Divya Bhaskar
СтатистикаBest News Channel in Telegram Divya Bhaskar News in Telegram દિવ્ય ભાસ્કર હવે તમારા મોબાઈલ પર. Telegram પર @Divyabhaskar Join કરો અને દરરોજ સમાચાર તમારા મોબાઈલ પર. Others: @SandeshNewsOfficials
- Последний пост
- 1 февр.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
સિગારેટ પીનારાઓના અરમાન આંસુઓમાં વહી ગયા:બજેટમાં બીડી સસ્તી થઈ તો લોકોએ આવી રીતે મજા લીધી; મજેદાર મીમ્સ જોઈને હસીને લોટપોટ થઈ જશો https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2026-memes-cigarette-tobacco-gst-hike-bidi-price-drop-social-media-137097091.html આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળનું ત્રીજું અને પોતાનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમનું ભાષણ પૂર્ણ થતા જ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સનું પૂર આવી ગયું. યુઝર્સે આ મજેદાર મીમ્સ જોયા પછી તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી. આ મીમ્સમાં સિગારેટની વધતી કિંમતો પર પણ યુઝર્સે મજેદાર મીમ્સ બનાવ્યા અને તેને શેર કર્યા. કોઈએ ખુશી વ્યક્ત કરી, કોઈએ નારાજગી, તો કેટલાક લોકો સમજી જ ન શક્યા કે સરકારે આ નિર્ણયો આખરે કેમ લીધા. ખાસ કરીને તમાકુ અને સિગારેટ વાળા નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છેડાઈ ગઈ. નારાજગી એ વાતને લઈને પણ જોવા મળી કે સિગારેટના ભાવ આટલા કેમ વધારી દેવામાં આવ્યા અને બીડીને આખરે કેમ છોડી દેવામાં આવી. સરકારે સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર GST વધારીને 40% કરી દીધો છે. જ્યારે બીડી પર GST ઘટાડીને 18%ના સ્લેબમાં નાખી દીધો છે. બીડી બનાવવામાં વપરાતા તેન્દુ પત્તા પર GST 18%થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે. એટલે કે ચિત્ર સ્પષ્ટ છે-બીડી તો સસ્તી થઈ ગઈ, પરંતુ સિગારેટ અને તમાકુ મોંઘા થવા જઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો સિગારેટ પર આટલી કડકાઈ અને બીડી પર આટલી નરમાશ કેમ? શું સિગારેટ વધુ હાનિકારક છે અને બીડી નહીં? અથવા પછી આ નિર્ણય કોઈ અન્ય કારણસર લેવામાં આવ્યો છે? આ બધાની વચ્ચે મીમ્સનું પૂર છવાયેલું રહ્યું. કોઈએ સિગારેટ પીનારાઓનું રોવા-ધોવાનું બતાવ્યું, કોઈએ બીડી વાળાના 'બચી જવા' પર મજાક ઉડાવી. ઘણા મીમ્સ એવા પણ હતા જે બજેટના નિર્ણયને લઈને સરકારને સવાલ પૂછતા જોવા મળ્યા. ચાલો જોઈએ કેટલાક મજેદાર મીમ્સ અને પોસ્ટ બજેટ 2026ને રેસિંગ ટ્રેક સાથે જોડ્યું લોકોને યાદ આવ્યા ‘આત્મારામ ભીડે’ કેન્દ્રીય બજેટ 2026 નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2027 માટે મૂડી ખર્ચનો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત 11.2 લાખ કરોડ રૂપિયાથી વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી. તેમણે દેશમાં, ખાસ કરીને દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં, પાયાની સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાંઓની પણ જાહેરાત કરી છે.
બજેટ 2026: રીલ બનાવતા શીખવશે 15000 સ્કૂલ અને 500 કોલેજ:મહિલા દુકાનદારો માટે ખાસ SHE-માર્ટ; જાણો બજેટમાં કોને શું મળ્યું https://www.divyabhaskar.co.in/business/budget/news/union-budget-2026-she-mart-women-entrepreneurs-budget-allocations-137095706.html નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ટેક્નોલોજી અને ઇનોવેશનને 'વિકસિત ભારત'નું સૌથી મોટું એન્જિન ગણાવ્યું. બજેટમાં ગેમિંગ સેક્ટરમાં 10 લાખ લોકોને નોકરી આપવા અને યુવાનોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવા માટે સ્કૂલ-કોલેજોમાં લેબ્સ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ માટે સમર્પિત SHE-Mart અને ખેડૂતો માટે PMKSની વાર્ષિક 6,000 રૂપિયાની સહાય યથાવત રાખી છે. ચાલો જાણીએ અલગ-અલગ કેટેગરીના લોકો માટે બજેટમાં શું જાહેરાતો થઈ છે… હવે જાણીએ બજેટ-2026માં અલગ-અલગ સેક્ટર્સ માટે શું જાહેરાતો કરવામાં આવી…
જવાબ: ના. નાણામંત્રી પાસે બજેટમાં GST સ્લેબમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. આના માટે GST કાઉન્સિલની એક અલગ બેઠક થાય છે. બજેટ ફક્ત ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારી કે ઘટાડી શકે છે.
બજેટ 2026: શું સસ્તું-શું મોંધું:ઈ-વ્હીકલ, સોલર પેનલના ભાવ ઘટશે; પર્સનલ યુઝ માટે વિદેશથી સામાન મંગાવવો સસ્તો થશે https://www.divyabhaskar.co.in/business/budget/news/see-what-can-become-expensive-and-what-can-become-cheaper-in-the-graphics-137089866.html બજેટમાં તો બસ ઈમ્પોર્ટ ડ્યુટીના ઘટવા-વધવાથી સામાનના ભાવ થોડા ઘણા ઉપર-નીચે થાય છે. સમજીએ આ બજેટથી શું સસ્તું થયું અને શું મોંઘું… 1. કેન્સરની દવાઓ સસ્તી: 17 લાઈફ સેવિંગ ડ્રગ્સ પર કસ્ટમ ડ્યુટી ખતમ સરકારે કેન્સરની સારવારમાં વપરાતી 17 દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે. આ ઉપરાંત, 7 દુર્લભ બીમારીઓની સારવાર માટે બહારથી મંગાવવામાં આવતી દવાઓ અને સ્પેશિયલ ફૂડ પર પણ હવે કોઈ ટેક્સ લાગશે નહીં. આનાથી એવા પરિવારોને મોટી આર્થિક મદદ મળશે જેઓ સારવાર માટે મોંઘી વિદેશી દવાઓ પર નિર્ભર છે. 2. માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. હવે માઇક્રોવેવ ઓવન બનાવવામાં વપરાતા ખાસ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. આનાથી આવનારા દિવસોમાં માઇક્રોવેવની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. સરકારનું લક્ષ્ય છે કે ભારત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં દુનિયાનું હબ બને. 3. ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલર પેનલ થશે સસ્તા એનર્જી ટ્રાન્ઝેક્શનને જોતા સરકારે લિથિયમ-આયન બેટરી બનાવતી મશીનો (કેપિટલ ગુડ્સ) પર મળતી ટેક્સ છૂટનો વ્યાપ વધારી દીધો છે. હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે વપરાતા સામાન પર પણ ડ્યુટી લાગશે નહીં. બીજી તરફ, સોલર ગ્લાસ બનાવવામાં વપરાતા 'સોડિયમ એન્ટિમોનેટ' પર પણ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવી સસ્તી થશે. 4. દરિયાઈ ઉત્પાદન, લેધર અને કપડાના એક્સપોર્ટને પ્રોત્સાહન એક્સપોર્ટ વધારવા માટે સરકારે દરિયાઈ ઉત્પાદન, લેધર અને ટેક્સટાઈલ સેક્ટર માટે જાહેરાતો કરી છે. 5. હવે ભારતમાં જ બનશે એરક્રાફ્ટના સ્પેરપાર્ટસ નાગરિક ઉડ્ડયનને પ્રોત્સાહન આપવા માટે એરક્રાફ્ટ બનાવવામાં વપરાતા પુર્જા અને કમ્પોનન્ટ્સ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. ડિફેન્સ સેક્ટરમાં પણ એરક્રાફ્ટના મેન્ટેનન્સ અને રિપેરિંગ (MRO) માટે મંગાવવામાં આવતા કાચા માલ પર હવે ટેક્સ આપવો પડશે નહીં. આનાથી દેશમાં હવાઈ જહાજ બનાવવા અને તેના સમારકામનો ખર્ચ ઓછો થશે. 7. ઈ-કોમર્સ અને નાના વેપારીઓ નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે સરકારે મોટી રાહત આપી છે. હવે કુરિયર દ્વારા એક્સપોર્ટ કરવામાં આવતા સામાન પર 10 લાખ રૂપિયાની કેપિંગ (મર્યાદા) પૂરી રીતે હટાવી દેવામાં આવી છે. એટલે કે હવે નાના કારીગરો અને સ્ટાર્ટઅપ કોઈ પણ લિમિટ વગર પોતાની પ્રોડક્ટ ગ્લોબલ માર્કેટમાં મોકલી શકશે. સાથે જ રિજેક્ટ થઈને પાછા આવતા સામાનની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. 8. પર્સનલ યુઝના સામાન પર ટેક્સ અડધો થયો વિદેશથી પોતાના અંગત વપરાશ માટે સામાન મંગાવનારાઓ માટે પણ સારા સમાચાર છે. સરકારે આવા સામાન પર લાગતા ટેક્સના દરને 20% થી ઘટાડીને સીધો 10% કરી દીધો છે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસથી પરત ફરતા મુસાફરો માટે સામાન (બેગેજ) ક્લિયરન્સના નિયમોને પણ સરળ બનાવવામાં આવશે અને ફ્રી એલાઉન્સની મર્યાદા વધારવામાં આવશે. GST કાઉન્સિલ નક્કી કરે છે મોટાભાગની વસ્તુઓના ભાવ આજે તમારી થાળીના શાકભાજીથી લઈને તમારા હાથના સ્માર્ટફોન સુધી, મોટાભાગની વસ્તુઓના ભાવ GST કાઉન્સિલ નક્કી કરે છે, નહીં કે નાણામંત્રી. 22 સપ્ટેમ્બર 2025 થી GSTના ચાર સ્લેબને ઘટાડીને બે કરી દીધા હતા. હવે ફક્ત 5% અને 18%ના સ્લેબમાં GST લાગે છે. GST કાઉન્સિલની 56મી મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી ઘી, પનીર ખરીદવાથી લઈને કાર અને AC ખરીદવું પણ સસ્તું થઈ ગયું છે. હવે બે જરૂરી સવાલોના જવાબ... સવાલ 1: જો આજે બજેટમાં ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવે છે, તો શું આવતીકાલથી દુકાનોમાં માલ સસ્તો થશે? જવાબ: ના. આ સૌથી મોટી ગેરસમજ છે. બજેટમાં કર ફેરફારની અસર "નવા સ્ટોક" પર પડે છે. દુકાનની અંદર પડેલી વસ્તુઓ જૂની કિંમતે જ વેચાશે. બજેટની અસર અનુભવવામાં સમય લાગે છે. ભાવ વધવા કે ઘટના તે નક્કી નથી હોતું. તે સંપૂર્ણપણે કંપનીઓ પર આધાર રાખે છે. કેટલીકવાર સરકાર ડ્યુટી ઘટાડે છે, પરંતુ કંપનીઓ તેમના નફાના માર્જિન વધારવા માટે ભાવ ઘટાડતી નથી. તેવી જ રીતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચો માલ વધુ મોંઘો થાય છે, તો ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહી શકે છે અથવા વધી પણ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કંઈપણ નક્કી હોતું નથી. સવાલ 2: 22 સપ્ટેમ્બર 2025થી GSTમાં બદલાવ થયા, શું બજેટ તેને બદલી શકે છે?
બજેટ 2026: 31 માર્ચ સુધી ભરી શકાશે રિવાઇઝ્ડ રિટર્ન:ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પગારદાર લોકોની ₹12.75 લાખની કમાણી ટેક્સ ફ્રી રહેશે https://www.divyabhaskar.co.in/business/budget/news/tax-free-income-13-lakh-budget-2026-standard-deduction-hike-137089727.html બજેટમાં ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત થઈ નથી. જોકે હવે 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકાશે. જ્યારે વિદેશમાં રૂપિયા મોકલવા પર હવે 5%ને બદલે 2% ટેક્સ લાગશે. ટેક્સને લઈને 4 ફેરફારો આ છે… 1 એપ્રિલથી નવો ઇન્કમ ટેક્સ કાયદો: કેન્દ્ર સરકાર દ્વારા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961ને બદલીને નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાવવામાં આવશે. આ 1 એપ્રિલ 2026થી લાગુ થશે. આમાં ટેક્સ રેટ્સ અથવા સ્લેબમાં કોઈ ફેરફાર નથી, આના દ્વારા ફક્ત ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસને સરળ બનાવવામાં આવશે. 2. વિદેશ રૂપિયા મોકલવા પર ઓછો ટેક્સ: ભણતર અને સારવાર માટે વિદેશ પૈસા મોકલવા પર હવે ઓછો ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) લાગશે. સરકારે તેને 5%થી ઘટાડીને 2% કરવાનો નિર્ણય લીધો છે. વિદેશી ટૂર પેકેજ પર લાગતા 5% અને 20%ના TCS રેટને ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. 3. TDS ન કપાવવા માટે એપ્લિકેશનની જરૂર નથી: ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) ન કપાવવા માટે અલગથી એપ્લિકેશન આપવાની જરૂર રહેશે નહીં. નિયમો અનુસાર હવે જો તમારા પર ઇન્કમ ટેક્સ નથી બનતો તો તમારો TDS કાપવામાં આવશે નહીં. અત્યાર સુધી આના માટે ફોર્મ 15G (60 વર્ષથી ઓછી ઉંમરના માટે) અથવા ફોર્મ 15H (વરિષ્ઠ નાગરિકો માટે) જમા કરવું પડતું હતું. 4. 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે રિવાઇઝ્ડ રિટર્ન: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં સુધારો કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે નજીવી ફી આપીને 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકાશે. ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર નહીં: જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર અત્યારે પણ તમારી 2.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ જ ટેક્સ ફ્રી રહેશે. જોકે, ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ તમે 5 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ બચાવી શકો છો. જ્યારે ન્યુ ટેક્સ રિજીમ પસંદ કરવા પર પહેલાની જેમ જ 4 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સ આપવો પડશે નહીં. આમાં ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ સેલેરીડ પર્સન (પગારદાર વ્યક્તિ) 12.75 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર અને અન્ય 12 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ છૂટ મેળવી શકે છે. ફેરફાર કેમ ન થયો: ટેક્સ એક્સપર્ટ આનંદ જૈનના જણાવ્યા અનુસાર સરકારે ગયા બજેટમાં જ ન્યુ ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટ 7 લાખથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી હતી. એવામાં આ વર્ષે ફેરફાર થવાની શક્યતા નહિવત જ હતી. હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સુનીલ જૈન પાસેથી જાણો, નવી અને જૂની ટેક્સ રિજીમમાં કેટલો ટેક્સ… હવે જૂની ટેક્સ રિજીમને સમજો જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર ₹2.5 લાખ સુધીની આવક જ ટેક્સ ફ્રી છે. જોકે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ તમારે 5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ આપવો પડશે. જૂની અને નવી ટેક્સ રિજીમ સાથે જોડાયેલા 3 સવાલો… સવાલ 1: જૂની અને નવી ટેક્સ રિજીમમાં શું તફાવત છે? જવાબ: નવી ટેક્સ રિજીમમાં ₹4 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી રહે છે, પરંતુ તેમાં ટેક્સ ડિડક્શન મળતા નથી. જ્યારે, જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો. સવાલ 2: જૂની ટેક્સ રિજીમમાં કયા પ્રકારની છૂટ મળે છે? જવાબ: જો તમે EPF, PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમારી કુલ ટેક્સેબલ ઇનકમમાંથી આ આવક ઓછી થઈ જશે. સાથે જ, મેડિકલ પોલિસી પર કરવામાં આવેલો ખર્ચ, હોમ લોન પર ચૂકવવામાં આવેલું વ્યાજ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરેલા રૂપિયા પણ તમારી ટેક્સેબલ ઇનકમમાંથી બાદ થઈ જાય છે. સવાલ 3: જૂની ટેક્સ રિજીમ કયા લોકો માટે વધુ સારી છે? જવાબ: જો તમે રોકાણ અને ટેક્સ છૂટનો ફાયદો લેવા માંગતા હોવ, તો જૂની ટેક્સ રિજીમ તમારા માટે વધુ સારી હોઈ શકે છે. બીજી તરફ જો તમે ઓછા ટેક્સ રેટ અને ટેક્સ ડિડક્શનની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ તો નવી ટેક્સ રિજીમ તમારા માટે યોગ્ય હોઈ શકે છે.
આજથી જ 6 મોટા ફેરફાર લાગૂ:બજેટ પહેલાં જ મોંઘવારીનો ડામ, ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘા થયા, FASTagના નિયમો પણ બદલાયા https://www.divyabhaskar.co.in/business/news/fastag-kyc-commercial-cylinder-price-hike-cigarette-tax-137093763.html ફેબ્રુઆરીમાં 6 મોટા ફેરફારો થઈ રહ્યા છે. આજથી સિગારેટ અને તમાકુ ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે. જ્યારે હવેથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, 1 ફેબ્રુઆરીથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹50 સુધી મોંઘો થઈ ગયો છે. 6 મોટા ફેરફારો જેની અસર આપણા જીવન પર પડશે… 1. GST વધ્યો, સિગારેટ 40% સુધી મોંઘી થશે 2.ફાસ્ટેગ યુઝર્સને KYV વેરિફિકેશનની જરૂર નહીં આજથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રોસેસની જરૂર નહીં પડે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નવી કાર માટે KYV પ્રોસેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ, જે કાર પર પહેલાથી ફાસ્ટેગ લાગેલું છે, તેમના માલિકોને પણ હવે રૂટિન KYV કરાવવાની જરૂર નહીં પડે. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં. ફક્ત ફરિયાદ મળવા પર જ થશે તપાસ ઓથોરિટી અનુસાર, KYVની પ્રક્રિયાને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવી નથી, પરંતુ તેને 'જરૂરિયાત આધારિત' બનાવી દેવામાં આવી છે. હવે ફક્ત KYV ત્યારે જ માંગવામાં આવશે, જ્યારે કોઈ ફાસ્ટેગના ખોટા ઉપયોગ, ખોટી રીતે જારી થવા અથવા તેના ગુમ થવાની કોઈ ફરિયાદ મળશે. સામાન્ય રીતે કામ કરી રહેલા ફાસ્ટેગ માટે હવે કોઈપણ પ્રકારના દસ્તાવેજની ફરીથી માંગ કરવામાં આવશે નહીં. 3. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા સુધી વધ્યા આજથી 19 કિલોવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તેની કિંમત 49 રૂપિયા વધીને ₹1740.50 થઈ ગઈ છે. પહેલા તે ₹1691.50 માં મળતો હતો. જ્યારે ચેન્નઈમાં તે હવે 50 રૂપિયા મોંઘો થઈને 1899.50 રૂપિયામાં મળશે. 4. RBIની મીટિંગ 4 થી 6 ફેબ્રુઆરી, વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો થઈ શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4 થી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ નાણાકીય વર્ષ 2025-26ની છેલ્લી મીટિંગ હશે. આશા રાખવામાં આવી રહી છે કે આ મીટિંગમાં RBI વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરીને 5% કરી શકે છે. જો આવું થશે તો લોન સસ્તી થશે અને તમારી EMI પણ ઘટી શકે છે. આ પહેલાં RBIએ 3 થી 5 ડિસેમ્બરના રોજ યોજાયેલી તેની અગાઉની MPC મીટિંગમાં રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો. આ વર્ષે માત્ર ઓગસ્ટ અને ઓક્ટોબરમાં યોજાયેલી મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. 5.એવિએશન ફ્યુલના ભાવ ઘટવાથી હવાઈ ટિકિટ સસ્તી થઈ શકે છે ફેબ્રુઆરીમાં હવાઈ મુસાફરી કરનારાઓને રાહત મળવાની આશા છે. તેલ કંપનીઓએ એવિએશન ફ્યુલના ભાવ આશરે 1 હજાર રૂપિયા ઘટાડ્યા છે. દિલ્હીમાં ફ્યુલના ભાવ ₹92,323.02 થી ઘટીને ₹91,393.39 પ્રતિ કિલોલીટર થયા છે. ભાવમાં આવેલા આ ઘટાડાથી એવિએશન કંપનીઓની ઓપરેશનલ કોસ્ટ (સંચાલન ખર્ચ) ઓછી થશે, જેનો સીધો ફાયદો હવાઈ ટિકિટના ભાવ ઓછા થવાના રૂપમાં મુસાફરોને મળી શકે છે. 6. મિલકત વેચવા-ખરીદવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સરકારે 1 ફેબ્રુઆરી 2026થી મિલકતની રજિસ્ટ્રી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે. હવે રજિસ્ટ્રી સમયે ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓએ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર બાયોમેટ્રિક મશીન પર પોતાની ઓળખ, એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ વેરિફિકેશન કરાવવું પડશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની ખરીદ-વેચાણમાં થતી છેતરપિંડી અને 'બેનામી' મિલકતો પર લગામ લગાવવાનો છે. કેન્દ્રની યોજના 'વન નેશન, વન રજિસ્ટ્રેશન' હેઠળ તેને ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની છે.
નાણામંત્રીએ તમિલનાડુની કાંજીવરમ સિલ્ક સાડી પહેરી:2 મહિના પછી ચૂંટણી; બગાસા ખાતા રહ્યા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી; બજેટ 2026 મોમેન્ટ્સ https://www.divyabhaskar.co.in/business/budget/news/finance-minister-nirmala-7-years-paperless-budget-longest-speech-health-issue-moments-137088660.html નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવમી વખત બજેટ રજૂ કર્યું. તેમણે તમિલનાડુની કાંજીવરમ સાડી પહેરી હતી. ટેબ્લેટ દ્વારા નાણામંત્રીએ 85 મિનિટ સુધી 53.47 લાખ કરોડના બજેટની એક-એક વાત રજૂ કરી. સીતારમણની પાછળ બેઠેલા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઘણી વખત બગાસા ખાતા જોવા મળ્યા. બીજી તરફ બજેટમાં કેરળનો ઉલ્લેખ ન થવા પર સંસદમાં હંગામો થયો. સૌથી પહેલા આ વખતના બજેટ મોમેન્ટ્સ નાણામંત્રીએ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યો માટે 7 હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરી, તો વિપક્ષી સાંસદોએ કેરળનો ઉલ્લેખ ન થવા પર અવાજ ઉઠાવ્યો અને સવાલો કર્યા. 9 બજેટ ડે પર નાણામંત્રીનો પહેરવેશ હવે પાછલા બજેટના ટોપ મોમેન્ટ્સ, જે ચર્ચામાં રહ્યા… પહેલું બજેટ-2019 પહેલીવાર ખાતાવહી લાવ્યા, ઇકોનોમીના લક્ષ્ય સાથે શેર વાંચ્યો બજેટમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખતા નાણામંત્રીએ શાયર મંજૂર હાશમીનો શેર વાંચ્યો- 'યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ ચલતા હૈ.' બીજું બજેટ-2020: સૌથી લાંબું ભાષણ આપ્યું, તબિયત બગડી ત્રીજું બજેટ-2021: પહેલીવાર પેપરલેસ બજેટ, રાહુલ માથું પકડતા દેખાયા નાણામંત્રીએ ત્રીજું બજેટ ભાષણ કોરોના મહામારી દરમિયાન આપ્યું. તેમણે પહેલીવાર પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ્સને બદલે ટેબ્લેટ પર બજેટ રજૂ કર્યું. ભાષણની શરૂઆતમાં મહામારી અને લોકડાઉનનો ઉલ્લેખ કરતા તેમણે રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ વાંચી, 'ઉમ્મીદ એક એવો પક્ષી છે, જે પ્રકાશને અનુભવે છે અને અંધારામાં પણ ચહચહાટ કરે છે.' ચોથું બજેટ-2022 ભાષણમાં મહાભારતનો ઉલ્લેખ, કોવિડના નિયમો તૂટ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણે 92 મિનિટનું બજેટ ભાષણ આપ્યું. ડાયરેક્ટ ટેક્સની જાહેરાત પહેલા તેમણે મહાભારતના શાંતિ પર્વના 11માં શ્લોકનો ઉલ્લેખ કર્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજાએ લોકોના યોગક્ષેમ માટે, એટલે કે તેમના કલ્યાણ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પાંચમું બજેટ-2023 ભૂલથી શબ્દ વાંચ્યો તો સોરી-સોરી કહેવા લાગ્યા, સદનમાં હાસ્ય છવાયું નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં જ્યારે સ્ક્રેપ પોલિસી વિશે જણાવી રહ્યા હતા, ત્યારે તેઓ ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલને ઓલ્ડ પોલિટિકલ વ્હીકલ કહી ગયા. આ સાંભળી બધા હસી પડ્યા. હસતા હસતા નિર્મલા બોલ્યા- સોરી...સોરી, ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સને હટાવીશું. છઠ્ઠું બજેટ- ફેબ્રુઆરી 2024 રાષ્ટ્રપતિએ દહીં-ખાંડ ખવડાવ્યા, નવી સંસદમાં પહેલું બજેટ નવી સંસદમાં પહેલીવાર બજેટ રજૂ થયું. 56 મિનિટના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે પીએમ સૂર્યોદય યોજના વિશે જણાવતા અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ કર્યો. ત્યારે સદનમાં તાળીઓ ગુંજવા લાગી. સાતમું બજેટ- જુલાઈ 2024 બિહાર માટે જાહેરાત થઈ, તો વિપક્ષ સવાલ કરવા લાગ્યો નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બિહાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાત કરી તો વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો. કોંગ્રેસ સાંસદ હિબી ઇડને પૂછ્યું કે કેરળ માટે શું આપ્યું? DMK સાંસદ દયાનિધિ મારને સવાલ ઉઠાવ્યો કે તમિલનાડુનું શું થશે? સદનમાં શોરબકોર થવા લાગ્યો. આઠમું બજેટ-2025: ભાષણ દરમિયાન 5 વાર પાણી પીધું, વિપક્ષનો વોકઆઉટ બજેટ ભાષણ શરૂ થતા જ SP ચીફ અખિલેશ યાદવ સહિત વિપક્ષી સાંસદો વિરોધ કરવા લાગ્યા. નારાબાજી વચ્ચે નાણામંત્રી નિર્મલાએ બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને શાંત રહેવા કહ્યું. થોડીવાર પછી અખિલેશ સહિત અનેક વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કરી દીધું.
શહેરો વચ્ચે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. આ મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડી વચ્ચે બનશે. આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ બનશે. બનારસ અને પટનામાં જહાજ રિપેર સુવિધાઓ વિકસાવવામાં આવશે. 8. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન: બેટરી બનાવતી મશીનો પર ટેક્સ છૂટ વધી સરકારે લિથિયમ-આયન બેટરી બનાવતી મશીનો પર ટેક્સ છૂટનો વ્યાપ વધાર્યો છે. હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પણ ડ્યુટી લાગશે નહીં. આનાથી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. તેમજ, સોલર ગ્લાસ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 'સોડિયમ એન્ટિમોનેટ' પર પણ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવું સસ્તું થશે. 9. ખનિજ: રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે કેરળ, તમિલનાડુ અને ઓડિશામાં દુર્લભ ખનિજો માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવશે. આમાં આંધ્ર પ્રદેશને પણ જોડવામાં આવશે જેથી ખનિજ સંપન્ન રાજ્યોને ફાયદો મળે. રેર અર્થ મટિરિયલનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની મોટર બનાવવામાં થાય છે. 10. ખેતી અને પશુ-મત્સ્યપાલન: આવક અને રોજગારની તક વધારવા પર ધ્યાન નાળિયેર પ્રોત્સાહન યોજનાથી લગભગ 3 કરોડ લોકોને જોડવામાં આવશે. મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવા માટે 500 તળાવો અને અમૃત સરોવરોનો વિકાસ કરવામાં આવશે. પશુપાલનના ક્ષેત્રમાં નવા વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી વધુ લોકો માટે નોકરી અને રોજગારની તકો ઊભી થાય. રાજ્યો સાથે મળીને ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરીથી સ્થાપિત કરવામાં આવશે. કાજુ-કોકોને 2030 સુધીમાં વિશ્વમાં ઓળખ અપાવવાનું લક્ષ્ય છે. 11. હેન્ડલૂમ કારીગરોની મદદ: નેશનલ ફાઇબર સ્કીમ, ખાદીને પ્રોત્સાહન નેશનલ હેન્ડલૂમ પોલિસીથી કારીગરોને પ્રોત્સાહન અને મદદ આપવાની તૈયારી છે. મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. મેન મેડ ફાઇબરનું ઉત્પાદન વધશે. એડવાન્સ્ડ ફાઇબર માટે ટેકનોલોજી અપગ્રેડેશનનું સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ મિશન હેઠળ ખાદીને પ્રોત્સાહિત કરવા માટે ઉત્પાદન, તાલીમ અને માર્કેટિંગ પર ભાર મૂકવામાં આવશે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. 12. પર્યટન: 20 ટુરિસ્ટ પ્લેસ પર 10 હજાર ગાઈડ્સને તાલીમ અપાશે 20 પ્રખ્યાત પર્યટન સ્થળો પર 10 હજાર ગાઈડ્સને તાલીમ આપવામાં આવશે. આ માટે પાયલોટ યોજના શરૂ કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પર્યાવરણીય રીતે એવા રસ્તા બનાવવામાં આવશે જે ટ્રેકિંગ અને હાઈકિંગ માટે સરળ હોય. 13. વિદેશમાં અભ્યાસ-સારવાર 2026-27માં વિદેશ પૈસા મોકલવા (LRS) પર લાગતા TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) ઘટાડવાની જાહેરાત કરી છે. હવે વિદેશમાં અભ્યાસ કે સારવાર માટે વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ મોકલવામાં આવે તો TCS 5% થી ઘટાડીને 2% કરી દેવામાં આવ્યો છે. સરકારની કમાણી, દેવું અને ખોટનો સંપૂર્ણ હિસાબ સરકારી દેવામાં ઘટાડો લાવવાનું લક્ષ્ય સરકારે લક્ષ્ય રાખ્યું છે કે 2030-31 સુધીમાં દેશનું કુલ દેવું, જીડીપીના 50% (±1) બરાબર લાવવામાં આવે. 2025-26માં આ દેવું 56.1% હતું, જે હવે 2026-27માં ઘટીને 55.6% રહેવાનો અંદાજ છે. આ દેવું ઓછું થશે તો સરકારને વ્યાજ ઓછું ચૂકવવું પડશે, જેનાથી તે પૈસા શાળા, હોસ્પિટલ અને રસ્તાઓ પર ખર્ચ કરી શકાશે. રાજકોષીય ખાધ અગાઉ કરતા ઓછી થઈ રાજકોષીય ખાધ એટલે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત. સરકારે કહ્યું છે કે તેણે ખાધને જીડીપીના 4.5% થી નીચે લાવી દીધી છે. 2025-26માં આ ખાધ 4.4% રહી, અને આવતા વર્ષ (2026-27) માટે તેને વધુ ઘટાડીને 4.3% કરવાનો લક્ષ્ય છે. ગયા વર્ષ (2025-26) નો હિસાબ કિતાબ સરકારની કુલ આવક ₹34 લાખ કરોડ રહી. તેમાંથી ₹26.7 લાખ કરોડ ટેક્સમાંથી આવ્યા. જ્યારે કુલ ખર્ચ ₹49.6 લાખ કરોડ રહ્યો. મૂડીગત ખર્ચ એટલે કે લગભગ ₹11 લાખ કરોડ નવા બ્રિજ, હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ખર્ચ થયા. આવતા વર્ષ (2026-27) નો બજેટ પ્લાન સરકારે ₹36.5 લાખ કરોડ કુલ આવકનો અંદાજ મૂક્યો છે. જેમાં ટેક્સમાંથી ₹28.7 લાખ કરોડ આવશે. જ્યારે લગભગ ₹53.5 લાખ કરોડ કુલ ખર્ચ રહેવાનો અંદાજ છે. ખર્ચ આવક કરતાં વધુ છે, તેથી સરકાર બજારમાંથી ₹11.7 લાખ કરોડનું ઉધાર લેશે. બાકીના પૈસા નાની બચત યોજનાઓમાંથી આવશે. બજેટ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
બજેટ 2026: ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ બજેટમાં 15%નો વધારો:ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં, કેન્સરની દવા સસ્તી થશે, 3 આયુર્વેદિક એઇમ્સ; 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે https://www.divyabhaskar.co.in/business/budget/news/india-budget-2026-nirmala-sitharaman-income-tax-slabs-gold-silver-prices-137088753.html નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. તેઓ 85 મિનિટ બોલ્યા, પરંતુ સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરી નથી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહી છે. બજેટ ભાષણમાં કોઈ સીધી ચૂંટણીલક્ષી જાહેરાત પણ નહોતી. તેઓ લોકસભામાં તમિલનાડુની પ્રખ્યાત કાંજીવરમ સાડી પહેરીને પહોંચ્યા જરૂર, પરંતુ આ વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીઓ પર સીધી અસર કરતી જાહેરાતો કરી નથી. ઓપરેશન સિંદૂર પછીના પ્રથમ બજેટમાં સીતારમણે ભૂ-રાજનીતિ અને પડકારોની વાત કરી અને દેશનું સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડથી વધારીને ₹7.85 લાખ કરોડ કર્યું. એટલે કે, કુલ સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો થયો છે. સંરક્ષણ બજેટની ખાસ વાત એ છે કે તેમાં હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ પર ગયા વર્ષના ₹1.80 લાખ કરોડની સરખામણીમાં આ વર્ષે ₹2.19 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. આ મૂડી ખર્ચમાં સીધો 22% નો વધારો છે. બજેટની 13 સૌથી મોટી જાહેરાતો વાંચતા પહેલા મન્સૂર નકવીનું કાર્ટૂન જુઓ... બજેટની 8 સૌથી મોટી જાહેરાતો… હવે બજેટને સેક્ટર વાઈઝ સમજો 1. ઇનકમ ટેક્સ: સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, રિટર્ન ફાઇલિંગ માટે 3 મહિના એક્સ્ટ્રા ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો. એટલે કે હવે 31 ડિસેમ્બરને બદલે 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાય છે. નવો ઇનકમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ પડશે. ફોર્મ્સ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી ભરી શકે. 2. આરોગ્ય: કેન્સરની દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવાશે, સારવાર સસ્તી થશે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી 17 દવાઓ પરથી બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આ એડવાન્સ કેન્સરની આયાત થતી દવાઓ છે. હાલમાં 5% કસ્ટમ ડ્યુટી લાગતી હતી. હિમોફિલિયા, સિકલ સેલ અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી 7 દુર્લભ બીમારીઓની દવાઓ પણ ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે. 3. સંરક્ષણ બજેટ 15% વધ્યું: ફોર્સિસના આધુનિકીકરણ પર 22% વધારે ખર્ચ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ બજેટમાં સીતારમણે જીઓ-પોલિટિક્સ અને પડકારોની વાત કરી અને દેશનું સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડથી વધારીને ₹7.85 લાખ કરોડ કરી દીધું. એટલે કે કુલ સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો થયો છે. સંરક્ષણ બજેટની ખાસ વાત એ છે કે તેમાં હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ પર ગયા વર્ષના ₹1.80 લાખ કરોડની તુલનામાં આ વર્ષે ₹2.19 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. આ મૂડી ખર્ચમાં સીધો 22% નો વધારો છે. વિમાન અને એરો એન્જિન ડેવલપમેન્ટ માટે ₹64 હજાર કરોડ અને નૌકાદળના કાફલા માટે ₹25 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પેન્શન માટે ₹1.71 લાખ કરોડ અલગ રાખવામાં આવ્યા છે. 4. આયુર્વેદ: ભારતને ગ્લોબલ બાયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારી 3 આયુર્વેદિક AIIMS બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ બનાવવામાં આવશે. ભારતને વૈશ્વિક સ્તરે બાયોફાર્મા પ્રોડક્ટ્સના ઉત્પાદનનું હબ બનાવવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ તૈયાર થશે. આ માટે ₹10,000 કરોડના રોકાણની વાત કહેવામાં આવી છે. 5. ગર્લ્સ એજ્યુકેશન: લગભગ 800 જિલ્લાઓમાં ગર્લ્સ હોસ્ટેલ, દરેક જિલ્લામાં એક હોસ્ટેલ દેશમાં 789 જિલ્લાઓ છે. દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગર્લ સ્ટુડન્ટ્સ માટે STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) શિક્ષણને વિશેષ પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે. 6. મહિલાઓ: લખપતિ દીદી મોડેલ પર રોજગાર અને આવક વધારવાની યોજના લખપતિ દીદીની જેમ મહિલા સ્વયં સહાય જૂથની ઉદ્યોગસાહસિક મહિલાઓ માટે SHE-માર્ટ (શી-માર્ટ) બનાવવામાં આવશે. આ દુકાનો મહિલાઓના સ્વયં સહાય જૂથોના સમુદાય દ્વારા જ ચલાવવામાં આવશે. અહીં મહિલાઓ દ્વારા બનાવેલા ખાદ્ય પદાર્થો, હસ્તકલા, કપડાં અને સ્થાનિક ઉત્પાદનો સીધા વેચવામાં આવશે. આનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થશે અને મહિલાઓને તેમના વ્યવસાય પર માલિકી હક મળશે. 7 રેલ-જળમાર્ગ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ સેક્ટર: 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે
બજેટ બાદ શેરબજાર ધડામ! ₹11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ 495 પોઈન્ટ તુટ્યો, કારણ- ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2026-stock-market-sunday-trading-rules-nirmala-sitharaman-9th-budget-137089495.html બજેટ બાદ, શેરબજાર આજે, 1 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1546 પોઈન્ટ અથવા લગભગ 2% ઘટીને 80,722 પર બંધ થયો. નિફ્ટી પણ 495 પોઈન્ટ ઘટીને 24,825 પર બંધ થયો. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. છેલ્લા કલાકોમાં, રોકાણકારોના લગભગ 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વઘારીને 0.05% કર્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પરનો STT પણ વધીને 0.15% કર્યો. આ કારણે બજારમાં આટલો ઘટાડો થયો. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ બાદ સેન્સેક્સ 1,800 પોઈન્ટ અને 550 પોઈન્ટ ઘટ્યો. સવારે 9:15 વાગ્યે, સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 82,156 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ઘટીને 25,275 પર ખુલ્યો હતો. સરકારી બેંક સેક્ટરમાં સૌથી વધુ 6%નો ઘટાડો સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઘટ્યા અને માત્ર ત્રણ શેર વધ્યા. BEL, SBI અને અદાણી પોર્ટ્સના શેર 6% સુધી ઘટ્યા. સરકારી બેંક સેક્ટરમાંમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં 6% સુધીનો ઘટાડો થયો. મેટલ, મીડિયા, FMCG, મીડિયા, ફાર્મા, નાણાકીય સેવાઓ અને રિયલ્ટી ક્ષેત્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો. આજે રજુ થયેલા બજેટ પર એક્સપર્ટે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો બજેટના દિવસે બજારની ચાલ આવી રહી બજેટ ભાષણ yબાદ: કારોબાર દરમિયાન સેન્સેક્સ 2,370 પોઈન્ટ ઘટીને તેના દિવસના નીચલા સ્તર 79,899 પર આવી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 750 પોઈન્ટ ઘટીને 24,571ના નીચલા સ્તર પર આવી ગયો હતો. બજેટ ભાષણ દરમિયાન: સેન્સેક્સ 1,600 પોઈન્ટ એટલે કે 2% ઘટીને 80,600 પર આવી ગયો. જ્યારે નિફ્ટી પણ લગભગ 550 પોઈન્ટ ઘટીને 24,800ના સ્તરે આવી ગયો. બજેટ પહેલાં: સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે 82,156 ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ઘટીને 25,275ના સ્તરે ઓપન થયો હતો. માર્કેટની સ્થિતિ: 01 ફેબ્રુઆરી, 2026 નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લુઝર સ્રોત: BSE/NSE ફ્યુચર્સ પર પણ STTને 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ફ્યુચર્સ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ને 0.02% થી વધારીને 0.05% કરી દેવામાં આવ્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પર ટેક્સ વધાર્યો સરકારે STT એટલે કે શેરબજારમાં લેણદેણ પર લાગતો ટેક્સ વધારી દીધો છે… 1. ઓપ્શન્સ પ્રીમિયમ પર ટેક્સ: જ્યારે તમે કોઈ ઓપ્શન ખરીદો છો કે વેચો છો, ત્યારે તમે જે કિંમત (પ્રીમિયમ) ચૂકવો છો, તેના પર લાગતો ટેક્સ હવે વધી ગયો છે. તેને 0.1% થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. 2. ઓપ્શન્સ એક્સરસાઇઝ પર ટેક્સ: જ્યારે તમે તમારા ઓપ્શન કોન્ટ્રાક્ટનો ઉપયોગ (એક્સરસાઇઝ) કરીને ડિલિવરી લો છો કે આપો છો, ત્યારે તેના પર લાગતો ટેક્સ પણ વધારી દેવામાં આવ્યો છે. તેને 0.125% થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. આની રોકાણકારો પર શું અસર થશે? ટ્રેડિંગ મોંઘું થશે: STT વધવાથી હવે ઓપ્શન્સમાં ટ્રેડ કરવું થોડું મોંઘું થઈ જશે, કારણ કે તમારે સરકારને પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નફા પર અસર: ટેક્સ વધવાને કારણે તમારા ચોખ્ખા નફા એટલે કે નેટ પ્રોફિટમાં થોડો ઘટાડો થશે અને જો નુકસાન થાય છે, તો ટેક્સને કારણે તે થોડું વધુ વધી જશે. STT શું છે? STT એટલે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે જે શેરબજારમાં થતી દરેક ખરીદ-વેચાણ પર લાગે છે. આ ટેક્સ તમારે ત્યારે પણ ચૂકવવો પડે છે જ્યારે તમને નુકસાન થઈ રહ્યું હોય. આ સીધો તમારા ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર કપાય છે અને સ્ટોક એક્સચેન્જ તેને સરકાર પાસે જમા કરાવે છે.
બજેટમાં અપેક્ષાઓ: સોનું-ચાંદી સસ્તા થઈ શકે:ડ્યુટી ઘટાડીને 4% કરવામાં આવે તેવી શક્યતા; 2025માં ચાંદી 167%, સોનું 75% મોંઘું https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2025-gold-silver-duty-cut-expectations-137081997.html 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પછી સોનું-ચાંદી ખરીદવું સસ્તું થઈ શકે છે. સરકાર આના પર લાગતી કસ્ટમ ડ્યુટી 6%થી ઘટાડીને 4% કરી શકે છે. જો આવું થશે, તો સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 3 હજાર અને ચાંદી 6 હજાર રૂપિયા સસ્તી થઈ શકે છે. વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% વધ્યા છે. અત્યારે એટલે કે જાન્યુઆરી 2026માં 10 ગ્રામ 24 કેરેટ સોનું 1.50 લાખ અને એક કિલો ચાંદી 3.30 લાખ રૂપિયામાં મળી રહી છે. સોના-ચાંદી મોંઘા થવાના 5 કારણો 1. યુદ્ધ અને અનિશ્ચિતતા: દુનિયામાં વધતા તણાવને કારણે રોકાણકારોએ જોખમ ઘટાડવા માટે સોનાને 'સેફ એસેટ' માન્યું. ફાઇનાન્શિયલ સર્વિસીસ ફર્મ જેપી મોર્ગનના મતે, અનિશ્ચિતતા જ કિંમતોનું સૌથી મોટું ડ્રાઇવર રહી. 2. નબળો ડોલર: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો. સોનું-ચાંદી ડોલરમાં ટ્રેડ થાય છે, તેથી ડોલર ઘટતા જ તેની કિંમતો ઉછળી ગઈ. 3. કેન્દ્રીય બેંકોની ખરીદી: ડિસેમ્બર 2025 સુધી વિશ્વભરની કેન્દ્રીય બેંકો પાસે હવે કુલ 32,140 ટન સોનું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, 2022માં કેન્દ્રીય બેંકોએ 1,082 ટન, 2023માં 1,037 ટન અને 2024માં રેકોર્ડ 1,180 ટન સોનું ખરીદ્યું. વર્ષ 2025માં પણ સેન્ટ્રલ બેંકોની ખરીદી 1 હજાર ટનને પાર થવાની આશા છે. 4. ચાંદીની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ: ચાંદીનો 50%થી વધુ ઉપયોગ સોલર પેનલ, EV બેટરી અને ચિપ્સ બનાવવામાં થાય છે. ડિમાન્ડ વધવાને કારણે ચાંદીએ સોના કરતા પણ વધુ રિટર્ન આપ્યું. 5. સપ્લાયમાં અછત: માઇનિંગ દ્વારા સોના-ચાંદીનો પુરવઠો મર્યાદિત રહ્યો, જ્યારે માંગ વધતી ગઈ. સપ્લાયની આ અછતથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. સોના-ચાંદીમાં અત્યારે રોકાણ કરવું કે બજેટ પછી? નાણાકીય નિષ્ણાતોના મતે 1 ફેબ્રુઆરી 2026ના બજેટ પહેલા એકસાથે મોટી ખરીદી કરવાથી બચવું જ યોગ્ય વ્યૂહરચના છે. તેની જગ્યાએ હપ્તામાં રોકાણ કરવાની રીત અપનાવવી જોઈએ, જેથી કિંમતોમાં થતા ભારે ઉતાર-ચઢાવના જોખમને ઘટાડી શકાય. નવીન માથુર (આનંદ રાઠી શેયર્સ): બજારની અનિશ્ચિતતાને જોતા "તેજી પાછળ ભાગવાને બદલે ઘટાડા પર ખરીદી" કરવી જોઈએ. નવનીત દામાણી (મોતીલાલ ઓસવાલ): 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ છે. સોના-ચાંદીમાં રોકાણની 2 રીતો ફિઝિકલ ગોલ્ડ-સિલ્વર: ભરોસાપાત્ર જ્વેલર્સ અથવા બેંકમાંથી સોના-ચાંદીના સિક્કા અથવા બાર ખરીદી શકો છો. રોકાણની દૃષ્ટિએ 24 કેરેટ સોનાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે, તેને ઘરમાં રાખવા પર ચોરીનો ડર રહે છે. બેંક લોકરમાં રાખવા પર અલગથી ભાડું આપવું પડે છે. ગોલ્ડ-સિલ્વર ETF: આના માટે તમારી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જેવી રીતે તમે કંપનીઓના શેર ખરીદો છો, તેવી જ રીતે તમે સ્ટોક માર્કેટમાંથી ગોલ્ડ અથવા સિલ્વર ETFના યુનિટ્સ ખરીદી શકો છો. અહીં ચોરીનો કોઈ ડર નથી અને શુદ્ધતાની 100% ગેરંટી હોય છે. હવે બે જરૂરી સવાલોના જવાબ.... સવાલ 1: બજેટમાં સોના-ચાંદી પર ડ્યુટી કેમ ઘટાડી શકે છે સરકાર? જવાબ: સરકાર સોનાની સ્મગલિંગ રોકવા માટે ડ્યુટી ઘટાડી શકે છે. હાલમાં 6% ઇમ્પોર્ટ ડ્યુટી અને 3% GSTને મેળવીને કુલ 9% ટેક્સ બેસે છે. ગ્રે માર્કેટમાં કામ કરવાવાળા લોકો આ 9% ટેક્સ બચાવીને પ્રતિ કિલો સોના પર આશરે 11.5 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. સવાલ 2: જો ડ્યુટી ઘટી તો ઇન્ડસ્ટ્રી પર અસર શું થશે? જવાબ: ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAની કો-ગ્રુપ હેડ કિંજલ શાહે કહ્યું- જો ડ્યુટી હજુ ઘટે પણ છે, તો તેની અસર થોડા સમય માટે જ હશે. એવું એટલા માટે કારણ કે સોના-ચાંદીની કિંમતો આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડથી વધારે પ્રભાવિત હોય છે. જુલાઈ 2024માં 9% ડ્યુટી કાપથી ઘરેલું કિંમતોમાં 5%નો ઘટાડો આવ્યો હતો. તેનાથી જ્વેલરીનું વેચાણ 10% વધી ગયું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલી તેજીએ આ રાહતને જલ્દી જ ખતમ કરી દીધી હતી. જ્વેલરીના વેચાણમાં પણ આશરે 10%નો ઘટાડો આવ્યો હતો. હવે સોના સાથે જોડાયેલી એક રસપ્રદ વાત… મોર્ગન સ્ટેનલીના અનુમાન મુજબ, ભારતીય પરિવારો પાસે આશરે 34,600 ટન સોનું છે, જેની કિંમત લગભગ 3.8 ટ્રિલિયન ડોલર છે. રૂપિયામાં આ 348 લાખ કરોડની આસપાસ થાય છે. આ અમેરિકા, જર્મની, ઈટાલી, ફ્રાન્સ, રશિયા અને ચીનની કેન્દ્રીય બેંકોના કુલ સોનાના ભંડાર કરતા પણ વધારે છે. ભારતની 140 કરોડની વસ્તીના હિસાબે જોઈએ, તો આ પ્રતિ વ્યક્તિ લગભગ 25 ગ્રામ બેસે છે.
છે.
જુઓ કે અમેરિકા, યુરોપ અને જાપાનમાં અપેક્ષા કરતાં વધારે વિકાસ થઈ રહ્યો છે. ચીન પોતાના વિકાસના ટાર્ગેટ પૂરા કરવામાં સફળ થઈ રહ્યું છે પણ શું દુનિયાભરમાં ચીની માલ ઠાલવી દેવાથી વિકાસનો ટાર્ગેટ પૂરો થઈ શકશે? જ્યાં સુધી અમેરિકા અને યુરોપની વાત છે તો અમેરિકાના લોકો બચત અને ખર્ચાનું સંતુલન જાળવે છે. વર્તમાનમાં વિકાસના બે પાસાંઓને જોઈ શકો છો. એક તો નોકરીઓ મેળવવી સહેલી નથી કારણ કે કંપનીઓ ઝડપથી ભરતી કરતી નથી પણ જે લોકો નોકરી કરે છે તેને કાઢતી પણ નથી. બીજું, અમેરિકામાં પ્રોડક્ટિવિટી ગ્રોથ વધ્યો છે. છતાં કંપનીઓને તેજી નથી થઈ ને વધારે પગાર આપવાની છૂટ મળી છે. સાથે સાથે ફેડરલ રિઝર્વ પણ વ્યાજદર ઓછા કરીને સહયોગ આપે છે. ટ્રમ્પનું બિગ બ્યુટિફૂલ બિલના કારણે અનિશ્ચિતતા વચ્ચે અમેરિકામાં મજબૂત રીતે આર્થિક વિકાસ થયો છે. પણ ભવિષ્યમાં આવી જ સ્થિતિ રહેશે કે કેમ, તેની કલ્પના કોઈ કરી ન શકે. એવું જ યુરોપમાં છે. જર્મનીએ ફિસકલ સ્ટીમુલસ (અર્થ વ્યવસ્થા સુધારવા ટેક્સ ઘટાડવો), ડિફેન્સ ખર્ચામાં વૃદ્ધિ કરવી એવા પ્રયોગો કર્યા છે. ગ્લોબલ ઈકોનોમિક સંકટ દરમિયાન આવી સ્થિતિને 'પિગ્સ' કહે છે. એ બહુ સારું પ્રદર્શન કરે છે. પોર્ટુગલ, આયરલેન્ડ, ગ્રીસ, સ્પેન જેવા દેશોનો વિકાસદર બહુ સારો રહ્યો છે. એકંદરે દુનિયાના દેશો વિકાસ કરી રહ્યા છે. ભારત પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઈકોનોમી છે. ભારતમાં ફરી 1990 જેવા આર્થિક સુધારાની જરૂર; દેખાડા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી રઘુરામ રાજન માને છે કે આ સમયે ભારતને 1990 જેવા મોટા રિફોર્મની જરૂરત છે. 1990ના દાયકામાં ભારતમાં મોટા આર્થિક સુધારા થયા હતા. 2000ના શરૂઆતના વર્ષથી ભારતમાં આર્થિક સુધારા પર જાણે બ્રેક જ લાગી ગઈ. હવે ભારતને સ્પીડમાં રિફોર્મની જરૂરિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે જરૂરી નથી કે ફાસ્ટ ગ્રોથ ટકાઉ હોય છે. રાજન કહે છે, એવી ચર્ચા થયા કરે છે કે ચીન જેવા ઝડપી વિકાસ દરની ભારતને જરૂર છે. પણ હું માનું છું કે ચીનમાં પણ ટકાઉ ગ્રોથ નથી. ત્યાં પ્રોપર્ટી પર સંકટ અને ભારે દેણું છે. રાજને કહ્યું કે, ભારતે પણ ખોટા ખર્ચાથી બચવું પડશે. ભારતના શહેરોમાં મેટ્રો બની રહી છે પણ દરેક શહેરને મેટ્રોની જરૂર નથી. ખોટી જગ્યાએ રોકાણ થયું હશે તો પૈસો પાછો નહિ આવે. એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન બનાવો, જેનો ઉપયોગ લોકો કરી જ ન શકે. તેમણે તર્ક આપ્યો કે ભારતને ઉતાવળે ગ્રોથની જરૂર નથી. માત્ર દેખાડા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. ભારતને ટકાઉપણું, સ્માર્ટ રોકાણ અને આત્મનિર્ભર ભારતની જરૂર છે. બજેટ એક વર્ષ માટે નહિ, 10-15 વર્ષ માટેનું બનાવવું જોઈએ રઘુરામ રાજને જણાવ્યું હતું કે વિશ્વ અત્યારે આર્થિક, રાજકીય અને રણનીતિક સ્તરે અતિમુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આવા વાતાવરણમાં ભારત માટે તેના બજેટ અને નીતિઓ મારફત ભવિષ્ય માટે તૈયારી કરવી જરૂરી છે. ભારત પાસે અગાઉ પંચવર્ષીય યોજનાઓ હતી, તેમ છતાં બજેટને તેની સાથે યોગ્ય રીતે જોડાયું નહોતું. અત્યારે કોઈ પંચ વર્ષીય યોજના નથી એટલે સવાલ એ છે કે બજેટને કોની સાથે જોડી શકાય? પણ મને લાગે છે કે હવે બજેટ માટે લોન્ગ ટર્મ વિઝન સાથે આગળ વધવાનો સમય છે. અત્યારે આપણે એક-એક વર્ષ માટેનું બજેટ રજૂ કરીએ છીએ. હકીકતે જો ઝડપથી અને મક્કમ વિકાસ કરવો હોય તો એક વર્ષ નહિ, આવનારા 10-15 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવું પડશે. રાજને કહ્યું કે 2026-27 ના બજેટમાં ભારત કેવી રીતે ફ્લેક્સિબલ, સ્વતંત્ર અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની શકે છે તેનો રોડમેપ આપવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં સુધારાઓનો પાયો નાખશે જે ગ્લોબલ ઈકોનોમિક અનસર્ટેનિટી વચ્ચે ભારતને મજબૂત બનાવશે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ભારત માટે એક મોટી તક ગણાવી, સાથે ચેતવણી પણ આપી કે પસંદગીની કેટલીક વૈશ્વિક શક્તિઓ પર વધુ પડતી નિર્ભરતા ભવિષ્યમાં જોખમ ઊભું કરી શકે છે.ભારતે આત્મનિર્ભર ક્ષમતાઓ વિકસાવવાની સાથે ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ. હવે એક નવા સુધારા ચક્રની જરૂર અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર તણાવ પર ટિપ્પણી કરતાં રાજને કહ્યું કે જો તણાવ વધશે, તો ભારતે બાહ્ય દબાણથી દૂર રહેવું જોઈએ અને સ્થાનિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં થયેલા મોટા સુધારાઓ પછી હવે એક નવા સુધારા ચક્રની જરૂર છે, જે ભારતના વિકાસ દરમાં 2 ટકાનો વધારો કરી શકે છે. અમેરિકા અને અન્ય મોટા શક્તિશાળી દેશોની પોલિસી અનસર્ટેનિટી ભારત માટે અવસર સાબિત થાય તેમ છે. ભારત યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પશ્ચિમ એશિયા અને પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર વધારીને ગ્લોબલ સપ્લાય ચેનમાં તેની ભૂમિકાને મજબૂત બનાવી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે કામચલાઉ અને અસંતુલિત વિકાસ ટાળવો મહત્વપૂર્ણ છે. કેટલાક ખોટા નિર્ણયો લાંબા ગાળે આર્થિક બોજ બની શકે
બજેટ પહેલાં રઘુરામ રાજનની 3 ચેતવણી:દુનિયા અને ભારત બંને બહુ ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છે, ફરીવાર 1990 જેવા આર્થિક સુધારાની જરૂર https://www.divyabhaskar.co.in/business/budget/news/raghuram-rajan-warns-india-economic-reform-needed-before-budget-137081125.html તમને યાદ હશે. 15 ડિસેમ્બર 2022ના દિવસે રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો. ત્યારે રઘુરામ રાજને કહેલું કે, ભારતની નિકાસ ઓછી છે. વિકાસમાં અવરોધ છે. લોકશાહી આપણી તાકાત છે એટલે ભારતે આફત વચ્ચે અવસર શોધવો જોઈએ. આ વાતને ચાર વર્ષ વીતી ગયા. રઘુરામ રાજનનો એ ઈન્ટરવ્યુ જોઈએ તો થાય કે, રાજનની વાત તો સાચી હતી. ભારતનું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે તે પહેલાં રઘુરામ રાજને PTI સાથેની વાતચીતમાં કેટલાક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી છે. વાત એમ છે કે, દુનિયા એવા વળાંક પર ઊભી છે જ્યાં એક ખોટો નિર્ણય દુનિયાના કોઈપણ દેશને વર્ષો પાછળ ધકેલી શકે છે. યુદ્ધ, ટ્રેડવોર, ટેરિફ, ખર્ચનો જંગી પહાડ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની તેજ રફતાર અને મહાસત્તા માટે ખેંચતાણ. આ બધા વચ્ચે ભારત એવા ત્રિભેટે ઊભું છે કે તેણે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. ખાસ કરીને બજેટમાં… ભારતના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બજેટ પહેલાં ચેતવણી આપી છે. જેને હળવાશથી લેવા જેવી નથી. રઘુરામ રાજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દુનિયા અને ભારત બંને બહુ ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છે. આ સમય માત્ર આંકડાનો નથી, લોન્ગ ટર્મ વિઝનનો છે. એવું બજેટ આપવું પડશે જે આવનારા એક વર્ષ માટે નહિ પણ 10થી 15 વર્ષ માટે ભારતને મજબૂત રીતે તૈયાર કરે. 1 ફેબ્રુઆરી, રવિવારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. રઘુરામ રાજનને આશા છે કે આ બજેટ માત્ર રાહત કે જાહેરાતો પૂરતું સિમિત ન રહે પણ ત્રણ મોટા ટાર્ગેટ પૂરા કરે. આ બજેટ આવનારા દાયકાનો આર્થિક પાયો મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતને વધારે આત્મનિર્ભર બનાવવારું હોવું જોઈએ. એવું બજેટ હોવું જોઈએ જે ભારતના ગ્રોથને નવી રફતાર આપે. ભારત આર્થિક રીતે પણ એવો દેશ બને કે દુનિયાના દેશો મિત્રતા કરવા ઈચ્છે. રઘુરામ રાજને કહ્યું છે કે ભારત આજે ત્રણ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જિઓપોલિટિકલ ટેન્શન : રશિયા, યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી ચાલે છે. મિડલ ઈસ્ટમાં તો ટેન્શન છે જ. હવે અમેરિકા-ઈરાન વચ્ચે પણ ટેન્શન વધતું જાય છે. ત્રીજું, અમેરિકા અને ચીન જેવા મહાશક્તિશાળી દેશોની દુશ્મની વધી રહી છે. ભારતનો ચીન સાથે સીમા તણાવ છે. ટેરિફના કારણે અમેરિકાથી અંતર થઈ ગયું છે. ભારત હજી પણ ગ્લોબલ સપ્લાય ચેનનો ભાગ નથી. કારણ કે ભારત કોઈ અમીર માર્કેટ પાસે નથી. બીજા દેશોની અનિશ્ચિતતાવાળી નીતિઓએ ભારત માટે તક ઊભી કરી છે. જો ભારત સાચી દિશામાં સુધારાના પગલાં ભરે છે તો મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને ટેકનોલોજી આ બધા સેક્ટરમાં ભારત પોતાની ગ્લોબલ સપ્લાય ચેનમાં આગળ વધી શકે છે. તેમણે સૂચન કર્યું કે ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પશ્ચિમ એશિયા અને પૂર્વ એશિયાઈ દેશો સાથે તેના વેપાર સંબંધોને મજબૂત બનાવવા જોઈએ. ટ્રેડ વોર અને ટેરિફ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 50% ટેરિફ લગાવી દીધો છે. EU સાથે મધર ઓફ ઓલ ડિલ કરવાથી અમેરિકા વધારે ગુસ્સામાં છે. તેનો સામનો કરવા ભારતે તૈયાર રહેવું પડશે. ગ્લોબલ સપ્લાય ચેનનો ઉલ્લેખ કરતાં રાજને કહ્યું કે ભારતને વિશ્વ સાથે વધુ સારી રીતે સંકલન કરવા માટે કેટલાક ટેરિફ ઘટાડવાની જરૂર પડી શકે છે. આ સાથે જ રાજ્યોએ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર પડશે. જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની શકે છે ત્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા પડોશી દેશો સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. AIનો ઝડપથી વધતો ઉપયોગ : AIમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું છે પણ ટેકનોલોજી પર કેટલાક દેશોનો કંટ્રોલ છે. ભારત જો કેટલાક ચોક્કસ દેશ કે ચોક્કસ કંપનીઓ પર નિર્ભર થઈ જશે તો એ જ દેશો ભારતને દબાવશે. રાજન માને છે કે AI ભારત માટે મોટી તક છે. જે આગળ જઈને અવસર બની શકે છે. પણ જો ભારત AI માટે બીજા દેશો પર જ નિર્ભર રહેશે તો ભવિષ્યમાં આપણે નબળાં પડી જઈશું. આપણને ટેકનોલોજી જોઈએ છે પણ કંટ્રોલમાં જોઈએ છે. ગૂગલ, ઓપનએઆઈ અને મેટા જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં એકાધિકાર સ્થાપિત કરવાની આશામાં AI માં ભારે રોકાણ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ એક કંપની AI રેસમાં કાયમી લીડ મેળવી શકી નથી. એકબીજાને પાછળ છોડી દેવા માટે આ રેસ સતત લડાઈ રહી છે. અમેરિકા અને યુરોપે પણ ફાસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી માટે પગલાં ભર્યાં છે રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા માટે નિશ્ચિત રૂપે એક દિલચસ્પ સમય છે કારણ તે તમે
શકશે. 5. આયુષ્માન ભારત: 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને ફાયદો સરકાર આયુષ્માન ભારત (PM-JAY) યોજનાનો વ્યાપ વધારી શકે છે. વર્તમાનમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને આ યોજનાનો ફાયદો મળી રહ્યો છે, જેને ઘટાડીને 60 વર્ષ કરી શકાય છે, સાથે જ વાર્ષિક ₹5 લાખની મફત સારવારની લિમિટને વધારી શકાય છે, જેથી કેન્સર અને હાર્ટ સર્જરી જેવી ગંભીર બીમારીઓનો ખર્ચ કવર થઈ શકે. કેમ થઈ શકે છે? આઉટલુકના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 60+ ઉંમરના વૃદ્ધોમાંથી 82% પાસે કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ નથી, જોકે 70+ ઉંમરવાળા આયુષ્માનમાં કવર છે. 60થી 70 વર્ષની વચ્ચે એવા વૃદ્ધો, જેમની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ નથી તેઓ ગંભીર બીમારીઓ માટે પોતાની જમાપૂંજી ખર્ચવા મજબૂર છે. એવામાં સરકાર તેમને રાહત આપી શકે છે. ફાયદો:સારવારનો વ્યાપ 60 વર્ષ થવાથી કરોડો નવા પરિવારો યોજના સાથે જોડાશે. તો સારવારની લિમિટ વધવાથી પરિવારોને મોટાં ઓપરેશનો માટે દેવું નહીં લેવું પડે. દર્દીઓને મોટી અને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં પણ મફત સારવાર મળી શકશે. ગંભીર બીમારીઓનો ખર્ચ કવર થઈ શકશે. દેશનું 'આર્થિક રિપોર્ટ કાર્ડ' સંસદમાં રજૂ 2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે નાણામંત્રી નિર્મલા સીતારમણે 29 જાન્યુઆરીએ લોકસભામાં દેશનું "આર્થિક રિપોર્ટ કાર્ડ" એટલે કે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં નાણાકીય વર્ષ 2026-2027માં GDP ગ્રોથ 6.8%થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં મોંઘવારીએ તમારી થાળી પર કેટલી અસર કરી છે, ખેતી-ખેડૂતોની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં તમારા માટે નવી નોકરીઓ વધશે કે નહીં એની માહિતી પણ સર્વેમાં આપવામાં આવી છે. સર્વેમાં રક્ષાક્ષેત્ર, રેલવે અને અગ્રિકલ્ચર, આ ત્રણ ક્ષેત્રોમાં દેશનું 75% બજેટ ફાળવવામાં આવે એવી પૂરી સંભવના છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…
બજેટમાં અપેક્ષાઓ: 300 નવી ટ્રેન મળવાની શક્યતા:13 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે; બજેટમાં 5 મોટી જાહેરાતો થઈ શકે https://www.divyabhaskar.co.in/business/news/budget-key-announcements-expected-137063878.html આ વર્ષના સામાન્ય બજેટમાં સરકાર 5 મોટી જાહેરાત કરી શકે છે. ચાલો… જાણીએ... 1. ઇન્કમટેક્સ: 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી ઇન્કમટેક્સની નવી રેજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી શકે છે. આનાથી સેલરી મેળવતા લોકોની ₹13 લાખની આવક ટેક્સ-ફ્રી થઈ જશે. અત્યારે 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એટલે કે CIIએ સરકારને સૂચન આપ્યું છે કે વપરાશ વધારવા માટે લોકોના હાથમાં વધુ પૈસા છોડવા જરૂરી છે. ટેક્સમાં છૂટ વધવાથી લોકોનો 'પર્ચેઝિંગ પાવર' વધશે. એવું માનવામાં આવે છે કે સરકાર જૂની ટેક્સ રેજિમને નવી ટેક્સ રેજિમથી બદલવા માગે છે. આ માટે નવી ટેક્સ રેજિમને ફાયદાકારક બનાવી રાખવી જરૂરી છે. આ હેતુથી નવી રેજિમમાં સેલરી મેળવનારાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 25 હજારનો વધારો કરી શકે છે. ફાયદો:મિડલ ક્લાસના હાથમાં આવનારા પૈસા વધશે. મહિનામાં થોડા હજાર રૂપિયાની બચત થઈ શકે છે, જે ખર્ચ, સેવિંગ કે રોકાણમાં કામ આવશે. 2. કિસાન સન્માન નિધિ: વાર્ષિક રકમમાં 50% વધારો થઈ શકે છે આશા છે કે પીએમ-કિસાન યોજનાની રકમ ₹3000 વધારીને વાર્ષિક ₹6000થી ₹9000 કરવામાં આવી શકે છે. છેલ્લાં 3 વર્ષથી આ વધારવાની વાત ચાલી રહી છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? 2019માં યોજના શરૂ થયા પછી આ રકમમાં કોઈ ફેરફાર થયો નથી. ડિસેમ્બર 2024માં સંસદીય સ્થાયી સમિતિએ એને બમણી કરીને વાર્ષિક 12 હજાર રૂપિયા કરવાની ભલામણ કરી હતી. ઘણાં ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 2019થી મળી રહેલા 6 હજાર રૂપિયાની અસલ કિંમત 4,800થી 5,000 રૂપિયા રહી ગઈ છે, તેથી એને વધારીને 8 હજારથી 12 હજાર રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. નવેમ્બર 2025માં બિહાર સરકારે ખેડૂતોને 3 હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની જાહેરાત કરી હતી. આનાથી ત્યાંના ખેડૂતોને કુલ 9 હજાર રૂપિયા મળશે. ખર્ચનું ગણિત: હાલમાં લગભગ 11 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળી રહી છે. કેન્દ્ર સરકાર દર વર્ષે આના પર 60 હજારથી 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તેને વધારીને વાર્ષિક 9 હજાર રૂપિયા કરવા પર આ ખર્ચ વધીને વાર્ષિક લગભગ 95 હજાર કરોડ થઈ જશે. ફાયદો:દેશના લગભગ 11 કરોડ ખેડૂત પરિવારોને આનો સીધો ફાયદો મળશે. 3 હજાર રૂપિયાની એક્સ્ટ્રા રકમથી ખેડૂતો પોતાની ખેતીની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરી શકશે. 3. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 300+ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો સરકાર નવી ટ્રેનો ચલાવીને વેઇટિંગ લિસ્ટ ખતમ કરવાની સાથે પાટાઓનું આધુનિકીકરણ કરવા માગે છે. એવામાં 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. છેલ્લા સામાન્ય બજેટમાં પહેલીવાર રેલવેના વિકાસ માટે 2.65 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ અત્યારસુધીનું સૌથી મોટું રેલ ફંડ છે. આ વખતે પણ એમાં વધારો થવાની આશા છે. કેમ થઈ શકે છે આ જાહેરાત? સરકાર 2030 સુધીમાં ટ્રેન રિઝર્વેશનમાં વેઇટિંગ લિસ્ટ ખતમ કરવા માગે છે. હાલમાં પીક સીઝનમાં ડિમાન્ડ અને સીટની ઉપલબ્ધતામાં લગભગ 20-25%નો તફાવત રહે છે. આ માટે ટ્રેનો વધારવાની સાથે ટ્રેક વિસ્તરણ પણ કરવું પડશે. ફાયદો:ટ્રેનોમાં દરરોજ મુસાફરી કરનારા લગભગ 2 કરોડ લોકોને આનો સીધો ફાયદો થશે. 4. પીએમ સૂર્ય ઘર યોજના: 2 KWના સોલર પેનલ પર ₹80 હજાર સબસિડી બજેટમાં 2 કિલોવોટ (KW) સુધીની સોલર સિસ્ટમ પર સબસિડી 30 હજાર પ્રતિ કિલોવોટથી વધારીને 40 હજાર કરવાની જાહેરાત થઈ શકે છે. વર્તમાન નિયમો મુજબ 2 KWની સોલર સિસ્ટમ લગાવવા પર 30 હજાર પ્રતિ કિલોવોટના હિસાબે કુલ 60 હજાર રૂપિયાની સબસિડી મળે છે. જો બજેટમાં સબસિડી 10 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ વધારવામાં આવી તો 2KWની સોલર સિસ્ટમ પર કુલ 80 હજાર રૂપિયા સબસિડી મળશે, એટલે કે 20 હજાર રૂપિયાની બચત. જ્યારે 2થી 3 KWની વચ્ચેની સિસ્ટમ માટે સબસિડી 18 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ છે. 3 KWથી ઉપરની સિસ્ટમ માટે સબસિડી 78 હજાર રૂપિયા પર મર્યાદિત છે. કેમ થઈ શકે આ જાહેરાત? કેન્દ્ર સરકારનું લક્ષ્ય માર્ચ 2026 સુધીમાં 40 લાખ અને 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સોલર ગ્રિડ સાથે જોડવાનું છે. આ યોજનાથી સરકારને પોતાનું લક્ષ્ય ઝડપથી હાંસલ કરવામાં મદદ મળશે. ડિસેમ્બર 2025 સુધીમાં 19.45 લાખથી વધુ પેનલ લાગી ચૂકી છે. 7.7 લાખથી વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે. લગભગ ₹13,926 કરોડની સબસિડી સીધી લોકોના ખાતામાં મોકલવામાં આવી છે. ફાયદો: સબસિડી વધવાથી 2 KWની સિસ્ટમ લગાવનારા પરિવારોને સીધી 20 હજાર રૂપિયાની વધારાની બચત થશે. આનાથી માત્ર પરિવારોને મફત વીજળી મળશે જ નહીં, પરંતુ તેઓ વધારાની વીજળી ગ્રિડને વેચીને કમાણી પણ કરી
લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરાયો:PMએ કહ્યું, સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો https://www.divyabhaskar.co.in/national/news/parliament-budget-session-president-address-opposition-protest-vb-ram-ji-act-137068642.html ગુરુવારે પ્રશ્નકાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણાકીય વર્ષ 2027 માટે ભારતના GDP ગ્રોથનો અપર રેન્જ અંદાજ 7.2% છે અને લોઅર રેન્જ અંદાજ 6.8% લગાવવામાં આવ્યો છે. GDPમાં તેજી પાછળ મજબૂત સ્થાનિક માંગને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. તેમજ, પહેલીવાર, આર્થિક સર્વેક્ષણમાં AI પર એક અલગ ચેપ્ટર છે, જેનો અર્થ એ છે કે સરકાર આગામી દિવસોમાં સંપૂર્ણપણે નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો આર્થિક સર્વેમાં શું ખાસ છે? 18મી લોકસભાના બજેટસત્રના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું, "નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનાં પ્રથમ મહિલા નાણામંત્રી છે, જે સતત નવમી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટસત્ર ખૂબ જ સકારાત્મક રીતે શરૂ થયું છે." મોદીએ કહ્યું, “એક આત્મવિશ્વાસપૂર્ણ ભારત આશાનું કિરણ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક કરાર થયો છે. મને વિશ્વાસ છે કે ભારતીય મેન્યુફેક્ચરર આ તકનો ઉપયોગ તેમની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે કરશે.” પીએમ મોદીએ ગુરુવારે કહ્યું, "અમારી સરકારની ઓળખ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે. હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ વધી રહ્યા છીએ." રાષ્ટ્રપતિએ સત્રની શરૂઆતમાં સાંસદો પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી. મને ખાતરી છે કે સાંસદો તેને ગંભીરતાથી લેશે." તેમણે કહ્યું હતું કે આ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્ર છે. 21મી સદીનો એક ક્વાર્ટર વીતી ગયો છે. આ બીજા ક્વાર્ટરની શરૂઆત છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહત્ત્વપૂર્ણ 25 વર્ષ શરૂ થઈ ગયાં છે. એક દિવસ પહેલાં બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધન કર્યુ હતું. 18મી લોકસભાના બજેટસત્રનો ગુરુવારે બીજો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ 2026-27 રજૂ કરશે. આ પહેલાં આજે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. આજે પણ હોબાળો થવાની શક્યતા સંસદના બજેટસત્રમાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષે પાછલાં બે સત્રો (ચોમાસુ અને શિયાળુ)માં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા અને MGNREGA સ્કીમની જગ્યાએ આવેલા VB-G RAM G કાયદાનો વિરોધ કરતાં હોબાળો કર્યો હતો. સૂત્રો અનુસાર, વિપક્ષ આ સત્રમાં પણ SIR, VB-G RAM G કાયદા સહિત ભારત પર US દ્વારા લાદવામાં આવેલા ટેરિફ, ફોરેન પોલિસી, વાયુ-પ્રદૂષણનો મુદ્દો, અર્થતંત્ર, ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માગ કરશે. સત્રમાં આ બિલ પર ચર્ચા શક્ય લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને સંવિધાન (129મો સુધારો) વિધેયક 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.
પહોંચી ગઈ. આ ગતિ નાણાકીય વર્ષ 2026માં પણ ચાલુ છે. ઇકોનોમિક સર્વેમાં સરકારે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં ભારતની માલસામાનની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન 2.4% વધી છે, જ્યારે સેવા નિકાસમાં 6.5%નો વધારો નોંધાયો છે. ઈકોનોમિક સર્વે શું હોય છે? આ દેશની અર્થવ્યવસ્થાનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ હોય છે. આમાં છેલ્લા 1 વર્ષમાં દેશની આર્થિક સ્થિતિનો પૂરો હિસાબ-કિતાબ હોય છે. આનાથી ખબર પડે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની હાલત કેવી છે. ઈકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ-કિતાબ અને આવનારા વર્ષ માટે સૂચનો, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે. ઈકોનોમિક સર્વેને સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે. ઈકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે? નાણાં મંત્રાલયના ઈકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટની ઈકોનોમિક ડિવિઝન દર વર્ષે ઈકોનોમિક સર્વે કરે છે. તેની આગેવાની ઈકોનોમિક ડિવિઝનના ચીફ ઈકોનોમિક એડવાઈઝર (CEA) કરે છે. હાલમાં ડો. વી. અનંત નાગેશ્વરન આ ડિવિઝનના CEA છે. સર્વે કેમ જરૂરી છે? ઈકોનોમિક સર્વે અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. આનાથી ખબર પડે છે કે દેશની અર્થવ્યવસ્થા કેવી છે અને એમાં સુધારા માટે શું કરવાની જરૂર છે. શું આ રજૂ કરવું જરૂરી છે? સરકાર સર્વેને રજૂ કરવા અને એમાં આપવામાં આવેલાં સૂચનો કે ભલામણો માનવા માટે બંધાયેલી નથી. સામાન્ય રીતે સરકાર તેનાં સૂચનો મુજબ જ બજેટ તૈયાર કરે છે. 1950-51માં રજૂ થયો હતો પ્રથમ સર્વે દેશનો પ્રથમ ઈકોનોમિક સર્વે 1951માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે એ કેન્દ્રીય બજેટનો જ એક ભાગ હતો. 1964 પછી એને બજેટથી અલગ કરી દેવામાં આવ્યો. ત્યારથી બજેટ ડેના એક દિવસ પહેલાં ઈકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે.
દેશનું 'આર્થિક રિપોર્ટ કાર્ડ' સંસદમાં રજૂ:2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે https://www.divyabhaskar.co.in/business/news/economic-survey-budget-gdp-inflation-nirmala-sitharaman-137063184.html નાણામંત્રી નિર્મલા સીતારમણે 29 જાન્યુઆરીએ લોકસભામાં દેશનું "આર્થિક રિપોર્ટ કાર્ડ" એટલે કે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં નાણાકીય વર્ષ 2026-2027માં GDP ગ્રોથ 6.8%થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં મોંઘવારીએ તમારી થાળી પર કેટલી અસર કરી છે, ખેતી-ખેડૂતોની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં તમારા માટે નવી નોકરીઓ વધશે કે નહીં એની માહિતી પણ સર્વેમાં આપવામાં આવી છે. સર્વેમાં રક્ષા ક્ષેત્ર, રેલવે અને અગ્રીકલ્ચર, આ ત્રણ ક્ષેત્રોમાં દેશનું 75% બજેટ ફાળવવામાં આવે તેવી પૂરી સંભવના છે. ઇકોનોમિક સર્વે સંબંધિત 7 મોટી વાત… 1. મોંઘવારી: ઇકોનોમિક સર્વે 2026 મુજબ, આરબીઆઈ (RBI) અને આઈએમએફ (IMF)એ અનુમાન લગાવ્યું છે કે આવનારા નાણાકીય વર્ષમાં મોંઘવારી દરમાં ધીમે ધીમે વધારો થશે. એ 4%ના નિર્ધારિત લક્ષ્ય (± 2%)ના દાયરામાં રહેશે. ખરીફના સારા ઉત્પાદન અને રવીના સારા વાવેતરને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2025માં RBIએ નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારી દરનો અંદાજ 2.6%થી ઘટાડીને 2% કર્યો હતો. RBIનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અને બીજા ક્વાર્ટર (Q1 અને Q2)માં મોંઘવારી દર: 3.9% અને 4% રહી શકે છે. IMFએ નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર 2.8% અને નાણાકીય વર્ષ 2027માં 4% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 2. GDP: સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ (FY27)માં ભારતનો જીડીપી ગ્રોથ 6.8%થી 7.2% ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને અસ્થિરતા છતાં ભારતીય અર્થતંત્રની ગતિ મજબૂત બની રહી છે. સર્વે અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ (FY26)માં વિકાસદર 7.4% રહેવાની અપેક્ષા છે, જે RBIના 7.3%ના અનુમાન કરતાં પણ વધુ છે. 3. નોકરી: ભારતનો 56 કરોડથી વધુનો વર્કફોર્સ દેશની આર્થિક પ્રગતિનું સૌથી મોટું એન્જિન છે. ટેક્સ સુધારા, નિયમોના સરળીકરણ અને રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રમ સુધારાને કારણે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં મોટે પાયે ભરતીઓ થઈ છે. હવે ગીગ અને પ્લેટફોર્મ વર્ક કમાણીનો એક મોટો સ્ત્રોત બનીને ઊભર્યો છે. નાણાકીય વર્ષ 2024ના આંકડા મુજબ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારમાં વાર્ષિક ધોરણે 6%નો વધારો નોંધાયો છે. એનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024માં આ સેક્ટરમાં 10 લાખથી વધુ નવી નોકરીઓ ઉમેરાઈ છે. આ આંકડો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની મજબૂતી અને સરકારની 'મેક ઇન ઇન્ડિયા' જેવી યોજનાઓની અસર દર્શાવે છે. સરકાર હવે એક એવી ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સિસ્ટમ બનાવવાનું કામ કરી રહી છે, જ્યાં બધો ડેટા એક જગ્યાએ હોય. આમાં ઈ-શ્રમ (અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો), NCS (નોકરીઓની ખાલી જગ્યાઓ) અને SIDH (તાલીમની તકો)ને એકસાથે લાવવામાં આવશે. આનાથી એ શોધવું સરળ બનશે કે કયા ઉદ્યોગને કેવા કામદારોની જરૂર છે અને તેમના માટે તાલીમ ક્યાં ઉપલબ્ધ છે. સર્વેમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કંપનીઓની જરૂરિયાત અને યુવાનોની કૌશલ્ય વચ્ચેના અંતરને ઘટાડવું પડશે. આ માટે વોકેશનલ ટ્રેનિંગ (વ્યાવસાયિક તાલીમ)ને શાળા સ્તરથી જ શરૂ કરવાનો સૂચન આપવામાં આવ્યું છે. મહિલાઓ અને યુવાનોને હાઈ-પ્રોડક્ટીવાળાં આ સેક્ટર્સ માટે તૈયાર કરવા માટે વિશેષ સ્કિલિંગ કાર્યક્રમો ચલાવવામાં આવશે. 4. ખેતી-વાડી: દેશની અડધી વસતિ ખેતી પર નિર્ભર છે. ઇકોનોમિક સર્વેમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2026માં કૃષિવૃદ્ધિ 3.1% રહેવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2024-25માં અનાજનું ઉત્પાદન 3,320 લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જેનાથી મોંઘવારીને કાબૂમાં રાખવામાં ઘણી મદદ મળી છે. 5. સરકારી દેવું: કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ કરી લીધું છે. નાણાકીય વર્ષ 2025માં એ જીડીપીના 4.8% રહ્યું, જ્યારે સરકારે નાણાકીય વર્ષ 2026 માટે 4.4%નું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પોતાની કમાણી કરતાં વધુ જે ખર્ચ કરે છે એને 'રાજકોષીય ખાધ' કહેવાય છે. ખાધ ઓછી થવાનો અર્થ છે - મજબૂત અર્થતંત્ર અને ઓછી મોંઘવારી. 6. વિદેશી મુદ્રા ભંડાર: વિશ્વભરમાં મંદીના ભણકારા વચ્ચે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 2023-2024માં 668 બિલિયન ડોલર હતો. આ 2024-2025માં વધીને 701 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આ ભંડાર જેટલો ભરેલો હશે, ડોલરની સરખામણીમાં આપણો રૂપિયો તેટલો જ મજબૂત રહેશે. 7. એક્સપોર્ટ: વિશ્વભરના વેપારમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારતની કુલ એક્સપોર્ટ (માલસામાન અને સેવાઓ બંને મળીને) નાણાકીય વર્ષ 2025માં 825.3 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે
બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક મળી:35+ પાર્ટીના સાંસદો સામેલ; 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી સત્ર શરૂ થશે https://www.divyabhaskar.co.in/national/news/parliament-budget-session-starts-jan-28-all-party-meet-today-137052329.html સંસદના બજેટ સત્ર પહેલાં સરકારે કાયદાકીય અને અન્ય એજન્ડા પર ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 35થી વધુ પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન બજેટ સત્રને સકારાત્મક અને સુચારુ રીતે ચલાવવા અંગે ચર્ચા થઈ હતી. બજેટ સત્ર 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરવા સાથે શરૂ થશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. આ દિવસે રવિવાર છે. સર્વપક્ષીય બેઠક પછી સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ દ્વારા કાયદાકીય એજન્ડા શેર ન કરવાના આરોપ પર કહ્યું કે વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પછી સરકારી કામકાજ શેર કરવામાં આવે છે. અમને લોકોના મુદ્દા ઉઠાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે, અમને બોલવાની આઝાદી છે. પરંતુ સાંભળવું પણ અમારી જવાબદારી છે. સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષની માંગ બજેટ સત્ર દરમિયાન આ બિલો પર ચર્ચા થઈ શકે છે લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને બંધારણ (129મો સુધારો) વિધેયક 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી સમિતિઓ તપાસ કરી રહી છે. બજેટ સત્ર સંબંધિત નોલેજ ફેક્ટ્સ 2026-27નું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણનું સતત નવમું બજેટ હશે. નાણા મંત્રી 7.4%ના વિકાસ દર અને અનિશ્ચિત ભૂ-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં બજેટ રજૂ કરશે. આ મોદી 3.0 સરકારનું ત્રીજું સંપૂર્ણ બજેટ હશે. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે કામચલાઉ ધોરણે ત્રણ દિવસ (2 થી 4 ફેબ્રુઆરી) નક્કી કરવામાં આવ્યા છે. 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ કોઈ શૂન્યકાળ રહેશે નહીં. બજેટ સત્ર 2 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળામાં ઇન્ટરસેશન બ્રેક પણ હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી નિર્ધારિત છે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રમાં 30 બેઠકો યોજાશે. કોંગ્રેસે પણ બોલાવી સ્ટ્રેટેજી ગ્રુપની મીટિંગ સર્વપક્ષીય બેઠક પહેલાં કોંગ્રેસે પણ બજેટ સત્રની રણનીતિ પર ચર્ચા કરવા માટે સંસદીય દળના સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક બોલાવી છે. આ બેઠક મંગળવારે CPP ચેરપર્સન સોનિયા ગાંધીના ઘરે યોજાશે. SBIનો દાવો- બજેટમાં 2027 માટે સરકારનો કેપેક્સ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ સંભવિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ (નાણાકીય વર્ષ) FY-27માં 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની અપેક્ષા છે, જે વાર્ષિક ધોરણે લગભગ 10%નો વધારો નોંધાવશે. રિપોર્ટના આંકડા દર્શાવે છે કે બજેટના અંદાજો અનુસાર કુલ મૂડી ખર્ચ FY-16 માં 2.5 લાખ કરોડથી વધીને FY-26 માં 11.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.