tgindex
અલ્વી ગુજરાતી હદીસ ટેલીગ્રામ ચેનલ

અલ્વી ગુજરાતી હદીસ ટેલીગ્રામ ચેનલ

Статистика
Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
16
Всего постов
27
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
671
мало замеров
Замеров пока мало
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
93
27 постов
Вовлечённость
13,9%
к подписчикам
Постов в день
2,3
всего 27
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
85
1/48двое суток
97
1/72трое суток
105

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • આખુંદે તેમને સલામ કરી તો સૈયદે હળવા સ્મિત સાથે સલામનો જવાબ આપ્યો જાણે તેઓ આખી પરિસ્થિતિથી વાકેફ હોય. આખુંદે તેમની પાસેથી દુઆની વિનંતી કરી તો સૈયદે એ જ દુઆ જણાવી જે તેમણે ખ્વાબમાં શીખવી હતી. આખુંદે એ દુઆ પડવાની શરૂ કરી દીધી અને થોડા જ દિવસોમાં દરેક તરફથી દુનિયાની નેઅમતો આવવા લાગી તેમની મુશ્કેલી અને ખરાબ પરિસ્થિતિ દૂર થઈ ગઈ અને ખુશહાલી પ્રાપ્ત થઈ. હાજી મુલ્લા ફતેહ અલી સુલ્તાનાબાદી સૈયદની ખૂબ પ્રશંસા કરતા હતા, કારણ કે તેમણે સૈયદ સાથે મુલાકાત કરી હતી અને થોડો સમય તેમના શાગિર્દ પણ રહ્યા હતા. *સૈયદે ખ્વાબ અને જાગૃત હાલતમાં હાજી મુલ્લા ફતેહ અલીને જે દુઆ અને અમલ શીખવ્યા હતા, તેમાં આ ત્રણ અમલ શામેલ છે:* (૧) ફજ્રની નમાઝ પછી છાતી પર હાથ રાખીને ૭૦ વખત કહો: يَا فَتَّاحُ યા ફત્તાહુ (૨) નિયમિત રીતે કાફીમાં બયાન થયેલી એ દુઆ પઢતા રહો જે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે પોતાના એક પરેશાન સહાબીને શીખવી હતી આ દુઆની બરકતથી થોડા જ દિવસોમાં તેની મુશ્કેલી દૂર થઈ ગઈ. અને એ દુઆ આ છે: لَا حَوْلَ وَلَا قُوَّۃَ اِلَّا بِاللّٰہِ ન તો કોઈ તાકાત છે અને ન કોઈ કૂવ્વત સિવાય તેના જે અલ્લાહ તરફથી મળે છે. تَوَكَّلْتُ عَلَی الْحَیِّ الَّذِی لَا یَمُوْتُ હું તવક્કુલ કરું છું એ જીવંત ખુદા પર જે કદી મરતો નથી وَالْحَمْدُ لِلّٰہِ الَّذِیْ لَمْ یَتَّخِذْ وَلَدًا તારીફ છે અલ્લાહ માટે કે જેને કોઈ સંતાન નથી وَلَمْ یَكُنْ لَہٗ شَرِیْكٌ فِی الْمُلْكِ અને તેની બાદશાહીમાં કોઈ તેનો ભાગીદાર નથી وَلَمْ یَكُنْ لَہٗ وَلِیٌّ مِّنَ الذُّلِّ وَكَبِّرْهُ تَكْبِیْرًا અને તેને કોઈની મદદની જરૂર નથી અને તમે તેની મહાનતાને બયાન કરતા રહો. (૩) ફજ્રની નમાઝ પછી શૈખ ઇબ્ન ફહદ પાસેથી નકલ કરેલી (ઉપર જણાવેલી) દુઆ પઢતા રહો તેને મોટી નેઅમત સમજો અને તેને પઢવામાં બેદરકારી ન કરો.

  • નમાઝે ફજ્ર પછી પડવાની દુઆ શેખ ઇબ્ને ફહદ ઈડ્ડતુદ દાઈમાં ઈમામ અલી રઝા અલય્હિસ્સલામથી બયાન કરે છે કે આ દુઆને નમાઝે સુબહ પછી પઢવાથી જે હાજત હશે તે અલ્લાહ પૂરી કરશે અને જે તકલીફ હશે આસાન કરશે. بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે મહેરબાન અને માફ કરનાર છે. بِسْمِ اللّٰهِ وَ صَلَّى اللهُ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ، અલ્લાહના નામથી અને હઝરત મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ અ. ઉપર દુરૂદ મોકલ, وَ اُفَوِّضُ اَمْرِيْ اِلَى اللّٰهِ، اِنَّ اللهَ بَصِيرٌ بِالْعِبَادِ، હું મારા કામને ખુદાના હવાલે કરૂં છું અને મને યકીન છે કે ખુદા પોતાના બંદાઓની હાલતને સારી રીતે જાણે છે, فَوَقَاهُ اللهُ سَيِّئَاتِ مَا مَكَرُوْا પછી અલ્લાહ આ વ્યક્તિને લોકોએ ઊભી કરેલી બુરાઈઓથી બચાવ. لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّي كُنْتُ مِنَ الظَّالِمِيْنَ، અય અલ્લાહ ખરેખર તારા સિવાય બીજો કોઈ ખુદા નથી તું પાકો પાકીઝા છે ખરેખર હું ઝાલીમોમાંથી હતો, فَاسْتَجَبْنَا لَهُ وَ نَجَّيْنَاهُ مِنَ الْغَمِّ وَ كَذٰلِكَ نُنْجِي الْمُؤْمِنِيْنَ، તેથી અમે તેની દુઆ કબૂલ કરી અને તેને ગમમાંથી નજાત આપી અને અમે આ રીતે મોમિનોને નજાત આપીએ છીએ. حَسْبُنَا اللهُ وَ نِعْمَ الْوَكِيْلُ، અય અલ્લાહ! તું અમારા માટે કાફી છે તું અમારો સારો જવાબદાર છે, فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِنَ اللّٰهِ وَ فَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوۤءٌ، પછી મુજાહિદ ખુદાના ફઝલો કરમથી એ રીતે પાછા આવ્યા કે તેમને કોઈ તકલીફ ન થઇ, مَا شَاۤءَ اللهُ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ، જે અલ્લાહ ચાહે તે જ થાય છે અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે તાકત કે શક્તિ નથી, مَا شَاۤءَ اللهُ لَا مَا شَاۤءَ النَّاسُ، જે અલ્લાહ ચાહે છે તે જ થાય છે લોકો ચાહે તે થતું નથી, مَا شَاۤءَ اللهُ وَ اِنْ كَرِهَ النَّاسُ، ખુદા જે ચાહે તે જ થાય છે ભલે પછી લોકોને ખરાબ જ કેમ ન લાગે حَسْبِيَ الرَّبُّ مِنَ الْمَرْبُوْبِيْنَ، حَسْبِيَ الْخَالِقُ مِنَ الْمَخْلُوْقِيْنَ، મારા માટે બીજાઓ કરતાં મારો રબ જ કાફી છે મારા માટે બીજી મખલુક કરતાં મારો પૈદા કરનાર જ કાફી છે, حَسْبِيَ الرَّازِقُ مِنَ الْمَرْزُوْقِيْنَ، حَسْبِيَ اللهُ رَبُّ الْعَالَمِيْنَ، મારા માટે બીજા રોઝી દેવાવાળા કરતાં મને રોઝી દેનાર ખુદા જ કાફી છે મારા માટે મારો અલ્લાહ બસ છે જે તમામ દુનિયાઓનો પરવરદિગાર છે, حَسْبِيْ مَنْ هُوَ حَسْبِيْ، મારો પાલનહાર અલ્લાહ મારા માટે કાફી છે حَسْبِيْ مَنْ لَمْ يَزَلْ حَسْبِيْ، જે હંમેશાથી મારા માટે કાફી છે તે જ મારા માટે પૂરતો છે. حَسْبِيْ مَنْ كَانَ مُذْ كُنْتُ لَمْ يَزَلْ حَسْبِيْ، હું જ્યારથી છું અને જ્યાં સુધી રહીશ મારા માટે અલ્લાહ કાફી છે, حَسْبِيَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَ هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيْمِ۔ મારા માટે કાફી છે તે ખુદા કે જેના સિવાય બીજો કોઈ મઅબુદ નથી હું તેના ઉપર ભરોસો કરૂ છું અને તે મહાન અર્ષનો માલિક છે. *મુઅલ્લિફ કહે છે કે મારા ઉસ્તાદ સેકતુલ ઇસ્લામ નૂરી (અલ્લાહ તેમની કબરને નૂરાની કરે)એ પોતાની કિતાબ દારુસ્સલામમાં પોતાના ઉસ્તાદ આલિમે રબ્બાની હાજી મુલ્લા ફતેહ અલી સુલ્તાનાબાદી પાસેથી નકલ કર્યું છે કે:* ફાઝિલે મુકદ્દસ આખુંદ મુલ્લા મોહમ્મદ સાદિક ઈરાકી ખૂબ જ મુશ્કેલી તકલીફ અને ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા તેમને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. એક રાત્રે આપે ખ્વાબ જોયો કે એક વાદીમાં ખૂબ મોટો તંબુ લગાવવામાં આવ્યુ છે. પૂછતાં ખબર પડી કે આ ફરિયાદ કરનારાઓની ફરિયાદ સાંભળનાર અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો સહારો એવા ઇમામે ઝમાના અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ શરીફ નો તંબુ છે. આ સાંભળીને તેઓ ઝડપથી હઝરતની ખિદમતમાં પહોંચ્યા. પોતાની ખરાબ પરિસ્થિતિ જણાવી અને પોતાની મુશ્કેલી દૂર થાય તથા રોજીમાં વધારો થાય તે માટે દુઆની વિનંતી કરી. હઝરતે તેમને પોતાની ઓલાદમાંથી એક મહાન વ્યક્તિ તરફ મોકલ્યા અને તેમના તંબુ તરફ ઈશારો કર્યો. આખુંદ હઝરતના તંબુમાંથી નીકળીને તે મહાન વ્યક્તિના તંબુમાં પહોંચ્યા ત્યાં આપે જોયું કે સૈયદે સનદ, ખબરે મુઅત્મદ, આલિમે અમજદ અને બારગાહે ઇલાહીમાં તાઇદ થયેલા, આગા સૈયદ મોહમ્મદ સુલ્તાનાબાદી નમાઝની જગ્યા પર બેઠા હતા અને દુઆ તથા કુરઆનની તિલાવતમાં વ્યસ્ત હતા. આખુંદે તેમને સલામ કરી અને પોતાની ખરાબ પરિસ્થિતિ જણાવી ત્યારે સૈયદે તેમને મુશ્કેલીઓ દૂર કરવા અને રોજીમાં વધારો થવા માટે એક દુઆ શીખવી. જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે એ દુઆ તેમને સંપૂર્ણપણે યાદ હતી. તે જ સમયે તેઓ સૈયદના ઘરે જવા નીકળ્યા જોકે તેઓ મનથી સૈયદ સાથે ખાસ પરિચિત ન હતા અને તેમની સાથે મુલાકાત પણ ન હતી જ્યારે આખુંદ સૈયદની ખિદમતમાં પહોંચ્યા ત્યારે તેમને બરાબર એ જ સ્થિતિમાં જોયા જેવી રીતે તેમણે ખ્વાબમાં જોયા હતા સૈયદ નમાઝની જગ્યા પર બેઠા હતા અને ઝિક્ર તથા ઇસ્તિગફારમાં વ્યસ્ત હતા.

  • *સૂરે યુસુફ આયત 35* ثُمَّ بَدَا لَہُمۡ مِّنۡۢ بَعۡدِ مَا رَاَوُا الۡاٰیٰتِ لَیَسۡجُنُنَّہٗ حَتّٰی حِیۡنٍ ﴿٪۳۵﴾ (૩૫) પછી (યુસુફની પાકીઝગીની) નિશાનીઓ જોઇ લીધા બાદ પણ તેને એક મુદ્દત સુધી કેદ કરવાનો નિર્ણય લીધો. *તફસીર:* અઝીઝે મિસર જ્યારે પોતાના ઘરની સ્થિતિ બગડતી જોઈ અને વધુ બદનામીથી બચવા માંગતા હતા ત્યારે તેણે હઝરત યૂસુફ અલય્હિસ્સલામને જેલમાં મોકલી દીધા. હકીકતમાં આ મિસરના મોટા લોકોની હાર અને હઝરત યૂસુફ અલય્હિસ્સલામની જીત હતી કારણ કે તેમણે હઝરત યૂસુફ અલય્હિસ્સલામને કોઈ ગુનાહના કારણે નહીં, પરંતુ પોતાની સ્ત્રીઓને કાબૂમાં રાખવા માટે જેલમાં મોકલ્યા હતા. *પયગામ:* 1- એક મૂર્ખ માણસ કૂવામાં પથ્થર નાખે તો સો સમજદાર લોકો પણ તેને બહાર કાઢી શકતા નથી અને જ્યારે એક સ્ત્રી પ્રેમમાં પડી જાય છે તો ઘણા પુરુષો તથા રાજ્યના મોટા અધિકારીઓ પણ આ બદનામીનો કોઈ ઉકેલ લાવી શકતા નથી. 2- મહેલોમાં રહેતા લોકો ઘણીવાર બેફિકર અને બેકાબૂ બની જાય છે યૂસુફ અલય્હિસ્સલામની પાકી નિર્દોષતા સાબિત કરનારા ઘણા પુરાવા હોવા છતાં તેમને જેલમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. 3- સુંદરતા હંમેશા સુખ લાવે એવું નથી ક્યારેક તે મુશ્કેલીઓનું કારણ પણ બને છે. 4- અત્યાચારી શાસકોના દરબારોમાં ઘણીવાર અદાલત અને નિર્ણય માત્ર દેખાવ પૂરતા હોય છે, જેના કારણે નિર્દોષ લોકોને પણ સજા થઈ જાય છે જોકે દરેક જગ્યાએ આવું જ હોય એવું જરૂરી નથી. 5- ખરાબ વાતાવરણવાળા સમાજમાં ઘણીવાર ગુનાહ અને હવસમાં ડૂબેલા લોકો મુક્ત રહે છે અને પરહેઝગાર લોકો જેલમાં હોય છે. 6- ગુનાહ કરનારા લોકો ખાસ કરીને સત્તાશાળી લોકો, પોતાની ભૂલની જવાબદારી ઓછી સ્વીકારે છે અને બીજાને બલિનો બકરો બનાવવાનો પ્રયત્ન કરે છે. 7- અત્યાચારી વ્યવસ્થામાં વ્યક્તિ જેટલી વધુ પાકી અને નિર્દોષ હોય તેટલી જ વધુ મઝલૂમ બને છે. 8- પાકી નિર્દોષતા જાળવી રાખવાની પણ એક કિંમત ચૂકવવી પડે છે. 9- અઝીઝના પરિવારની બદનામી અટકાવવી અને લોકોમાં ચાલતી વાતો બંધ કરવી, યૂસુફ અલય્હિસ્સલામને જેલમાં મોકલવાનો મિસરના શાસકોનો હેતુ હતો. 10- જ્યારે ન્યાયવ્યવસ્થા રાજકારણીઓ અને પ્રભાવશાળી લોકોની ઈચ્છા પ્રમાણે નિર્ણય લે છે ત્યારે જેલની સજા કેટલા સમયની હશે તે પણ નક્કી રહેતી નથી. alvi110.in

  • તમારે અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર કરવું જ જોઈએ. નહીં તો અલ્લાહ તમારા સારા લોકો પર તમારા ખરાબ લોકોને હાવી કરી દેશે. પછી તમારા સારા લોકો દુઆ કરશે, પરંતુ તેમની દુઆ કબૂલ કરવામાં નહીં આવે.

  • જેમ કોઈ માણસ કોઈ દયાળુ વ્યક્તિ પાસે જઈને એક નાનું ઘર માંગે, પરંતુ તે વ્યક્તિ તેની માંગણી સ્વીકારતો નથી અને પછી તેને તેના બદલે વધારે મોટું, સારું અને સુંદર ઘર આપે છે. ચોથી અને સૌથી મહત્વની વાત: ક્યારેક તમે અલ્લાહ પાસે એવી વસ્તુ માંગો છો કે જો તે તમને મળી જાય તો તમારા દીન માટે નુકસાનકારક બની જાય. ઘણી વખત આપણે કોઈ વસ્તુના અંતિમ પરિણામથી અજાણ હોઈએ છીએ તેથી આપણે ખૂબ આગ્રહથી અલ્લાહ પાસે કોઈ વસ્તુ માંગીએ છીએ જ્યારે હકીકતમાં તે વસ્તુ આપણા માટે નુકસાન કારણ હોય શકે છે. અલ્લાહ દરેક વસ્તુના પરિણામને જાણે છે. તેથી તે આપણી દુઆને તે રીતે કબૂલ કરતો નથી જેવી રીતે આપણે માંગીએ છીએ પરંતુ તે આપણને ખાલી હાથે પણ પાછા મોકલતો નથી અને આપણા માટે જે સારું હોય તે અતા કરે છે. કુરઆનમાં પણ આ વાત તરફ ઈશારો છે: કદાચ તમે કોઈ વસ્તુને નાપસંદ કરો, જ્યારે તેમાં તમારા માટે ભલાઈ હોય અને કદાચ તમે કોઈ વસ્તુને પસંદ કરો, જ્યારે તેમાં તમારા માટે નુકસાન હોય. હદીસે કુદસીમાં અલ્લાહ તઆલા રસૂલ ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ને ફરમાવે છે: કે મારા કેટલાક મોમિન બંદાઓ એવા છે કે તેમનો ફાયદો અને તેમની દીનની સુધારણા ધન, સુખી જીવન અને શરીરની તંદુરસ્તીથી જ થાય છે તેથી હું તેમને ધન, સુખી જીવન અને શરીરની તંદુરસ્તી આપીને અજમાવું છું અને તેમના દીનની સ્થિતિ સુધારું છું અને મારા કેટલાક મોમિન બંદાઓ એવા છે કે તેમનો ફાયદો અને તેમની દીનની સુધારણા ગરીબી, જરૂરિયાત અને શરીરની બીમારીથી જ થાય છે. તેથી હું તેમને ગરીબી, જરૂરિયાત અને બીમારી દ્વારા અજમાવું છું અને તેમના દીનની સ્થિતિ સુધારું છું. ઇતિહાસમાં આ વાત ગવાહ છે તે સમયમાં પણ ઘણા આવા ઉદાહરણો જોવા મળે છે. કેટલાક ઓછા સમજદાર લોકો અલ્લાહના રસૂલ અથવા ઇમામો દ્વારા અલ્લાહ પાસે વધારે રિઝકની દુઆ કરાવતા હતા. જ્યારે તેમના માટે દુઆ કરવામાં આવી અને તેમને વધારે માલ મળ્યો, ત્યારે તે માલ તેમના માટે ફિતનાનું કારણ બન્યું. જેમ કે સઅલબા બિન હાતિબ અન્સારીનો બનાવ મશહૂર છે તે સતત રસૂલુલ્લાહ ને વધારે માલ માટે દુઆ કરવાની વિનંતી કરતો હતો. નબી તેની હાલત જાણતા હતા તેમણે તેને ફરમાવ્યું: થોડું એવું માલ, જેનો તું શુક્ર અદા કરી શકે, તે વધારે એવા માલ કરતાં સારું છે જેનો તું હક અદા ન કરી શકે. અને ફરમાવ્યું કે શું તું નબીની સાદી જિંદગીનું અનુસરણ કરીને થોડા પર સંતોષ નથી કરતો? પરંતુ સઅલબા પોતાની વાત પર અડગ રહ્યો અંતે રસૂલુલ્લાહે તેના માટે દુઆ કરી. તેને એવી જગ્યાએથી ઘણો માલ મળ્યો જ્યાંથી તેને આશા પણ નહોતી. તેણે ઘેટાં ખરીદયા અને તે ઘણાં વધવા લાગ્યાં. એટલા વધ્યાં કે મદીના શહેરમાં તેમને રાખવા મુશ્કેલ થઈ ગયા તેથી તે મદીનાની બહારના વિસ્તારમાં જતો રહ્યો. ધીરે ધીરે તે દુન્યવી જીવનમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે જે વ્યક્તિ પહેલા નબી ની દરેક નમાઝમાં હાજર રહેતો હતો તે જમાત અને પછી જુમ્માની નમાઝથી પણ દૂર થઈ ગયો. થોડા સમય પછી રસૂલુલ્લાહે તેની પાસે ઝકાત વસૂલ કરવા માટે માણસ મોકલ્યો. પરંતુ તેણે ઝકાત આપવાનો ઇનકાર કર્યો અને ઝકાતના હુકમ પર જ વાંધો ઉઠાવ્યો. જ્યારે આ વાત રસૂલુલ્લાહ સુધી પહોંચી, ત્યારે તેમણે બે વખત ફરમાવ્યું: અફસોસ સઅલબા પર! ઇમામ અલી અલય્હિસ્સલામ દુઆ ના પરિણામ તરીકે ફરમાવે છે: તેથી તારી માંગણી એવી વસ્તુ માટે હોવી જોઈએ જેની સુંદરતા અને ભલાઈ તારા માટે બાકી રહે અને જેનું નુકસાન તારી પાસેથી દૂર થઈ જાય કારણ કે માલ તારા માટે બાકી રહેવાનો નથી અને તું પણ માલ માટે બાકી રહેવાનો નથી. *દુઆ કબૂલ થવાની શરતો* કેટલાક લોકો એવું સમજે છે કે અલ્લાહનું આ ફરમાન: મને પોકારો હું તમારી દુઆ કબૂલ કરીશ તેની માટે કોઈ શર્ત નથી અને માણસ જે કંઈ માંગે તે જરૂર કબૂલ થવું જોઈએ. પરંતુ એવું નથી. અહલેબૈત ની ઘણી રિવાયતોમાં દુઆ કબૂલ થવાની કેટલીક શરતો જણાવવામાં આવી છે. તેમાંની એક શરત છે તૌબા અને દિલની પાકી. ઇમામ સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: તમારામાંથી કોઈ વ્યક્તિ અલ્લાહ પાસે પોતાની દુનિયા અથવા આખેરતની કોઈ પણ વસ્તુ ન માંગે જ્યાં સુધી પહેલા અલ્લાહના વખાણ અને પ્રશંસા ન કરે, નબી અને તેમની આલ પર સલામ ન મોકલે, પછી પોતાના ગુનાહને સ્વીકાર કરીને તૌબા કરે અને ત્યાર પછી પોતાની જરૂરિયાત ન માંગે. બીજી શરત એ છે કે માણસ પોતાની જિંદગી પાક રાખવાનો પ્રયત્ન કરે, ખાસ કરીને હરામ ખોરાક અને હરામ કમાણીથી બચે. રસૂલુલ્લાહ ફરમાવે છે: જે વ્યક્તિ ઈચ્છે છે કે તેની દુઆ કબૂલ થાય, તેણે પોતાના ખોરાક અને કમાણીને હરામથી પાક રાખવા જોઈએ. જ્યારે ઘણા લોકો દુઆ કરતી વખતે ન તો તૌબા કરે છે અને ન તો હરામ અથવા શંકાસ્પદ ખોરાકથી બચવાનો પ્રયત્ન કરે છે છતાં તેઓ પોતાની બધી દુઆઓ કબૂલ થવાની આશા રાખે છે. દુઆ કબૂલ થવાની બીજી શરતોમાંની એક અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર પણ છે. જે લોકો પોતાની આંખો સામે ગુનાહ થતા જુએ છે અને કોઈ પ્રતિક્રિયા આપતા નથી, તેઓએ પોતાની દુઆ કબૂલ થવાની આશા ન રાખવી જોઈએ. રસૂલુલ્લાહ ફરમાવે છે:

  • નેહજુલ બલાગહ પત્ર 31 ભાગ 12 દુઆ હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહે પોતાના ખજાનાના દરવાજાની ચાવીઓ તને આપી છે તેણે તને પોતાના પાસેથી માંગવાની પરવાનગી આપી છે. તેથી જ્યારે પણ તારી કોઈ જરૂરિયાત હોય, ત્યારે દુઆ દ્વારા તું પોતાના પાલનહારની નેઅમતોના દરવાજા ખોલી શકે છે અને તેની રહેમતનો વરસાદ વરસાવી શકે છે. દુઆ કબૂલ થવામાં મોડું થાય તો તારે ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે અલ્લાહની બક્ષિસ બંદાની નિયત પ્રમાણે હોય છે ઘણી વખત દુઆ કબૂલ થવામાં મોડું થાય છે, જેથી દુઆ કરનારને વધુ સવાબ મળે અને માંગનારને વધુ અતા કરવામાં આવે. અને ઘણી વખત તું અલ્લાહ પાસે કોઈ વસ્તુ માંગે છે પરંતુ તે તને આપતો નથી. જ્યારે કે નજીકના કે દૂરના ભવિષ્યમાં તેના કરતાં વધુ સારી વસ્તુ તને આપવામાં આવે છે, અથવા તારી માંગેલી વસ્તુને એવી વસ્તુમાં બદલી દેવામાં આવે છે જે તારા માટે તેના કરતાં વધુ સારી હોય. અને ક્યારેક તું અલ્લાહ પાસે એવી વસ્તુ માંગે છે કે જો તે તને મળી જાય તો તારા દીન અને ધર્મ માટે નુકસાનકારક બની શકે છે તેથી અલ્લાહ તે વસ્તુ તને આપતો નથી અને તેના બદલે તને તેનાથી વધુ સારી વસ્તુ આપે છે. તેથી તારે અલ્લાહ પાસે હંમેશાં એવી જ વસ્તુ માંગવી જોઈએ, જેની સુંદરતા અને ભલાઈ તારી સાથે રહે અને જેનું નુકસાન તથા ખરાબી તારી પાસેથી દૂર થઈ જાય અને જાણ કે દુનિયાનો માલ એવો નથી કે જે તારી સાથે હંમેશાં રહેવાનો હોય અને તું પણ તેના માટે હંમેશાં રહેવાનો નથી. *વઝાહત: આય્તુલ્લાહ નાસિર મકારિમ શીરાઝી સાહબ* હઝરત ઇમામ અલી અલય્હિસ્સલામ અલ્લાહની રહમતના ખજાનાની ચાવીઓ વિશે ફરમાવે છે: અલ્લાહે પોતાની રહમતના ખજાનાની ચાવીઓ તમારા હાથમાં આપી છે. કારણ કે તેણે તમને પોતાની પાસે માંગવાની પરવાનગી આપી છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે અલ્લાહ પાસે દુઆ અને માંગણી કરવાથી માણસ પોતાની જરૂરિયાતો મેળવી શકે છે અને અલ્લાહના બેહિસાબ ખજાનાથી લાભ મેળવી શકે છે આથી દુઆનું મહત્વ વધુ સ્પષ્ટ થાય છે. અલબત્ત, દુઆ પોતાની શરતો સાથે હોવી જોઈએ. એટલે કે માણસ પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે અને જે બાબત તેની શક્તિની બહાર હોય તેના માટે અલ્લાહ પાસે દુઆ કરે. પછી ઇમામ ફરમાવે છે: જ્યારે પણ કોઈ જરૂર હોય ત્યારે દુઆ દ્વારા અલ્લાહની નેઅમતોના દરવાજા ખોલી શકે છે અને તેની રહમતનો વરસાદ વરસાવી શકે છે. અલ્લાહના ખજાનાથી અહીં તેની દુન્યવી અને બધી નેઅમતોનો અર્થ છે આ ખજાનાના દરવાજાની ચાવી દુઆ છે બીજી જગ્યાએ ઇમામ અલી અલય્હિસ્સલામ અલ્લાહની નેઅમતોને જીવન આપતા વરસાદ સાથે સરખાવે છે કે માણસ દુઆ દ્વારા અલ્લાહની રહમતનો વરસાદ પોતાના જીવન પર વરસાવી શકે છે. હઝરત અલી અલય્હિસ્સલામ એક બીજી હદીસમાં ફરમાવે છે: દુઆ સફળતાની ચાવીઓ અને કામિયાબીના તાળા ખોલવાનું સાધન છે. અને સૌથી સારી દુઆ એ છે જે પાક અને પરહેઝગાર દિલમાંથી નીકળે. અહીં એક મહત્વનો સવાલ થાય છે: આપણી ઘણી દુઆઓ કબૂલ કેમ થતી નથી અથવા લાંબા સમય સુધી મોડું કેમ થાય છે? જો દુઆ અલ્લાહની રહમતના દરવાજાની ચાવી છે, તો આ ચાવી હંમેશા તરત દરવાજો કેમ નથી ખોલતી? અલ્લાહ તઆલા ફરમાવે છે: મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ. અને બીજી જગ્યાએ ફરમાવે છે: જ્યારે મારા બંદાઓ મારા વિશે પૂછે તો કહી દો કે હું નજીક છું અને જ્યારે દુઆ કરનાર મને પોકારે છે ત્યારે તેની દુઆનો જવાબ આપું છું અને કબૂલ કરું છું ઇમામ આ સવાલના જવાબમાં ચાર બાબતો જણાવે છે. પહેલી વાત: દુઆ કબૂલ થવામાં મોડું થાય તો નિરાશ ન થવું જોઈએ. કારણ કે અલ્લાહની અતા બંદાની નિયત પ્રમાણે હોય છે. હદીસમાં પણ આવ્યું છે કે એવી દુઆ કબૂલ થાય છે જે પાક અને પરહેઝગાર દિલમાંથી નીકળે તેથી જો દુઆનો કોઈ ભાગ કબૂલ થાય અને કોઈ ભાગ કબૂલ ન થાય, તો તેની પાછળ નિયતની ખામી હોઈ શકે છે દુઆ કબૂલ થવાની શરતોમાં ગુનાહથી તૌબા કરવી પણ જણાવવામાં આવી છે. બીજી વાત: ક્યારેક દુઆની કબૂલીયતમાં મોડું કરવામાં આવે છે જેથી દુઆ કરનારને વધારે સવાબ મળે અને તેની આશા રાખનારને વધારે અતા મળે. બીજા શબ્દોમાં અલ્લાહ પોતાના બંદાની દુઆ કબૂલ કરવામાં મોડું કરે છે જેથી તે વધારે સમય સુધી અલ્લાહના દરવાજા સાથે જોડાયેલો રહે અને તેને વધારે સવાબ મળે આ અલ્લાહની પોતાના બંદા સાથેની મહોબ્બતનું પરિણામ છે. ત્રીજી વાત: ક્યારેક તમે અલ્લાહ પાસે કોઈ વસ્તુ માંગો છો, પરંતુ તમને તે આપવામાં આવતી નથી તેના બદલે તમને જલ્દી અથવા પછીથી તેનાથી વધુ સારી વસ્તુ આપવામાં આવે છે, અથવા તમારી માંગેલી વસ્તુને એવી વસ્તુથી બદલી દેવામાં આવે છે જે તમારા માટે વધારે સારી હોય. એટલે ક્યારેક માણસ અલ્લાહ પાસે નાની વસ્તુ માંગે છે પરંતુ અલ્લાહ તેની મહાનતા અને વિશાળ રહમતના કારણે તે નાની વસ્તુ આપતો નથી અને તેના બદલે તેનાથી વધારે સારી વસ્તુ આપે છે ક્યારેક તરત અને ક્યારેક પછી અતા કરે છે.

  • નમાઝે ફજ્ર પછી પડવાની દુઆ હઝરત ઇમામ જાફરે સાદિક અલય્હિસ્સલામથી રિવાયત છે કે દુનિયા અને આખેરતની કમિયાબી તથા આંખનો દુખાવો ખતમ કરવા માટે આ દુઆ સવારે ફજ્ર પછી અને મગરિબ પછી પડવામાં આવે. اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ عَلَيْكَ، અય અલ્લાહ હું તારાથી મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.ના તે હકના વસ્તાથી સવાલ કરું છું صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ، હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ અ. પર રહેમત નાઝિલ ફરમાવ, وَ اجْعَلِ النُّوْرَ فِي بَصَرِيْ، وَ الْبَصِيْرَةَ فِي دِيْنِيْ، અને મારી આંખોમાં નૂર અતા કર અને મારા દીન અને મઝહબમાં બસીરત અતા કર. وَ الْيَقِيْنَ فِي قَلْبِيْ، وَ الْاِخْلَاصَ فِي عَمَلِيْ، અને મારા દિલમાં યકીન અતા કર, અને મારા અમલમાં ઇખ્લાસ અતા કર. وَ السَّلَامَةَ فِي نَفْسِيْ، અને મારા નફ્સમાં સલામતી અતા કર وَ السَّعَةَ فِي رِزْقِي، અને મારા રિઝ્કમાં વધારો અતા કર, وَ الشُّكْرَ لَكَ اَبَدًا مَا اَبْقَيْتَنِيْ અને મને શુક્ર કરવાની તૌફીક અતા કર કે જ્યાર સુધી જીવતો રહું તારો શુક્ર અદા કરતો રહું.

  • *સૂરે યુસુફ આયત 34* فَاسۡتَجَابَ لَہٗ رَبُّہٗ فَصَرَفَ عَنۡہُ کَیۡدَہُنَّ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۳۴﴾ (૩૪) ત્યારબાદ તે (યુસૂફ)ના પરવરદિગારે તેની દુઆ કબૂલ કરી અને તે ઔરતોની મક્કારી તેનાથી પલટાવી દીધી બેશક તે સાંભળનાર, જાણનાર છે. *તફસીર:* પયગામ 1- અલ્લાહના નેક બંદાઓની દુઆ કબૂલ થાય છે. 2- ઘણી વખત મુશ્કેલીઓ અને તકલીફો અલ્લાહની મદદ અને આઝાદીનો રસ્તો ખોલવાનું કારણ બને છે. 3- પાકદામની અને પવિત્રતા દુઆ કબૂલ થવાનું કારણ બને છે. 4- અલ્લાહ પાસે દિલથી કરેલી દુઆ અને તેની ઈનાયત, દુઆની કબૂલિયતનું કારણ બને છે. 5- યૂસુફ અલય્હિસ્સલામે મિસરની સ્ત્રીઓની ચાલાકીથી બચવા માટે દુઆ કરી અને તેમની દુઆ ઝડપથી કબૂલ થઈ આયતમાં આવેલા “ફ” અક્ષરથી ઝડપનો અર્થ પણ સમજાય છે. 6- જે વ્યક્તિ અલ્લાહનો આશરો લે છે અલ્લાહ તેને સુરક્ષિત રાખે છે. 7- ઘણી વખત દુશ્મનની ચાલ પણ આપણા માટે ફાયદાકારક બની જાય છે યૂસુફ અલય્હિસ્સલામના દુશ્મનોએ તેમને જેલમાં મોકલ્યા પરંતુ આ જ તેમના માટે ઝુલૈખાથી છૂટકારાનું કારણ બન્યું. 8- દુઆ કબૂલ થવી એ વાતની નિશાની છે કે અલ્લાહ બધું સાંભળે છે, બધું જુએ છે અને દરેક વાતનું ઇલ્મ ધરાવે છે. 9- જે લોકો પાસે લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે, તેમણે પહેલાં તેમની વાત સારી રીતે સાંભળવી જોઈએ અને પછી પોતાના જ્ઞાનથી તેમની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. અલ્લાહ પણ દુઆ કબૂલ કરતી વખતે પહેલાં બંદાની વાત સાંભળે છે અને પછી પોતાના ઇલ્મથી તેની મદદ કરે છે. alvi110.in

  • ૨. તંદુરસ્ત શરીર: કારણ કે તંદુરસ્તી વગર લાંબું જીવન પણ ઘણી વખત દુઃખ અને તકલીફ બની શકે છે. ૩. વિશાળ રોજી: કારણ કે પૈસા અને સાધનો વગર માણસ ઘણા નેક કામ કરી શકતો નથી, જેમ કે સગાં-સંબંધીઓની મદદ કરવી, યતિમોની જવાબદારી લેવી, જરૂરિયાતમંદોની મદદ કરવી, સદકાના કામો કરવાં, ઇસ્લામ અને અહલેબૈતનું ઇલ્મ ફેલાવવું અને ઈમાનવાળા લોકોને મહેમાન બનાવવું. અહીં રોજીનો અર્થ માત્ર પૈસા નથી. જો રોજીનો અર્થ વ્યાપક લેવામાં આવે તો તેમાં જ્ઞાન, સમજ, શક્તિ, સામાજિક અસર અને શરીરની તાકાત જેવી નેઅમતો પણ આવી જાય છે. લાંબું જીવન, તંદુરસ્ત શરીર અને વિશાળ રોજી મેળવવામાં માણસની પોતાની મહેનતનો પણ ભાગ છે. તંદુરસ્તી માટે કાળજી રાખવી, નુકસાનકારક વસ્તુઓથી બચવું અને રોજી માટે મહેનત કરવી જરૂરી છે. પરંતુ આખરે આ બધી વસ્તુઓ અલ્લાહની મરજીથી જ મળે છે. આ અલ્લાહની રહેમતના એવા ખજાના છે, જેને સંપૂર્ણ રીતે અલ્લાહ સિવાય કોઈ આપી શકતું નથી. કુરઆનમાં હઝરત ઇબ્રાહીમ ની વાત આવે છે કે જે અલ્લાહે મને પેદા કર્યો, તે જ મને માર્ગદર્શન આપે છે; તે જ મને ખવડાવે છે અને પીવડાવે છે; જ્યારે હું બીમાર થાઉં છું ત્યારે તે જ મને શિફા આપે છે અને તે જ મને મૃત્યુ આપે છે અને પછી જીવિત કરશે. આથી અલ્લાહની નેઅમતો માત્ર લાંબા જીવન, તંદુરસ્તી અને વિશાળ રોજી પૂરતી નથી. પરંતુ આ ત્રણ નેઅમતો ખરેખર ખૂબ મહત્વની છે, કારણ કે ઘણા નેક કામ આ ત્રણ વસ્તુઓની મદદથી જ થઈ શકે છે.

  • *બીજી વાત એ છે* કે કુરઆનમાં વારંવાર જણાવવામાં આવ્યું છે કે શફાઅત પણ અલ્લાહની પરવાનગીથી જ થાય છે તેથી જે વ્યક્તિ નબી અથવા અઇમ્મા પાસેથી શફાઅત માંગે છે તેણે સાથે અલ્લાહ પાસે પણ દુઆ કરવી જોઈએ કે તે તેમને શફાઅતની પરવાનગી આપે. બીજા શબ્દોમાં કહીએ તો, હું મારી જરૂરિયાત સીધી અલ્લાહ પાસે માંગું છું. પરંતુ ક્યારેક મારી જરૂરિયાત બહુ મોટી હોય અથવા હું પોતાને બહુ ગુનેહગાર સમજતો હોઉં, ત્યારે હું કોઈ મહાન અને અલ્લાહના દરબારમાં આદરપાત્ર વ્યક્તિનો સહારો લઉં છું કે તે અલ્લાહની પરવાનગીથી મારા માટે શફાઅત કરે. ઉદાહરણ તરીકે, હઝરત યુસુફ (અ.)ના ભાઈઓએ યુસુફ (અ.) સાથે આટલો મોટો અન્યાય કર્યા પછી અનુભવ્યું કે અમારો ગુનોહ એટલો મોટો છે કે અમે સીધા અલ્લાહ પાસે માફી માંગી શકતા નથી તેથી તેઓ પોતાના પિતા પાસે ગયા અને કહ્યું: અય અમારા પિતા! અમારા ગુનાહોની માફી માટે અલ્લાહ પાસે દુઆ કરો. ખરેખર, અમે ગુનેહગાર હતા ત્યારબાદ ઇમામ અલી અલય્હિસ્સલામ દુઆ પછી તૌબા વિશે વાત કરે છે અને ગુનાહ કરનાર માટે અલ્લાહની મહેરબાનીને ખૂબ સુંદર રીતે સમજાવે છે. ૧. જો તું ખરાબ કામ કરી બેસે તો અલ્લાહે તને તૌબા કરવાથી રોક્યો નથી અને તૌબાનો દરવાજો તારા માટે ખુલ્લો રાખ્યો છે. ૨. અલ્લાહે તને તરત સજા આપી નથી અને તોબાનો દરવાજો ખુલ્લો રાખ્યો અને સજા મોડી કરી દીધી. ૩. તું તૌબા કરીને અલ્લાહ તરફ પાછો ફરે ત્યારે અલ્લાહ તને તારા ગુનાહ માટે તાણો મારતો નથી. ૪. જ્યાં તું રુસવાઈને લાયક હતો ત્યાં પણ અલ્લાહે તને રુસવા કર્યો નથી. ૫. તારી તૌબા સ્વીકારવામાં અલ્લાહે તારા માટે કોઈ મુશ્કેલી રાખી નથી. ૬. તારા ગુનાહ નો હિસાબ લેવામાં અલ્લાહે તારા માટે કઠિનાઈ ઊભી કરી નથી. ૭. તું ગમે તેટલો મોટો ગુનાહ કરી બેઠો હોય, અલ્લાહે તને પોતાની રહેમતથી નિરાશ કર્યો નથી. પરંતુ ગુનાહ છોડીને અલ્લાહ તરફ પાછા ફરવાને પણ નેકી ગણાવી છે તારો એક ગુનાહ એક જ ગણ્યો છે અને તારી એક નેકી દસ ગણી ગણાવી છે. ૮. અને તારા માટે તૌબા કરવાનો, અલ્લાહ તરફ પાછા ફરવાનો અને તેની ખુશી મેળવવાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. આ વાતો કુરઆનની ઘણી આયતોમાંથી પણ સમજાય છે. અલ્લાહ ફરમાવે છે કે બધા મોમિનો અલ્લાહ તરફ તૌબા કરીને પાછા ફરો, જેથી તમે સફળ થાઓ. બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે કે તે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તેમના ગુનાહોને માફ કરે છે. અલ્લાહ સજા કરવામાં પણ ઉતાવળ કરતો નથી તે રહેમતવાળો અને માફ કરનાર છે. અને અલ્લાહ પોતાના બંદાઓને પોતાની રહેમતથી નિરાશ ન થવા કહે છે. જે લોકોએ પોતાના પર અત્યાચાર કર્યો છે, તેઓ પણ અલ્લાહની રહેમતથી નિરાશ ન થાય, કારણ કે અલ્લાહ બધા ગુનાહને માફ કરી શકે છે. જે લોકો તૌબા કરે છે, ઈમાન લાવે છે અને નેક અમલ કરે છે, તેમના ખરાબ અમલોને પણ અલ્લાહ નેકીઓમાં બદલી શકે છે. અને નેકીનો સવાબ દસ ગણો છે, જ્યારે ખરાબ કામની સજા એટલી જ છે જેટલું ખરાબ કામ કર્યું હોય. ખરેખર, અલ્લાહ તરફ જવાના રસ્તામાં તૌબા પહેલું પગથિયું છે. તેથી અલ્લાહ તરફ જનાર લોકો તૌબાને આ રસ્તાનું પહેલું સ્થાન માને છે. ઇમામ અ. સ દુઆ પછી તૌબાનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે તૌબા પણ એક પ્રકારની દુઆ છે અલ્લાહ પાસે માફી અને રહેમત માંગવી. જ્યાં સુધી માણસ તૌબા ન કરે, પોતાનું દિલ ગુનાહની ગંદકીથી સાફ ન કરે અને ગુનાહનો પડદો દૂર ન કરે, ત્યાં સુધી અલ્લાહ તરફનો રસ્તો મુશ્કેલ રહે છે. ઇમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામની મુનાજાતે તાઇબીનમાં પણ આ વાત સુંદર રીતે બયાન થઈ છે કે અલ્લાહે પોતાના બંદાઓ માટે પોતાની માફી અને રહેમત તરફ જવાનો એક દરવાજો ખોલ્યો અને તેનું નામ તૌબા રાખ્યું. પછી બંદાઓને તૌબા કરીને અલ્લાહ તરફ પાછા ફરવાનું કહ્યું. તેથી જે વ્યક્તિ આ દરવાજો ખુલ્લો હોવા છતાં તેમાં પ્રવેશ ન કરે, તેની પાસે શું બહાનું છે? આ ત્યારબાદ આગળ ઇમામ ફરમાવે છે જ્યારે તું અલ્લાહને પોકારે છે, તે તારો અવાજ સાંભળે છે. જ્યારે તું તેની સાથે ગુપ્ત રીતે મુનાજાત કરે છે તે તારી વાત જાણે છે તેથી તારી જરૂરિયાત તેની સામે રજૂ કર પોતાના દિલની વાત તેની સામે ખુલ્લી કરી દે, પોતાના દુઃખો તેની સામે કહી દે, પોતાની મુશ્કેલીઓ દૂર કરવાની મદદ તેની પાસે માંગ અને પોતાના કામોમાં તેની મદદ લે. અહીં ઇમામ અલ્લાહ સાથે વાત કરવાની રીત શીખવે છે: પોતાની જરૂરિયાત અલ્લાહ પાસે માંગવી, દિલની વાત અલ્લાહને કહેવી, પોતાના દુઃખ અને ચિંતા અલ્લાહને જણાવવ, પોતાની મુશ્કેલીઓ દૂર કરવાની મદદ અલ્લાહ પાસે માંગવી અને દરેક કામમાં અલ્લાહની મદદ લેવી. આ બધી વાતો બંદાની અલ્લાહ સાથેની મુનાજાતના મુખ્ય ભાગો છે. પછી ઇમામ જણાવે છે કે અલ્લાહ પાસેથી શું માંગવું જોઈએ: તેની રહેમતના ખજાનામાંથી એવી વસ્તુઓ માંગ જેને તેના સિવાય બીજું કોઈ આપી શકતું નથી, જેમ કે લાંબું જીવન તંદુરસ્ત શરીર અને વિશાળ રોજી. ઇમામ અહીં અલ્લાહની ત્રણ મોટી નેઅમતોનો ઉલ્લેખ કરે છે: ૧. લાંબું જીવન: જેથી માણસ વધારે નેક કામ કરી શકે અને પોતાના માટે વધારે સવાબ ભેગો કરી શકે.

  • નેહજુલ બલાગહ પત્ર 31 ભાગ 11. મહેરબાન અલ્લાહ હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અને જાણ કે જે અલ્લાહના કબજામાં આકાશો અને ધરતીના ખજાના છે તેણે તને દુઆ અને તેની પાસે માંગવાની પરવાનગી આપી છે અને દુઆ કબૂલ કરવાનું વચન આપ્યું છે તેણે તને કહ્યું છે કે તેની પાસે માંગ, જેથી તે તને આપે, અને તેની રહેમત તથા મહેરબાની માંગ જેથી તે તારા પર મહેરબાની કરે. તારી અને પોતાની વચ્ચે તેણે કોઈને એવું રાખ્યું નથી, જે તને તેનાથી ઢાંકી દે. અને તને તેની પાસે શફીઅ અને મધ્યસ્થી લઈ જવાની ફરજ પાડી નથી. જો તું કોઈ ખરાબ કામ કરી બેસે તો તેણે તને તૌબા અને પાછા ફરવાથી રોક્યો નથી તેણે તારા ગુનાહની સજા કરવામાં ઉતાવળ કરી નથી. જ્યાં તું સજા અને રુસવાઈને લાયક હતો ત્યાં પણ તેણે તને તરત રુસવા કર્યો નથી. તારી તૌબા અને પાછા ફરવાને સ્વીકારવામાં તેણે તારા માટે મુશ્કેલી ઊભી કરી નથી. ગુનાહના કારણે તને તંગીમાં મૂક્યો નથી અને પોતાની રહેમતથી તને નિરાશ કર્યો નથી. પરંતુ તેણે તારા ગુનાહથી બચી જવાને પણ નેકી ગણાવી છે. તારા ખરાબ કામને એક જ ગુનોહ ગણ્યો છે અને તારી નેકીને દસ ગણી કરી છે અને તારા માટે તૌબા કરવાનો, પાછા ફરવાનો અને પોતાની ખુશી મેળવવાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. પછી જ્યારે પણ તું તેને પોકારે છે તે તારો અવાજ સાંભળે છે. અને જ્યારે તું તેની સાથે મુનાજાત દિલની વાત કરે છે, ત્યારે તે તારા દિલનું રહસ્ય જાણે છે પછી તું પોતાની ઈચ્છા અને જરૂરિયાત તેની સામે રજૂ કરી શકે છે, પોતાના દિલની વાત તેની સામે ખુલ્લી કરી શકે છે પોતાના દુઃખોની ફરિયાદ અને દિલની વાત તેને કહી શકે છે, પોતાની મુશ્કેલીઓ દૂર કરવાનો ઉપાય તેની પાસે માંગી શકે છે અને પોતાના કામોમાં તેની મદદ અને સહાય માંગી શકે છે. અને તેની રહેમતના ખજાનામાંથી એવી વસ્તુઓ માંગી શકે છે, જેને તેના સિવાય બીજું કોઈ આપવાની શક્તિ ધરાવતું નથી, જેમ કે લાંબું જીવન, તંદુરસ્ત શરીર અને વિશાળ રોજી. *વઝાહત: આય્તુલ્લાહ નાસિર મકારિમ શીરાઝી સાહબ* *તૌબા અને દુઆના દરવાજા તમારા માટે ખુલ્લા છે* ઇમામ અ. સ આ નૂરાની વસીયતમાં કેટલીક મહત્વની વાતો સમજાવે છે સૌ પ્રથમ દુઆ વિશે, કારણ કે દુઆ ખૂબ મહત્વની છે આપ કહે છે: જાણ કે જે અલ્લાહના હાથમાં આકાશો અને ધરતીના ખજાના છે, તેણે તને દુઆ કરવાની અને તેની પાસે માંગવાની પરવાનગી આપી છે અને દુઆ કબૂલ કરવાનું વચન આપ્યું છે. તેણે તને હુકમ કર્યો છે કે તેની પાસે માંગ, જેથી તે તને આપે, અને તેની રહેમત માંગ, જેથી તે તારા પર રહેમત નાઝિલ કરે. આ વાતોમાં ઇમામ દુઆ કરવા માટે પ્રોત્સાહન આપે છે. સૌ પ્રથમ, તું અલ્લાહ પાસે દુઆ માંગે છે જેના હાથમાં બધું છે. આકાશ અને ધરતીની બધી વસ્તુઓ, નેઅમતો અને રોજી તેના કબજામાં છે તેથી તેની પાસે માંગવાથી દુઆ કબૂલ થવાની ખૂબ આશા છે. બીજું, અલ્લાહે તને પોતાની પાસે દુઆ કરવાની પરવાનગી આપી છે. હકીકતમાં તેણે તને પોતાની તરફ બોલાવ્યો છે અને કહ્યું છે કે મારી પાસે આવો અને માંગો આ અલ્લાહની મોટી મહેરબાની છે કે તે પોતાના જરૂરતમંદ બંદાઓને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે મારી પાસે માંગો. ત્રીજું, અલ્લાહે વચન આપ્યું છે કે દુઆ કબૂલ કરશે. ચોથું, તેણે માત્ર પરવાનગી જ નથી આપી, પરંતુ હુકમ પણ કર્યો છે કે તેની પાસે માંગો અને તેની રહેમત માગો જેથી તે તમને આપે અને તમારા પર રહેમત નાઝિલ કરે. પાંચમી વાત એ છે કે અલ્લાહે તારી અને પોતાની વચ્ચે કોઈ એવો વ્યક્તિ રાખ્યો નથી જે તને અલ્લાહ થી રોકે અથવા તારી અને અલ્લાહ વચ્ચે પડદો બને અને તને અલ્લાહ પાસે પોતાની વાત પહોંચાડવા માટે કોઈ રુકાવટ નડે. ઇસ્લામનો મૂળ સિદ્ધાંત એ છે કે બંદો પોતાના અલ્લાહ સાથે સીધો સંબંધ રાખી શકે છે આપણે દરરોજ નમાઝમાં સીધી રીતે અલ્લાહ સાથે વાત કરીએ છીએ અલ્લાહ અને બંદા વચ્ચે કોઈ ફરજિયાત મધ્યસ્થી નથી. આ ઇસ્લામ અને મુસલમાનો માટે મોટી નેઅમત છે કે ઇસ્લામે દરેક માણસ માટે અલ્લાહ સાથે સીધો રાબેતા રાખવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. કુરઆનમાં ઘણી જગ્યાએ અલ્લાહને રબ્બના એટલે કે અમારો રબ કહીને પોકારવામાં આવ્યો છે. આ વાત કેટલાક ખોટા મત ધરાવતા ધર્મ અને વિચારથી વિરુદ્ધ છે અમુક લોકો પોતાની અને અલ્લાહના બંદા વચ્ચેનો રુકાવટ માને છે અને ક્યારેક અલ્લાહ સાથે સીધો સંબંધ રાખવો યોગ્ય નથી એવું માને છે. હવે અહીં એક સવાલ થાય છે કે ઇસ્લામમાં નબી ઇમામો ફરિશ્તાઓ અને નેક બંદાઓની શફાઅતનો ઉલ્લેખ પણ છે. તો પછી શફાઅત અને અલ્લાહ સાથે સીધો સંબંધ બંને કેવી રીતે સાથે રહી શકે? આનો જવાબ બે વાતોથી સમજાય છે. *પહેલી વાત એ છે* કે અલ્લાહ સાથે સીધો સંબંધ રાખવાની મનાઈ ક્યાંય નથી. બંદો સીધો અલ્લાહ પાસે દુઆ કરી શકે છે અને તેની પાસે પોતાની જરૂરિયાત માંગી શકે છે શફાઅત પણ પોતાની જગ્યાએ છે. એટલે અલ્લાહની રહેમત મેળવવાના બંને રસ્તા પોતાની જગ્યાએ છે.

  • નમાઝે ફજ્ર પછી પઢવાની દુઆ શૈખ કુલૈની રહમતુલ્લાહ અલય્હે ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામથી રિવાયત કરે છે કે જે વ્યક્તિ નમાઝે ફજ્ર અને નમાઝે મગરિબ પછી આ દુઆ સાત વખત પઢે, તો અલ્લાહ તઆલા તેની પાસેથી સિત્તેર પ્રકારની બ્લાઓ દૂર કરી નાખે છે જેમાં સૌથી હલકી બલા ઝેરી હવા, ફૂસીફોડી (ફુલબહેરી) અને પાગલપણું જેવી આફતો. અને જો તે વ્યક્તિ બદનસીબ છે તો તેને તેમાંથી બહાર કાઢી ખુશનસીબ અને નેકબખ્ત લોકોમાં શામેલ કરી દેવામાં આવશે. *આ દુઆ સાત વખત પઢે* بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે, કોઈ શક્તિ નથી અને કોઈ તાકત નથી સિવાય મહાન અને અઝીમ અલ્લાહ

  • નમાઝે ફજર પછી પઢવાની દુઆ તહઝીબમાં રિવાયત છે કે જે વ્યક્તિ નમાઝે ફજ્ર પછી આ દુઆ દસ વખત પઢે તો અલ્લાહ તઆલા તેને અંધપણું, પાગલપણું, કોઢ રોગ, તંગદસ્તી, છત નીચે દબાઈ જવાથી મૃત્યુ, અને વૃત્તાવસ્થામાં હોશહવાસ ગુમાવી દેવાથી સુરક્ષિત રાખે છે. *દસ વખત પઢે* سُبْحَانَ اللّٰهِ الْعَظِيْمِ وَ بِحَمْدِهِ، وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ પાકો પાકીઝા છે મહાન અલ્લાહ અને વખાણ તો ફક્ત તેના માટે જ છે, કોઈ શક્તિ કે તાકત મહાન અને અઝીમ અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે નથી.

  • *સૂરે યુસુફ આયત 33* قَالَ رَبِّ السِّجۡنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدۡعُوۡنَنِیۡۤ اِلَیۡہِ ۚ وَ اِلَّا تَصۡرِفۡ عَنِّیۡ کَیۡدَہُنَّ اَصۡبُ اِلَیۡہِنَّ وَ اَکُنۡ مِّنَ الۡجٰہِلِیۡنَ ﴿۳۳﴾ (૩૩) તેણે કહ્યું અય મારા પરવરદિગાર જેના તરફ તેણીઓ મને બોલાવે છે તેના કરતાં કૈદખાનું મને વધારે પસંદ છે અને જો તેણીઓની મક્કારીને મારાથી પલટાવીશ નહી તો હું તેણીઓ તરફ ઢળી જઇશ અને જાહીલોમાંથી થઇ જઇશ. *તફસીર:* પહેલા તો ફક્ત અઝીઝે મિસરની પત્ની જ આ ગુનાહમાં શામિલ હતી પરંતુ હવે બીજા મોટા ઘરની સ્ત્રીઓ પણ તેમાં શામિલ થઈ ગઈ છે. એટલે કે શહેરના અમીર ઘરોની સ્ત્રીઓ પણ હઝરત યૂસુફ અલય્હિસ્સલામની પાછળ પડી ગઈ અને દરેક તરફ સુંદર સ્ત્રીઓ તેમને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ પ્રયત્નો કરતી હતી. પરંતુ હઝરત યૂસુફ અલય્હિસ્સલામની નજર આ સ્ત્રીઓ તરફ આકર્ષાઈ નહીં અને અલ્લાહની ઓળખ અને તેની મહાનતાની સુંદરતા તરફ રહી. તેમનું દિલ આ સ્ત્રીઓ તરફ ઝુક્યું નહીં અને અલ્લાહના મોહબ્બતથી ભરેલું રહ્યું. આ કારણે હઝરત યૂસુફ અલય્હિસ્સલામે આ બધી સ્ત્રીઓના પ્રયત્નોનો સામનો કર્યો અને પોતાની સફળતાને પોતાનો વ્યક્તિગત ગુણ ન માન્યો પરંતુ તેને અલ્લાહની મદદ અને મહેરબાની સમજી. યૂસુફ અલય્હિસ્સલામ ખૂબ જ મહાન અને સજ્જન સ્વભાવના હતા. એક વખત ભાઈઓની ઈર્ષ્યાનો ભોગ બન્યા, છતાં તેમની સાથે દુશ્મની ન કરી બીજી વખત ઝુલૈખાના પ્રેમ અને લાલચનો સામનો થયો, છતાં ગુનાહ ન કર્યા ત્રીજી વખત જ્યારે સત્તા મળી ત્યારે પણ ભાઈઓ પાસેથી બદલો ન લીધો ચોથી વખત જ્યારે દેશ મુશ્કેલીમાં હતો ત્યારે પોતાના વતન પાછા જવાની માંગણી કરવાને બદલે દેશની અર્થવ્યવસ્થા સંભાળવા અને લોકોને બચાવવાની જવાબદારી સ્વીકારી. દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ વસ્તુ સૌથી વધુ પ્રિય હોય છે યૂસુફ અલય્હિસ્સલામ માટે પવિત્રતા જેલ કરતાં પણ વધારે પ્રિય હતી. કેટલાક લોકો માટે દુનિયા સૌથી પ્રિય હોય છે પરંતુ ઈમાનવાળા માટે અલ્લાહ સૌથી વધારે પ્રિય હોય છે. *પયગામ:* 1- દુઆ કરતી વખતે અલ્લાહને પોતાના પાલનહાર તરીકે યાદ કરવું દુઆની સારી રીત છે. 2- અલ્લાહના નેક બંદાઓ માટે ઈમાન અને ઈજ્જત સાથે જીવવાની મુશ્કેલી, ગુનાહ કરીને મળતી સુખ-સગવડ કરતાં વધારે સારી હોય છે. 3- દરેક પ્રકારની આઝાદી સારી નથી અને દરેક પ્રકારની કેદ ખરાબ નથી. 4- અલ્લાહની મદદ માંગીને માણસ કોઈપણ પરિસ્થિતિમાં ગુનાહથી દૂર રહી શકે છે ગુનાહના વાતાવરણથી દૂર થવું જરૂરી છે. 5- તકલીફ અને મુશ્કેલી ગુનાહ કરવાની પરવાનગી નથી આપતી. 6- દુઆ, ઈબાદત અને અલ્લાહ પાસેથી મદદ માંગણી ગુનાહ અને જાતીય ગેરવર્તનથી બચવાનો એક મહત્વનો રસ્તો છે. 7- માણસની સાચી ઓળખ તેના શરીરથી નહીં પરંતુ તેની રૂહ અને પાત્રથી થાય છે. રૂહ આઝાદ હોય તો જેલ પણ સ્વર્ગ જેવી લાગે છે અને રૂહ પરેશાન હોય તો મહેલ પણ જેલ જેવો લાગે છે. 8- ગુનાહથી બચવા માટે ખરાબ વાતાવરણથી અલગ થઈ જવું યોગ્ય છે. યૂસુફ અલય્હિસ્સલામે જેલમાં જવું પણ સ્વીકાર્યું, પરંતુ ગુનાહના વાતાવરણમાં રહેવું સ્વીકાર્યું નહીં. 9- લોકોની ખુશી કરતાં અલ્લાહની ખુશીને પ્રાથમિકતા આપવી જોઈએ. 10- અલ્લાહની મેહરબાની અને મદદ વગર કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત રહી શકતો નથી. મુશ્કેલીના સમયે સાચો સહારો અલ્લાહ પર ભરોસો છે. 11- અલ્લાહની પરીક્ષાઓ ક્યારેક એક પછી એક વધુ મુશ્કેલ બનતી જાય છે પહેલાં યૂસુફ અલય્હિસ્સલામનો સામનો એક સ્ત્રી સાથે હતો, હવે ઘણી સ્ત્રીઓની ચાલાકીનો સામનો કરવો પડ્યો. 12- અલ્લાહને નારાજ કરીને લોકોને ખુશ કરવા પ્રયત્ન કરવો એ અજ્ઞાનતા છે. 13- ગુનાહને કારણે અલ્લાહ તરફથી મળેલું ઇલ્મ છીનવાઈ શકે છે. 14- અજ્ઞાનતા એટલે માત્ર અભણ હોવું નથી. થોડા સમયના આનંદ માટે અલ્લાહની ખુશીને છોડી દેવી એ પણ મોટી અજ્ઞાનતા છે. 15- ગુનાહ કરવું એ અજ્ઞાનતાનું કામ છે. 16- જે વ્યક્તિ પોતે સમજેલી સાચી વાત પ્રમાણે અમલ કરતી નથી, તે અજ્ઞાનીઓમાં ગણાય છે. alvi110.in

  • *નમાઝે ફજર પછી પઢવાની દુઆ* આ દુઆ હઝરત અમીરુલ મૌમિનીન ઇમામ અલી અલય્હિસ્સલામની *દુઆએ લૈલતુલ મોબીત* છે જે શબે હિજરત પડવાની હોય છે અને તેને દરેક સવાર અને સાંજ પણ પડવાની હોય છે. اَصْبَحْتُ اَللّٰهُمَّ مُعْتَصِمًا بِذِمَامِكَ الْمَنِيْعِ، અય અલ્લાહ ! હું આ મજબુત રિશ્તા સાથે સવાર કરી છે જેનાથી મજબુત કોઈ રિશ્તો નથી, الَّذِيْ لَا يُطَاوَلُ وَ لَا يُحَاوَلُ، જેના સુધી પહોંચવું અશક્ય છે અને જેની નજીક જવું મુશ્કેલ છે, مِنْ شَرِّ كُلِّ غَاشِمٍ وَ طَارِقٍ، જેથી હું તારી મખ્લુંકના દરેક ઝાલીમ અને લુટેરાઓની તકલીફથી બચીને રહું, مِنْ سَاۤئِرِ مَنْ خَلَقْتَ وَ مَا خَلَقْتَ، તે ખામોશ મખ્લુક હોય કે પછી બોલવા વાળી હોય, فِي جُنَّةٍ مِنْ كُلِّ مَخُوْفٍ بِجُنَّةٍ سَابِغَةٍ، وَ لَاۤءِ اَهْلِ بَيْتِ نَبِيِّكَ، હું દરેક ડરાવનારથી બચીને રહું તે સલામતીના લીધે જે તારા નબી સ. ની એહલે બય્ત અ. ની મોહબ્બત છે, مُحْتَجِبًا مِنْ كُلِّ قَاصِدٍ لِيْ اِلٰى اَذِيَّةٍ અને પોતાને બચાવીને રાખું દરેક તે માણસથી જે મને તકલીફ આપવાનો ઈરાદો કરે, بِجِدَارٍ حَصِيْنٍ الْاِخْلَاصِ فِي الْاِعْتِرَافِ بِحَقِّهِمْ، અને તે મજબુત દીવાર થકી જે અહલેબય્ત અ.ના હકને કબુલ કરવાથી અને તેમાં ખુલુસ તેમજ તેમની હિદાયતને પામવાથી નસીબ થાય છે, وَ التَّمَسُّكِ بِحَبْلِهِمْ مُوْقِنًا اَنَّ الْحَقَّ لَهُمْ وَ مَعَهُمْ، તેમની મજબુત રસ્સીને પકડીને રાખું એ યકીન સાથે કે હક તેઓ માટે છે, તેઓ સાથે છે, وَ فِيْهِمْ وَ بِهِمْ، اُوَالِيْ مَنْ وَالَوْا وَ اُجَانِبُ مَنْ جَانَبُوْا، તેઓમાં છે, જે અહલેબય્ત અ. થી મોહબ્બત કરે તેમનાથી હું પણ મોહબ્બત કરું, અને જે અહલે બય્ત અ.થી દુર છે તેઓથી હું પણ દુર છું, فَاَعِذْنِي اَللّٰهُمَّ بِهِمْ مِنْ شَرِّ كُلِّ مَا اَتَّقِيْهِ يَا عَظِيْمُ، અય અલ્લાહ મને અહલેબય્ત અ. ના ઝરીયાથી દરેકના શર અને ખરાબીથી બચાવ જેનાથી હું બચવા ચાહું છું, અય મહાન પરવરદિગાર, حَجَزْتُ الْاَعَادِيَ عَنِّي بِبَدِيْعِ السَّمَاوَاتِ وَ الْاَرْضِ، હું તમામ દુશ્મનોને રોકી દીધા છે તે માલિકના સહારાથી જે ઝમીન અને આસમાનનો પાલનહાર છે, اِنَّا جَعَلْنَا مِنْ بَيْنِ اَيْدِيْهِمْ سَدًّا وَ مِنْ خَلْفِهِمْ سَدًّا، તું જ ફરમાવ્યું છે કે અમે તેમના સામે અને પાછળ દીવાર ઉભી કરી, فَاَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُوْنَ અને તેમની આંખો પર પડદા નાખી દીધા છે હવે તે ઝાલીમ કઈ જોઈ નથી શકતા.

  • *સૂરે યુસુફ આયત 32* قَالَتۡ فَذٰلِکُنَّ الَّذِیۡ لُمۡتُنَّنِیۡ فِیۡہِ ؕ وَ لَقَدۡ رَاوَدۡتُّہٗ عَنۡ نَّفۡسِہٖ فَاسۡتَعۡصَمَ ؕ وَ لَئِنۡ لَّمۡ یَفۡعَلۡ مَاۤ اٰمُرُہٗ لَیُسۡجَنَنَّ وَ لَیَکُوۡنًا مِّنَ الصّٰغِرِیۡنَ ﴿۳۲﴾ (૩૨) તેણીએ કહ્યું કે આ એ જ છે કે જેના સંબંધમાં તમે મારી મલામત કરતા હતા કે મે તેને (બદઇરાદાથી) મારી તરફ ખેંચ્યો પણ તેને પરહેઝ કરી જો તે મારા હુકમ પર અમલ નહી કરે તો તેને ખરેખર કૈદ કરવામાં આવશે અને ખરેખર તે રૂસ્વા થઇ જશે. *તફસીર:* આ વાતથી ખબર પડે છે કે આ કોઈ છુપાયેલી વાત નહોતી. મિસરની સ્ત્રીઓની આ સભા પછી હઝરત યૂસુફ અલય્હિસ્સલામની પાકદામની અને પવિત્રતાની સાક્ષી બની ગઈ. આ ઘટનાથી એ પણ જાણવા મળે છે કે તે સમયે બેહયાઈને કોઈ શરમની વાત માનવામાં આવતી ન હતી અને તેને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં આવતી હતી. આજની આધુનિક જાહેલિયતમાં પણ આવી બાબતો જોવા મળે છે. સામાજિક પરિસ્થિતિ અને માણસની માનસિક સ્થિતિ તેના વર્તન પર અસર કરે છે. અઝીઝની પત્નીને જ્યારે પોતાના ખરાબ કામના જાહેર થઈ જવાનો ડર હતો, ત્યારે તેણે બધા દરવાજા બંધ કરી દીધા પરંતુ જ્યારે તેણે જોયું કે મિસરની સ્ત્રીઓ પણ તેની સાથે છે અને તેની વાતને સમજે છે ત્યારે તેણે ખુલ્લેઆમ કહી દીધું કે મેં જ તેને પોતાની તરફ બોલાવ્યો હતો. સમાજમાં પણ જ્યારે ગુનાહ પ્રત્યેની શરમ અને ખરાબ લાગણી ઓછી થઈ જાય છે, ત્યારે ગુનાહ કરવો સરળ બની જાય છે. કદાચ આ જ કારણથી દુઆએ કોમેલમાં આપણે અલ્લાહ પાસે એવી માફી માંગીએ છીએ કે અય અલ્લાહ! મારા એવા ગુનાહોને માફ કર જે શરમ અને હયાનો પડદો ફાડી નાખે છે. કારણ કે શરૂઆતમાં ગુનાહ કરવો માણસને મુશ્કેલ અને ભારે લાગે છે પરંતુ જ્યારે હયાનો પડદો હટી જાય છે ત્યારે એ જ ગુનાહ કરવો સરળ બની જાય છે. પયગામ: 1. બીજાની નિંદા ન કરો કારણ કે ક્યારેક માણસ પોતે જ એ જ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. 2. ગુનાહવાળો પ્રેમ માણસને બદનામી તરફ લઈ જાય છે. 3. જૂઠું બોલનાર એક દિવસ ખુલ્લો પડી જાય છે ગઈકાલે જે સ્ત્રીએ કહ્યું હતું કે યૂસુફ અલય્હિસ્સલામે ખરાબ ઈરાદો કર્યો હતો તે આજે પોતે જ કહે છે કે મેં જ તેમને પોતાની તરફ બોલાવ્યા હતા. 4. સારા અને પવિત્ર લોકોની પવિત્રતા ખરાબ લોકોની હકીકત ખુલ્લી કરી દે છે. 5. ક્યારેક દુશ્મન પણ સામેની વ્યક્તિની પવિત્રતાની સાક્ષી આપે છે ગુનેહગારનું અંતરાત્મા પણ ક્યારેક જાગી જાય છે. 6. પવિત્રતા અને પાકદામની નબૂવતની જરૂરી ગુણવત્તા છે. 7. ઘણા પવિત્ર અને નિર્દોષ લોકોને સત્તાવાળાઓના કારણે જેલમાં જવું પડે છે. 8. ગુનેહગાર લોકો પોતાના હેતુને પૂરો કરવા માટે કોઈ પણ રસ્તો અપનાવી લે છે. 9. જો શક્તિ સાથે ઈમાન અને તકવા ન હોય તો માણસ તેનો ઉપયોગ પોતાની ખરાબ ઇચ્છાઓ પૂરી કરવા માટે કરે છે. 10. ઝુલૈખાનો મિસરની સરકાર અને સત્તાના વર્તુળોમાં ઘણો પ્રભાવ હતો. 11. સત્તાનો ખોટો ઉપયોગ ઝુલ્મ કરનારા લોકોનું એક મોટું હથિયાર છે. 12. જેલમાં નાખવાની અને અપમાન કરવાની ધમકી ઝુલ્મ કરનારા લોકોની એક રીત છે. 13. મનની ખરાબ ઇચ્છા એટલી શક્તિશાળી બની શકે છે કે માણસ બદનામી થયા પછી પણ પોતાની ઇચ્છા પૂરી કરવા પાછળ પડ્યો રહે છે. 14. જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારેક દુશ્મન બની જાય છે. alvi110.in

  • હા, આ દુનિયાના ઠેકાણાઓમાંથી પાછા ફરવું શક્ય નથી. જેમ અધૂરું બાળક વધુ વિકાસ માટે ફરી માતાના ગર્ભમાં પાછું જઈ શકતું નથી અને ઝાડ પરથી તૂટેલું ફળ ફરી તેની ડાળી પર પાછું આવી શકતું નથી તેવી જ રીતે જે લોકો આ દુનિયામાંથી આલમે બરઝખમાં જાય છે તેઓ પણ દુનિયામાં પાછા આવી શકતા નથી. અને જ્યારે બરઝખના લોકો કયામત તરફ જાય છે ત્યારે તેઓ ફરી બરઝખમાં પાછા આવી શકતા નથી. આ આપણા સૌ માટે ચેતવણી છે કે આપણે જાણીએ કે એક સેકન્ડમાં બધું સમાપ્ત થઈ શકે છે, તૌબાના દરવાજા બંધ થઈ શકે છે અને ભાથું તૈયાર કરવાની તક પૂરી થઈ શકે છે અને આપણે અફસોસથી ભરેલા હૃદય સાથે આ દુનિયાથી આંખો બંધ કરી શકીએ છીએ.

  • કોણ છે જે અલ્લાહને સારું કર્જ આપે જેથી અલ્લાહ તેને અનેકગણું વધારીને તેને પાછું આપે? આ આયતમાં કર્જ આપવાની વાત સાથે એક વધારાની વાત પણ છે કે અલ્લાહ પોતાના બંદાઓ પાસેથી જે કર્જ લે છે તેને અનેકગણું કરીને પાછું આપે છે. પહેલી વાત કદાચ સુરે બલદની આ આયતોથી પણ સમજી શકાય છે: પરંતુ તેણે તે મુશ્કેલ ઘાટી પાર ન કરી. અને તમને શું ખબર કે તે ઘાટી શું છે? કોઈને ગુલામીમાંથી મુક્ત કરવો અથવા ભૂખના દિવસમાં ખોરાક ખવડાવવો.” ધ્યાન આપવા જેવી વાત છે કે શૈખ સદૂકે પોતાની કિતાબ ઇલલુશ-શરાઇઅમાં આ વસિયતને અનુરૂપ એક સુંદર રિવાયત નકલ કરી છે. સુફિયાન બિન ઉયૈનહ કહે છે કે એક ઠંડી અને વરસાદવાળી રાત્રે ઝોહરીએ ઇમામ અલી બિન હુસૈન (અ.સ.)ને જોયા કે તેઓ પોતાની પીઠ પર લોટ લઈ જઈ રહ્યા હતા. ઝોહરીએ પૂછ્યું: અય રસૂલલ્લાહના ફરઝંદ! આ શું છે? ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: હું એક મુસાફરી કરવા જઈ રહ્યો છું અને તેના માટે ભાથું તૈયાર કરી રહ્યો છું અને તેને એક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યો છું. ઝોહરીએ કહ્યું: મારો ગુલામ તમારી સેવા માટે હાજર છે. તે આ સામાન લઈ જશે. ઇમામ (અ.સ.)એ સ્વીકાર્યું નહીં. ઝોહરીએ કહ્યું: હું પોતે જ તેને તમારી પીઠ પરથી લઈ જાઉં. તમે એટલા મહાન છો કે આવો ભાર તમારી પીઠ પર ઉઠાવો તે યોગ્ય નથી. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: પરંતુ જે વસ્તુ મારી મુસાફરીમાં મને બચાવશે અને મારી મંઝિલ પર મારા પહોંચવાને સારું બનાવશે, તેને પોતાની પીઠ પર ઉઠાવવામાં હું પોતાને તેનાથી ઊંચો માનતો નથી હું તમને અલ્લાહનો હક આપીને કહું છું કે તમે તમારા કામે જાઓ અને મને મારા હાલ પર છોડી દો. ઝોહરી પોતાના કામે ચાલ્યા ગયા. થોડા દિવસો પછી તેમણે ઇમામ (અ.સ.)ને જોયા અને પૂછ્યું: તમે જે મુસાફરીની વાત કરી હતી તેનો કોઈ અસર દેખાતો નથી. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: હા ઝોહરી! તમે જે સમજ્યા હતા તે મુસાફરી નથી મારો અર્થ મૃત્યુની મુસાફરી હતો અને હું તેના માટે તૈયારી કરી રહ્યો હતો. મૃત્યુ માટે તૈયારી કરવી એટલે હરામથી બચવું અને અલ્લાહની રાહમાં સખાવત તથા ભલાઈ કરવી. *આજે જ પોતાનો ભાર હળવો કરો!* ઇમામ (અ.સ.) આ નૂરાની વસિયતના આ ભાગમાં ફરી એક વખત કયામતની લાંબી, ભયજનક અને મુશ્કેલ મુસાફરી તરફ ધ્યાન દોરે છે અને રસ્તો સ્પષ્ટ કરે છે તથા મુક્તિનું સાધન જણાવે છે. સૌ પ્રથમ ફરમાવે છે: મારા દીકરા! જાણો કે તમારી સામે એક ખૂબ જ મુશ્કેલ ઘાટી છે. તેમાં હળવા ભારવાળાની સ્થિતિ ભારે ભારવાળા કરતાં સારી હશે અને ધીમે ચાલનારની સ્થિતિ ઝડપથી ચાલનાર કરતાં ખરાબ હશે. આ મુશ્કેલ ઘાટીથી ઇમામ (અ.સ.)નો ઈશારો મૃત્યુ અને તેની સખતીઓ તરફ, અથવા બરઝખના આલમ તરફ, અથવા પુલે સિરાત તરફ હોઈ શકે છે અને શક્ય છે કે આ બધાનો સમાવેશ થતો હોય. સ્વાભાવિક છે કે મુશ્કેલ ઘાટીઓમાંથી સલામત રીતે પસાર થવા માટે માણસે પોતાનો ભાર હળવો કરવો અને ઝડપથી આગળ વધવું જોઈએ. આ વાત કુરઆન મજીદની આ આયતોથી પણ સમજાય છે: પરંતુ તેણે તે મુશ્કેલ ઘાટી પાર ન કરી અને તમને શું ખબર કે તે ઘાટી શું છે? કોઈ ગુલામને આઝાદ કરવો અથવા ભૂખના દિવસે ખોરાક ખવડાવવો. કેટલાક મુફસ્સિરોએ આ આયતોમાં અકબાનો અર્થ નફ્સની ઇચ્છાઓ સાથે કર્યો છે અને કેટલાકે કયામતના દિવસની મુશ્કેલ ઘાટીઓ સાથે કર્યો છે. ઇમામ (અ.સ.)નું વચન બીજા અર્થને અનુરૂપ છે. પછી ઇમામ (અ.સ.) ફરમાવે છે: અને જાણો કે આ ઘાટી પાર કર્યા પછી તમારું ઉતરવાનું સ્થાન ચોક્કસપણે કાં તો જન્નત હશે અથવા જહન્નમ. પછી ફરમાવે છે: તેથી ત્યાં પહોંચતા પહેલાં પોતાના માટે જરૂરી વ્યવસ્થા કરી લો અને ત્યાં પહોંચતા પહેલાં પોતાનું ઘર તૈયાર કરી લો. કારણ કે મૃત્યુ પછી અલ્લાહને રાજી કરવાનો કોઈ મોકો નથી અને દુનિયામાં પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. ધ્યાન આપવા જેવી વાત છે કે: لَيْسَ بَعْدَ الْمَوْتِ مُسْتَعْتَبٌ મૃત્યુ પછી અલ્લાહને રાજી કરવાનો કોઈ મોકો નથી. આ વાક્ય સૌપ્રથમ રસૂલુલ્લાહ (સ.અ.વ.)ના વચનમાં આવ્યું છે. આપ (સ.અ.વ.) ફરમાવ્યું: لَيْسَ بَعْدَ الْمَوْتِ مُسْتَعْتَبٌ أَكْثِرُوا مِنْ ذِكْرِ هَادِمِ اللَّذَّاتِ وَمُنَغِّصِ الشَّهَوَاتِ મૃત્યુ પછી અલ્લાહને રાજી કરવાનો કોઈ મોકો નથી તેથી આનંદોને નષ્ટ કરનાર અને ઇચ્છાઓને કડવી બનાવનાર મૃત્યુને વધારે યાદ કરો. આ એક સ્પષ્ટ હકીકત છે, જે કુરઆન અને રિવાયતોમાં ઘણી જગ્યાએ જણાવવામાં આવી છે. કુરઆન મજીદમાં ફરમાવવામાં આવ્યું છે: જ્યારે તેમનામાંથી કોઈને મૃત્યુ આવે છે ત્યારે તે કહે છે અય મારા પાલનહાર! મને પાછો મોકલ, કદાચ જે કંઈ મેં પાછળ છોડી દીધું છે તેમાં હું સારા કાર્યો કરી શકું તેને કહેવામાં આવશે: નહીં! નેહજુલ બલાગાહના ખુત્બા નંબર ૧૮૮માં મરનારાઓ વિશે ફરમાવવામાં આવ્યું છે: તેઓ પોતાના કરેલા ખરાબ કામોથી દૂર થઈ શકતા નથી અને પોતાના સારા કામોમાં વધારો પણ કરી શકતા નથી.

  • નેહજુલ બલાગહ પત્ર 31 ભાગ 10 આખેરત માટે જીવો. હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અને જાણી લ્યો કે તમારી સામે એક લાંબો અને ઘણી મુશ્કેલીઓથી ભરેલો રસ્તો છે આ રસ્તો પસાર કરવા માટે સારી રીતે પ્રયત્ન કરવાની જરૂર છે એટલા પ્રમાણમાં સામાન તૈયાર કરો કે જે તમને તમારી મંઝિલ સુધી પહોંચાડી શકે અને સાથે તમારી પીઠ પરનો ભાર પણ હળવો રહે. પોતાની શક્તિ કરતાં વધારે ભાર પોતાની પીઠ પર ન મૂકો, કારણ કે તેનો ભારે બોજ તમને તકલીફ પહોંચાડશે. જ્યારે તમને કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ મળે, જે તમારો સામાન કયામતના દિવસ સુધી લઈ જાય અને જે દિવસે તમને તેની સૌથી વધારે જરૂર હશે તે દિવસે તમારો આખો સામાન તમને પાછો આપી દે, તો આવા વ્યક્તિને ગનીમત સમજો. પોતાનો ભાર તેના પર મૂકી દો અને તેની વધારે મદદ કર. કારણ કે અત્યારે તમને તેની મદદ કરવાની તક મળી છે. ઘણી વખત એવું બને કે પછી તમે તેને શોધે પરંતુ તે તમને ન મળે. અને એવા વ્યક્તિને પણ ગનીમત સમજો, જે તમારી ખુશહાલી અને સગવડના સમયમાં તમારી પાસેથી કર્જ માંગે, જેથી તમારી મુશ્કેલીના દિવસોમાં તે તને પાછું ચૂકવી શકે. અને જાણ કે તમારી સામે એક ખૂબ જ મુશ્કેલ ઘાટી છે. જે વ્યક્તિનો ભાર હળવો હશે, તે આ ઘાટીમાંથી પસાર થવામાં ભારે ભારવાળા વ્યક્તિ કરતાં વધુ સારી સ્થિતિમાં હશે. અને જે ધીમે ચાલશે તેની સ્થિતિ ઝડપથી ચાલનાર કરતાં વધુ ખરાબ હશે. આ ઘાટીમાંથી પસાર થયા પછી ઉતરવાનું સ્થાન કાં તો જન્નત છે અથવા દોઝખ. તેથી ત્યાં ઉતરતા પહેલાં પોતાના માટે આગળથી સારો સામાન મોકલી દે અને પોતાના માટે એક સ્થાન તૈયાર કરી રાખો. કારણ કે મૃત્યુ પછી અલ્લાહને રાજી કરવાનો કોઈ મોકો નથી અને દુનિયામાં પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જાય છે. *વઝાહત: આય્તુલ્લાહ નાસિર મકારિમ શીરાઝી સાહબ* ઇમામ અલી (અ.સ.) આ વસિયતમાં લાંબી મુસાફરી અને આ મુસાફરી માટે સારા કામો, ઇબાદતો અને ખાસ કરીને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાથી ભાથું તૈયાર કરવાની ખૂબ જ જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. ઇમામ (અ.સ.) આ ચેતવણી આપ્યા પછી આ મુસાફરી માટે ભાથું તૈયાર કરવાની જરૂરિયાત જણાવે છે અને ફરમાવે છે: આ ભાતું નો મૂળ આધાર એ છે જે કુરઆન મજીદમાં ફરમાવવામાં આવ્યું છે: અને ભાથું તૈયાર કરો, કારણ કે સૌથી શ્રેષ્ઠ ભાથું તકવા અને પરહેઝગારી છે. હુસ્નુલ ઇર્તિયાદ નો અર્થ સારી રીતે શોધ કરવો છે. એટલે કે આખેરતની મુસાફરી માટે ભાથું તૈયાર કરવામાં યોગ્ય આયોજન અને યોગ્ય વ્યવસ્થા કરવી. પીઠ હળવી રાખવી એ વાત તરફ ઈશારો છે જે કુરઆનમાં આવી છે: તેઓ પોતાના ગૂનાહોના ભારે ભારને પોતાની પીઠ પર ઉઠાવશે અને પોતાના ભાર ઉપરાંત બીજા ભાર પણ ઉઠાવશે. ઇમામ (અ.સ.) ફરમાવે છે કે એવા લોકોમાં સામેલ ન થવું અને શક્ય હોય ત્યાં સુધી પોતાની પીઠને આ ભારથી હળવી રાખવી. આ પહેલાં પણ નેહજુલ બલાગાહના ૨૧મા ખુત્બામાં આ ખૂબ જ ટૂંકું પરંતુ અર્થપૂર્ણ વાક્ય આવ્યું છે: تَخَفَّفُوا تَلْحَقُوا પોતાનો ભાર હળવો કરો, જેથી કાફલા સાથે પહોંચી શકો. જૂના સમયમાં જ્યારે કાફલા મુસાફરી કરતા અને મુશ્કેલ ઘાટીઓ સુધી પહોંચતા ત્યારે ભારે સામાન વાળા લોકો પાછળ રહી જતા કાફલો તેમના કારણે રોકાઈ શકતો ન હતો અને આગળ વધતો રહેતો. આવા લોકો એકલા રણમાં રહી જતા અને ચોરો તથા જંગલી પ્રાણીઓ માટે સરળ શિકાર બની જતા. ઇમામ (અ.સ.) આ ટૂંકી પરંતુ અર્થપૂર્ણ વાત પછી દુનિયાના માલ અને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાની વાત કરે છે અને ફરમાવે છે: તેથી તમારી શક્તિ કરતાં વધારે દુનિયાના માલની જવાબદારી તમારી પીઠ પર ન લો, કારણ કે તેનો ભાર તમારા માટે મુશ્કેલી અને નુકસાનનું કારણ બની જશે. પછી ઇમામ (અ.સ.) ખૂબ જ સુંદર રીતે અલ્લાહની રાહમાં ખર્ચ કરવા પ્રોત્સાહિત કરે છે: જ્યારે તમે માલદાર હો ત્યારે એવો જરૂરતમંદ માણસ મળે જે તમારા કયામતના દિવસના ભાથાનો ભાર ઉઠાવી શકે અને કાલે જ્યારે તમને તેની જરૂર પડે ત્યારે તે તમને પાછો આપી શકે, તો તેને ગનીમત સમજો અને તમારું આ ભાથું તેના ઉપર મૂકો અને જ્યારે તમે સક્ષમ હો ત્યારે તેને વધારે ભાથું આપો.” પછી ફરમાવે છે: “કારણ કે શક્ય છે કે એક દિવસ તમે આવા માણસને શોધશો, પરંતુ તમને તે મળશે નહીં. ઇમામ (અ.સ.) અલ્લાહની રાહમાં ખર્ચ કરવા માટે બીજી સુંદર વાત પણ ફરમાવે છે: જો તમને એવો કોઈ માણસ મળે જે તમારી સમૃદ્ધિના સમયમાં તમારી પાસેથી કર્જ લે અને તમારી મુશ્કેલીના દિવસ માટે તેની પરત ચુકવણી રાખે, તો તેને પણ ગનીમત સમજો.” એક એવો માણસ જે સ્વેચ્છાથી અને કોઈ બદલાની અપેક્ષા વગર તમારરી આખેરતના ભાથાનો ભારે ભાર પોતાની પીઠ પર લઈ જાય અને ખુશીથી તેને તમારી મંઝિલ સુધી પહોંચાડે. બીજો એવો માણસ જે તમારી સંપત્તિની જરૂર ન હોય ત્યારે તેનો થોડો ભાગ કર્જ તરીકે લે અને જ્યારે તમને તેની ખૂબ જ જરૂર હોય ત્યારે તે પાછો આપી દે. અલ્લાહની રાહમાં ખર્ચ કરનારાઓની સ્થિતિ આવી જ છે. આના કરતાં વધુ સુંદર અને અર્થપૂર્ણ ઉદાહરણ મળવું મુશ્કેલ છે. બીજું ઉદાહરણ કુરઆન મજીદની આ આયતમાંથી લેવામાં આવ્યું છે:

  • *સૂરે યુસુફ આયત 31* فَلَمَّا سَمِعَتۡ بِمَکۡرِہِنَّ اَرۡسَلَتۡ اِلَیۡہِنَّ وَ اَعۡتَدَتۡ لَہُنَّ مُتَّکَاً وَّ اٰتَتۡ کُلَّ وَاحِدَۃٍ مِّنۡہُنَّ سِکِّیۡنًا وَّ قَالَتِ اخۡرُجۡ عَلَیۡہِنَّ ۚ فَلَمَّا رَاَیۡنَہٗۤ اَکۡبَرۡنَہٗ وَ قَطَّعۡنَ اَیۡدِیَہُنَّ وَ قُلۡنَ حَاشَ لِلّٰہِ مَا ہٰذَا بَشَرًا ؕ اِنۡ ہٰذَاۤ اِلَّا مَلَکٌ کَرِیۡمٌ ﴿۳۱﴾ (૩૧) પછી જ્યારે તેણીએ તેણીઓના મક્ર (મેણાં ટોણાં) સાંભળ્યા ત્યારે તેણીઓને બોલાવી અને તેણીઓ માટે (કિંમતી) ટેકો દેવાના તકીયા તૈયાર કર્યા, પછી તેઓમાંથી દરેકને છરી આપી, અને (યુસુફને) કહ્યું કે તું તેમની સામે નીકળીને આવ પછી જ્યારે ઔરતોએ તેને જોયો ત્યારે તે મહાન દેખાયો, તેણીઓએ પોત પોતાના હાથ કાપી નાખ્યા અને બોલી ઉઠી અલ્લાહ પાક છે આ ઇન્સાન નથી આ એક મોહતરમ ફરિશ્તો છે. *તફસીર:* અઝીઝે મિસરની પત્નીએ ટોણા મારતી સ્ત્રીઓ સામે એવી ચાલાકી કરી કે તેઓ પણ બદનામ થાય અને આ ઘટનામાં ભાગીદાર બની જાય. ગાદલાં અને તકીયાઓથી સજાવેલી બેઠકની વ્યવસ્થા તથા ફ્રૂટ ખાવા માટે છરીઓનો ઉપયોગ થતો હતો, તેનાથી તે સમયની મિસરી સંસ્કૃતિ અને સભ્યતાનો અંદાજ મળે છે આ પરથી એ પણ જાણવા મળે છે કે આ સભામાં મોટા અને પૈસા વાળા પરિવારોની સ્ત્રીઓને આમંત્રિત કરવામાં આવી હતી. કત્તઅના. શબ્દનો મૂળ અર્થ કાપવું થાય છે. અહીં તેનો અર્થ એવો છે કે સભામાં હાજર સ્ત્રીઓએ હઝરત યૂસુફ અલય્હિસ્સલામને જોયા ત્યારે તેઓ એટલી આશ્ચર્યચકિત થઈ ગઈ કે પોતાના હાથ અનેક જગ્યાએ કાપી બેઠી. હાશા. નો અર્થ છે અલગ અને નિર્દોષ હોવું જૂના સમયમાં કોઈ વ્યક્તિને કોઈ ખામીથી પાક અને નિર્દોષ બતાવવી હોય ત્યારે પહેલાં અલ્લાહને પવિત્ર ગણાવતા અને પછી તે વ્યક્તિને નિર્દોષ કહેતા. મિસરના અઝીઝની પત્ની એક સમજદાર અને રાજકીય રીતે ચાલાક સ્ત્રી હતી. તેણે મહેમાનદારીનું આયોજન કરીને પોતાની હરીફ સ્ત્રીઓની હકીકત બહાર લાવી અને તેમને આશ્ચર્યમાં મૂકી દીધા. પયગામ: 1. ક્યારેક બીજાની વાતો ફેલાવવાનો હેતુ તેમની ચિંતા કરવો નથી હોતો, પરંતુ ઈર્ષ્યા, ષડ્યંત્ર અને તેમની વિરુદ્ધ યોજના હોય છે. 2. શક્ય છે કે મિસરની સ્ત્રીઓએ ઝુલૈખાના યૂસુફ અલય્હિસ્સલામ પ્રત્યેના પ્રેમની વાત ફેલાવી હોય જેથી તેઓ પોતે યૂસુફ અલય્હિસ્સલાને જોઈ શકે. 3. ક્યારેક ચાલાકીનો જવાબ સમજદારીથી આપવો પડે છે. સ્ત્રીઓએ અઝીઝની પત્નીની વાત ફેલાવીને યોજના બનાવી તો તેણે મહેમાનદારી દ્વારા તેમની યોજનાનો જવાબ આપ્યો. 4. ઝુલૈખાએ પોતાના વિરુદ્ધ વાતો ફેલાવતી મુખ્ય સ્ત્રીઓને બોલાવીને તેમને પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો. 5. ક્યારેક ગુનેહગાર પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પોતાના ગુનાહને બીજાઓમાં પણ ફેલાવે છે અને તેને સામાન્ય દેખાડવાનો પ્રયત્ન કરે છે. 6. દરેક મહેમાન માટે અલગથી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવી સારી અને પ્રશંસનીય બાબત છે. 7. અલ્લાહની નાફરમાની ન થાય ત્યાં સુધી પોતાના માલિક અથવા જવાબદાર વ્યક્તિની પેરવીનું પાલન કરવું જોઈએ. 8. માત્ર સાંભળવું અને પોતાની આંખે જોવું બંને એકસરખો નથી જ્યારે સ્ત્રીઓએ યૂસુફ અલય્હિસ્સલામને પોતાની આંખે જોયા ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થઈ ગઈ. 9. માણસ સ્વભાવથી જ મહાનતા અને શ્રેષ્ઠતા સામે નમ્ર થઈ જાય છે. 10. ઝુલૈખા મિસરની સ્ત્રીઓને સમજાવવા માંગતી હતી કે: તમે તો યૂસુફ અલય્હિસ્સલામ ને માત્ર એક ક્ષણ માટે જોયા અને તમારો કાબૂ જતો રહ્યો; તો હું તો તેમને દિવસ-રાત મારા ઘરમાં જોઉં છું! 11. કોઈની ટીકા કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. શક્ય છે કે આપણે તેની જગ્યાએ હોત તો આપણી સ્થિતિ પણ એવી જ થઈ હોત. 12. જ્યાં સુધી માણસ પરીક્ષામાં મુકાતો નથી ત્યાં સુધી તે ઘણી વાતોનો દાવો કરી શકે છે પરંતુ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તેની સાચી હકીકત આપમેળે સામે આવી જાય છે. 13. જ્યારે પ્રેમ ખૂબ પ્રબળ બની જાય ત્યારે માણસને પોતાને થયેલી ઈજા પણ ખબર પડતી નથી જો દુન્યવી પ્રેમના કારણે સ્ત્રીઓ પોતાના હાથ કાપી બેઠી અને તેમને તેનો ખ્યાલ ન રહ્યો, તો અલ્લાહની મહાન અને ઊંડી મોહબ્બતનું શું કહેવું! 14. હઝરત યૂસુફ અલય્હિસ્સલામ ખૂબસુરત હતા અને સાથે પવિત્રતા તથા મહાન વયવહાર પણ રાખતા હતા અને સમગ્ર માનવજાત માટે ઉત્તમ નમૂનો હતા. 15. યૂસુફ અલય્હિસ્સલામનું જાહેર સૌંદર્ય તેમના માટે પરીક્ષાનું કારણ બન્યું પરંતુ તેમનું તકવા તેમની મુક્તિનું કારણ બન્યુ 16. તે સમયના મિસરના લોકો અલ્લાહ અને ફરિશ્તાઓ પર ઈમાન ધરાવતા હતા. alvi110.in