Gujarati PDF Books
СтатистикаWe provide free PDF book of Gujarati , Hindi , English. Our Moto is maximum people read books. We have not any copyright for books .
- Последний пост
- 25 июл.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 488
- 1/48двое суток
- 1 705
- 1/72трое суток
- 1 839
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ના આ મારા પ્રિય મોદી સરકારની હાર નથી.. ના રે.. આ મારા અતિ પ્રિય સંતાન સમાન અને ખૂબ જ હિંમત દાખવી, એક થઈને ઊભા થયેલા માસૂમ વિધ્યાર્થીઓની જીત પણ નથી.. આ જીત છે એક ડેમોક્રેટિક સિસ્ટમની, જીત છે એકતાની.. જીત છે સત્યની.. જીત છે માસુમિયતની.. મને તો આ લડાઈ વિચારધારાની લાગી , મારા ઘરે ઘણી વખત સંતાનો સાથે મતભેદ ને લીધે મીઠા ઝઘડા થતાં હોય, ક્યારેક મારો ઇગો એમની વાત સાચી હોવા છતાં એમણી વિરુધ્ધ રહેવા મને મજબૂર કરતો હોય છે પણ અંદરથી તો મને ખ્યાલ જ હોય કે એમના વિચારો, એમણી વાતો મારા ઇન્ફેકટ આપણાં કરતાં ઘણી ઊંચી, ઘણી બોલ્ડ અને ઘણી પ્રામાણિક છે.. અને અંતે જ્યારે આપણે એમની વાતને માનવી પડે ત્યારે એ એક પિતા તરીકે મારી હાર કે એક સંતાન તરીકે એમની જીત નથી હોતી, કેમકે એક પરિવારમાં હાર જીત જેવુ કઈં હોય જ નહીં.. હું મોદી ભક્ત છું પણ મોદીનો અંધ ભક્ત નથી જ.. અને એટલે જ આ આખી ઘટનાને ખૂબ જ સકારાત્મકતા સાથે લીધેલી છે, સ્પર્ધા કે ઝગડા રૂપે નથી.. અને મારા જેવા ભક્તો પણ ઘણા હશે જ.. અને મોદી સરકારે સમયસર જે નિર્ણયો લઈને એમના/આપણાં સંતાનોને ખુશ કરી દીધા એ કોઈ પણ પેરન્ટ્સની જવાબદારી કહેવાય, આના માટે આપણી પ્રિય મોદી સરકાર ને અભિનંદન.. આ ઝુંબેશની ગરમીમાં ભલે જેવી તેવી પાર્ટીઓ અને અસામાજિક તત્વોએ રોટલા શેકી લીધા પણ આ ઝુંબેશ દ્વારા એક વાત સમજાય કે, એકતાનો પાવર બીજા બધા પાવર કરતાં ઊંચો હોય શકે, જો એ એકતા સાચી વાતની રજૂઆત માટે થયેલી હોય.. બ્લેક મેઈલિંગ માટે નહીં.. જય હિન્દ
વર્ષ 1959 સ્થળ : અમૃતસર કેટલાક ભારતીય સૈન્ય ના ઓફિસરો તેમની પત્નીઓ સાથે તેમના સૈન્ય ના સાથી ઓને વિદાય આપવા રેલ વે સ્ટેશન પર ગયાં હતાં. ત્યાં સ્ટેશન ઉપર કેટલાંક મવાલી લોકો એ અભદ્ર ટિપ્પણી કરી અને શારીરિક છેડછાડ કરવાં પ્રયાસ કર્યો હતો. ત્યારે સૈન્ય ના ઓફિસરો એ પડકારતા તેઓ ભાગ્યા અને નાસી ને એક નજીકના સિનેમા ઘર માં સંતાઈ ગયા, સેનાનાં ઓફિસરો તેમનો પીછો કરી ને ત્યાં પહોંચી ગયાં. આ આખી બાબત ની જાણકારી કમાન્ડિંગ ઓફિસર *કર્નલ જ્યોતિ મોહન સેન* ને આપવામાં આવી અને તેમને ગંભીરતા થી સમજ્યા પછી સૈન્ય ની ટુકડી દ્વારા સિનેમા હોલ ને ઘેરી લેવાનો આદેશ આપ્યો. તમામ મવાલી ઓને બહાર ખેંચી કાઢવામાં આવ્યાં, ગુંડા ટોળી નો મુખિયો બહુ માથાભારે, નશામાં ધૂત અને શક્તિશાળી હતો. જે કોઈ બીજો નહીં પણ પંજાબ નાં મુખ્ય પ્રધાન *પ્રતાપસિંહ કૈરોન* નો દિકરો હતો. પ્રતાપસિંહ કૈરોન એ સમયે વડાપ્રધાન જવાહર લાલ નહેરુ ના અંગત વર્તુળ માં સમાવિષ્ટ હતાં. તમામ ગુંડા ઓ ને કચ્છા ભર રહેવા દઈ ને અમૃતસર ની શેરી ઓ માં ફેરવવામાં આવ્યાં બાદ તેમને છાવણી માં લઈ જઈને બરાબર *સરભરા* કરવામાં આવી હતી. બીજા દિવસે મુખ્ય મંત્રી ગુસ્સા થી લાલઘૂમ થઈને સેના ની કેદ માં થી પોતાના પુત્ર ને છોડાવવા પ્રયત્નો ચાલુ કર્યા. *શું થયું એ તમે માની નહીં શકો* મુખ્ય પ્રધાન ની કાર ને વીઆઇપી વાહન તરીકે છાવણી માં પ્રવેશ દેવામાં ન આવ્યો, એમને કર્નલ ને મળવાં માટે ફરજિયાત પગપાળા ચાલીને જ જવું પડયું,ગુસ્સા થી લાલચોળ કૈરોન એ આખી ઘટના ની નહેરુ ને ફરિયાદ કરી. એ જુદા દિવસો હતાં, ભારત માં લોકશાહી પ્રારંભિક અવસ્થા માં હતી, શક્તિશાળી નેતા ઓ માં નૈતિકતા અંગે આશંકા હતી. તે સમયે મૂંઝાયેલા *ભારત રત્ન* એવા નહેરુ એ એના વિશ્વાસુ એવાં કૈરોન ને ખખડાવા ને બદલે સૈન્ય વડા, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ થીમૈયા પાસે એમના ઓફિસર નાં વર્તન અંગે ખુલાસો કરવા બૂમરાણ મચાવી, જનરલ થીમૈયા એ શું જવાબ આપ્યો હશે? *જો આપણે સ્ત્રી ઓ ના સન્માન અને સ્વમાન ની સુરક્ષા કરવાં માં સફળ નથી, તો દેશ ની સુરક્ષા અને સ્વાભિમાન માટે અમારી પાસે થી કેવી રીતે અપેક્ષા રાખી શકો* *ભારત રત્ન* પાસે મૂંગા રહેવા સિવાય કોઈ વિકલ્પ જ નહતો. આ કહાની એક બહાદુર સેનાની ની છે કે જેણે વડા પ્રધાન ને તેમનું કદ કેટલું છે એની પ્રતીતિ કરાવી દીધી હતી. *સેલ્યુટ ટુ ધ ઈન્ડિયન સોલ્જર* મેગેઝિન માં મેજર જનરલ ધ્રુવ સી. કટોચ દ્વારા પ્રસિદ્ધ થયેલ. 👏👏👏🙏🇮🇳🇮🇳🇮🇳
મારી માઁ એ પોતાની મરણ મૂડી જેવી પોતાની અંતિમ મિલ્કત હાથ ની બંગડી, કાન ની બુટ્ટી અને ગળા નો ચેઇન વેચી શહેર માં ઉભા રહેવા માટે જગ્યા કરી. મમ્મી એ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, શરૂઆત પાપડ ,ખાખરા બનાવવાના ચાલુ કરી મારો અધૂરો અભ્યાસ પૂરો કરવા મહેનત કરી.. મેં પણ ડીગ્રી મળતા ની સાથે નોકરીની તકલીફને કારણે ડ્રાઇવર તરીકેની નોકરી મેળવી ઘરમાં આર્થિક મદદ આપવા નું ચાલુ કર્યું ફેકટરી ના માલિક પણ સંસ્કારી હતા...મારી સાથે માનવતા ભર્યું વાણી વર્તન અને વ્યવહાર તેઓ કરતા. કંપની ના માલિક દવે સાહેબને ફેકટરીએ લઈ આવ્યા પછી મારી પાસે કોઈ કામ રહેતું નહીં.. જિંદગીના એક એક શ્વાસ અને મિનિટ મારા માટે અગત્યના હતા.બાર બાર કલાક ફેકટરી માં બેસી IS ની પરિક્ષા માટેની તૈયારીઓ મેં ચાલુ કરી દીધી. હું બીજી નોકરી એટલે શોધતો ન હતો કે મને વાંચવાનો સમય પૂરતો અહીં મળી રહેતો હતો..ઘરે પહોંચી ને પણ હું સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચતો... ભાગ્ય ના દરવાજા ઉપર માથા પછાડી રડવું, લોકો પાસે મદદ માટે કરગરવા કરતા મેં મારા જીવનમાં કર્મરૂપી એક ચક્રવાતી તુફાન ઉભું કર્યું. જેમાં મારી ગરીબી અને લાચારીને ધ્વસ્ત કરી મેં IS કેડર ની પરીક્ષા પાસ કરી. ત્યાં અચાનક ડ્રાઇવર બોલ્યો, સાહેબ ઘર આવી ગયું. હું ફરી વર્તમાનમાં આવ્યો. ઘરમાં આવી માઁ ને મેં વિગતે વાત કરી માઁ તો માઁ જ છે..તે પ્રવીણ ને મળવા માટે ઊતાવળી થઈ અમે ફરી હોસ્પિટલે પહોંચ્યા ત્યારે પ્રવીણ ભાન માં આવી ગયો હતો.. પ્રવીણ મારી સામે જોઈ ભીની આંખે બોલ્યો મોટા ભાઈ તમે...? માઁ સામે હાથ જોડી માફી માંગતો પ્રવીણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો... મેં પૂછ્યું પપ્પા ક્યાં છે ? પ્રવીણ બોલ્યો તમે ઘર છોડ્યા પછી..પપ્પા ની રાજકીય માથાકૂટ માં હત્યા થઈ.. હું બરબાદ થઈ ગયો મારા સંજોગો બદલાણા એટલે નેતાઓએ મારાથી અંતર બનાવી દીધું...ગામ માં દારૂડીયો અને જુગારી કહી લોકો મને અપમાનિત કરી ઘર ના દરવાજા બંધ કરવા લાગ્યા... મોટા ભાઈ, હું થાકી ગયો છું..હિંમત હારી ગયો છું....મારે હવે જીવવું નથી. મને મારા કર્મ ની સજા ભોગવવા એકલો મૂકી દયો. મેં માથે હાથ ફેરવી કીધું અરે નાનીયા હિંમત ન હાર જાગ્યા ત્યાર થી સવાર પ્રવીણ તારી આ દશા અને દિશા માટે ફક્ત રાજકીય નેતાઓ જ જવાબદાર છે...શેરડી ના રસ માંથી રસ કાઢી કુચો ફેંકી દે તેમ તને અને પપ્પા ને સ્વાર્થ પૂરો થતાં ફેંકી દીધા.. ચિંતા ન કરતો...મહેનત થી કમાવું હોય તો મારી પાસે ઘણા વિકલ્પ છે...હોસ્પિટલેથી તું સીધો આપણા ઘરે આવે છે..પણ એક વાત યાદ રહે..રાજકીય ચર્ચા કે રાજકીય વ્યક્તિઓને મારા ઘરમાં સ્થાન નથી.. અરે મોટા ભાઈ...આટલી સ્વાર્થી કાચીંડા જેવી જમાત નો એક વખત નો અનુભવ મારા માટે પૂરતો છે.. ચલ તું આરામ કર .. મારે અગત્યના કામથી ઓફિસે જવું પડે તેવું છે.. પ્રવીણ મારી ટાઈ પકડી બોલ્યો વટ પડે છે મોટા ભાઈ તમારો... મોટાભાઈ રાજકીય પક્ષ ના ગળે ખેસ કે પટ્ટો બાંધવા થી મેં કંઈ પ્રાપ્ત ન કર્યું...તેના કરતાં તમારી સલાહ યોગ્ય સમયે માની હોત તો આજે આ દિવસ જોવાના ન આવ્યા હોત હું બંધ આંખ કરી બોલ્યો હૈ ઈશ્વર મુસીબત સમયે તારું ટાંકણૂ ખૂબ વાગ્યું હતું મારા અંતરમાં, પણ..નહોતી ખબર તું મુજ પથ્થરને 'શિલ્પ' બનાવી રહ્યો છે.. જો હું પણ આ પ્રવીણ ની જેમ રાજકીય નેતાઓ ના "ચક્રવ્યૂહ" માં ફસાયો હોત મારી દશા અને દિશા પણ પ્રવીણ જેવી જ હોત.....હે ઈશ્વર તારો ખૂબ આભાર…
ચક્રવ્યૂહ…. પાર્થિવ નાણાવટી ડ્રાઇવરે કાર ને બ્રેક મારી કાર ને બાજુ ઉપર ઉભી રાખી... મેં કાર ની બહાર જોયું ફૂટપાથ પાસે એકત્રિત ભીડ 108 બોલવો ની બુમ મારતા હતા...મારી ડ્રાઇવર ને સૂચના હતી મારામારી સિવાય કોઈ પણ જગ્યાએ માનવતા નું કાર્ય કરવાનું હોય ત્યાં કાર ઉભી રાખજે... ટોળા ને લોકો ભલે બદનામ કરે પણ ટોળા ની આગેવાની કોણ કરે છે એ મહત્વ નું છે જ્યારે રાજકીય નેતાઓ ટોળા ની આગેવાની કરતા હોય ત્યારે માનવતા ભૂલી હિંસક રીતે કોઈ નો પણ જીવ લેવા નો પ્રયત્ન થતા હોય છે.અને એ જ ટોળા ની આગેવાની કોઈ સંસ્કારી અને સમાજ સેવક વ્યક્તિ કરતો હોય ત્યારે એ જ ટોળું કોઈ નો જીવ બચાવવા નો પ્રયત્ન કરતું હોય છે. કોઈ ના ઘર ના દિપક બુઝાવવાનો નીચ પ્રયત્ન કરવા કરતા કોઈ ના ઘરના બુઝાતા દિપક માં તેલ પૂરવા નું કામ કરશો તો ઈશ્વર ખુશ થશે.. હે ઈશ્વર હું મારા કયા કર્મ ની સજા ભોગવી રહ્યો છું.. એવું ઘણી વખત સંસાર માં ઘણી વ્યક્તિ આવુ બોલતી હોય છે. પણ ખરાબ કર્મ કરતી વખતે અંધ બનેલ વ્યક્તિ ઈશ્વર ની અદાલત નો ન્યાય ભૂલી ગયો હોય છે.. મેં ટોળા ની અંદર નજર કરી તો ફૂટપાથ ઉપર બેહોશ થઈ ને પડેલ બીજો કોઈ નહિ મારો નાનો ભાઈ પ્રવીણ હતો.. વર્ષો થઈ ગયા તેને મળે...મારી આંખ ભીની થઇ મેલા ઘેલા કપડાં ..વધી ગયેલ માથા ના વાળ અને દાઢી, આંખે કાળા કુંડાળા.. ખરાબ સંગત ની પરકાષ્ઠા ના પરિણામ તેના ચહેરા ઉપર સ્પષ્ટ પણે દેખાતા હતા. જિંદગી જ્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે તમે એની મજાક ઉડાવો છો.. પણ જ્યારે જિંદગી તમારી મજાક ઉડાવવા નું ચાલુ કરે ત્યારે તમારા છોતરા કાઢી નાખે એ હું નજર સામે જોઈ રહ્યો હતો મેં પળ નો પણ વિલંબ કર્યા વગર 108 બોલાવી નજીક ની હોસ્પિટલ માં પ્રવીણ ને દાખલ કર્યો.... મેં હોસ્પિટલના રિસેપશન ઉપર ડિપોઝીટ ની રકમ જમા કરાવી, ડોકટર ને પૂછ્યું....શુ લાગે છે..ડોકટર સાહેબ ? ડોકટર બોલ્યા ભૂખ, ઊંઘ, થાક અને માનસિક હતાશા નું કારણ લાગે છે..ત્રણ ચાર દિવસ હોસ્પિટલ માં રાખવા પડશે..મેં મારું કાર્ડ આપી કીધું. હોસ્પીટલ.ના બિલ ની ચિંતા કરતા નહિ...હું રોજ આવતો રહીશ.. ડોકટર બોલ્યા... કળિયુગ માં માનવતા મરી પડી છે એવું લોકો કહે છે પણ મને એવું લાગતું નથી...આ પ્રવીણ ભાઈ સાથે ના તમારા સબંધ ? મેં ભીની આંખે કીધું સાહેબ સંબધોની માયાજાળમાં મને ન ફસાવો ..અત્યારે તો એક માનવતાનું કાર્ય સમજી તમે સારવાર કરો અને હું આર્થિક યોગદાન કરું એટલું જ એકબીજા માટે પૂરતું છે.. મેં ડ્રાઇવર ને કીધું..ભાઈ રમેશ કાર ને ઘર તરફ લઈ લે આજે ઓફિસે જવાની ઈચ્છા નથી. રસ્તામાં કારમાં બેઠા બેઠા પ્રવીણ નો ચહેરો અને મારો ભૂતકાળ સામે આવવા લાગ્યો ગામડા ગામ માં અમારો પરિવાર ટૂંકી આવક માં પણ શાંતિ અને આનંદ થી રહેતો હતો, ભણવામાં અમે બન્ને ભાઈ હોશિયાર હતા પણ ખબર નહિ અમારા પરિવાર ઉપર કોઈ ની નજર પડી..પપ્પા અચાનક રાજકીય પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા ધીરે ધીરે નેતાઓની સંગતમાં આવતા ગયા તેમ તેમ પપ્પા નું વાણી વર્તન વ્યવહાર બદલાતું ગયું..પપ્પા ની જિંદગી અને અમારા પરિવાર માટે નો આ એક દુઃખદ વળાંક હતો.... દિવસ આખો રાજકીય પક્ષ અને નેતાઓ ની ભાટાઈ અને ચાપ્લુશી કરવાની અને રાત પડે એટલે દારૂ જુગાર ની પાર્ટીઓ અને મહેફિલ યોજી...જીવન ને બરબાદી તરફ લઈ જવાની ભૂલ તેઓ કરતા હતા. આ પ્રવૃત્તિ ધીરે ધીરે બહાર ને બદલે ઘર માં ચાલુ થવા લાગી તેનો પ્રથમ શિકાર મારો નાનો ભાઈ પ્રવીણ બન્યો..એ પપ્પા સાથે જુગાર અને દારૂ પીવાની આદતે ચઢ્યો.. મેં અને માઁ એ તેને રોકવા ખૂબ પ્રયત્ન કર્યો પણ અમારા પ્રયત્ન નિષ્ફળ ગયા... એક વખત માઁ ઉપર હાથ ઉપાડવા જતા પપ્પાનો હાથ મેં પકડી કીધું. હવે તમે તમારી દરેક મર્યાદાઓ ઓળંગી રહ્યા છો..એક તો ઘર માં આવક આવતી બંધ થઈ મારી માઁ ના ઘરેણાં, ઘરના કિંમતી વાસણો ધીરે ધીરે તમે બધું વેચી નાખ્યું. હવે બાકી શું રહયું છે અમારા બન્ને નો જીવ ? અમારું ગળું દબાવી દયો એટલે વાત પૂરી એ દિવસે રાત્રે હું અને મારી માઁ ખૂબ રડ્યા .. મેં અને માઁ એ ઘર છોડવાનો અઘરો નિર્ણય લઈ લીધો.. ઘર છોડતા પહેલા મારા નાના ભાઈ ને પણ મેં બોલાવી ફરી સમજાવવા નો પ્રયત્ન કર્યો મેં કીધું..પ્રવીણ તારે ગળા માં કોઈ રાજકીય પક્ષ ના "પટ્ટા કે ખેસ" લટકાડી દુનિયા જીતી લીધી તેવો વહેમ મારી જીવન પસાર કરવું છે કે પછી ગળામાં "'ટાઈ" અને હાથ માં લેપટોપ સાથે ઈજ્જત થી જીવન જીવવું છે એ નક્કી કરી લેજે હું આ વાતવરણમાં લાબું નહિ રહી શકું...ભવિષ્ય માં તને એવું ન થાય કે મારા મોટા ભાઈએ મને સમજાવ્યો ન હતો.. પ્રવીણે સંપૂર્ણ રાજકીય નેતાઓનું શરણું સ્વીકારી લીધું હતું..તેને મારી વાત માં કોઈ રસ દાખવ્યો નહિ.. એક રાત્રે હું અને મારી માઁ પાંજરું તોડી ઉડયા..ફક્ત પાંખ ફફડાવતા આવડતું હતું પણ કઈ દિશામાં જવું એ નક્કી કરી શકતા ન હતા અમે ઉડી અને એક અજાણ્યા શહેર માં આવ્યા.
એસસી.ના છેલ્લાં વર્ષની યુનિવર્સિટી એક્ઝામમાં અયન અને અલિશાના એકસરખા માર્ક્સ આવ્યા.. ! અલિશાએ અયનને પૂછ્યું... ‘હવે તારી ઇચ્છા શું કરવાની છે...? મારે તો એમ. એસસી. અને પછી ડોક્ટરેટ કરવું છે....’ ‘મારે સિવિલ સર્વિસિઝમાં જવાની ઇચ્છા છે. જો કે, એની તૈયારી માટે મારે કોચિંગ ક્લાસમાં જોડાવું પડશે જેની ફી…’ અયનના ચહેરા ઉપર ચિંતા ઊપસી આવી.... ‘બસ હવે, તારે ચાંપલાશ કરવાની જરૂર નથી. તને ખબર છે કે આટલાં વર્ષ સુધી તારી ફી કોણે ભરી છે. એ વાત અમે ક્યારેય યાદ નથી કરતાં, તું પણ યાદ ન રાખતો. અહીંથી આપણા ભણવાના રસ્તાઓ જુદા પડે છે પણ દોસ્તીનો માર્ગ એક જ દિશાનો રહેશે. મળતાં રહીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ....’ બંનેનાં સપનાંઓ સાકાર થયાં. અયન આઇ. એ. એસ. બની ગયો. અલિશા કેમિસ્ટ્રીમાં પીએચ. ડી. પૂરું કરીને એના પપ્પાના કેમિકલના બિઝનેસમાં જોડાઇ ગઇ. બંનેએ જિંદગીનો એક મહત્ત્વનો પડાવ પૂર્ણ કર્યો હતો. હવે લગ્નનો બીજો પડાવ આવી ઊભો હતો. બંનેની જોડી બધી જ રીતે જામતી હતી. બંનેનાં મમ્મી-પપ્પાઓએ પણ કહી દીધું હતું.... ‘તમારે શું કરવું તે તમારે નક્કી કરવાનું છે....’ એક દિવસ અયન અને અલિશા મળ્યાં. લગભગ આઠેક કલાક સાથે રહ્યાં. રેસ્ટોરાંમાં જમ્યાં. કારમાં લોંગ ડ્રાઇવ પર ગયાં. ખૂબ ચર્ચા કરી. અયને પોતાનું મંતવ્ય રજૂ કર્યું... ‘અલિશા, હું માનું છું કે કોઇ પણ બે વ્યક્તિઓ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો હોય છે, જે આપણી વચ્ચે તે દિવસથી આરંભાયો હતો, જ્યારે તારાથી મારું બનાવેલું માટીનું ઘર તૂટી ગયું હતું. એ દિવસથી આજ સુધી તેં અને તારા ફેમિલીએ મારું ઘર બનાવવાનું પવિત્ર કાર્ય પૂરું કર્યું છે. હું નથી ઇચ્છતો કે આપણે લગ્નનો થપ્પો મારીને જગતના સર્વોત્તમ સંબંધને એક સ્ટેપ જેટલો નીચે ઉતારીએ. મેં મારી જિંદગીમાં એવું દંપતી નથી જોયું જે પતિ-પત્નીને બદલે ફ્રેન્ડ્ઝ બનીને સાથે રહેતાં હોય. એવો દાવો કરનારા કંઇકને જોયા છે. આપણે બંને બેમાંથી એક બનવાનો દંભ કરવાને બદલે ચાર બનવાનો સફળ પ્રયોગ કરીશું. હું અને મારી પત્ની, તું અને તારો પતિ મળીને આપણે ચાર સારા મિત્રો બનીશું. એ માટે આપણે પાત્રો પણ એવાં પસંદ કરીશું જે મિત્રતાની વ્યાખ્યા સમજતાં હોય. તું શું કહે છે...?’ ‘હું પણ તને આવું જ કહેવાની હતી, અયન. મેં તને આટલાં વર્ષો સુધી મારા બેસ્ટ ફ્રેન્ડના રૂપે જોયો છે, હવે મારે તને પતિના રૂપમાં જોવો નથી. અત્તરને જ્યારે એક શીશીમાંથી બીજી શીશીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે એની થોડીક સુગંધ ઊડી જાય છે. મૈત્રીનું પણ એવું જ હોય છે.’ ~ રણમાં ખીલ્યું ગુલાબ..
~લેખક: ડૉ. શરદ ઠાકર ચાર વર્ષનો અયન એના ઘરની પાસે આવેલા પબ્લિક ગાર્ડનમાં રમી રહ્યો હતો. ત્યાં બીજાં બાળકો પણ રમતાં હતાં. બાળકોની રમતમાં બીજું શું હોય...? બગીચાની ભીની માટીમાંથી ભારે મહેનત કરીને અયન નાનું એવું કુબા જેવડું ઘર બનાવી રહ્યો હતો. ત્યાં સાત-તાળી રમતી ટોળીમાંથી એક છોકરી દોડી આવી અને માટીના ઘરને લાત મારીને ચાલી ગઇ. આમાં છોકરીનો કોઇ વાંક ન હતો, પણ અયનની તો સપનાંની હવેલી ધરાશાયી થઇ ગઇને...! અયને ભેંકડો તાણ્યો. બાજુમાં બેસીને આ બધું જોઇ રહેલાં પેલી છોકરીનાં મમ્મી અયનને છાનો રાખવાના પ્રયત્નો કરવા લાગ્યાં. જાજરમાન શેઠાણી જેવી એ મહિલાની મીઠી વાણી સાંભળીને અયન રડતો બંધ થઇ ગયો, પણ પેલી છોકરી પ્રત્યેનો એનો ગુસ્સો યથાવત્ હતો... ‘આન્ટી, તમે એ છોકરીને મારો....’ શેઠાણી જેવાં આન્ટી હસી પડ્યાં... ‘બેટા, એ મારી દીકરી અલિશા છે. એણે જાણીજોઇને આવું નથી કર્યું, પણ તું કહે છે માટે હું એને ઠપકો આપું છું. અલિશા, કમ હિયર....’ બાર્બી ડોલ જેવી નાજુક અને સુંદર દેખાતી અલિશા દોડી આવી. એની મમ્મીએ કશી જ પૂર્વભૂમિકા બાંધ્યા વગર એને સૂચના આપી.... ‘ભૂલ-ભૂલમાં તારાથી આ બોયનું હાઉસ તૂટી ગયું. સે સોરી ટુ હિમ....’ અલિશાએ મીઠું હસીને કહી દીધું... ‘આઇ એમ સોરી....’ પછી એણે મમ્મીની આજ્ઞા પૂછી.... ‘મે આઇ ગો નાઉ....?!’ ‘હા, પણ તારા આ ન્યૂ ફ્રેન્ડને સાથે નહીં લઇ જાય..? એ એકલો રમી રહ્યો છે....’ મમ્મીએ આટલું કહીને અયનની સામે જોયું.... ‘બેટા, આજથી તું અને અલિશા ફ્રેન્ડ્ઝ. તારું નામ શું છે...?’ અયનને તો એ દિવસે જિંદગીની પહેલ-વહેલી ગર્લફ્રેન્ડ મળી. ગર્લફ્રેન્ડ એટલે આજના સમયમાં જે અર્થમાં ગણાય છે એવી જી. એફ. નહીં, પણ અલિશા છોકરી હતી માટે ગર્લ અને એની મિત્ર બની માટે ફ્રેન્ડ. સાંજ પૂરી થવા આવી. બાળકો એમના વાલીઓ સાથે ઘર તરફ જવા લાગ્યાં. અલિશા એની મમ્મીની સાથે કારમાં બેસીને ચાલી ગઇ. અયન પગે ચાલીને બાજુમાં આવેલા પોતાના નાનકડા મકાન તરફ રવાના થયો. ઘરે પહોંચીને તેણે માતા-પિતા સમક્ષ સાંજની ઘટનાનું વર્ણન કર્યું. પછી પોતાની મૂંઝવણ પણ રજૂ કરી દીધી.. ‘પપ્પા, એ છોકરી અને એની મમ્મી વાતો કરતાં હતાં એમાંથી બધું મને સમજાતું નહોતું. એ લોકો થોડુંક આપણે બોલીએ છીએ એવું બોલતાં હતાં અને થોડુંક…’ ‘બેટા, એ લોકો કદાચ અંગ્રેજીમાં બોલતાં હશે. તે જે વર્ણન કર્યું એ પરથી મને લાગે છે કે અલિશાના પપ્પા ખૂબ શ્રીમંત હશે, એટલે દીકરીને એમણે અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી હશે....’ ‘પપ્પા, શ્રીમંત એટલે શું...? અંગ્રેજી માધ્યમ કોને કહેવાય...? હું જે બાલમંદિરમાં જાઉં છું એ અંગ્રેજી…’ અયનના પ્રશ્નો ખૂટતા ન હતા અને એના પપ્પાની ધીરજ પણ અખૂટ હતી. આખરે એ શિક્ષક ખરાને..! સંતાનોના સવાલોને ઉડાવી ન દેવાય એવો એમનો સિદ્ધાંત હતો. સતત પંદર દિવસ સુધીની ગાર્ડન-ફ્રેન્ડશિપ પછી એક દિવસ અલિશાની મમ્મી કારમાં બેસીને અયનનાં મમ્મી-પપ્પાને મળવા માટે આવી પહોંચી. પ્રાથમિક વાતચીત પછી એણે પ્રસ્તાવ મૂક્યો... ‘તમારો દીકરો બ્રિલિયન્ટ છે. એની ઇચ્છા અંગ્રેજી શીખવાની છે. એને અલિશા ભણે છે એ પ્રી-સ્કૂલમાં એડમિશન અપાવી દો. ત્યાંની ફી ખૂબ વધારે છે પણ તમે એની ચિંતા ન કરશો. મારા હસબન્ડ એ સ્કૂલની કમિટીના મેમ્બર છે. સ્પેશિયલ કેસ તરીકે અયનની ફી માફ કરી દેવાની વ્યવસ્થા થઇ જશે. અમારો બંગલો તમારા મકાનની પાછળ જ છે. રોજ ડ્રાઇવર તમારા ઘર પાસેથી જ અલિશાને લઇને સ્કૂલ તરફ જાય છે. અયનને પણ લઇ જશે. તમારે ફક્ત યુનિફોર્મનો ખર્ચ…’ બે જોડી યુનિફોર્મનો ખર્ચ તો પરવડે એવો હતો. અયન મોજમાં આવી ગયો. ભાડાના મકાનમાં રહીને શિક્ષક-પુત્ર એની શ્રીમંત ફ્રેન્ડના પ્રતાપે રાતોરાત ‘અપગ્રેડ’ થઇ ગયો. બે ટર્મ્સના અંતે અયનને ‘બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ...’નો એવોર્ડ આપવામાં આવ્યો. એ ખુશ હતો. એના કરતાં એનાં મમ્મી-પપ્પા વધારે ખુશ થયાં અને એનાથી વધુ ખુશ અલિશા હતી. એ તો બધાને કહેતી ફરતી હતી : ‘માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ....’ હવે આગળ શું કરવું એ પ્રશ્ન આવી ઊભો અને ત્યારે ફરીથી અયનના ઘર બહાર આવી ઊભી અલિશાની કાર. અલિશાની મમ્મીએ સારી એવી મહેનત કરીને અયનના પિતાને મનાવી લીધા... ‘મયંકભાઇ, જે સ્કૂલમાં મારી દીકરી ભણશે એ જ સ્કૂલમાં તમારો દીકરો ભણશે. હવે જે શાળામાં એડમિશન લેવાનું છે ત્યાંના ટ્રસ્ટીઓ પણ અમને ખૂબ સારી રીતે ઓળખે છે. બધી વ્યવસ્થા થઇ જશે. અયનના કારણે તો મારી અલિશા હોમવર્કમાં ધ્યાન આપવા લાગી છે....’ અયન અને અલિશા ક્લાસરૂમની બહાર ગાઢ મિત્રો હતાં, પણ ક્લાસરૂમની અંદર કટ્ટર હરીફો બની જતાં હતાં. જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય તે દિવસે બંને વચ્ચે ‘કિટ્ટા’ થઇ જતી હતી. પહેલો અને બીજો નંબર એ બંનેનો જ રહેતો હતો, પણ ક્યારેક અયન ફર્સ્ટ આવતો તો ક્યારેક અલિશા. બીજા દિવસે પાછા બંને વચ્ચે બુચ્ચાં થઇ જતા હતા. આ રીતે પૂરા પંદર વર્ષ અયન અને અલિશા ભેગાં ભણ્યાં. શાળા પણ એક જ, કોલેજ પણ એક જ અને ક્લાસરૂમ પણ એક જ. વિધાતાનું વિધાન જુઓ. બી.
без подписи
બાબા અર્જુને તેને પ્રેમથી ઊભો કર્યો, તેનો ખભો થાબડ્યો અને હસતા ગંભીર અવાજે કહ્યું: > "દીકરા, હથિયાર અને ટેક્નોલોજી ગમે તેટલી નવી આવી જાય, પણ જે આંખ હવામાં વહેતા પવનના શ્વાસને ન સમજી શકે અને જે હૃદય પોતાના હથિયાર સાથે ન જોડાય, તે ક્યારેય સાચો સ્નાઈપર બની શકતો નથી. કમ્પ્યુટર ગણતરી આપી શકે છે, પણ વિજય તો લડવૈયાનો અનુભવ અને તેનો જુસ્સો જ અપાવે છે." > ત્યાં હાજર તમામ જવાનો, ઓફિસરો અને કમાન્ડન્ટે ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ભારત માતાના આ મહાન સપૂતને સલામી આપી. પોખરણની રેતી પણ જાણે એ મહાવીરના ચરણોને સ્પર્શીને ધન્ય થઈ ગઈ હતી. *(વાર્તા પૂર્ણ)* #facebookpost viral #FacebookPage
જિપ હજી પૂરી ઊભી પણ નહોતી રહી કે તેમાંથી યુનિટના કમાન્ડન્ટ કર્નલ રાજીવ શર્મા અને આર્મરી સુબેદાર મેજર હાંફતા-હાંફતા બહાર કૂદ્યા. વિક્રમને લાગ્યું કે કમાન્ડન્ટ સાહેબ આ બુઢ્ઢાને સજા આપવા માટે પોતે આવ્યા છે. તેણે તરત જ આગળ વધીને સેલ્યુટ ઠોકી અને ગર્વથી કહ્યું, "સર! આ માણસ પરવાનગી વગર આપણી લાઈવ ફાયરિંગ રેન્જમાં ઘૂસી આવ્યો છે અને આપણા જવાનોનો સમય બગાડી રહ્યો છે. હું આને હમણાં જ બહાર..." "ચૂપ રહો, સુબેદાર વિક્રમ! એક શબ્દ પણ આગળ ન બોલતા!" કર્નલ શર્માનો અવાજ આખી રેન્જ પર વીજળીની જેમ ગાજ્યો. વિક્રમ જ્યાં હતો ત્યાં જ થીજી ગયો. ત્યાર પછી જે દ્રશ્ય સર્જાયું તેણે ત્યાં હાજર તમામ જવાનોના હોશ ઉડાવી દીધા. કમાન્ડન્ટ કર્નલ શર્મા અને સુબેદાર મેજરે પોતાની ટોપી સરખી કરી, એકબીજાની બાજુમાં ઉભા રહ્યા અને પોતાના હાથ કાન સુધી લઈ જઈને એ ધોતી-કુર્તાવાળા 82 વર્ષના વૃદ્ધને અત્યંત આદર સાથે 'ક્વાર્ટર ગાર્ડ' જેવી કડક અને શાહી સેલ્યુટ ઠોકી. કર્નલ શર્માનો અવાજ ગર્વ અને આદરથી ધ્રૂજી રહ્યો હતો, તેમણે પોતાના જવાનો તરફ ફરીને કહ્યું: > "જવાનો! જેને તમે એક સામાન્ય માળી કે બુઢ્ઢો સમજીને અપમાનિત કરી રહ્યા છો, તે કોઈ સાધારણ માણસ નથી. આ આપણી ભારતીય સેનાના ગૌરવ, નિવૃત્ત સુબેદાર મેજર અને ઓનરરી કેપ્ટન અર્જુન સિંહ રાઠોડ છે... મહાવીર ચક્ર વિજેતા!" > આખું મેદાન એકદમ શાંત થઈ ગયું. વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. કર્નલે આગળ કહ્યું, "1971ના યુદ્ધમાં જ્યારે આપણી આખી પલટન કાશ્મીરના બરફીલા પહાડોમાં દુશ્મનોથી ઘેરાઈ ગઈ હતી અને આપણી પાસે મદદ પહોંચી શકે તેમ નહોતી, ત્યારે આ 'લેજન્ડરી સ્નાઈપર' એ માઈનસ ડિગ્રી તાપમાનમાં, ભૂખ્યા-તરસ્યા રહીને સતત 48 કલાક સુધી મોરચો સંભાળ્યો હતો. તેમણે પોતાની આ જ જૂની રાઈફલથી દુશ્મનના 22 સ્નાઈપર્સને એકલા હાથે ઢેર કર્યા હતા અને આપણા 14 જવાનોના જીવ બચાવ્યા હતા. સેનાના શૂટિંગ મેન્યુઅલમાં આજે પણ તેમની ટેકનિક ભણાવવામાં આવે છે!" સુબેદાર વિક્રમનો અહંકાર પળભરમાં ચકનાચૂર થઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેના હાથ ધ્રૂજવા લાગ્યા. બાબા અર્જુને હળવું સ્મિત કર્યું. તેમની આંખોમાં કોઈ ક્રોધ નહોતો, બસ એક વડીલ જેવી ગંભીરતા હતી. તેમણે કર્નલ રાજીવના ખભા પર હાથ મૂક્યો—જે ક્યારેક તેમની જ નીચે સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા હતા—અને કહ્યું, "રાજીવ બેટા, આ તારા જવાનો પાસે મશીનો તો બહુ સરસ છે, પણ આ મશીનો પવનની ભાષા નથી સમજી શકતા." તેમણે પોતાની જૂની રાઈફલ તરફ જોયું અને પૂછ્યું, "શું આ બુઢ્ઢાને આજે એક ગોળી ચલાવવાની પરવાનગી મળશે?" કર્નલ શર્માએ ગર્વથી માથું નમાવ્યું અને કહ્યું, "સર, આ રેન્જ, આ જવાનો અને આ હથિયાર બધું જ તમારું છે. કૃપા કરીને આ નવી પેઢીને બતાવો કે અસલી નિશાનેબાજી શું હોય છે." 82 વર્ષના અર્જુન સિંહ રાઠોડ ધીમેથી આગળ વધ્યા. તેમણે કોઈ કમ્પ્યુટર ન જોયું, કોઈ વિન્ડ મીટર ચેક ન કર્યું. તેઓ પોખરણની એ ધગધગતી રેતી પર પેટના બળે સૂઈ ગયા. જે ક્ષણે તેમનું શરીર જમીનને અડ્યું, તે જ ક્ષણે તેમની ઉંમર જાણે ગાયબ થઈ ગઈ. તેમનું શરીર એક પથ્થરની જેમ સ્થિર થઈ ગયું. તેમણે પોતાની આંખો ઝીણી કરી. હવામાં ઉડતી રેતીની દિશા જોઈ, દૂર બાવળના પાંદડાની હિલચાલ નોંધી અને ટાર્ગેટ પાસેના લાલ ઝંડાને ધ્યાનથી જોયો. તેમણે મનમાં જ ગણતરી કરી: *'પહેલો પવન અહીંથી પૂર્વ તરફ છે, બીજો પવન અધવચ્ચે પશ્ચિમ તરફ ફંટાય છે, અને ટાર્ગેટ પાસે ત્રીજો પવન ગોળ ઘૂમરી ખાય છે...'* તેમણે આધુનિક સ્કોપ વગર, પોતાની જૂની રાઈફલના લોખંડી નિશાનને ટાર્ગેટથી થોડું ડાબી અને ઉપરની તરફ સેટ કર્યું. આખી રેન્જ પર એવી શાંતિ હતી કે દરેક વ્યક્તિ પોતાના શ્વાસ રોકીને ઊભો હતો. બાબાએ શ્વાસ છોડ્યો, હૃદયના ધબકારાની વચ્ચે એક સેકન્ડનો વિરામ લીધો... અને ટ્રિગર દબાવ્યું! ધાંય!! જૂની રાઈફલમાંથી નીકળેલી ગોળીએ મે મહિનાની ગરમ હવાને ચીરી નાખી. આખો વિસ્તાર એ અવાજથી ગુંજી ઉઠ્યો. 1,650 મીટર દૂર... ટેલિસ્કોપ પર નજર રાખીને બેઠેલા સ્પોટર લાન્સ નાયક રોહિતના શ્વાસ થંભી ગયા. તે થોડી સેકન્ડો સુધી જોતો રહ્યો, પછી તે ખુશીથી કૂદી પડ્યો અને વાયરલેસ પર જોરથી બૂમ પાડી: "બુલ આઈ!! સર, બરાબર વચ્ચે... લોખંડની પ્લેટના બરાબર મધ્યમાંથી બે ટુકડા થઈ ગયા છે! ડાયરેક્ટ હિટ!" આ સાંભળીને આખી સ્નાઈપર ટીમના મોં ખુલ્લા રહી ગયા. નવી ટેક્નોલોજી, બેલેસ્ટિક કમ્પ્યુટર અને વિદેશી રાઈફલો જે કામ સવારથી નહોતી કરી શકી, તે આ 82 વર્ષના વીરે માત્ર પોતાના અનુભવ અને દેશી અંદાજથી એક જ ઝાટકે કરી બતાવ્યું. સુબેદાર વિક્રમની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. તે દોડીને બાબા અર્જુનના પગમાં પડી ગયો અને ધ્રૂજતા અવાજે બોલ્યો, "મને માફ કરી દો, સર. મારો અહંકાર આંધળો થઈ ગયો હતો. મેં ટેક્નોલોજીના ઘમંડમાં અનુભવનું અપમાન કર્યું."
## 82 વર્ષના વૃદ્ધને ફાયરિંગ રેન્જમાંથી ધક્કો મારીને હટાવવામાં આવ્યા, બધાએ તેમને સામાન્ય માળી સમજ્યા… પણ જ્યારે કમાન્ડરે તેમનો અસલી હોદ્દો જણાવ્યો, આખી યુનિટના શ્વાસ અધ્ધર થઈ ગયા ### ભાગ 1: ગોળીબારના મેદાનમાં 82 વર્ષના વૃદ્ધને બધાની સામે ધક્કો મારીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને તે જ ક્ષણે આખી રેન્જ પર એવી શાંતિ છવાઈ ગઈ જાણે કોઈએ પવનનું ગળું દબાવી દીધું હોય. રાજસ્થાનના પોખરણ નજીક સેનાની સ્પેશિયલ શૂટિંગ રેન્જ પર મે મહિનાની ગરમી આગની જેમ વરસી રહી હતી. દૂર-દૂર સુધી રેતી, પથ્થર, ઝાડીઓ અને પવનના ભટકતા લહેરખાં હતાં. ભારતીય સેનાની પેરા સ્પેશિયલ ફોર્સિસની સ્નાઈપર ટીમ સવારથી 1,650 મીટર દૂર રાખેલી લોખંડની નાની પ્લેટ પર નિશાન સાધવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દરેક ગોળી કાં તો જમણી તરફ નીકળી જતી અથવા લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં જ રેતી ઉડાડી દેતી. પ્રશિક્ષક (ઇન્સ્ટ્રક્ટર) સુબેદાર વિક્રમ ચૌહાણનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો. તેના કાંડા પર મોંઘું બેલેસ્ટિક કોમ્પ્યુટર બાંધેલું હતું, બાજુમાં ડિજિટલ વિન્ડ મીટર રાખેલું હતું, અને તેના જવાનો પાસે નવી પેઢીની વિદેશી સ્નાઈપર રાઈફલો હતી. તેમ છતાં, લક્ષ્ય જાણે તેમની મજાક ઉડાવી રહ્યું હતું. એ જ સમયે ફાયરિંગ લાઈનની પાછળ એક દૂબળો-પાતળો વૃદ્ધ માણસ ઉભો હતો. તેમનું નામ અર્જુન સિંહ રાઠોડ હતું. તેઓ જૂના ભૂખરા રંગના કુર્તા, ધૂળથી ભરેલી ધોતી અને ઘસાયેલા ચંપલમાં હતા. માથા પર ફિક્કી પાઘડી, ચહેરો કરચલીઓથી ભરેલો અને હાથમાં કપડામાં લપેટેલી એક લાંબી વસ્તુ હતી. રેન્જની આસપાસના લોકો તેમને માત્ર "બાબા અર્જુન" કહીને બોલાવતા હતા, કારણ કે તેઓ કેટલાય વર્ષોથી ત્યાં છોડવાઓને પાણી પાતા, તૂટેલા પથ્થરો હટાવતા અને ક્યારેક-ક્યારેક કેન્ટીનની પાછળ ચૂપચાપ બેસીને ચા પીતા જોવા મળતા હતા. વિક્રમે તેમની સામે ઘૂરતા કહ્યું, "ઓય બાબા, આ કોઈ ગામનું ખેતર નથી. આ લાઈવ ફાયર રેન્જ છે. અહીં ભૂલની કોઈ જગ્યા નથી હોતી. તરત જ બહાર જાઓ." અર્જુન સિંહે તેની તરફ જોયું પણ નહીં. તેમની નજર દૂર રેતી ઉપર ધગધગતી ગરમી, બાવળની ડાળીઓ અને ટાર્ગેટ પાસે લાગેલા લાલ ઝંડા પર હતી. તેમણે શાંત અવાજે કહ્યું, "આજે પવન સીધો નથી ચાલી રહ્યો દીકરા. અહીં 1 પવન નહીં, 3 પવન છે." કેટલાક જવાનોએ એકબીજા સામે જોયું. સવારથી આ જ વાત તેમને પરેશાન કરી રહી હતી, પણ કોઈ બોલવાની હિંમત નહોતું કરી રહ્યું. વિક્રમ હસ્યો, પણ તેના હાસ્યમાં અપમાન હતું. "3 પવન? અમારી પાસે મશીન છે, ડેટા છે, સોફ્ટવેર છે. અમને કોઈ વૃદ્ધની દેશી સલાહ નથી જોઈતી." અર્જુને ધીમેથી કપડું ખોલ્યું. અંદરથી જૂના લાકડા અને સ્ટીલની રાઈફલ નીકળી. તેનો બટ્ટ (પાછળનો ભાગ) કાળો પડી ગયો હતો, કેટલીક જગ્યાએ ઊંડા ડાઘ હતા, અને ઉપર લાગેલો જૂનો સ્કોપ આજની ચમકતી ટેક્નોલોજી સામે કોઈ મ્યુઝિયમની વસ્તુ જેવો લાગતો હતો. વિક્રમે આંગળી ચીંધીને કહ્યું, "આ ભંગાર લઈને તમે 1,650 મીટર નિશાન લગાવશો? બાબા, આ રાઈફલ તમારી સાથે-સાથે રિટાયર થઈ ચૂકી છે." જેવો તેણે રાઈફલના લાકડા પર પડેલા ઊંડા ઘા ને સ્પર્શ કર્યો, અર્જુનની આંખો સામેથી પળભર માટે પોખરણની રેતી ગાયબ થઈ ગઈ. તેમને કાશ્મીરનો બરફીલો ઢોળાવ દેખાયો, જ્યાં તેઓ 19 વર્ષના યુવાન હતા, પેટના બળે પથ્થરો વચ્ચે પડેલા હતા. સામે દુશ્મનની મશીનગન પોસ્ટ હતી. જો તેઓ ચૂકી જાત, તો નીચે ફસાયેલા 14 ભારતીય જવાનો ક્યારેય પાછા ન ફરત. વર્તમાનમાં પાછા આવીને અર્જુને માત્ર એટલું જ કહ્યું, "આ ભંગાર નથી. આ મારા શ્વાસ જેટલી જ જૂની છે." વિક્રમના અહંકારને હવે ઠેસ પહોંચી હતી. તેણે આગળ વધીને અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને દાંત કચકચાવીને બોલ્યો, "બસ હવે બહુ થયું. રાઈફલ નીચે મૂકો, નહીંતર મિલિટરી પોલીસ બોલાવીને જેલમાં પુરાવી દઈશ." પાછળ ઉભેલો લાન્સ નાયક રોહિત યાદવ ધ્રૂજી ઉઠ્યો. તેણે પહેલીવાર બાબા અર્જુનની આંખોમાં એ ઠંડક જોઈ, જે કોઈ ડરપોક માણસની નહીં, પણ ઘણું બધું સહન કરી ચૂકેલા માણસની હોય છે. રોહિત ચૂપચાપ પાછળ હટ્યો, ટ્રકની ઓથમાં ગયો અને ફોન લગાવ્યો. "આર્મરી સુબેદાર મેજર સાહેબ," તેણે ગણગણાટ કરતા (ફૂસફૂસાવીને) કહ્યું, "રેન્જ પર પેલા ઘરડા બાબા આવ્યા છે... તેમની પાસે જૂની 7.62 રાઈફલ છે... સુબેદાર વિક્રમ તેમની ધરપકડ કરાવવાના છે." બીજી તરફ થોડી સેકન્ડો સુધી શાંતિ રહી. પછી એક ભારે અવાજ આવ્યો, "શું નામ કહ્યું?" "અર્જુન સિંહ રાઠોડ." ફોનની બીજી બાજુ શ્વાસ થંભી ગયા. "કોઈને પણ તેમને અડવા ન દેતા. કમાન્ડન્ટ સાહેબને જાણ કરું છું. ત્યાં જ ઉભા રહો." 82 વર્ષના વૃદ્ધને ફાયરિંગ રેન્જમાંથી ધક્કો મારીને હટાવવામાં આવ્યા... ### ભાગ 2: રેન્જ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. સુબેદાર વિક્રમનો હાથ અર્જુન સિંહના ખભા પર હતો અને તે તેમને ધક્કો મારીને બહાર કાઢવા જ જઈ રહ્યો હતો, ત્યાં જ દૂરથી ધૂળની ડમરીઓ ઉડાડતી કમાન્ડન્ટની સરકારી જિપ અત્યંત સ્પીડમાં આવતી દેખાઈ.
થોડા અઠવાડિયા પછી જન્માષ્ટમીનો સમય હતો. કવિનના દાદી ગામડેથી આવ્યા હતા. ઘરમાં રોશની હતી, મીઠાઈઓ બની રહી હતી. સાંજે આખો પરિવાર સાથે બેસીને જૂના ફોટો આલ્બમ જોઈ રહ્યો હતો. કવિન પોતાના રૂમમાં બેસીને એક લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યો હતો, જેમાં તેનો ફેવરિટ ગેમર રમી રહ્યો હતો. અચાનક, વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આખા વિસ્તારની વીજળી ડૂલ થઈ ગઈ. વાઇ-ફાઇ રાઉટર બંધ થઈ ગયું. કવિનના ફોનનું નેટવર્ક પણ જતું રહ્યું. "અરે યાર! આ લાઇટ પણ અત્યારે જ જવાની હતી!" કવિન અકળાઈને રૂમની બહાર આવ્યો. ડ્રોઇંગ રૂમમાં મીણબત્તીનો હળવો પ્રકાશ પથરાયેલો હતો. સમીરભાઈ, નેહાબેન અને દાદી સોફા પર બેઠા હતા. કવિન કંઈક બોલવા જતો હતો, ત્યાં જ તેણે પોતાના પિતાનો અવાજ સાંભળ્યો. અવાજમાં એક અજબની થાક અને ભારોભાર નિરાશા હતી. "બા," સમીરભાઈ ધીમા અવાજે દાદીને કહી રહ્યા હતા, "મને સમજ નથી પડતી કે અમે ક્યાં ભૂલ કરી ગયા. અમે કવિનને દુનિયાની દરેક ખુશી આપવા માંગતા હતા. પણ આજે પરિસ્થિતિ એવી છે કે મારો દીકરો મારી સામે બેઠો હોય, તો પણ મને લાગે છે કે જાણે તે હજારો માઈલ દૂર કોઈ અજાણી દુનિયામાં છે. એની આંખોમાં હવે અમારા માટે કોઈ સ્નેહ નથી દેખાતો, બસ એક કોરી સ્ક્રીન દેખાય છે. ક્યારેક તો એમ થાય છે કે આ ટેક્નોલોજીએ મારા દીકરાને મારાથી છીનવી લીધો છે." નેહાબેન ચુપચાપ પોતાના આંસુ લૂછી રહ્યા હતા. દાદીએ સમીરભાઈના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "બેટા, સમય બધું સાચું કરી દેશે. છોકરો સમજદાર છે, ક્યારેક એને પોતાની મેળે જ ઠોકર વાગશે ત્યારે સમજાશે." અંધારામાં ઊભેલો કવિન આ સાંભળીને થીજી ગયો. તેણે પહેલીવાર પોતાના પિતાને આટલા નબળા અને તૂટેલા જોયા. જે પિતા આખી દુનિયા સામે અડીખમ ઊભા રહેતા, તે પોતાના દીકરાથી દૂર થવાના ડરથી રડી રહ્યા હતા. કવિનને ગળામાં ડૂમો બાઝી ગયો. તેણે પોતાના હાથમાં પકડેલા ફોન સામે જોયું. કાળી, નિર્જીવ સ્ક્રીન. વીજળી ગઈ એટલે પેલી 'માયાવી દુનિયા' ગાયબ થઈ ગઈ. પેલા હજારો ઓનલાઇન 'મિત્રો' અત્યારે ક્યાં હતા? જ્યારે તેનું મન ભારે હતું, ત્યારે તેને સાચવનાર કોઈ નહોતું. પણ સામે, મીણબત્તીના અજવાળામાં બેઠેલા એ બે જીવ - તેના માતા-પિતા - જેમને તેણે વારંવાર અપમાનિત કર્યા હતા, દૂર હડસેલ્યા હતા, તે હજુ પણ માત્ર ને માત્ર તેના જ ભવિષ્ય અને તેની જ ચિંતામાં રડી રહ્યા હતા. ડિજિટલ દુનિયાનો મોહ અચાનક એક કાચની જેમ તૂટી ગયો. લાઈક્સ, ફોલોઅર્સ અને કમેન્ટ્સનું બખ્તર ભેદાઈ ગયું. કવિન ધીમેથી ચાલીને સોફા પાસે ગયો. અવાજ સાંભળીને સમીરભાઈ અને નેહાબેને ઊંચે જોયું. કવિને પોતાના હાથમાંથી ફોન ટેબલ પર મૂકી દીધો. "પપ્પા..." કવિનનો અવાજ ધ્રૂજતો હતો. તે નીચે બેઠો અને તેણે સમીરભાઈના હાથ પકડી લીધા. "આઇ એમ સોરી, પપ્પા. આઇ એમ રીયલી સોરી." સમીરભાઈએ આશ્ચર્યથી તેની સામે જોયું. કવિનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. "મને માફ કરી દો મમ્મી. મને ખબર નહોતી કે હું તમારાથી આટલો દૂર જતો રહ્યો છું. મને ઓનલાઇન બહુ લોકો ઓળખે છે, પણ સાચું કહું પપ્પા? હું અંદરથી સાવ એકલો પડી ગયો હતો. મને ડર લાગતો હતો કે જો હું એ દુનિયામાંથી બહાર આવીશ તો મારી કોઈ કિંમત નહીં રહે. પણ મારી ખરી કિંમત તો અહીં છે, તમારી પાસે." નેહાબેને કવિનને ગળે લગાડી લીધો. સમીરભાઈની આંખો પણ છલકાઈ આવી. તેમણે કવિનના માથા પર હાથ ફેરવતા કહ્યું, "બેટા, આ ગેજેટ્સ અને ઇન્ટરનેટ દુનિયા સાથે જોડાવા માટે છે, દુનિયાથી ભાગવા માટે નહીં. અમે હંમેશા તારી સાથે જ છીએ. તારે અમને કંઈ સાબિત કરવાની જરૂર નથી." એ રાત્રે લાઈટ બે કલાક પછી આવી, પણ કવિને પોતાનો ફોન ચાર્જિંગમાં ન લગાવ્યો. ઘણા મહિનાઓ પછી, તે રાત્રે કવિન પોતાના માતા-પિતા અને દાદી સાથે મોડે સુધી વાતો કરતો રહ્યો. જૂની યાદો તાજી થઈ, હાસ્યનું મોજું ફરી વળ્યું. બીજા દિવસે સાંજે ડાઇનિંગ ટેબલ પર જમતી વખતે કવિનનો ફોન ટેબલ પર નહોતો. તે પોતાના રૂમમાં બંધ પડ્યો હતો. કવિને સેવ-ટામેટાંના શાકનો કોળિયો મોંમાં મૂક્યો અને આંખો બંધ કરીને સ્વાદ માણ્યો. "મમ્મી, શાક બહુ મસ્ત બન્યું છે!" કવિને હસીને કહ્યું. નેહાબેન અને સમીરભાઈના ચહેરા પર એક સાચી, હળવી મુસ્કાન ખીલી ઊઠી. વાતાવરણમાં છવાયેલી પેલી અકળાવનારી શાંતિ કાયમ માટે અદ્રશ્ય થઈ ગઈ હતી. ટેક્નોલોજી એ એક શક્તિશાળી સાધન છે, પણ જ્યારે તે વાસ્તવિક સંવાદોનું સ્થાન લઈ લે છે, ત્યારે સંબંધો ધીમે ધીમે કરમાવા લાગે છે. સાચું કનેક્શન અને સાચી ખુશી કોઈ ચમકતી સ્ક્રીન પરના લાઈક્સમાં નહીં, પણ રોજ આપણી બાજુમાં બેસીને આપણી રાહ જોતા આપણા પોતાના લોકોની આંખોમાં જ મળે છે. કવિન આ વાત સમજી ગયો હતો, કદાચ સમયસર. 🙏🙏🙏
*આજની વાસ્તવિકતા* રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક આધુનિક અપાર્ટમેન્ટના પાંચમા માળે સાંજના સાડા આઠ વાગ્યા હતા. ડાઇનિંગ ટેબલ પર ગરમાગરમ રોટલી, સેવ-ટામેટાંનું શાક અને દાળભાતની સુગંધ ફેલાયેલી હતી. નેહાબેને પોતાના ૧૬ વર્ષના દીકરા કવિનની થાળીમાં પ્રેમથી એક ચમચી ઘી પીરસ્યું. "કવિન, આજે સ્કૂલમાં કેવું રહ્યું બેટા?" નેહાબેને પૂછ્યું. કવિનનો ચહેરો થાળી તરફ હતો, પણ તેની આંખો થાળીની બાજુમાં પડેલા સ્માર્ટફોનની સ્ક્રીન પર ચોંટેલી હતી. ઇન્સ્ટાગ્રામની રીલ્સ એક પછી એક સ્લાઇડ થઈ રહી હતી. સ્ક્રીનનો ભૂરો પ્રકાશ તેના ચહેરા પર પડી રહ્યો હતો. "હમ્મ... બરાબર હતું." કવિને સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના જ યાંત્રિક જવાબ આપ્યો. તેણે રોટલીનો ટુકડો તોડ્યો, પણ તેનું ધ્યાન ફોનમાંથી આવતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર હતું. સામે બેઠેલા સમીરભાઈએ નિસાસો નાખ્યો. તેઓ આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકીને ઘરે આવ્યા હતા. તેમને આશા હતી કે જમતી વખતે પરિવાર સાથે બે ઘડી શાંતિથી વાત થશે. પણ છેલ્લા એક વર્ષથી આ દ્રશ્ય રોજનું બની ગયું હતું. "કવિન, જમતી વખતે તો ફોન બાજુ પર મૂક." સમીરભાઈએ થોડા કડક અવાજે કહ્યું. કવિને એક ઊંડો શ્વાસ લીધો, ચહેરા પર સ્પષ્ટ અણગમો દેખાયો. તેણે ફોનની સ્ક્રીન બંધ કરી અને ફોન ઊંધો પાડી દીધો. જમવાનું પૂરું થતાં સુધી ડાઇનિંગ ટેબલ પર એક ભારે, અકળાવનારી શાંતિ છવાયેલી રહી. પ્લેટોના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહોતો. જમવાનું પૂરું થતાં જ કવિન ઊભો થયો, હાથ ધોયા અને તરત જ પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. સમીરભાઈ અને નેહાબેન એકબીજાની સામે જોઈ રહ્યા. તેમની વચ્ચે કોઈ શબ્દો નહોતા, પણ બંનેની આંખોમાં એક જ પીડા હતી, તેઓ પોતાના જ ઘરમાં પોતાના દીકરાને ગુમાવી રહ્યા હતા. કવિન ભણવામાં ખૂબ હોશિયાર હતો. દસમા ધોરણ સુધી તે ક્લાસમાં ટોપ થતો. પણ જ્યારથી તેના હાથમાં નવો સ્માર્ટફોન અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આવ્યું હતું, ત્યારથી તેની દુનિયા બદલાઈ ગઈ હતી. રાતના બે-બે વાગ્યા સુધી તે ગેમિંગ રમતો. 'વેલોરન્ટ' અને 'બીજીએમઆઈ' (BGMI)માં તેનું રેન્કિંગ ઊંચું હતું. ઓનલાઇન ડિસ્કોર્ડ સર્વર પર તેના હજારો મિત્રો હતા. જ્યારે તે ગેમમાં કોઈને હરાવતો, ત્યારે કમેન્ટ સેક્શનમાં તાળીઓ પડતી, 'ઓપી ગેમપ્લે' (OP Gameplay) ના મેસેજ આવતા. આ વર્ચ્યુઅલ દુનિયામાં તે એક હીરો હતો. પણ વાસ્તવિક દુનિયામાં? વાસ્તવિક દુનિયામાં તે સતત એકલો પડતો જતો હતો. તેના આંખો નીચે કાળા કુંડાળા ઘેરા બનવા લાગ્યા હતા. સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું હતું. તેને સતત એક ડર સતાવતો - 'ફિયર ઓફ મિસિંગ આઉટ' (FOMO). જો તે એક કલાક પણ ઓનલાઇન ન રહે, તો તેને લાગતું કે દુનિયા આગળ નીકળી ગઈ છે અને પોતે પાછળ રહી ગયો છે. સોશિયલ મીડિયા પર બીજાના ફિલ્ટર લગાવેલા ફોટા જોઈને તેને પોતાની જિંદગી સાધારણ અને કંટાળાજનક લાગવા માંડી હતી. એક રવિવારની બપોરે ઘરમાં મોટો ભૂકંપ આવ્યો. નેહાબેન કવિનનો કબાટ સાફ કરી રહ્યા હતા ત્યારે તેમને કવિનની ગણિતની યુનિટ ટેસ્ટની આન્સરશીટ મળી. ૫૦ માંથી માત્ર ૧૮ માર્ક્સ. સમીરભાઈએ કવિનને ડ્રોઇંગ રૂમમાં બોલાવ્યો. "આ શું છે કવિન? તારા માર્ક્સ આટલા બધા કેવી રીતે ઘટી ગયા?" કવિને નીચે જોઈને કહ્યું, "પેપર અઘરું હતું. અને મને હવે આ ભણવામાં બહુ રસ નથી પડતો." "તો શેમાં રસ પડે છે? આખો દિવસ પેલા ડબ્બામાં માથું ઘાલીને બેસી રહેવામાં? તને ખબર છે હું અને તારી મમ્મી તારી પાછળ કેટલી મહેનત કરીએ છીએ? તારા ભવિષ્ય માટે અમે અમારી જરૂરિયાતો ઓછી કરી નાખી છે!" સમીરભાઈનો અવાજ ઊંચો થઈ ગયો હતો. કવિનનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો. "હા, તો કોણે કહ્યું હતું મને આટલો મોંઘો ફોન અપાવવાનું? તમે લોકો મને ક્યારેય સમજવાની કોશિશ જ નથી કરતા! તમને માત્ર મારા માર્ક્સ સાથે મતલબ છે. મારી પોતાની કોઈ લાઈફ છે કે નહીં? ઓનલાઇન મારા હજારો ફોલોઅર્સ છે, ત્યાં લોકો મારી કદર કરે છે. તમે તો બસ આખો દિવસ મને ટોક્યા જ કરો છો!" "કવિન!" નેહાબેન વચ્ચે પડ્યા, "પપ્પા સાથે વાત કરવાની આ રીત છે?" "તમે બંને રહેવા દો. મને એકલો છોડી દો!" કવિન રડમસ અવાજે બરાડીને પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો જોરથી પછાડ્યો. એ રાત્રે કવિન પથારીમાં પડ્યો પડ્યો ફોન સ્ક્રોલ કરી રહ્યો હતો. તેને અંદરથી ખૂબ ખાલીપો લાગતો હતો. તેણે પોતાના ઓનલાઇન ગ્રુપમાં મેસેજ કર્યો: 'આજે બહુ મૂડ ખરાબ છે. પેરેન્ટ્સ સાથે ઝઘડો થયો.' થોડી સેકન્ડોમાં રિપ્લાય આવવા લાગ્યા: 'Chill bro.' 'Lol, happenz.' 'Sed lyf. Aaja game khelte hai.' કવિને સ્ક્રીન સામે જોયું. હજારો મિત્રો હોવા છતાં, કોઈએ એમ ન પૂછ્યું કે 'શું થયું? તું કેમ ઉદાસ છે?' આ બધા મિત્રો માત્ર તેની ગેમિંગ સ્કિલ્સના ચાહકો હતા, તેના હૃદયના સાથી નહોતા. તેને અચાનક પોતાની જાત પર દયા આવવા લાગી. તે સતત કનેક્ટેડ હતો, છતાં ભયંકર એકલો હતો.
કબીર, જે અત્યાર સુધી મીરા પર માત્ર એટલા માટે હાથ ઉપાડતો હતો કારણ કે તે જાણતો હતો કે મીરા સામાજિક પ્રતિષ્ઠા અને પિતાની આબરૂ ખાતર ચૂપ રહેશે, તે આજે રાજેશભાઈનું રૌદ્ર સ્વરૂપ જોઈને અંદરથી કાંપી ગયો. ભાંખોડિયાભેર રૂમની બહાર ભાગવા મથતી સાસુ સુધાબેન પણ સોફા પાછળ લપાઈને ધ્રૂજવા લાગ્યા. જે ઘરમાં રોજ મીરા ડરીને જીવતી હતી, આજે ત્યાં અત્યાચાર કરનારાઓ ભયથી થરથર કાંપી રહ્યા હતા. રાજેશ શર્માએ પોતાના ખિસ્સામાંથી શાંતિથી ફોન કાઢ્યો અને તેમના એક પરિચિત સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન લગાવ્યો. તેમણે ટૂંકમાં જ કહ્યું, "નરેશભાઈ, રાજૌરી ગાર્ડન આવી જાવ. ઘરેલુ હિંસાનો કેસ છે. પુરાવા મારી દીકરીના ચહેરા પર જ છે." ફોન મૂકીને તેમણે બાલ્કનીનો દરવાજો ખોલ્યો અને મીરાનો હાથ પકડ્યો. મીરાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ લાચારીના નહીં, મુક્તિના હતા. "મીરા, તારી બેગ પેક કર. હવે આ ઘરમાં તારી એક મિનિટ પણ બગાડવાની જરૂર નથી," પિતાએ વહાલથી તેના માથા પર હાથ મૂક્યો. સુધાબેને સોફા પાછળથી હાથ જોડીને કરગરવાનું શરૂ કર્યું, "વેવાઈ, ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. સમાજમાં અમારી આબરૂ ધૂળમાં મળી જશે." રાજેશે તેમની તરફ જોયું પણ નહીં. તેમણે કેકના બોક્સ પાસે રાખેલી પોતાની ઘડિયાળ પાછી કાંડા પર બાંધી અને કહ્યું, "જે માણસ પોતાની પત્ની પર હાથ ઉપાડતી વખતે આબરૂ નથી વિચારતો, તેને સમાજમાં કોઈ ઈજ્જત મળવી જ ના જોઈએ." અડધા કલાકમાં પોલીસ આવી પહોંચી. મીરાના ચહેરા પરના નિશાન અને રસોડાની હાલત જોઈને પોલીસે કબીરની ધરપકડ કરી લીધી. સોસાયટીના લોકો પણ બહાર ભેગા થઈ ગયા હતા. જે કબીર આખી સોસાયટીમાં મોભાદાર હોવાનો ડોળ કરતો હતો, તેને આજે લથડતા પગે અને નીચી મુખે પોલીસની ગાડીમાં બેસવું પડ્યું. મીરા પોતાની બેગ લઈને પિતા સાથે ઘરની બહાર નીકળી. વહેલી સવારનો કુમળો તડકો તેના ચહેરા પર પડ્યો. આજે તેના ૩૨મા જન્મદિવસની સવારે તેને સાચું અને સૌથી મોટું ગિફ્ટ મળ્યું હતું—પોતાનું આત્મસન્માન અને આઝાદી. તેણે કારમાં બેસતા પહેલાં એકવાર પાછળ વળીને એ બંધ ઘર તરફ જોયું, જ્યાં તેનો અત્યાચાર છુપાયેલો હતો. હવે તેની અંદર કોઈ ડર નહોતો. પિતાની મનપસંદ સ્ટ્રોબેરી ક્રીમ કેક ભલે ત્યાં જ રહી ગઈ હતી, પણ મીરાને ખબર હતી કે હવે તેની જિંદગીની નવી અને મીઠી શરૂઆત થવા જઈ રહી છે.
પોતાના જન્મદિવસની સવારે જ્યારે વહુના સુઝેલા ગાલ જોઈને પિતાએ પૂછ્યું "આ કોણે કર્યું?", પતિએ હસીને કહ્યું "મેં મારી છે", પણ સસરાએ શાંતિથી પોતાની ઘડિયાળ ઉતારતા જ આખા સાસરિયાની અકકડ તૂટી ગઈ અને છુપાયેલો અત્યાચાર સૌની સામે ખુલી ગયો.** ભાગ ૧ પોતાના ૩૨મા જન્મદિવસની સવારે જ્યારે મીરાના પિતાએ તેનો સુઝેલો ચહેરો અને વાદળી પડી ગયેલા ગાલ જોયા, ત્યારે તેના પતિએ હસીને કહ્યું, "મેં મારી છે, શુભેચ્છા આપવાને બદલે એક લાફો ઝીંકી દીધો." દિલ્હીના રાજૌરી ગાર્ડનના એ સાફ-સુથરા રસોડામાં અચાનક એવી શાંતિ છવાઈ ગઈ જાણે કોઈએ ઘરની બધી હવા ખેંચી લીધી હોય. મીરા અગ્રવાલ હાથમાં કાગળની પ્લેટો લઈને ઊભી હતી. તેની આંગળીઓ ધ્રૂજી રહી હતી, અને આંખોની નીચે લગાવેલું ઘાટું કન્સીલર પણ જડબા પાસે ફેલાયેલા જાંબલી નિશાનને છુપાવી શકતું નહોતું. દરવાજા પર ઊભેલા તેના પિતા રાજેશ શર્માના હાથમાં સફેદ બોક્સ હતું. તેઓ કરોલ બાગની જૂની બેકરીમાંથી તેની મનપસંદ સ્ટ્રોબેરી ક્રીમ કેક લાવ્યા હતા. દર વર્ષની જેમ તેઓ વહેલી સવારે આશીર્વાદ આપવા આવ્યા હતા. પરંતુ આ વખતે તેમના ચહેરાનું સ્મિત દરવાજાની ચોખટ પર જ મરી ગયું. ડાઇનિંગ ટેબલ પર મીરાનો પતિ કબીર અરોડા આરામથી બેસીને ચા પી રહ્યો હતો. તેનો એક પગ બીજા પગ પર ચડાવેલો હતો, જાણે ઘરમાં કંઈ થયું જ ન હોય. તેની બાજુમાં સાસુ સુધા બેઠી હતી, જે એ જ કેકને ચપ્પુથી કાપવાનો પ્રયાસ કરી રહી હતી, જેને હજુ સુધી કોઈએ પૂજાની થાળી પાસે પણ નહોતી રાખી. સુધાએ એક પળ માટે મીરા સામે જોયું, પછી નજર ઝુકાવી લીધી. રાજેશે કેકનું બોક્સ ધીમેથી રસોડાના સ્લેબ પર મૂક્યું. *"મીરા,"* તેમનો અવાજ ખૂબ જ ધીમો હતો, *"આ કોણે કર્યું?"* મીરાના હોઠ ફફડ્યા, પણ અવાજ બહાર ન આવ્યો. કબીરે પહેલા જવાબ આપ્યો. તે સહેજ હસ્યો, જાણે કોઈ હલકી મજાક કરી રહ્યો હોય. *"મેં,"* તેણે કહ્યું, *"જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે એક લાફો મારી દીધો. વધારે નાટક કરતી હતી."* સુધાના મોંમાંથી એક નાનકડું, ડરેલું હાસ્ય નીકળ્યું. તે હાસ્ય નહોતું, તે કાયરતા હતી. કબીર ખુરશી પર વધુ પાછળ અઢેલીને બેઠો. તેને લાગતું હતું કે સસરા થોડી વાર ગુસ્સે થશે, પછી દીકરીને સમજાવીને જતા રહેશે. તે હંમેશા એવું જ સમજતો રહ્યો હતો કે શરીફ માણસની ચુપકીદી ડર હોય છે, અને પિતાની સભ્યતા નબળાઈ. તેને રાજેશ શર્મા વિશે કંઈ જ ખબર નહોતી. રાજેશ ઘણા વર્ષો સુધી આર્મીની વર્કશોપમાં મશીનો રિપેર કરી ચૂક્યા હતા. બાદમાં તેમણે કરોલ બાગમાં પોતાની નાનકડી ઓટો પાર્ટ્સની દુકાન ખોલી હતી. તેઓ ઓછું બોલતા, ધીમે ચાલતા, અને ઝઘડાથી દૂર રહેતા. પરંતુ મીરા જાણતી હતી કે તેમની અંદર એક સીધી, કઠોર રેખા છે, જેને કોઈ પાર કરે તો તે માણસ પહેલા જેવો નથી રહેતો. રાજેશે કબીરને લાંબા સમય સુધી જોયો. પછી તેમણે પોતાના કાંડા પરથી જૂની ચાંદીની ઘડિયાળ ઉતારી અને કેકના બોક્સ પાસે મૂકી દીધી. તેમણે પોતાના ભૂરા શર્ટની બાંય ઉપર વાળી. દરેક હિલચાલ શાંત હતી, એટલી શાંત કે રૂમનો ડર વધુ ઘેરો બની ગયો. પછી તેમણે મીરા તરફ જોયું. *"બેટા,"* તેમણે કબીર પરથી નજર હટાવ્યા વિના કહ્યું, *"તું બહાર જા."* મીરા પાછળની નાની બાલ્કની તરફ લડખડાતા પગલે ચાલી ગઈ. તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. બહાર તુલસીના કુંડા પાસે ઊભા રહીને તેણે રસોડાની બારીમાંથી અંદર ડોકિયું કર્યું. કબીર અચાનક ખુરશી પરથી ઊભો થઈ ગયો. ખુરશી ભોંયતળિયે ઘસડાઈ અને મોટો અવાજ થયો. સુધાનો ચહેરો સફેદ પડી ગયો. તે ટેબલથી પાછળ હટતા પર્સ પકડવા લાગી, પછી જાણે તેના પગે સાથ છોડી દીધો. તે ઘૂંટણભેર નીચે પડી અને દરવાજા તરફ ભાંખોડિયાભેર બહાર નીકળવા લાગી, વચ્ચે સ્ટૂલ સાથે અથડાવા છતાં તેણે પાછળ વળીને જોયું નહીં. રાજેશ હવે કબીરની સામે ઊભા હતા. અને મીરાને પહેલી વાર સમજાયું કે આ ઘરમાં આજે માત્ર તેનો જન્મદિવસ જ નહીં બદલાય, પરંતુ તેની આખી જિંદગી પલટાઈ જવાની છે. મીરા બાલ્કનીના કાચમાંથી શ્વાસ રોકીને જોઈ રહી હતી. રસોડાની અંદર કબીરનો જે અહંકાર અને અક્કડ હજુ એક મિનિટ પહેલાં સાતમા આસમાને હતા, તે રાજેશ શર્માના શાંત પણ મક્કમ પગલાં જોઈને ક્ષણમાં હવામાં ઓગળી ગયા. કબીરે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો, તેનો અવાજ થોડો ધ્રૂજ્યો પણ તેણે કરડાકી લાવવાનો ડોળ કર્યો, "શર્માજી, આ અમારા ઘરનો મામલો છે, તમે..." તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ આર્મીની વર્કશોપમાં લોખંડ સાથે કામ કરી ચૂકેલા રાજેશભાઈના મજબૂત હાથની એક જોરદાર થપ્પડ કબીરના ગાલ પર ઝીંકાઈ ગઈ. કબીર લથડાઈને ડાઇનિંગ ટેબલ પર જઈ પડ્યો. ચાના કપ-રકાબી ભોંય પર પડીને ચકનાચૂર થઈ ગયા. "આ... આ શું કરો છો તમે? હું પોલીસ બોલાવીશ!" કબીરે ગાલ પકડતા રાડ પાડી. રાજેશ શર્મા એક ડગલું આગળ વધ્યા. તેમનો અવાજ હજુ પણ એટલો જ શાંત અને સખત હતો, "પોલીસ તો હું જ બોલાવીશ જમાઈરાજ. પણ એ પહેલાં તને એ સમજાવવું જરૂરી હતું કે મારી દીકરી નબળી નથી, તેનો બાપ હજુ જીવે છે."
" પૈસા ગણવાની તો કોઈ જરૂર નથી ભાઈ. તમારી આ બધી વાત સાંભળ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. એ મને સાચા હૃદયથી પ્રેમ કરતા હતા તે મને આજે ખબર પડી. આજ સુધી તો હું એમ જ માનતી હતી કે મારી સાથે એમણે દગો કર્યો છે. મેં એમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. આજે હું ખરા અર્થમાં વિધવા થઈ ગઈ છું. " " માસી તમે દુઃખી ન થશો. અંકલે તમારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ અને બોરીવલી નો પચાસ લાખનો ફ્લેટ એમણે તમારા નામે કરી દીધો છે. તમે હવે મુંબઈ આવી જાવ. " ગૌરીબેને બ્રિફકેસ ખોલીને અંદરથી કવર બહાર કાઢ્યું અને એ ખોલીને પત્ર વાંચવાનું ચાલુ કર્યું. તોરલ પણ મમ્મીની પાસે બેસી ગઈ અને એ પણ પત્ર વાંચવા લાગી. ધર્મેશ તોરલના અદભુત સૌંદર્યને એકીટશે જોઈ રહ્યો. " ગૌરી... આપણા સંબંધો ઉપર દસ-દસ વર્ષની ધૂળ ચડી ગઈ છે એટલે ભૂતકાળને હું યાદ નથી કરાવતો. 6 મહિના પહેલા તારા સમાચાર મને મળ્યા કે તું અમદાવાદમાં છે ત્યારે સૌથી વધુ આનંદ મને થયેલો કે મારી ગૌરી સલામત છે. બે મહિના ની દીકરી આજે એકવીસ વર્ષની થઈ ગઈ પણ હું એને મળી શકયો નથી એનું મને દુઃખ છે. એનું નામ શું છે એ પણ મને તો ખબર નથી અને એ તો મને ક્યાંથી ઓળખતી હોય ? દસ વર્ષમાં તમે લોકોએ ખૂબ જ દુઃખ વેઠ્યા હશે એ હું જાણું છું અને એટલે જ મારી પાસે જે પણ બચત છે એ તમામ બચત ઉપાડીને તમને લોકોને મોકલી રહ્યો છું. બોરીવલીનો મારો ફ્લેટ પણ તારા નામે કરી દીધો છે. તમે લોકો મુંબઈ આવી જશો તો મારા આત્માને આનંદ થશે કારણકે આત્મહત્યાનો નિર્ણય તો મેં ક્યારનોય લઈ લીધો છે. મને માફ કરી દેજો. નવા જનમમાં આપણે જરૂર મળીશું. ધર્મેશ મારા મિત્રનો દીકરો છે. એ હોટલમાં મેનેજર છે. સંસ્કારી છોકરો છે. આપણી દીકરી સુખી થશે. મારી વહાલી દીકરી માટે ધર્મેશ ના નહીં પાડે એની મને પૂરી ખાતરી છે. તારી દીકરી મારું પોતાનું જ લોહી છે એટલે જમાઈ પસંદ કરવાનો મારો પણ અધિકાર છે. મારી પસંદગીને માન આપીને ધર્મેશકુમાર ને જમાઈરાજ તરીકે તમે પણ સ્વીકારી લેશો તો મને ખૂબ જ આનંદ થશે. ...ધરમશી ' પત્ર વાંચીને ગૌરીબેન રડી પડ્યાં. તોરલ ઊભી થઇને પાણીનો ગ્લાસ લઇ આવી અને મમ્મીને આપ્યો. પાણી પીને ગૌરીબેન થોડાં સ્વસ્થ થયાં. સાડીના છેડાથી આંખો લૂછી નાખી. " ધર્મેશકુમાર.... ખબર નહીં પણ આજે સુરજ કઈ બાજુ ઉગ્યો છે !! હૈયું લાગણીઓથી ભરાઈ આવ્યું છે. મારી દીકરીનો હાથ આજથી તમારા હાથમાં સોંપું છું. આજે સગાઇના ગોળધાણા પણ વહેંચું છું. તોરલને તમે હવે જીવનભર સંભાળી લેજો. એમની પસંદગી એ જ મારી પસંદગી !! એમણે તમને જમાઈરાજ તરીકે જ મારા ઘરે મોકલ્યા છે. " ગૌરીબેન બોલ્યાં. " માસી તમે તોરલને તો પૂછી જુઓ કે એ આ સંબંધથી ખુશ છે ? " " તોરલ બેટા.. તું ધર્મેશકુમાર ને મેડી ઉપર લઈ જા. હું લાપસીનું આધણ મૂકી દઉં. " તોરલ દાદર ચડીને મેડી ઉપર ગઈ. ધર્મેશ પણ પાછળ પાછળ ગયો. પલંગ ઉપર પાથરેલી ચાદર સરખી કરીને એક ખૂણા ઉપર તોરલ બેઠી. ધર્મેશે પણ પલંગના બીજા છેડે બેઠક લીધી. " હવે બોલો જમાઈરાજ... શુ પૂછતા હતા ?" તોરલે આંખો નચાવીને ધર્મેશને પૂછ્યું. ધર્મેશ તો તોરલના રૂપથી એટલો બધો અંજાઈ હતો કે એની તો જીભ જ સિવાઈ ગઈ હતી. " કંઈ નહીં.... બસ એ તો એમ જ પૂછ્યું કે તમારી ઈચ્છા પણ મારે જાણવી જોઈએ ને !! " " અને હું એમ કહું કે મારી જરા પણ ઈચ્છા નથી તો ? " " તો..તો એ આઘાત મારાથી સહન નહીં થાય તોરલ.. . હા તોરલ... જ્યારથી અંકલે તમારી સાથે મારા લગ્નની વાત કરી ત્યારથી તમને એક નજર જોવા માટે કેટલો બેચેન થયો છું એ હું જ જાણું છું. અને તમને જોયા પછી મારું હૈયું હવે મારા કાબૂમાં નથી. " તોરલ આ પ્રેમઘેલા યુવાનને જોઈ રહી. પોતાને પણ આ હેન્ડસમ યુવાન ગમી ગયો હતો. અને પત્રમાં પપ્પાની ઈચ્છા જાણીને તો ધર્મેશને એ મનોમન સમર્પિત થઈ ચૂકી હતી !! " જનમો જનમ હવે તોરલ તમારી જ છે" કહેતી તોરલ ઊભી થઈ. ધર્મેશની સામે આવીને ઊભી રહી. ધર્મેશ પણ ઊભો થયો. યુવાની અને પ્રેમની એક જબરજસ્ત લાગણીમાં બંને એકબીજાને ભેટી પડ્યાં અને એવાં તો ખોવાઈ ગયાં કે ગૌરીબેનની પહેલી બુમ તો એમને સંભળાઈ જ નહીં. બીજી બુમે બંને અનંગના આવેશમાંથી બહાર આવ્યાં. બંને જણા ધીમા પગલે દાદર ઉતરીને નીચે આવ્યા ત્યારે ઘરમાં જમાઈરાજ ને જોવા માટે પડોશીઓની ભીડ જામી હતી. ગૌરીબેને જ હરખપદૂડા થઈને અડોશપડોશમાં સૌને સગાઈની વધામણી આપી હતી. " મેં નહોતું કહ્યું કે તોરલ ને જોવા જ કોઈ મુરતિયો આવ્યો લાગે છે ! " મીનાબેને કહ્યું. " હા પણ સૌથી પહેલાં તો એ મારી પાસે જ આવ્યા હતા. મેં જ ઘર બતાવેલું મનિયા ને મોકલીને !!!" સવિતાબેન બોલ્યાં. " હા માસી... તમે ના મળ્યાં હોત તો હું મુંબઈ પાછો જ જતો રહેવાનો હતો ." ધર્મેશ બોલ્યો અને તોરલ સહિત સૌ ખડખડાટ હસી પડ્યાં.
" ગૌરી અમદાવાદમાં રહે છે એની મને તો હમણાં છ મહિના પહેલા જ જાણ થઈ. દસ વરસથી હું એને શોધતો હતો. ગૌરીની મેં બહુ જ તપાસ કરી પણ મને ક્યાંયથી એનો પત્તો ન મળ્યો ! ગૌરી ગયા પછી મારું દાંપત્યજીવન એકદમ કડવું થઇ ગયું. મેં કોઈ બીજી સ્ત્રી ને રુમ લઇ આપ્યો હતો અને એણે મારી દિકરીને જન્મ પણ આપ્યો હતો એ જાણ્યા પછી મારા ઘરમાં ઝઘડા વધી ગયા અને મારી પત્નીએ મારાથી ડિવોર્સ લઈ લીધા. બહુ મોટી રકમ ચૂકવવી પડી. " " હું જિંદગીથી ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. ગૌરી ને ગુમાવી દીધી હતી એનું બહુ દુઃખ હતું. આત્મહત્યાના પણ વિચારો આવતા હતા. ફેક્ટરી પણ વેચી નાખવી પડી હતી. પૈસે ટકે ખુવાર થઈ ગયો હતો. એક દિવસ અચાનક તારા પપ્પા જુગલકિશોર મને મળી ગયા. અમે બંને કોલેજમાં સાથે જ હતા. મારી હાલત જોઇને એમને દયા આવી. " " એ મને દલાલ સ્ટ્રીટ લઇ ગયા અને એક મોટા શેરબ્રોકર ના ત્યાં નોકરી અપાવી. એક વર્ષ નોકરી કર્યા પછી મને પોતાને પણ શેર બજાર ની આંટીઘૂંટીઓ માં ખબર પડવા લાગી. જે પણ પૈસા મને મળતા એ હું શેર બજારમાં રોકતો ગયો. કિસ્મતે સાથ આપ્યો. પાંચેક વર્ષમાં તો હું પચાસ લાખ રૂપિયા કમાયો." " બરાબર એ જ સમયે તારા પપ્પાનો ખરાબ સમય ચાલુ થયો અને એ કર્જા માં આવી ગયા. શેર બજાર ની ઓફિસમાં આવીને એ મને મળ્યા. પોતાની બધી આપવીતી મને કહી. જે લોકો એમને રોજ ધમકી આપતા હતા એવા લોકોના પાંચ લાખ રૂપિયા મેં ચૂકવી દીધા. તું ગ્રેજ્યુએટ થઈ ગયો હતો અને જોબ શોધતો હતો એવું એમણે કહ્યું એટલે મેં મારા મિત્રની આ હોટલમાં તને જોબ અપાવી દીધી. મારી ભલામણથી તને મેનેજર પણ બનાવી દીધો." ધર્મેશ ધરમશીભાઈ ની વાત સાંભળી રહ્યો. એ પપ્પાના મિત્ર હતા પણ એમણે પાંચ લાખ જેટલી મદદ પણ પપ્પાને કરેલી એ આજે પહેલીવાર જાણવા મળ્યું. ધરમશીભાઈ ના પોતાના ઉપર ઘણા ઉપકાર હતા. " બેટા આજે મારી ઉપર ત્રણ કરોડનું દેવું છે. હું હવે અહીં રહી શકું તેમ નથી. બહુ મોટો સટ્ટો મારાથી થઈ ગયો અને એ જ દિવસે શેરબજાર તૂટી પડ્યું. આમાંથી બેઠા થવું શક્ય જ નથી. " બહુ વિચારીને મેં મારું વિલ બનાવ્યું છે. મારી પ્રોપર્ટી ઉપર કોઈ ટાંચ આવે તે પહેલા બોરીવલીની મારી પ્રોપર્ટી હું ગૌરીને આપી રહ્યો છું. મારા સહી કરેલા તમામ ડોક્યુમેન્ટ આ બ્રિફકેસમાં છે. ગૌરી એમાં સહી કરીને રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પ્રોપર્ટી પોતાના નામે કરાવી શકશે. જરૂર પડે તો તું એને મદદ કરજે. " " અને બીજી એક વાત. મેં મારી દીકરીને જોઈ નથી. આજે તો એ એકવીસ વર્ષની થઈ ગઈ છે. એવું સાંભળ્યું છે એની મમ્મીની જેમ એ પણ ખૂબ રૂપાળી છે. હું ઈચ્છું છું કે તને જો એ પસંદ આવે તો તું એની સાથે લગ્ન કરી લે. તારા લાઇફમાં બીજું કોઈ પાત્ર હોય તો મારું કોઈ દબાણ નથી. મારી દીકરીને જોયા પછી જે તે નિર્ણય લેજે. તારા ઘરે એ સુખી થશે. મારા તમને બંનેને આશીર્વાદ છે. તું જુગલકિશોર નો દીકરો છે. તારી સાથે લગ્ન થશે તો મને આનંદ થશે. લગ્ન પછી તું મારા બોરીવલીના ફ્લેટમાં પણ શિફ્ટ થઇ શકે છે. મેં આ બ્રિફકેસમાં એક પત્ર પણ બંધ કવરમાં મૂકેલો છે. ગૌરી ને કહેજે કે એ વાંચી લે. " " ભલે અંકલ. . એકાદ વીકમાં હું અમદાવાદ ચોક્કસ જઇ આવું છું અને ગૌરીમાસીને આ દસ લાખ પણ આપી આવું છું. પણ તમે હવે ક્યાં જશો ? મારા ઘરે પણ થોડા દિવસ રોકાઇ શકો છો. " " ના બેટા.... મુંબઈમાં હું રહી શકું એમ નથી. રકમ ધાર્યા કરતાં ઘણી મોટી છે. જે લોકોના પૈસા લઈને મેં આ સટ્ટો કર્યો છે એ બહુ મોટાં માથાં છે. મારા ઉપર જીવનું જોખમ છે. રાત્રે ઉંઘી પણ શકતો નથી. " " ઠીક છે અંકલ. તમારું કામ થઈ જશે. તમારી દીકરી પણ જો સંમત થશે તો લગ્ન માટે ચોક્કસ વિચારીશ. " વાત પૂરી કરીને બંને જણાએ કોલ્ડ્રિંક્સ પણ પૂરું કર્યું અને ઉભા થયા. ધર્મેશ બ્રિફકેસ લઈને પોતાના ઘરે ગયો. બીજા દિવસે સવારે સાત વાગે ધર્મેશ ઉપર હોટલમાંથી ફોન આવ્યો કે 213 નંબર વાળા અંકલે રાત્રે પંખે લટકીને સુસાઇડ કરી લીધો છે. ધર્મેશ રીક્ષા કરીને તરત હોટલ આવી ગયો. પોલીસને ફોન કર્યો. પંચનામું કર્યું. અંકલ વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. અંકલે માત્ર ચાર લાઈનની સુસાઇડ નોટ લખી હતી. ' મારા મૃત્યુ માટે કોઇ જ જવાબદાર નથી. કરોડોનું દેવું થઈ જતાં આત્મહત્યા નો નિર્ણય મેં લીધો છે.....ધરમશી ગોટેચા ' ધર્મેશે પણ ચૂપ રહેવાનું પસંદ કર્યું. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી અને પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડીને લઈ ગઈ...... ધર્મેશે આ બધી વાત ગૌરીબેનને વિગતવાર કરી. માત્ર ગૌરીબેનની દીકરી સાથે લગ્ન કરી લેવાની ધરમશીભાઈ એ જે વાત કરેલી તે હાલ પૂરતી છુપાવી. " બસ માસી... માત્ર તમારી આ અમાનત આપવા માટે જ અમદાવાદ આવ્યો છું. તમે પૈસા ગણી લો અને સાથે એક કવર છે એ પણ વાંચી લો. " ધર્મેશે ગૌરીબેનને કહ્યું અને તોરલે બનાવેલી ચા એણે પી લીધી.
" ના માસી ચા તો હું હોટલમાં પીને આવ્યો છું" " ભલે પીને આવ્યા. ચા પીધા વગર એમ થોડું ચાલે ! તમારે આજે જમવાનું પણ અહીં જ છે. તમે છેક મુંબઈથી સ્પેશિયલ મારા ઘરે આવ્યા છો. હવે તમે મને બધી વાત કરો " ગૌરીબેન બોલ્યાં. . અને ધર્મેશે ચાર દિવસ પહેલાની એ ઘટના યાદ કરી. અથ થી ઇતિ સુધી સમગ્ર ઘટના વિગતવાર એણે ગૌરીબેનને કહી..... મુંબઈમાં મલાડની એક હોટલમાં એ મેનેજર હતો. રવિવાર સવારના દસ વાગ્યાનો સમય હતો. ધરમશી ગોટેચા હોટલ ઉપર આવ્યા. ધર્મેશ એમને ઓળખતો હતો. ધર્મેશના પપ્પાના એ જુના મિત્ર હતા. આ હોટલ પણ ધરમશી અંકલના એક મિત્રની હતી અને ધર્મેશ ને આ હોટલમાં જોબ પણ ધરમશી અંકલે જ અપાવી હતી. આજે રવિવાર હોવાથી રિસેપ્શનિસ્ટ રજા ઉપર હતો એટલે ધર્મેશ પોતે જ રિસેપ્શન કાઉન્ટર સંભાળતો હતો ! " અરે અંકલ તમે !! " " હા ધર્મેશ એક-બે પાર્ટીને હોટલમાં જ મારે મળવાનું છે એટલે બે દિવસ માટે મને એક રૂમ આપી દે. " ધર્મેશે રાબેતા મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને મશીનમાં એની ઝેરોક્ષ કોપી કાઢી લાયસન્સ પાછું આપ્યું. રજીસ્ટરમાં એન્ટ્રી કરી ધરમશીભાઈની સાઈન કરાવી દીધી. રૂમ નંબર 213 ની ચાવી આપી. સામાનમાં એક બેગ અને એક બ્રિફકેસ હતી. ધરમશીભાઈએ બ્રિફકેસ પોતાની સાથે રાખી. રૂમ એટેન્ડન્ટ બેગ લઈને એમની સાથે ગયો. બપોરે લગભગ સાડા બાર વાગે ધરમશીભાઈ નીચે કાઉન્ટર ઉપર આવ્યા. ધર્મેશ ત્યારે કાઉન્ટર ઉપર એકલો જ હતો. " ધર્મેશ થોડીક અંગત વાત કરવી હતી. સાંજે ડ્યુટી પૂરી થાય એટલે શિવ સાગર રેસ્ટોરન્ટ ઉપર આવી જજે ને !! " " છ વાગે મારી ડ્યુટી પૂરી થાય છે. લગભગ સવા છ વાગે હું પહોંચી જઈશ. " " ઠીક છે આપણે ત્યાં મળીએ છીએ. જય જલારામ. " " જય જલારામ " ધર્મેશે પણ હાથ જોડીને કહ્યું. સાંજે બરાબર છ અને પંદર મિનિટે ધર્મેશ શિવસાગર પહોંચી ગયો. ખૂણાના એક ટેબલ ઉપર ધરમશીભાઈ બેઠા હતા. ધર્મેશ એમની પાસે પહોંચી ગયો. ધરમશીભાઈ એ કોલ્ડ્રિંક્સ મંગાવ્યું. " જો ધર્મેશ, મારી જિંદગી નું કંઈ ઠેકાણું નથી. ક્યારે શું થઈ જાય એ હું પોતે પણ જાણતો નથી. કાલે હું હોટલ છોડી દેવાનો છું. તારે પ્લીઝ કોઈ પણ હિસાબે મારું એક કામ કરવાનું છે. તારા પપ્પા હયાત હોત તો હું સીધો તારા ઘરે જ આવત. મને તારા ઉપર પૂરો ભરોસો છે. " " હું તને આ બ્રિફકેસ સોંપી રહ્યો છું. તેમાં રોકડા દસ લાખ રૂપિયા છે. ગઈ કાલે મારી બેંકમાંથી જ ઉપાડેલા આ પૈસા છે. બોરીવલીના મારી પ્રોપર્ટીના પેપર પણ છે અને મારું વિલ પણ છે. તારી અનુકૂળતાએ આ એડ્રેસ ઉપર આ બ્રિફકેસ પહોંચાડવાની છે " કહીને ધરમશીભાઈએ ધર્મેશને બ્રિફકેસ અને એક ચબરખી આપી. " અંકલ હું સમજી શકતો નથી કે આટલી મોટી રકમ તમે મને કેમ સોંપી રહ્યા છો ? " " કારણકે તું મારા પરમ મિત્ર જુગલકિશોર નો દીકરો છે !! આજે પહેલીવાર તારી સામે એક સત્ય રજૂ કરી રહ્યો છું. તારા પપ્પા આ વાત જાણતા હતા. હવે તારે પણ જાણવી જરૂરી છે. શાંતિથી મારી વાત સાંભળ." " ત્રેવીસ વર્ષ પહેલાં મેં ગૌરી નામની એક બ્રાહ્મણ કન્યા સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. જોગેશ્વરીમાં મારી કેમિકલની એક નાનકડી ફેક્ટરી હતી. ગૌરી મારી ફેક્ટરીમાં જોબ કરતી હતી. એની માતાનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ઓરમાન માના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુઃખી હતી. મને એના માટે લાગણીઓ જન્મેલી અને છેવટે એ પ્રેમમાં પરિણમી. ગૌરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. એ મારાથી દસ વર્ષ નાની હતી." " હું પરણેલો હતો એ ગૌરી જાણતી હતી. એ મને પણ ખૂબ પ્રેમ કરતી હતી પણ હું પરિણીત હોવાથી એ બહુ આગળ વધતી નહોતી. મેં એને એવી વાત કરી કે મારો ડિવોર્સનો કેસ ચાલે છે. છ-બાર મહિનામાં મને છૂટા-છેડા મળી જાય પછી આપણે કાયદેસર લગ્ન કરી લઈશું. ત્યાં સુધી તને અત્યારે એક અલગ રુમ લઇ આપું છું. એ મારી વાતોમાં આવી ગઈ. " " એણે પિતાના નામે એક ચિઠ્ઠી લખીને ઘર કાયમ માટે છોડી દીધું. ચિઠ્ઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે. એ ખૂબ સમજદાર હતી. એણે મારું નામ ના દીધું. " " ભૂલેશ્વરના એક માળામાં રૂમ રાખીને હું એને ત્યાં લઈ ગયો. એના પિતા તપાસ કરવા માટે મારી ફેક્ટરીએ પણ આવેલા પણ મેં કહ્યું કે કેટલાક દિવસથી ગૌરી આવતી નથી અને એણે નોકરી છોડી દીધી છે. બે વર્ષ સુધી ગૌરીને અંધારામાં રાખીને હું સંસાર ભોગવતો રહ્યો. " " મારુ પોતાનું ઘર દાદરમાં હતું. ધંધાના કામે બહારગામ જવાના બહાના હેઠળ હું અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ગૌરી સાથે જ રહેતો. લગભગ બે વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું. મારે પોતાને કોઈ સંતાન નહોતું. બે વર્ષ પછી ગૌરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. " " અચાનક એક દિવસ મારી પત્નીને ગૌરી વિશેની જાણ થઈ. મારા સાળાઓ બહુ જ માથાભારે હતા. ભૂલેશ્વર જઈને ગૌરીને એમણે ખૂબ જ ટોર્ચર કરી અને ધમકી પણ આપી. ગૌરીને પણ બધી સત્ય હકીકતની તે દિવસે જાણ થઈ ગઈ. ગૌરી રાતોરાત મુંબઈ છોડીને અમદાવાદ જતી રહી."
જમાઈ રાજ… ~ અશ્વિન રાવલ (અમદાવાદ) " મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? " અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા ઉભી રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને ધર્મેશે ચિઠ્ઠી બતાવી. "અચ્છા તો તમારે પુનિત પોળ માં જવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. " ધર્મેશે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને કપડાં ધોતા એક બેનને એણે પૂછ્યું. " ગૌરીબેન ત્રિવેદીના ઘરે જવું છે. તમે એમને ઓળખતા હો તો જરા ઘર બતાવશો ? " " તમે ક્યાંથી આવો ભાઈ ?" " જી માસી હું મુંબઈથી આવું છું." " અરે મનિયા... આ ભાઈને ગૌરીબેન ના ઘરે લઈ જા ને !! એમના મહેમાન લાગે છે." એ બહેને એક છોકરાને મોટેથી બૂમ પાડી. મનિયો નજીક આવ્યો એટલે ધર્મેશ એની પાછળ પાછળ આગળ ચાલ્યો. એકસરખી ડિઝાઇન નાં તમામ મકાનો હતાં. સવિતાબેનની બૂમ સાંભળીને આજુબાજુના ઘરની બે ત્રણ સ્ત્રીઓ પણ દરવાજા પાસે આવીને ધર્મેશને જોવા લાગી. "તોરલને જોવા જ કોઈ મુરતિયો આવ્યો લાગે છે. નહીં તો છેક મુંબઈથી ગૌરીબેન ના ઘરે કોણ આવે ? એમના સગાવાલામાં તો કોઈ છે જ નહીં !! " મીનાબેન બોલ્યાં. પોળની પંચાત શરૂ થઈ પણ ધર્મેશ ઘણો આગળ નીકળી ગયો હતો. મનિયાએ હાથ લાંબો કરીને ગૌરીબેનનું ઘર બતાવી દીધું. સવારના નવ વાગ્યાનો સમય હતો. લગભગ સાત વાગે કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલાં તો સ્ટેશનની બરાબર સામે આવેલી એક હોટલમાં ધર્મેશ ગયો હતો. નાહી ધોઈને ફ્રેશ થઈ ચા પાણી પી રીક્ષા કરીને એ દરિયાપુર આવ્યો હતો. અમદાવાદમાં પહેલી જ વાર આવતો હતો એટલે અહીંના કોઈપણ એરિયાની એને કંઈ જ ખબર નહોતી. ગૌરીબેન ના ઘરના બે પગથિયાં ચઢી એણે જાળી ખખડાવી. ઘર તો ખુલ્લું જ હતું પણ જાળી આડી કરેલી હતી. જાળી ખોલવા માટે તોરલ જ આવી. પગથિયા ઉપર બેગ લઈને એક ખૂબસૂરત યુવાન ઊભો હતો. તોરલ ઓળખી શકી નહીં એટલે એણે મમ્મીને બૂમ પાડી. " મમ્મી કોઈ મહેમાન આવ્યા લાગે છે." તોરલની બૂમ સાંભળીને ગૌરીબેન પણ ઝડપથી અંદરના ઓરડામાંથી બહાર આવ્યા. " તમારે કોનું કામ છે ભાઈ ? " ગૌરીબેન પણ આ યુવાનને ઓળખી શક્યા નહીં. " માસી હું તમારા ઘરે જ આવ્યો છું. મુંબઈથી આવું છું. અંદર તો આવવા દો. " " હા હા આવો ને " કહી ગૌરીબેન બાજુમાં ખસી ગયા અને ધર્મેશ ને બેસવા માટે ખુરશી આપી. " ઓળખાણ ના પડી ભાઈ ! " " માસી હું મુંબઈથી આવું છું. મારું નામ ધર્મેશ મહેતા છે. હું તો તમને પણ નથી ઓળખતો. હું તો તમારી અમાનત આપવા આવ્યો છું. તમે ધરમશીભાઈને ઓળખો છો ? દાદર માં રહેતા હતા ! " નામ સાંભળીને ગૌરીબેન ભડકી ગયા. એક જબરદસ્ત આંચકો લાગ્યો એમને. વર્ષો પહેલાના સંબંધો ઉપર જામેલી ધૂળ ખંખેરવા આવ્યો હતો આ યુવાન !! ગૌરીબેન નામ સાંભળીને જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. " ભાઈ તમે ઉભા થઈ જાવ તમે જે પણ હો !! મારે કોઈ અમાનત જોઈતી જ નથી. પાછી આપી દો એમને અને ફરી ક્યારે પણ મારા દરવાજે આવતા નહીં." ધર્મેશ તો આભો જ બની ગયો ! એને તો કલ્પના પણ નહોતી કે ગૌરીબેન આવું રિએક્શન આપશે ! " માસી ધરમશીભાઈ આ દુનિયામાં હયાત નથી. અત્યારે એમનું પોતાનું પણ કોઈ જ સ્વજન નથી. ત્રણ દિવસ પહેલાં જ મારી હોટલમાં તેમનું અવસાન થયું છે. મૃત્યુના આગલા દિવસે આ બેગ એમણે મને આપી છે અને તમારા એડ્રેસની આ ચિઠ્ઠી !!" કહીને ધર્મેશે એડ્રેસ ની ચિઠ્ઠી ગૌરીબેન ના હાથમાં મૂકી. બરાબર એ જ મરોડદાર અક્ષર ! ગૌરીબેન ચિઠ્ઠીના અક્ષરો ઓળખી ગયા. આ યુવાન ખોટું નહોતો બોલતો. એની વાણીમાં પણ સચ્ચાઈ હતી ! ધરમશીનું અવસાન થઈ ગયું હતું. ભલે એમણે કાયદેસર રીતે એમની સાથે લગ્ન નહોતા કર્યા પણ પોતે તો એમને જ પતિ માનીને આખી જિંદગી ગુજારી હતી. વર્ષો પહેલાં પોળમાં રહેવા આવ્યા ત્યારે પોતે છૂટાછેડા લીધેલા છે એવી જ વાત જાહેર કરેલી. માત્ર તોરલને એમણે વાત કરેલી અને તે પણ જ્યારે એ અઢાર વર્ષની થઈ ત્યારે !! આજે હવે એ વિધવા થઇ ચુક્યા હતા. ધરમશીના મૃત્યુની વાતથી એમની આંખોમાં પાણી આવી ગયાં. " આ બેગમાં દસ લાખ રૂપિયા રોકડા છે માસી. આ બેગ વિશે કોઈ જ જાણતું નથી. હું ધારત તો આ દસ લાખ રૂપિયા પોતે જ ઘરે લઈ જાત. આ નાની રકમ નથી. પણ હું પ્રમાણિક છું. અંકલે મારામાં વિશ્વાસ રાખીને આ બેગ મને સોંપી છે. હું એમનો વિશ્વાસઘાત ના કરી શકું. " ગૌરીબેન ઠંડા પડ્યા. એમને લાગ્યું કે એ ખોટા ગુસ્સે થઈ ગયા. દસ લાખ જેવી મોટી રકમ લઈને આ યુવાન પોતાના દરવાજે આવ્યો હતો. પોતે સિલાઈ અને બે ત્રણ ઘરે રસોઈ કરીને ગુજરાત ચલાવતા. બ્રાહ્મણ હતાં એટલે પાડોશીઓ પણ એમને નાનીમોટી મદદ કરતા રહેતા. આવી સંઘર્ષની જિંદગીમાં દશ લાખ તો ઘણી મોટી રકમ હતી !! " માફ કરજો ભાઈ...હું એ માણસને ભૂલી ચૂકી છું. પણ કંઈ નહીં.... મને તમે માંડીને વાત કરો હવે..... અને તોરલ તું આ ભાઈ માટે ચા મુક "
વિડીયોમાં રાતનો સમય હતો. રસોડાની લાઈટ ડીમ હતી. વિક્રમ ધીમેથી રસોડામાં પ્રવેશે છે. તે ચોરની જેમ આજુબાજુ જુએ છે અને પછી પોતાના ખિસ્સામાંથી એક નાની ડબ્બી કાઢે છે. તેમાંથી કેટલીક ગોળીઓ કાઢીને તેનો ભૂકો કરે છે અને પ્રિયા માટે બની રહેલી ચામાં ભેળવી દે છે! વિડીયો માત્ર દ્રશ્ય પૂરતો નહોતો, તેમાં વિક્રમનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તે બ્લુટૂથ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો: “હા, દવા બરાબર કામ કરી રહી છે. થોડા જ દિવસોમાં આ સાવ પાગલ સાબિત થઈ જશે. ડૉક્ટરને મેં પૈસા ખવડાવી દીધા છે. એકવાર તેને મેન્ટલ એસાયલમ (પાગલખાને) મોકલી દઉં, પછી છોકરીની કસ્ટડી પણ મારી અને એના બાપની કરોડોની ગામડાની જમીન પણ કાયદેસર રીતે મારા નામે થઈ જશે!” વિડીયો પૂરો થયો. કોર્ટ રૂમમાં એક ભયંકર સન્નાટો છવાઈ ગયો. જે વિક્રમ થોડીવાર પહેલાં ઘમંડથી હસી રહ્યો હતો, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેનો ચહેરો પરસેવે રેબઝેબ હતો. તેના ત્રણેય મોંઘા વકીલોએ શરમથી માથું ઝુકાવી દીધું અને ચૂપચાપ વિક્રમથી બે ડગલાં દૂર ખસી ગયા. તેમને સમજાઈ ગયું હતું કે બાજી પલટાઈ ચૂકી છે. અનિકાએ પોતાની નાની નોટબુક અને રસીદો જજ સાહેબ તરફ લંબાવતા કહ્યું, "જજ અંકલ, આ એ દવાઓની રસીદો છે જે પપ્પા છૂપી રીતે મંગાવતા હતા. મેં તેમના લેપટોપમાંથી આ પ્રિન્ટ કાઢી છે. મારી મમ્મી પાગલ નથી, તેમને જાણીજોઈને બીમાર કરવામાં આવી રહ્યા હતા." ન્યાયાધીશ રમેશ મહેતાનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. તેમણે હથોડી જોરથી પછાડતા કહ્યું, "શ્રી વિક્રમ સિંહ! તમે કાનૂન, અદાલત અને પવિત્ર સંબંધ... ત્રણેયની મજાક ઉડાવી છે. સંપત્તિની લાલચમાં પોતાની પત્નીને ધીમું ઝેર આપવું એ માત્ર છેતરપિંડી નથી, પરંતુ હત્યાનો પ્રયાસ છે!" વિક્રમ ધ્રૂજવા લાગ્યો. "માય લોર્ડ... આ... આ બધું ખોટું છે..." તે બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ જજ સાહેબે તેને અટકાવતા ચુકાદો સંભળાવ્યો: "આ અદાલત શ્રીમતી પ્રિયા સિંહના તમામ મેડિકલ રિપોર્ટને નકલી અને રદબાતલ જાહેર કરે છે. વિક્રમ સિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસ, ઘરેલુ હિંસા અને છેતરપિંડીનો ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે છે. પોલીસ, આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરો!" તરત જ બે પોલીસ કોન્સ્ટેબલ આગળ આવ્યા અને અમીર બિઝનેસમેન વિક્રમ સિંહના હાથમાં હાથકડી પહેરાવી દીધી. જજ સાહેબે આગળ કહ્યું, "બાળકી અનિકાની સંપૂર્ણ કસ્ટડી તેની માતા પ્રિયા સિંહને સોંપવામાં આવે છે. અને વિક્રમ સિંહની સંપત્તિમાંથી ૫૦% હિસ્સો વળતર રૂપે પ્રિયા અને અનિકાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે." ચુકાદો સાંભળતા જ પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં, જીતના અને આઝાદીના હતા. તે દોડીને પોતાની ૮ વર્ષની દીકરીને વળગી પડી. મા-દીકરીના આ મિલન અને અનિકાની બહાદુરી જોઈને કોર્ટમાં હાજર રહેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. જજ રમેશ મહેતાએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને અનિકા તરફ જોયું. તેમના ચહેરા પર એક ગર્વભર્યું સ્મિત હતું. તેમણે કહ્યું, "દીકરી અનિકા, મેં મારી આખી જિંદગીમાં ઘણા મોટા અને નામી વકીલો જોયા છે. પરંતુ તારા જેવી નીડર અને શ્રેષ્ઠ વકીલ મેં આજ સુધી નથી જોઈ. તેં સાબિત કરી દીધું કે તું ખરેખર તારી માતાની સૌથી મોટી વકીલ છો!" આખા કોર્ટ રૂમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. એક નાનકડા ગુલાબી બેકપેક અને એક માસૂમ દીકરીના સાહસે અહંકાર અને અન્યાય બંનેને હરાવી દીધા હતા. -અજ્ઞાત
હું મારી માતાની વકીલ છું… જજ સામે બોલી ૮ વર્ષની બાળકી. વિપક્ષે તેની મજાક ઉડાવી, પરંતુ જ્યારે તેણે પોતાના બેકપેકમાંથી સામાન કાઢ્યો, તો આગળ જે થયું તેણે આખી અદાલતને હચમચાવી દીધી! શું તમે વિશ્વાસ કરશો? માત્ર ૮ વર્ષની એક માસૂમ બાળકી, અનિકા, કોર્ટ રૂમની વચ્ચે ઊભી રહીને ગર્જના કરતા કહે છે "હું મારી માતાની વકીલ છું!" અને તેનું નાનકડું ગુલાબી બેકપેક આખી અદાલતને હચમચાવી દે છે! તે દિવસે કોર્ટ રૂમ નંબર ૮ માં વાતાવરણ બરફ જેવું ઠંડુ અને શાંત હતું. વિક્રમ સિંહ અને પ્રિયા સિંહ વચ્ચે છૂટાછેડા અને બાળકીની કસ્ટડીનો કેસ ચાલી રહ્યો હતો. વિક્રમ સિંહ - અમીર બિઝનેસમેન, મોંઘા સૂટમાં સજ્જ, ઘમંડ ભરેલા સ્મિત સાથે, ત્રણ ટોપ વકીલો સાથે બેઠા હતા. તેમની આંખોમાં જીતનો ભરોસો સાફ દેખાઈ રહ્યો હતો. તો બીજી તરફ પ્રિયા સિંહ - દુબળી-પાતળી, ધ્રૂજતી, સૂજેલી આંખોવાળી, એક સાદી અને ફિક્કી સાડીમાં બેઠી હતી. તેમની સાથે માત્ર એક લીગલ એડ (સરકારી) વકીલ હતો, જે પહેલેથી જ હાર માની ચૂક્યો હોય તેવું લાગતું હતું. પછી સુનાવણી શરૂ થઈ. વિક્રમના મુખ્ય વકીલે જોરદાર અંદાજમાં કહ્યું, “માનનીય ન્યાયાધીશ મહોદય, મેડિકલ રેકોર્ડ્સ સાફ બતાવે છે કે શ્રીમતી પ્રિયા સિંહને ગંભીર માનસિક બીમારી છે. તેઓ વારંવાર ચીસો પાડે છે, બેભાન જેવી અવસ્થામાં રહે છે અને પોતાની દેખભાળ પણ નથી કરી શકતા. તેથી મારા અસીલ વિક્રમ સિંહ પોતાની ૮ વર્ષની દીકરી અનિકાની સંપૂર્ણ કસ્ટડી માંગી રહ્યા છે. સાથે જ, પ્રિયાની ગામડાની બધી જમીનો પણ ‘સુરક્ષિત જાળવણી’ ના નામે વિક્રમ સિંહના નામે ટ્રાન્સફર કરવામાં આવે.” વિક્રમે વિજયી સ્મિત સાથે માથું હલાવ્યું. પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. “આ બધું જૂઠ છે! હું પાગલ નથી! વિક્રમ, મારી દીકરીને ન છીનવો... કૃપા કરો!” “કોર્ટમાં શાંતિ!” ન્યાયાધીશ રમેશ મહેતાએ હથોડી વગાડી. તેમણે પ્રિયાના લીગલ એડ વકીલને પૂછ્યું, “શું તમારી પાસે આ મેડિકલ રેકોર્ડ્સને ખોટા સાબિત કરવા માટે કોઈ પુરાવો છે?” લીગલ એડ વકીલે માત્ર માથું ઝુકાવી દીધું. “ના મહોદય...” પ્રિયાનો ચહેરો ફિક્કો પડી ગયો. જાણે આખી દુનિયા તૂટી ગઈ હોય. ન્યાયાધીશ હથોડી ઉઠાવવા જ જઈ રહ્યા હતા કે અચાનક એક નાનકડો અવાજ આખી કોર્ટમાં ગુંજી ઉઠ્યો. “માનનીય ન્યાયાધીશ! શું હું કંઈક બોલી શકું છું?” સૌની નજર ઘૂમી ગઈ. દર્શક ગેલેરીમાંથી ૮ વર્ષની અનિકા ઊભી થઈ ગઈ. હાથમાં ગુલાબી બેકપેક લઈને, તે કોર્ટની વચ્ચે આવી ગઈ. વિક્રમ હસતા હસતા બોલ્યો, “અનિકા, બેસી જા બેટા! આ હજુ બાળકી છે મહોદય, આને શું ખબર કે તે શું કરી રહી છે.” પરંતુ ન્યાયાધીશે હાથ ઊંચો કર્યો. “તેને બોલવા દો. બેટા, તું શું કહેવા માંગે છે?” અનિકા પોતાની રડતી માતાના ટેબલ સામે ઊભી રહી ગઈ. તેણે ઊંચી ન્યાયાધીશની ખુરશી તરફ જોયું અને અદભુત સાહસ સાથે બોલી – “હું મારી માતાની વકીલ છું.” આખી કોર્ટ હસી પડી. વિક્રમના ત્રણેય વકીલો જોર-જોરથી હસવા લાગ્યા. પોલીસવાળા પણ મલકાઈ ગયા. એક ૮ વર્ષની બાળકી પોતાને વકીલ ગણાવી રહી છે? મજાક લાગી રહ્યું હતું! પણ અનિકા ડગી નહીં. તેણે શાંતિથી કહ્યું, “માનનીય ન્યાયાધીશ, આ વકીલોએ કહ્યું કે મમ્મી પાગલ છે. પપ્પા કહેતા હતા કે તેઓ કામના કારણે ઘરે નથી રહેતા. પરંતુ મેં જે જોયું... તે અવિશ્વસનીય છે. અને મારી પાસે પુરાવો છે!” ન્યાયાધીશની ભ્રમર ખેંચાઈ. “શું પુરાવો છે બેટા?” અનિકાએ પોતાનું ગુલાબી બેકપેક ખોલ્યું. અંદરથી નીકળી - એક નાની નોટબુક, કેટલીક પહોંચ (રસીદો), અને સૌથી ખાસ - તેનું પ્યારું ટેડી બિયર. ટેડીની પાછળથી તેણે એક નાનકડી USB ડ્રાઈવ (પેન ડ્રાઈવ) કાઢી. “હું ડિટેક્ટિવ શો બહુ જોઉં છું,” અનિકાએ માસૂમિયતથી કહ્યું. “મને ખબર પડી કે જ્યારે પણ પપ્પા રાત્રે મમ્મી માટે ચા બનાવતા હતા, ત્યારે મમ્મીને અચાનક ચક્કર આવવા લાગતા, અજીબ વાતો કરવા લાગતી અને બહુ લાંબા સમય સુધી સૂઈ જતી. તેથી એક રાત્રે મેં મારું ટેડી બિયર ફ્રિજની ઉપર છુપાવી દીધું...” ત્યારે જ વિક્રમનો ચહેરો પીળો પડી ગયો. તેનું સ્મિત ગાયબ થઈ ગયું. પરસેવો વહેવા લાગ્યો. તે ચીડાઈને બૂમ પાડી ઉઠ્યો, “મહોદય! આ બાળકીની વાત ન સાંભળો! આ માત્ર કાર્ટૂન જુએ છે!” ન્યાયાધીશ ગરજ્યા, “શ્રી વિક્રમ, બેસી જાઓ!” પછી તેમણે બેલિફને આદેશ આપ્યો – “આ USB નું કન્ટેન્ટ કોર્ટના મોનિટર પર ચલાવો!” USB હાથમાં લેવામાં આવી... કોમ્પ્યુટરમાં લગાવવામાં આવી... હવે આખી કોર્ટ શ્વાસ રોકીને રાહ જોઈ રહી હતી. એક ૮ વર્ષની બાળકીએ શું-શું જોઈ લીધું હશે? એ ગુલાબી બેકપેકમાં એવું શું હતું જે મોટા-મોટા વકીલો અને અમીર પિતાને પણ હલાવી શકે છે? શું અનિકા ખરેખર પોતાની માતાની વકીલ બની શકશે? USB કોમ્પ્યુટરમાં લગાવવામાં આવી. પળવારમાં કોર્ટના મોટા મોનિટર પર એક વિડીયો શરૂ થયો. આખા રૂમમાં સોય પડે તો પણ અવાજ આવે તેવી સ્મશાન શાંતિ છવાઈ ગઈ. વિડીયો ફ્રિજની ઉપર છુપાવેલા કેમેરા (જે ટેડી બિયરમાં હતો) માંથી રેકોર્ડ થયેલો હતો.