જણાય છે કે હજી ઘણા ટેકરા ચડવાના બાકી છે."* 📌 ઉપયોગ: સેવા માટેની પ્રતિબદ્ધતા, નૈતિક ધૃઢતા, સુધારણાત્મક વિચારસરણી આ મૂલ્યવાન સિદ્ધાંતો જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને નૈતિકતા અને શાસન સંબંધિત ચર્ચાઓમાં. 🌟
Day-2 Daily ethics value addition 🔆 જી.એસ.૪ માટે એની ફ્રેન્કની ડાયરીમાંથી નૈતિક પ્રતિબિંબો 📘 By Anne Frank – A young girl’s moral voice amidst fear, oppression, and hope(ભય, જુલમ અને આશા વચ્ચે એક યુવાન છોકરીનો નૈતિક અવાજ) ✅ નિરાશા વચ્ચે આશા 🗨️ “જ્યાં આશા છે, ત્યાં જીવન છે. તે આપણને તાજી હિંમતથી ભરી દે છે અને ફરીથી મજબૂત બનાવે છે.” 📌 ઉપયોગ: ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, કટોકટીમાં નેતૃત્વ, નૈતિક આશાવાદ ✅ માનવતાની ભલાઈમાં વિશ્વાસ 🗨️ “બધું હોવા છતાં, હું હજુ પણ માનું છું કે લોકો ખરેખર હૃદયથી સારા હોય છે.” 📌 ઉપયોગ: સમાજમાં વિશ્વાસ, કરુણાનું નીતિશાસ્ત્ર, સુધારાત્મક ન્યાય ✅ નૈતિક હિંમત 🗨️ “એ કેટલું અદ્ભુત છે કે વિશ્વને સુધારવાની શરૂઆત કરવા માટે કોઈએ એક પણ ક્ષણ રાહ જોવી પડતી નથી.” 📌 ઉપયોગ: પહેલ, જાહેર સેવાની ફરજ, નૈતિક નેતૃત્વ ✅ ગોપનીયતા, ગૌરવ અને આદર 🗨️ “હું મારા મૃત્યુ પછી પણ જીવંત રહેવા માંગુ છું.” 📌 ઉપયોગ: માનવ ગૌરવ, અધિકારો માટે આદર, જાહેર જીવનમાં વારસો ✅ અંતરાત્મા અને આત્મનિરીક્ષણ 🗨️ “હું લખું ત્યારે બધું જ ખંખેરી શકું છું; મારા દુ:ખ દૂર થઈ જાય છે, મારી હિંમત ફરી જન્મે છે.” 📌 ઉપયોગ: નૈતિક આત્મ-જાગૃતિ, આંતરિક નૈતિક હોકાયંત્ર, આત્મનિરીક્ષણનું મૂલ્ય
Day-1 Daily Ethics value addition 🔆 શાસનમાં નૈતિક દ્વિધાનું નિવારણ (UPSC 2018) 📍 નૈતિક સંઘર્ષોને ઉકેલવા માટેના મુખ્ય સિદ્ધાંતો ✅ કાયદાનું શાસન અને કાયદેસરતા કાયદાના શાસનને જાળવી રાખવું એ શાસનમાં કાયદેસરતા સુનિશ્ચિત કરે છે. તે એક મૂળભૂત નૈતિક માળખું પૂરું પાડે છે અને દ્વિધા દરમિયાન કાર્ય કરવા માટે માર્ગદર્શન આપે છે. ✅ જાહેર હિતને પ્રાથમિકતા નિર્ણયો વ્યક્તિગત કે રાજકીય લાભને બદલે વ્યાપક જાહેર હિતની સેવા કરવા જોઈએ. ✅ નિષ્પક્ષતા નૈતિક પસંદગીઓ માટે તટસ્થતા આવશ્યક છે—પક્ષપાત, ફેવરિટિઝમ કે અયોગ્ય પ્રભાવથી મુક્ત હોવી જોઈએ. ✅ સર્વગ્રાહી મૂલ્યાંકન બધા જ સંભવિત વિકલ્પોનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, અને તેમાંથી એકને પસંદ કરવો જોઈએ જે સામૂહિક કલ્યાણને મહત્તમ કરે. ✅ ધ્યેય સુમેળ (Fusion) નૈતિક દ્વિધા ત્યારે સરળ બને છે જ્યારે વ્યક્તિગત, સંસ્થાકીય અને સામાજિક ઉદ્દેશ્યો સુમેળમાં હોય, જે અનેક નૈતિક સ્તરોને સંતોષતા નિર્ણયોને સક્ષમ બનાવે છે.
видео или голосовое, без подписи
🔔 GPSC CLASS 1/2 - PT RESULT અંગે મહત્વપૂર્ણ સંદેશ! પ્રિય મિત્રો, 👉Advt. No. 240/2024-25 ની પ્રાથમિક પરીક્ષા (PT) નું પરિણામ હવે જાહેર થઈ ગયું છે. ઘણાં વિદ્યાર્થીમિત્રો માત્ર 5-7 માર્ક્સના તફાવતથી ક્વોલિફાય થવામાં ચૂકી ગયા છે — અને આવા ઘણા પ્રશ્નો છે જેમના સાચા જવાબ માટે ઉમેદવાર પાસે વિજ્ઞાનસંગત અને દસ્તાવેજી પુરાવા હોવા છતાં પણ GPSCએ Final Answer Key માં અન્યાયજનક જવાબ માન્ય રાખ્યા છે. 👉અમુક પ્રશ્નો જે સાચા હતા તેને પણ વગર કારણસર કેન્સલ કરવામાં આવ્યા છે. 👉જ્યારે GPSC ને પૂછવામાં આવ્યું કે કયા કારણસર કેન્સલ કર્યા છે ત્યારે તેમને એટલું જ કહેલું કે એમાં અમુક ટેકનિકલ અને ભાષાકીય ક્ષતિ ( translation error) હતી. આવા માત્ર 17 પ્રશ્નો નથી પણ 17 કરતાં વધારે પ્રશ્નો છે જે કેન્સલ કરવાથી અમુક ઉમેદવારને ઘણો મોટો ગેરફાયદો થયો છે. હજુ આવા ઘણા પ્રશ્નો છે જેમાં સુધારા વધારા થઈ શકે એવા છે. આ સાથે જ અમુક પ્રશ્નોમાં OBJECTION FILE કરવા છતાં GPSC એ સુધારેલા નથી 🚨 એવા પ્રશ્નો અંગે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પીટિશન થવાની છે.🚨 👉પીટિશન માટે એડવોકેટ : મેઘા જાની મેમ છે. આગળ તેમણે Dy.So નું Result Revised કરાવ્યું હતું. Fees : 10000-11000( 25+ petitioner ( તો ફી. ઘટાડશે) (hal 15 petitioner thaya che ) ( ફીસ વકીલની ઓફિસે સીધા વકીલની બેંક ડિટેલમાં જ transfer કરવાની રહેશે અને રૂબરૂ વકીલ ઓફિસ જઈને એક વાર કેસ (case) બાબતે જાણકારી મેળવી શકશે ) 👉જે લોકોને પિટિશન ફાઇલ કરવાની હોય એ આવતીકાલ સાંજ સુધીમાં નીચેના ટેલીગ્રામ ID અથવા મો. નંબર પર કોલ કરી શકે છે. 👉મેઘા MA'AM નો પક્ષ ઉમેદવાર સાથે થયેલ અન્યાય બાબતે રહેશે.(RESULT REVISED માટે મેડમ પૂરતો પ્રયત્ન કરશે આમ છતાં પણ અંતિમ નિર્ણય કોર્ટનો રહેશે) 👉ફોર્મ ભરવાની તારીખ પેલા પીટીશન દાખલ કરવાની છે જેથી પેપર ચેકીંગ અને રોલ નંબર બધાની સાથે જ આવે તો જેને પીટીશન દાખલ કરવી હોય તે ઝડપી સંપર્ક કરે. 📢 એટલે જે મિત્રો પોતાનું પરિણામ આવા આયોગની ભૂલ વિવાદાસ્પદ જવાબોથી અસરગ્રસ્ત માને છે અને હાઈકોટ પીટિશનના ભાગરૂપે પોતાના ન્યાય માટે જોડાવા માંગે છે, તેમણે પોતાના પ્રશ્નોના સત્ય જવાબ માટે યોગ્ય મજબૂત એકેડેમિક (ઓથેન્ટિક) પુરાવા તૈયાર રાખવા વિનંતી છે. (પુરાવામાં, પુસ્તકનું/પ્રકાશકનું નામ, પબ્લિકેશન, પેજ નંબર) તમારો પ્રશ્ન નંબર , પ્રશ્ન સિરીઝ) ✔️વધુ માહિતી માટે સંપર્ક કરવો 1)Nirav prajapati - 8264960654 (@Niravgp) 2) Ashish beladiya - 7990266505 (@AVBELADIYA) 3) Sanjay rajput - 916352685777 (@an09Sanjay) આશા રાખીએ કે ટેલિગ્રામની મોટી મોટી ચેનલો આ માહિતીને યોગ્ય પ્લેટફોર્મ પર શેર કરશે જેથી વધુ ઉમેદવારો જોડાઈ શકે.
STI mains all papers
👉🏻UPSC મેઈન્સ અર્થશાસ્ત્રના પ્રશ્નો (2020 પછી) 2024 1) ભારતમાં સુધારા પછીના સમયગાળામાં સામાજિક સેવાઓ પરના જાહેર ખર્ચની પેટર્ન અને વલણનું પરીક્ષણ કરો. સમાવેશી વૃદ્ધિના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં તે ક્યાં સુધી સુસંગત રહ્યું છે? 2) ભારતમાં સતત ઊંચા ખાદ્ય ફુગાવાના કારણો શું છે? આ પ્રકારના ફુગાવાને નિયંત્રિત કરવામાં RBIની નાણાકીય નીતિની અસરકારકતા પર ટિપ્પણી કરો. 3)ભારતમાં કૃષિ ભાવને સ્થિર કરવા માટે બફર સ્ટોકનું મહત્વ સ્પષ્ટ કરો. બફર સ્ટોકના સંગ્રહ સાથે સંકળાયેલા પડકારો કયા છે? ચર્ચા કરો. 4) ભારતમાં શ્રમ બજાર સુધારાઓના સંદર્ભમાં ચાર 'શ્રમ સંહિતા'ના ગુણદોષની ચર્ચા કરો. આ સંદર્ભમાં અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે? 2023: 1) ઝડપી આર્થિક વૃદ્ધિ માટે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ખાસ કરીને MSMEનો હિસ્સો વધારવો જરૂરી છે. આ સંદર્ભમાં સરકારની વર્તમાન નીતિઓ પર ટિપ્પણી કરો. 2) ભારતીય અર્થતંત્રમાં ડિજિટલાઇઝેશનની સ્થિતિ શું છે? આ સંદર્ભમાં આવતી સમસ્યાઓની તપાસ કરો અને સુધારા સૂચવો. 3) ઇ-ટેકનોલોજી ખેડૂતોને કૃષિ ઉત્પાદનના ઉત્પાદન અને માર્કેટિંગમાં કેવી રીતે મદદ કરે છે? સમજાવો. 4) ભારતમાં જમીન સુધારણાના ઉદ્દેશ્યો અને પગલાં જણાવો. ચર્ચા કરો કે જમીનધારણ પરની જમીન છત નીતિને આર્થિક માપદંડો હેઠળ અસરકારક સુધારણા તરીકે કેવી રીતે ગણી શકાય. 5) 'કેર ઇકોનોમી' અને 'મુદ્રીકૃત અર્થતંત્ર' વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. મહિલા સશક્તિકરણ દ્વારા કેર ઇકોનોમીને મુદ્રીકૃત અર્થતંત્રમાં કેવી રીતે લાવી શકાય? 5) ભારતમાં કૃષિ ક્ષેત્રને પ્રદાન કરવામાં આવતી સીધી અને પરોક્ષ સબસિડી શું છે? કૃષિ સબસિડી સંબંધિત વિશ્વ વેપાર સંગઠન (WTO) દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની ચર્ચા કરો. 2022: 1) માળખાગત પ્રોજેક્ટ્સમાં જાહેર ખાનગી ભાગીદારી (PPP) શા માટે જરૂરી છે? ભારતમાં રેલવે સ્ટેશનોના પુનર્વિકાસમાં PPP મોડેલની ભૂમિકાનું પરીક્ષણ કરો. 2) શું બજાર અર્થતંત્ર હેઠળ સમાવેશી વૃદ્ધિ શક્ય છે? ભારતમાં આર્થિક વૃદ્ધિ હાંસલ કરવામાં નાણાકીય સમાવેશનું મહત્વ જણાવો. 3) ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ના મુખ્ય પડકારો શું છે? તેને કેવી રીતે અસરકારક અને પારદર્શક બનાવી શકાય? 4) ભારતમાં ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગનો વ્યાપ અને મહત્વ વિગતવાર સમજાવો. 5) "તાજેતરના ભૂતકાળમાં આર્થિક વૃદ્ધિ શ્રમ પ્રવૃત્તિમાં વધારાને કારણે થઈ છે." આ વિધાન સમજાવો. શ્રમ ઉત્પાદકતા સાથે સમાધાન કર્યા વિના વધુ નોકરીઓનું નિર્માણ કરતી વૃદ્ધિ પેટર્ન સૂચવો. 6) સંકલિત કૃષિ પ્રણાલી શું છે? ભારતમાં નાના અને સીમાંત ખેડૂતો માટે તે કેવી રીતે મદદરૂપ છે? 7) શું તમને લાગે છે કે ભારત 2030 સુધીમાં તેની 50 ટકા ઊર્જા જરૂરિયાતો નવીનીકરણીય ઊર્જામાંથી પૂર્ણ કરશે? તમારા જવાબને ન્યાય આપો. અશ્મિભૂત ઇંધણમાંથી નવીનીકરણીય ઊર્જા તરફ સબસિડીનું સ્થળાંતર ઉપરોક્ત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં કેવી રીતે મદદ કરશે? સમજાવો. 2021: 1) વર્ષ 2015 પહેલા અને વર્ષ 2015 પછી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ની ગણતરી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો. 2) મૂડી બજેટ અને મહેસૂલી બજેટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ બંને બજેટના ઘટકો સમજાવો. 3) દેશના કેટલાક ભાગોમાં જમીન સુધારણાથી સીમાંત અને નાના ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં કેવી રીતે મદદ મળી? 4) સૂક્ષ્મ-સિંચાઈ ભારતના જળ સંકટને હલ કરવામાં કેવી રીતે અને ક્યાં સુધી મદદ કરશે? 5) શું તમે સહમત છો કે ભારતીય અર્થતંત્રે તાજેતરમાં V-આકારની પુનઃપ્રાપ્તિનો અનુભવ કર્યો છે? તમારા જવાબના સમર્થનમાં કારણો આપો. 6) "વધુ ઝડપી અને સમાવેશી આર્થિક વૃદ્ધિ માટે માળખાગત સુવિધાઓમાં રોકાણ અનિવાર્ય છે." ભારતના અનુભવના પ્રકાશમાં ચર્ચા કરો. 7) ઉભરતી ટેકનોલોજી અને વૈશ્વિકીકરણ મની લોન્ડરિંગમાં કેવી રીતે ફાળો આપે છે તેની ચર્ચા કરો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મની લોન્ડરિંગની સમસ્યાને પહોંચી વળવા માટેના પગલાં વિગતવાર સમજાવો. #GPSCSimplified #STIMains #Mains #UPSC PYQ
STI મુખ્ય પરીક્ષા : વાણિજ્ય અને સંચાલન ટોપિક માટેના પ્રશ્નો 1) આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રકારો, ભારતની ભૂમિકા અને WTO, SAARC, ASEAN, BRICS સંગઠનોનું મહત્વ સમજાવો. 2) ભારતીય રાજવિત્તીય અને નાણાકીય નીતિના ઉદ્દેશ્યો તથા ભારતીય અર્થતંત્રમાં જાહેર ખર્ચની ભૂમિકા ચર્ચો. 3) ભારતીય અર્થતંત્રમાં રાજકોષીય ખાદ્ય વ્યવસ્થાપન, દેવા અને તેની અસરોનું વિગતવાર વર્ણન કરો. 3) F.R.B.M. Act, 2003 ના મુખ્ય ઉદ્દેશ્યો અને ભારતીય અર્થતંત્ર પર તેની અસરોનું વિશ્લેષણ કરો. 4) અપ્રત્યક્ષ કરખાનાનો ખ્યાલ અને ભારતીય અર્થતંત્ર પર તેની અસરોનું સવિસ્તાર વર્ણન કરો. 5) ૧૦૧મા બંધારણીય સુધારા અંતર્ગત GST Council ની રચના, હેતુઓ અને સત્તાઓનું વિગતવાર વર્ણન કરો. 6) GSTAT (Appellate Tribunal) ગઠન, હેતુઓ અને સત્તાઓનું વિગતવાર વિશ્લેષણ કરો. 7) કોર્પોરેટ કર સંબંધિત વિવિધ આવક સ્ત્રોતો જણાવી તેની સરકાર અને કૉર્પોરેટ પર થતી અસર જાણવો #GPSCSimplified #STIMains #Mains
Syllabus of the Mains Written Examination (in Gujarati), Advt. No. 240/2024-25 Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
સામાન્ય રીતે આપણા ગ્રુપમાં paid પ્રમોશન કરવામાં નથી આવતું...પરંતુ તાજેતરમાં DySo માં પાસ થયેલ ઉમેદવારો દ્વારા STI મેન્સ પરીક્ષા માટે ઉમેદવારોને Mains writing practice માટે ગુણવત્તાપૂર્ણ ટેસ્ટ અને daily answer writing practice મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. https://t.me/goal_aspire_to_inspire ઉપરોક્ત answer writing shedule માં કોઈ સુધારો કરવાનું જણાય તો અમને ચોક્કસથી જાણ કરવી @Simplified_01 #STImains #GPSC
видео или голосовое, без подписи
GPSC CL 1/2 (Advt. No. 240/2024-25) OMR DOWNLOAD LINK : https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
видео или голосовое, без подписи