🎤🎧॥ સાહિત્ય સરિતા ॥📚🎻
Статистикаઓર્ગેનાઇઝર & લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણી https://wa.me/917698824621 ટેલીગ્રામ પેઇઝ આમંત્રણ https://t.me/joinchat/AAAAAENdAEK6NxPHvjIJ_g
- Последний пост
- 9 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 347
- 1/48двое суток
- 397
- 1/72трое суток
- 428
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
बढो तो इतना बढो, कि मन्जिल लौहा मान ले | पढो तो इतना पढो कि पुस्तक हमसे ज्ञान ले ॥
*॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥* 🚩 *નાશવંત દેહ વિષે* *☆ ☆ ☆ ☆╰☞॥ સવૈયા ॥☜╯☆ ☆ ☆ ☆* જયું જલમાંઇ લકીર પરિ સો, ટલીકે ટલીકે ટલીકે ટલી હે, જ્યું મિસરિ પયમાંઈ પરિસો, ભલી કે ભલી કે ભલી કે ભલી હે, દેવલ શીશ ચઢાઈ ધજા સો, હલી કે હલીકે હલી કે હલી હે, બ્રહ્મમુનિ ત્યું હિ દેહકી આયુ, ચલીકે ચલી કે ચલી કે ચલી હે, ૦૧ નીચનકે સંગ પ્રીત કરિ સો, મટી કે મટી કે મટી કે મટી હે, જૂધકું દેખિ ત્રિયાનકિ ટોરિ, હટી કે હટિ કે હટિ કે હટિ હે, સૂરજ દેખકેં કુંદ કલી સો, ફટી કે ફટી કે ફટી કે ફટી હે, બ્રહ્મમુનિ ત્યુંહિ દેહકી આયુ, ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી હે. ૦૨ ભોમિનિસાનપેં આયકેં ચોટ, લગી કે લગી કે લગીકે લગી હે, મારૂતકે અતિ જોરસેં આગ, જગી કે જગી કે જગી કે જગી હે, ચૂલકિ સીસ ચઢાઇ તઇ સો, ધગી કે ધગી કે ધગી કે ધગી હે, બ્રહ્મમુની કહે તેસે હિ દેહ, ભગી કે ભગી કે ભગી કે ભગી હે. ૦૩ વહ્નિ રુ દારૂ સંજોગ ભડાકો, ભયો કે ભયો કે ભયો કે ભયો હે, પ્યાદેકે લાર સવાર ચઢ્યો સો, લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે, ચોરન કે સંગ ચાહકું ચોર, કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે, બ્રહ્મમુનિ કહે યું તન આયું, ગયો કે ગયો કે ગયો કે ગયો હે. ૦૪ કાસ્ટ ચિતા મહિ બૈઠી સતિ સો, જરી કે જરી કે જરી કે જરી હે, સિંહ કે અગ્ર ખડિ બકરી સો, મરી કે મરી કે મરી કે મરી હે, જ્યું ઘરીયાર કે પાસ કટોરી, ભરી કે ભરી કે ભરી કે ભરી હે, બ્રહ્મમુનિ કહે તેસે હિ દેહ, પરી કે પરી કે પરી કે પરી હે. ૦૫ જ્યું અરી સૈનમેં ઉખકો ખેત, લુટ્યો કે લુટ્યો કે લુટ્યો કે લુટ્યો હે, જ્યું કપટિ મિલ હેત કિયો સો, તુટ્યો કે તુટ્યો કે તુટ્યો કે તુટ્યો હે, જેસેંહિ તોલત ધાનકો ઢેર, ખુટ્યો કે ખુટ્યો કે ખુટ્યો કે ખુટ્યો હે. ૦૬ *કવિ શ્રી :~* સદ્ગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્વામી *( છંદરત્ના વલી માથી ) 📚* *┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈* *૨૧ / ૦૬ / ૨૦૨૦ 09:46 PM રવિવાર* *ટાઇપ :~* લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણી 🖥️ https://wa.me/917698824621 ╭════════════╮ *youtube 👇* ╰════════════╯ https://youtube.com/@dharmeshgabani ╭════════════╮ *whatsapp 👇* ╰════════════╯ https://chat.whatsapp.com/HoKvrbgU5DHG7TEgLyW9WV?s=cl&p=a&ilr=4 ╭════════════╮ *telegram👇* ╰════════════╯ https://t.me/joinchat/AAAAAENdAEK6NxPHvjIJ_g
વાદળ અષાઢી વળ્યા. મીઠડા ગહે ક્યાં મોર મેહુલો વર્ષો મોતીડે. તા તો કિલોલ આઠે કોર ✍️ વિપુલ બારોટ
https://youtube.com/@dharmeshgabani *પૌરાણિક ધર્મ અને શાસ્ત્રોમાં* *વૃક્ષોનું મહત્વ* દશ कूप समो वापी दश वापी समो हदः। दश हद समो पुत्र दश पुत्र समो हूम । દશ કૂવા સમાન એક વાવ છે, દશ વાવ સમાન એક તળાવ; દશ તળાવ સમાન એક પુત્ર છે, દશ પુત્ર સમાન એક વૃક્ષ – મત્સ્યપુરાણ
હાસ્યનો હાઇવે.pdf
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
*યુટ્યુબ:* https://youtube.com/@dharmeshgabani --- *1. હનુમાન ધ્યાન* વંદે વાતસુતં સુબોધ નિલયં, વન્દે ગદા ધારિણમ્। વન્દે રામકથા સુધા સુરસિકં, વન્દે કપિન્દ્રં સદા ॥ સીતારામ-પદારવિન્દ યુગલ ધ્યાનસ્થિતં સર્વદા। વન્દે સંકટમોચનં ખલુ નૃણાં, શ્રીરામ ભક્તં સદા ॥ *અર્થ :-* હું વાયુના પુત્ર હનુમાનજીને પ્રણામ કરું છું, જે જ્ઞાનના નિવાસ સ્થાન છે અને ગદા ધારણ કરે છે. હું તેમને પ્રણામ કરું છું, જે રામકથા રૂપી અમૃતનો આનંદ લેનારા છે અને વાનરોના શ્રેષ્ઠ છે. જે સદા સીતા-રામના ચરણ કમળના ધ્યાનમાં લીન રહે છે, અને જે મનુષ્યોના બધા સંકટ દૂર કરનારા, સાચા શ્રીરામ ભક્ત છે – એવા હનુમાનજીને હું વારંવાર પ્રણામ કરું છું. --- *2. નવગ્રહ ધ્યાન* વન્દેઽહં ચ દિવાકરં ગ્રહપતિં વન્દે સુધાંશું વિધું, વન્દે ભૂમિ સુતં સુધાકર સુતં વન્દે સુરાણાં ગુરુમ્। વન્દે દૈત્યગુરું ભૃગોઃ સુતનયં વન્દે શનિં સૂર્યજં, વન્દે સૂર્ય સુતાનુપીડમકરં રાહુંચ કેતુન્તથા॥ --- *3. શ્રી કૃષ્ણ ધ્યાનં* વન્દે વેણુધરં મનોહરતનું પીતામ્બરં કેશવ ગોપી પ્રેમ નિબદ્ધનૃત્યનિતરં વન્દે સુલીલાકરં, ॥ ગોપી ગોપ જનાનુરાગ વશગં વન્દે યશોદાસુતં, ભક્તાનન્દ વિધીત્રયઞ્ચ સતં વન્દે બ્રજાધીશ્વરમ્ ॥ *અર્થ -* ❖ હું વાંસળી ધારણ કરનારા, મનોહર શરીરવાળા, પીતાંબર ધારણ કરનારા, કેશવ શ્રીકૃષ્ણને નમન કરું છું. ❖ જે ગોપીઓના પ્રેમથી સદા બંધાયેલા રહે છે અને અતિ સુશીલ લીલા કરનારા છે, તેમને નમન કરું છું. ❖ જે ગોપી અને ગ્વાલોના પ્રેમના વશમાં છે, યશોદા માતાના લાલ છે, તેમને નમન કરું છું. ❖ જે ભક્તોને આનંદ આપનારા, ત્રણેય લોકોના વિધાતા છે, એવા બ્રજના ઈશ્વર શ્રીકૃષ્ણને હું સદા નમન કરું છું. --- *4. શ્રી રામ ધ્યાન* વન્દે દાશરથિં મહીપતિલકં સીતાપતિં કામદં કૌસલ્યાનયનાર વિન્દસુખદં વન્દે જગત્પાલકમ્ વન્દે કોમલચેતસં રઘુપતિં વન્દે ચ ભક્તપ્રિયં શ્રીરામં રઘુવંશ ભૂષણમહં વન્દે દયા સાગરમ્ --- *સ્રોત:* પંડિત અંશુલ ઉનિયાલ
https://youtube.com/@dharmeshgabani हनुमान ध्यान वंदे वातसुतं सुबोध निलयं, वन्दे गदा धारिणम्। वंदे रामकथा सुधा सुरसिकं, वंदे कपिंन्द्रं सदा ॥ सीताराम-पदारविन्द युगल ध्यानस्थितं सर्वदा। वंदे संकटमोचनं खलु नृणां, श्रीराम भक्तं सदा ॥ *अर्थ :-* मैं वायु के पुत्र हनुमान जी को प्रणाम करता हूँ, जो ज्ञान (सुबोध) के निवास स्थान हैं और गदा धारण करते हैं। मैं उन्हें प्रणाम करता हूँ, जो रामकथा रुपी अमृत का आनंद लेने वाले हैं और वानरों के राजा (श्रेष्ठ) हैं। जो सदा सीता-राम के चरण कमलों के ध्यान में लीन रहते हैं, और जो मनुष्यों के सभी संकट दूर करने वाले, सच्चे श्रीराम भक्त हैं – ऐसे हनुमान जी को मैं बार-बार प्रणाम करता हूँ। !! नवग्रह ध्यान !! वन्देङहंच दिवाकरं ग्रहपतिं वन्दे सुधांशुं विधुं, वन्दे भूमि सुतं सुधाकर सुतं वन्दे सुराणां गुरुम्। वन्दे दैत्यगुरुं भृगोः सुतनयं वन्दे शनिं सूर्यजं, वन्दे सूर्य सुतानुपीडमकरं राहुंच केतुन्तथा॥ श्री कृष्ण ध्यानं वन्दे वेणुधरं मनोहरतनुं पीताम्बरं केशव गोपी प्रेम निबद्धनृत्यनितरं वन्दे सुलीलाकरं, ॥ गोपी गोप जनानुराग वशगं वन्दे यशोदासुतं, भक्तानन्द विधीत्रयञ्च सततं वन्दे ब्रजाधीश्वरम् ॥ अर्थ - ❖ मैं वेणु (बाँसुरी) धारण करने वाले, मनोहर तनु वाले, पीताम्बर धारण करने वाले, केशव श्रीकृष्ण को नमन करता ❖ जो गोपियों के प्रेम से सदा बँधे रहते हैं और अति सुशील लीलाओं के करने वाले हैं, उन्हें नमन करता हूँ ❖ जो गोपि और ग्वालों के प्रेम के वश में हैं, यशोदा माता के लाल हैं, उन्हें नमन करता हूँ, ❖ जो भक्तों को आनंद देने वाले, तीनों लोकों के विधाता हैं, ऐसे ब्रज के ईश्वर श्रीकृष्ण को मैं सदा नमन करता हूँ ॥ *!! श्री राम ध्यान !!* वन्दे दाशरथिं महीपतिलकं सीतापतिं कामदं कौसल्यानयनार विन्दसुखदं वन्दे जगत्पालकम् वन्दे कोमलचेतसं रघुपतिं वन्दे च भक्तप्रियं श्रीरामं रघुवंश भूषणमहं वन्दे दया सागरम् टाइप ~: पंडित अंशुल उनियाल
આ રહી, આખી "યોગાનંદમુનિકૃત અષ્ટપદી" ગુજરાતીમાં ટાઇપ કરી આપી છે: આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત યોગાનંદ મુનિ દ્વારા રચિત છે અને ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરે છે. https://youtube.com/@dharmeshgabani *યોગાનંદમુનિકૃત અષ્ટપદીમ્* જલધરસુન્દર, મદનમનોહર, હૃદયતમોહર, કૃષ્ણહરે; વૃષકુલભૂષણ, દલિતવિદૂષણ, દિવ્યવિભૂષણ, દિવ્યગતે; જયજય જયકર દીનદયાકર જગતિ દિવાકર દિવ્યપતે. ૧. નિજજનરંજન, ભવભયભંજન, ભુવનનિરંજન, ભક્તરતે; મુનિજનમંડન, વિષયવિખંડન, ખલજનદંડન, દંડવિધે. જય જય - ૨. અસુરનિકંદન, સુરવૃષનંદન, ચર્ચિતચંદન મુક્તમુને; ભવજલતારણ, દોષનિવારણ, મંગલકારણ મુક્તપતે જય જય - ૩. સરસિજલોચન, જનિમૃતિમોચન, રવિશશિરોચન, રાગિરતે; અસુરવિમોહન, સુરસુખદોહન, વારણરોહણ, શીઘ્રગતે. જય જય - ૪. નિજહિતશાસન, શાપવિનાશન, હયગરુડાસન, સાદિવૃતે; દુર્ગપુરાસન ભક્તનિવાસન, ભૂજિતકુવાસન, ભક્તરતે. જય જય - ૫. રચિતનિજાવન, ભક્તિવિભાવન, પંડિતસુપાવન પુણ્યપતે; શંકુસ્શંકર, વૈરિભયંકર, ધર્મધુરન્ધર, યોગિગતે. જય જય - ૬. ખંડિતચંડં, પંડિતમંડં, જિતપાખંડં, દંડભટમ્; કંપિતકાલં, વૃષકુલપાલં, વરવનમાલં, પીતપટમ્. જય જય - ૭. શ્રિતસુખકન્દં, બોધિતમંદં, સહજાનન્દં, ત્વાધિભજે; કુરુ તવ દાસં, ચરણનિવાસં, ત્યક્તકુવાસમ્ યોગમુનિમ્. જય જય - ૮. ૬-૫-૨૦૨૬ 11:55 am - બુધવાર ટાઇપ : ~ લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણી 76988 24621 https://wa.me/917698824621 *ટેલીગ્રામ પેઇજ* https://t.me/joinchat/AAAAAENdAEK6NxPHvjIJ_g
*શિવલીંગને અભિષેક કરવાથી મળતા ફળો* - *ચોખા* ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. - *બીલીપત્ર* ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. - *ડાંગર-જવ* ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે. - *દુર્વા (ધરો)* ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. - *ઘી* ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. - *દર્ભ* ચઢાવવાથી શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે. - *ગાયનું ઘી* ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. - *જળ* ચઢાવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. - *ગંધ-તેલ-અત્તર* ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. - *પંચામૃત* ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. - *દૂધ* ચઢાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે. - *દહીં* ચઢાવવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. - *મધ* ચઢાવવાથી પ્રભુને સંતુષ્ટ કરનાર થાય છે. - *શેરડીનો રસ* ચઢાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. - *શ્રીફળનું પાણી* ચઢાવવાથી અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. - *હળદર* ચઢાવવાથી રાજસ્વ આપનાર પ્રાપ્તિ થાય છે. - *પિષ્ટ (સુગંધીયુક્ત ફુલ)* ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. - *આમળાનો રસ* ચઢાવવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્તિ થાય છે. - *દ્રાક્ષ* ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે. - *દાડમ* ચઢાવવાથી રાજયની પ્રાપ્તિ થાય છે. - *ગંધોદક* ચઢાવવાથી જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ 🙏
*_કવિ કાયરને ધિંગાણે ચડાવે_* *_કવિ ઢીંગલા ચિથરાના ધુણાવે,_* *_કવિ જુજતો હોય, મહા સમ્રાટની સામે,_* *_કવિ છે ચિતારો મહા બુદ્ધિ વાળો,_* *_પડિજાય ભીત, તોય ચિત્રને ભાળો_* *_ કવિ કૂપાથીજ મહા રંગજામે_* *_કવિ જન્મેછે નથી મ્રુત્યુને પામતો....._*
જય હો માઁ મોંગલ 🙏🏼 માડી તારા નવ નગર ને નવ નેહડા માડી તારી નજરૂ ફરે છે નવખંડ માથે રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે...(૧) માડી તે કાળા રે સરપુંને કીધો કોરડો માડી એ તો વખડાં વમને ને ફણીધર ફુફે રે, મછરાળી મોગલ...(૨) માડી તારા કોરડે હાલે છે વ્યોમે વાવડો માડી તેંતો કોરડે દૈત્યું ને દંડ તે દીધા રે, મછરાળી મોગલ...(૩) માડી તારા સીમાડા લોપ્યાને અંગડા માગીયા માડી તેં તો ભેળીઓ ઉતારી જોને બાંધી ભેટે રે, મછરાળી મોગલ...(૪) માડી એવા હોકારા કરીને દાનવા હુકળ્યા માડી તું તો રથડો મેલીને રણમાં કુદી રે, મછરાળી મોગલ...(૫) માડી તારાં ખાંડા ને ખડગ રણમાં ખડખડયાં માડી ત્યા તો લડઆ વીનાના લશ્કર ભાગ્યા રે, મછરાળી મોગલ...(૬) માડી આજ દાનવકુળ સળગે રે ડુંગર દોયલા માડી તારા રોષના દાવાનળ રેલ્યા રે, મછરાળી મોગલ...(૭) માડી તારાં છોરુને સંતાપ્યા દેવળ દુભવ્યા માડી એના જડબા ચીરીને દાંત જેર્યા, માડી એવા લોહીના તરસ્યાંને ભરખી લીધા રે, મછરાળી મોગલ...(૮) માડી એવી નવલખ ધેનુ રે તારે આંગણે, માડી એ તો સૂરજનાં ખેતર ચરવા જાય રે, માડી એ તો સૂરજના આથમે ચરવા જાય રે, મછરાળી મોગલ...(૯) માડી તારા ઘોળા રે ધણ ચરે આઘા આભમાં માડી એના રખોપાં રાખે છે રાતનો રાજા રે, મછરાળી મોગલ...(૧૦) માડી તારી કાળીયું લટું ને કાળો ભેળીઓ માડી તારો આકરો ત્રંબક વરણો વાન રે, મછરાળી મોગલ...(૧૧) માડી તારો મારકણો મોરો ને જોણી આકરી માડી તારા કાળજા મશરૂથી સાવ છે કુણા રે, મછરાળી મોગલ...(૧૨) માડી તું તો ભવના ભૂલેલાં દખિયાં ભાળતી માડી તારા હૈયાનો હેમાળો ઓગળીને હાલે રે, મછરાળી મોગલ...(૧૩) માડી તારી સેવા જો કરે તો દોયલા દુઃખ પર ટળે, માડી તારી આળ્યું જો કરે તો થાય ઉત્પાત રે, મછરાળી મોગલ...(૧૪) માડી તારો 'કાગે' રે પરગટ પરચો ભાળીયો માડી તારા વાછરું ચારે છે વનનો રાજા રે, મછરાળી મોગલ...(૧૫) રચના_કવિશ્રી દુલા કાગ
અભયરાજા(દાદા ખાચરના પિતાશ્રી)એ કરેલી ઊભયરૂપની અદ્ભૂત સ્તુતિ(નંદલાલો તેજ ધર્મ લાલો દેવકીનંદન તેજ ભક્તિ નંદન) ________ अभय उवाच - सिताम्बरं नैष्ठिकवर्णिवेषं पीताम्बरं तं नटवर्यवेषम् । नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २४ शान्तान्तरस्वाश्रितमण्डलस्थं शृङ्गारिगोपीगणमण्डलस्थम् । सरोजपत्राभविलोलनेत्रं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २५ वृन्देन्धनस्रग्धरपद्मपाणिं वृन्दावने सुस्वरवेणुपाणिम् । विचित्रपुष्पोत्तमचारुहारं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २६ समाधिविस्मापितसर्वलोकं रासक्रियाचित्रितदेवलोकम् । कन्दर्पदर्पोत्खननातिदक्षं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २७ स्वभक्तसत्सद्मविराजमानं वृन्दावनाक्रीडसुशोभमानम् । स्वानां हरन्तं हृदयानि दृा वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २८ शिरःपटापीडनिजात्मलोभं मयूरपत्रालिकिरीटशोभम् । पद्मादिलक्ष्माङ्कितपादयुग्मं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। २९ स्वदत्तभूषाः सहसा ददानं स्वाङ्गेषु भूषा विविधा दधानम् । सकालमायाभयदाभिधानं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। ३० भक्तान्तरारिक्षपणप्रतापं गोगोपगोपीरिपुदैत्यतापम् । पादानमत्स्वीयजनैकबन्धुं वन्दे हरिं धर्मसुतं च कृष्णम् ।। ३१ અભયરાજાએ કરેલી ઊભયરૂપની અદ્ભૂત સ્તુતિ :-- અભયરાજા કહે છે, હે શ્રીહરિ ! તમે નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી શોભો છો અને બીજા સ્વરૂપે તમે નટવરના વેષમાં પીતાંબર ધારણ કરી શોભો છો. બન્ને વખતે તમારું શરીર તો નવીન મેઘની સમાન શ્યામ સુંદર જ શોભે છે. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ આપને હું નમસ્કાર કરું છું.૨૪ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે શાંત અંતરવાળા છો અને બીજા સ્વરૂપે શૃંગારરસવાળી ગોપીઓના મંડળને મધ્યે વિરાજો છો. બન્ને વખતે તમે વિક્સિત કમળના પત્ર સમાન વિશાળ ચંચળ નેત્રોથી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૫ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે તુલસીના કાષ્ટમાંથી નિર્મિત જપમાળાને હસ્તકમળમાં ધારણ કરી ફેરવી રહ્યા છો. અને બીજા સ્વરૂપે વૃંદાવનને વિષે સુંદર સ્વરવાળી વેણુને બન્ને હાથે ધારણ કરી વગાડી રહ્યાં છો અને બન્ને સ્વરૂપમાં પુષ્પોની મનોહર માળાઓને ધારણ કરી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૬ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાનાં દર્શનમાત્રથી સમાધિ કરાવી અનેક જનસમુદાયને અતિ આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો, અને બીજા સ્વરૂપે ગોપીઓની સાથે રાસક્રીડા કરી દેવલોકના દેવતાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો. અને બન્ને સ્વરૂપે ગર્વિષ્ઠ કામદેવના ગર્વને મૂળે સહિત ઉખાડવામાં મહાચતુર જણાવો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૭ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાના ભક્તજનોના સુંદર ભવનમાં આવીને વિરાજો છો. અને બીજાં સ્વરૂપે વૃંદાવનની રમણભૂમિમાં વિરાજો છો. અને બન્ને સ્વરૂપે પોતાની કરુણામય દૃષ્ટિમાત્રથી ભક્તજનોનાં મનને પોતા તરફ આકર્ષો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૮ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે મસ્તક ઉપર ધારણ કરેલી પાઘમાં લટકતા અનેક પ્રકારના સુગંધીમાન પુષ્પોના તોરાઓથી ભક્તજનોનાં મન લલચાવો છો. અને બીજાં સ્વરૂપે મોરપીંછની પંક્તિથી યુક્ત મુગટની શોભાથી શોભી રહ્યા છો. અને બન્ને સ્વરૂપમાં પદ્મ આદિ ચિહ્નોથી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૯ હે શ્રીહરિ ! એક સ્વરૂપે પોતાના ભક્તજનોએ પૂજામાં અર્પણ કરેલા અનેક પ્રકારનાં કડાં,વેઢ, વીંટી આદિક આભૂષણોને તત્કાળ બ્રાહ્મણોને દાનમાં આપી દો છો. અને બીજાં સ્વરૂપે પોતાનાં એક એક અંગ ઉપર વિવિધ પ્રકારનાં આભૂષણો ધારણ કરીને શોભી રહ્યા છો, અને બન્ને સ્વરૂપમાં કાળ-માયાના ભયને ભેદતા શુભ નામને ધારણ કરો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણસ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૩૦ હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાના પ્રતાપથી આશ્રિત ભક્તજનોના કામાદિ અંતઃશત્રુઓનો વિનાશ કરો છો. અને બીજા સ્વરૂપે પોતાના આશ્રિત ગાયો, ગોપ અને ગોપીઓના શત્રુ એવા અઘાસુર આદિ દૈત્યોનો વિનાશ કરો છો. અને બન્ને સ્વરૂપમાં પોતાના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા પોતાના ભક્તજનોના અનન્ય આત્મબંધુ થઇ વર્તો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૩૧ (સત્સંગિજીવન બીજું પ્રકરણ અધ્યાય ૩૧)
https://youtube.com/channel/UC91Q69x8iVAdgnxL5ojWrbg मुजे हारने मत देना माँ मेरा जीतना बहुत जरूरी हे... अकेले चल दिया हूँ इस राह पर मंजिल का मिलना बहुत जरूरी हे. यहाँ सब खडे है घेरकर मुझे मेरी हार का तमाशा देखने इनका निराश होना जरूरी है.. और चाहे जितना दूर हो जाऊँ मैं इस दुनिया से मुझे हमेशा अपने पास रखना. हे...माँ..!! मेरे इस अटूट भरोसे की लाज रखना...
*┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈* *॥ વર્સાદનું વર્ણન ॥* 'ધરા ઉપરે મેઘ આયો ધડાકે, લીયે વારણાં વિજળી તે કડાંકે. હુંફળ્યાં નદિ~જળ બંબોળ વાટે, દડેડ્યાં ડુંગરાંત્ પેટાંળ ફાંટે. ધરા-આભ તણાં બે પડો ધડુક્યાં, ધણેણ્યાં ઢોલ મેઘ રાજા બળુકા. નાખી નાંગળ્યો ભાણ ગળે વિટાળી, પડિ દાબી દાંડિ બીજી હાથ તાળી. નિતર્યો અંગ કેવો પ્રસેવો, ધરા ઘર આષાઢ મેમાન આયો. ધનું ખેચીયાં ભાલ આભે અટારી, હયાં ભેદવા હાથ લીધી કટારી..✍ *કવિશ્રી :~ >* અનુભા જામંગ (ગઢવી ) ✍🏻 *┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈* ૧૫ / ૦૮ /૨૦૧૮ 11 : 34 PM - બુધવાર *ટાઇપ :~>* લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણી 🖥️ https://wa.me/917698824621 ૭૬૯૮૮૨૪૬૨૧ ╭════════════╮ *youtube 👇* ╰════════════╯ https://youtube.com/@dharmeshgabani *ટેલીગ્રામ પેઇઝ 👇* https://t.me/joinchat/AAAAAENdAEK6NxPHvjIJ_g
લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણીએ ડોક્યુમેન્ટ મોકલ્યું
ભુશણ કવિ
લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણીએ ડોક્યુમેન્ટ મોકલ્યું
લોકસાહિત્યકાર ધર્મેશ ગાબાણી તરફથી ફોટો